________________
[
s
]
શ્રી ઉવવાઈ સત્ર
સિદ્ધશિલા :- ઊર્ધ્વલોકમાં સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી બાર યોજન ઊંચે સિદ્ધશિલા છે. તે ૪૫ લાખ યોજન લાંબી, પહોળી, મધ્યે આઠ યોજન જાડી, ત્યાર પછી ક્રમશઃ ઘટતા અંતિમ કિનારે (પરિધિ પાસે) માખીની પાંખથી અધિક પાતળી છે. તે શ્વેતસુવર્ણ, ચાંદી, દૂધ, દહીં આદિ પદાર્થોથી અનંતગુણી અધિક શ્વેત અને કાંતિમાન છે. સિદ્ધક્ષેત્ર :- સિદ્ધશિલાથી એક યોજન ઉપર લોકાંત છે. તે ચાર ગાઉ પ્રમાણ એક યોજનાના અંતિમછેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં ૩૩૩ ધનુષ્ય અને ઉર અંગુલ પ્રમાણ ક્ષેત્ર સિદ્ધક્ષેત્ર છે. ત્યાં અનંત સિદ્ધ ભગવાન બિરાજે છે. સિદ્ધ ભગવાન :- શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અનંતગુણ સંપન્ન કર્મમુક્ત, શુદ્ધ આત્માને સિદ્ધ કહે છે. ધર્માસ્તિકાયની સહાયતાથી તે લોકાગ્રે પહોંચી જાય છે. ત્યાં શાશ્વતકાલ પર્યત આત્મસ્વરૂપમાં નિમગ્ન રહે છે. સિદ્ધાત્માઓ અરૂપી હોવાથી પરસ્પર બાધક બનતા નથી તેથી એક સિદ્ધ હોય, ત્યાં અનંત સિદ્ધો રહી શકે છે. સિદ્ધોનું સુખ આત્મિક સુખ હોવાથી લૌકિક કોઈ પણ ઉપમાથી તેને પૂર્ણરૂપે સમજાવી શકાતું
નથી.
મનુષ્ય જે શરીર છોડીને સિદ્ધ થાય છે, તે શરીરથી ત્રીજો ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેથી સિદ્ધોની અવગાહના જઘન્ય એક હાથ અને આઠ અંગુલ તથા ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલની હોય છે. સિદ્ધોના આત્મપ્રદેશોનો કોઈ આકાર નથી પરંતુ તેના અંતિમ શરીરના આકારમાં તેના આત્મપ્રદેશો સ્થિત થાય છે.
આ રીતે સર્વ કાર્યો સિદ્ધ કરી, સર્વ પ્રકારના કર્મોથી મુક્ત થયેલા સિદ્ધો પરમ શીતલીભૂત થઈ જાય છે, સર્વ દુઃખોનો સંપૂર્ણ રીતે અંત કરે છે.