________________
[ ૩૮]
શ્રી વિવાઈસૂત્ર
इव दित्ततेया, सागरो इव गंभीरा, विहग इव सव्वओ विप्पमुक्का, मंदरो इव अप्पकंपा, सारयसलिलं इव सुद्धहियया, खग्गिविसाणं इव एगजाया, भारंडपक्खी व अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणो इव तेयसा जलता । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી ઘણા અણગારો ઈર્યાસમિતિ-અન્ય જીવોની વિરાધના ન થાય તે રીતે ઉપયોગપૂર્વક ગમનક્રિયા કરનારા, ભાષા સમિતિનિરવધ વચન બોલનારા, એષણા સમિતિ-નિર્દોષ, શુદ્ધ અને અચેત આહારને ગ્રહણ કરીને અનાસક્તપણે ભોગવનારા, આદાન-ભંડ મત્ત નિક્ષેપ સમિતિ-સાધુ જીવનના આવશ્યક ઉપકરણોને યતનાપૂર્વક ગ્રહણ કરનારા અને મૂકનારા, ઉચ્ચાર પાસવણ ખેલ સિંઘાણ જલ્લ પરિષ્ઠાપનિકા સમિતિ–મળ-મૂત્ર આદિ શરીરના ત્યાજ્ય પદાર્થોનો નિર્દોષભૂમિમાં ત્યાગ કરનારા, મનોગુપ્ત–આર્ત-રૌદ્ર ધ્યાનયુક્ત વિચારધારાનો ત્યાગ કરી ધર્મ-શુક્લ ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરનારા, વચનગુપ્ત-અશુભ વચનોનો ત્યાગ કરી અત્યંત આવશ્યક હોય ત્યારે જ શુભ વચનો બોલનારા, કાયગુપ્ત–પાપકારી શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અનિવાર્ય નિર્દોષ કાયિક ચેષ્ટા કરનારા, ગુપ્ત-અશુભ યોગનો નિગ્રહ કરનારા, ગુપ્તેન્દ્રિય-પાપકારી પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોને સુરક્ષિત રાખનારા, ગુપ્તબ્રહ્મચારી-નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનારા, મમત્વ રહિત, પરિગ્રહ રહિત, ક્રોધ, માન, માયા, લોભ તે ચારે ય કષાયથી રહિત, બાહ્ય પ્રવૃત્તિથી શાંત, આવ્યંતર પાપકારી પ્રવૃત્તિથી પ્રશાંત, બાહ્ય–આત્યંતર બંને પ્રકારે ઉપશાંત, પરિનિવૃત્ત-કર્મકૃતવિકારથી રહિત, કર્મોના આશ્રવથી રહિત, નિગ્રંથ-રાગદ્વેષરૂ૫ ગ્રંથીથી રહિત, છિન્નગ્રંથ-શરીરજન્ય સંબંધરૂપ દ્રવ્ય ગ્રંથી અને મિથ્યાત્વાદિ રૂપ ભાવગ્રંથીથી રહિત, છિન્નસોત-સંસારના પ્રવાહરૂપ સોતથી રહિત હતા.
તે અણગારો (૧) કાંસ્યપાત્ર-કાંસાના વાસણની જેમ સાંસારિક સંબંધોથી નિર્લેપ, (૨) શંખની જેમ નિરંગણ- રાગાદિ રંજન યોગ્ય ભાવોથી મુક્ત, (૩) જીવની જેમ અપ્રતિહત ગતિવાળા અર્થાતુ. અપ્રતિબંધપણે વિચરનારા, (૪) ઉત્તમ જાતિના શુદ્ધ કરેલા સુવર્ણની જેમ નિર્મળ, (૫) દર્પણની જેમ જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપે પ્રગટ કરનારા, (૬) કાચબાની જેમ ગુખેન્દ્રિય, (૭) કમળપત્રની જેમ વિષયભોગથી નિર્લેપ, (૮) આકાશની જેમ સ્વજનો આદિના આલંબન રહિત, (૯) પવનની જેમ આલય–ઘર રહિત, (૧૦) ચંદ્રની જેમ સૌમ્યુલેશી, (૧૧) સૂર્યની જેમ શારીરિક કાંતિ અને જ્ઞાનના તેજથી તેજસ્વી, (૧૨) સાગરની જેમ ગંભીર, (૧૩) પક્ષીની જેમ નિશ્ચિત આવાસથી વિપ્રમુક્ત, (૧૪) મેરુપર્વતની જેમ ઉપસર્ગ–પરીષહરૂપ વાયુથી અકંપિત, (૧૫) શરદઋતુના જલની જેમ નિર્મળ અને શુદ્ધ હૃદયી, (૧૬) ખડી– ગેંડાના શિંગની જેમ રાગાદિ દ્વન્દ્રથી રહિત હોવાથી એક સ્વરૂપ, (૧૭) ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, (૧૮) હાથીની જેમ કષાયરૂપ શત્રુનો નાશ કરવામાં શૂરવીર, (૧૯) વૃષભની જેમ બલિષ્ઠ, (૨૦) સિંહની જેમ દુર્ધર્ષ–અજેય, (૨૧) પૃથ્વીની જેમ સર્વ પરિસ્થિતિઓને સમભાવે સહન કરનારા, (૨૨) હોમની અગ્નિની જેમ તપ-સંયમના તેજથી દેદીપ્યમાન હતા.
२५ णत्थि णं तेसि भगवंताणं कत्थइ पडिबंधे भवइ । [से य पडिबंधे चउविहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। दव्वओ णं सचित्ताचित्तमीसएसु दव्वेसु । खेत्तओ-गामे वा णयरे वा रण्णे वा खेत्ते वा खले वा घरे वा अंगणे वा । कालओ-समए वा, आवलियाए वा, आणापाणुए वा थोवे वा लवे वा मुहुत्ते वा अहोरत्ते वा पक्खे वा मासे वा अयणे