________________
Th( 5.
આ બધી વાતો જીવના નરસા અધ્યવસાયમાં કોઈક ક્ષણે સારા અધ્યવસાયનો કર્મબંધ પડીને સારો થર બંધાઈ ગયો હોય તો તે તેવી રીતે ઉદય પામી સારું ફળ આપે તથા સારા અધ્યવસાયમાં કોઈ ક્ષણે નરસા અધ્યવસાયથી નરસા કર્મનો થર પડી ગયો હોય, તો તે રીતે પાકીને સારામાં નરસું ફળ આપે છે. પ્રિય પાઠક ગણ !
જૈન શ્વેતાંબર આગમ પરંપરામાં અગિયાર અંગ અને બાર ઉપાંગ પ્રસિદ્ધ છે. શરીરમાં જેમ અંગની શોભા ઉપાંગથી વૃદ્ધિ પામે છે તેમ આચાર્ય ભગવંતોએ નિસ્પૃહણ કરેલા આ ઉપાંગસૂત્રો અંગશાસ્ત્રના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે. જેમ મકાનની વ્યાખ્યા કરીએ ત્યારે બારી-બારણા, ઝરૂખા, રસોઈ ઘર, બેઠકરૂમ, બાથરૂમ, શય્યારૂમ વગેરેનું વર્ણન તેની સાથે આવી જ જાય છે કારણ કે તે બધાનું મકાનમાં જ યથાસ્થાને ગોઠવાયેલા હોય છે. તે બધા મકાનના અવયવોથી જ મકાનનું અસ્તિત્વ છે. તેમ આપણે ત્યાં દ્વાદશાંગી ગણિપિટક અંગ શાસ્ત્ર છે. તેના બારમા દષ્ટિવાદ અંગના વર્ણનમાંજ ઉપાંગ વગેરે વિવિધ વિષય વર્ણક શાસ્ત્રો આવી જ જાય છે. શરીરના બધા ઉપાંગ અંગના વિભાગ રૂપ હોય છે તેમ ઉપાંગ શાસ્ત્રો પણ અંગ શાસ્ત્રોમાંથી જ નિષ્પાદિત-નિષ્પન્ન થયા હોય છે.
પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર પ્રાધાન્ય પણે ઉત્પત્તિના વિષયને જ પ્રગટ કરે છે. જીવના “અધ્યવસાય” પ્રમાણે તેનાં જન્મ-મરણ થાય છે. તે જન્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાય. વનસ્પતિ અને ત્રસાદિમાં ધારણ કરવા પડે છે. કર્મ પ્રમાણે ઉત્પન્ન કરેલા શરીરના સમુદાયને રાખવા માટે જે જે સ્થાન હોય છે, તે સ્થાન નગર કહેવાય છે. મહર્ષિ પુરુષોએ નગરીનું વર્ણન કર્યું કે જ્યાં આજુ-બાજુમાં બાગ-બગીચા, નદી, સાગર હોય અને અસંખ્યાતા જીવોએ ધારણ કરેલ પૃથ્વીની જગ્યા ઉપર ભવન, મહેલ, હવેલી, બજાર વગેરેની રચના કરી લોકો નિવાસ કરતા હોય તેને નગરી કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં તે સમયની એક ચંપાનગરીનું ભવ્ય વર્ણન કર્યું છે. તેની બાજુમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં પૂર્ણભદ્રદેવની પ્રતિમાનું વર્ણન કર્યા પછી સામે અશોક વૃક્ષને દેખાડી તેની નીચે પૃથ્વીશિલા વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણોથી સુશોભિત દર્શાવી છે અને ત્યાર પછી પૃથ્વીશિલા પટ્ટકરૂપે મધ્યલોકથી લઈને છેક સિદ્ધશિલા પૃથ્વી સુધીનું વર્ણન કર્યું છે.
આ સૂત્રમાં નવ નવ રસની વાતો અભિવ્યક્ત થાય છે. નવરસમાં આઠ રસ પ્રશસ્ત-અપ્રશસ્ત બંને રૂપમાં હોય છે અને બાહ્ય જગતમાં તેની બોલબાલા છે. બાહ્ય જગતમાં આઠે આઠ રસ મોહ, રાગ-દ્વેષજનિત હોવાથી લોકો જાણે-અજાણે પણ આ રસમાં પૂર્ણતયા રસ ધરાવતા હોય છે. તેથી પૌગલિક ચીજને પ્રથમ કહીને છેક
29