________________
૨
|
શ્રી વિવાઈસૂત્ર
ચૈત્ય – દરેક નગરીની બહાર ઈશાનખૂણામાં એક ચૈત્ય-ચક્ષાયતન યુક્ત ઉદ્યાન હોય છે. નગરજનો માટે તે લૌકિક રીતે શ્રદ્ધાનું સ્થાન હોય છે. કુલપરંપરા અનુસાર લોકો ત્યાં જાય છે, ભક્તિભાવથી યક્ષની સેવા પૂજા કરી પોતાના લૌકિક ઈષ્ટ ફળની સિદ્ધિ કરે છે.
તે ચૈત્ય રંગ-રોગાનથી સુરમ્ય, શિખર કળશ, ધ્વજા, પતાકા અને ઘંટાઓથી સુશોભિત, ધૂપ-દીપ આદિથી મઘમઘાયમાન હોય છે. તેમાં બિરાજમાન યક્ષ લોકો માટે વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય હોય છે. પૂર્ણભદ્ર ચૈત્ય પણ ચંપાનગરીના લોકો માટે શ્રદ્ધાના સ્થાનભૂત હતું. વનખંડ -ચૈત્યની ચારે બાજુ વિશાળ વનખંડ હોય છે. તેમાં અશોક, તિલક, તાલ, તમાલ, પ્રિયંગુ આદિ વિવિધ પ્રકારના ઘટાદાર વૃક્ષો હોય છે. તેમાં પદ્મલતા, નાગલતા, ચંપકલતા, અતિમુક્તક લતાઓ વગેરે વિવિધ પ્રકારની લતાઓ હોય છે. તે વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા-પ્રશાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ, આ દશ અવસ્થાઓ સર્વશ્રેષ્ઠ હોય છે. ત્યાંની ફળદ્રુપ જમીન, પર્યાપ્ત પાણી અને અનુકૂળ વાતાવરણના કારણે વૃક્ષો, લતાઓ હંમેશાં લીલાછમ રહે છે. પુષિત થયેલા વૃક્ષોની આસપાસ પુષ્પરસ પીવા માટે ભ્રમરો, મધમાખીઓ વગેરે અને ફળોથી લચી પડેલા વૃક્ષોની આસપાસ પોપટ, મેના, કોયલ આદિ પક્ષીઓનો મોટો સમૂહ ઉતરી આવે છે. તેના મધુર કલરવથી વાતાવરણ મનોહર બની જાય છે.
વૃક્ષો અત્યંત ગીચ હોવાથી તે વનખંડ નીલો અને નીલી કાંતિવાળો, કયાંક શ્યામ અને શ્યામ કાંતિવાળો, શીતળ અને શીતળ છાયાવાળો લાગે છે. પૃથ્વી શિલાપાક:- વનખંડના અશોકવૃક્ષના થડથી થોડે દૂર એક મોટો પૃથ્વી શિલાપટ્ટક(પાટ જેવી સપાટ પહોળી શિલા) હોય છે. તે શિલા એક મોટા ઓટલા જેવી પૃથ્વીમય હોય છે. તે અષ્ટકોણ આકારની કાળી, કાંતિમાન, સુરમ્ય અને મનોહર લાગે છે. રાજ- રાજા મહાહિમવાન પર્વત અથવા મેરુપર્વતની જેમ શ્રેષ્ઠ હોય છે. તે ઉજ્જવળ કુળ અને વંશમાં ઉત્પન્ન થયેલા, પરિપૂર્ણ નિર્દોષ અને ઉત્તમ અંગોપાંગયુક્ત, રાજલક્ષણોથી શોભિત હોય છે.
પિત પરંપરા મુજબ અને અન્ય રાજાઓ દ્વારા બહુમાનપૂર્વક તેનો રાજ્યાભિષેક થયો હોય, પ્રજાજનો માટે આદરણીય અને સન્માનનીય હોય, રાજ્ય વ્યવસ્થાનું સમુચિત રીતે સંચાલન કરતા હોય, પ્રજાજનોનો સર્વાગી વિકાસ થાય અને રાજ્યમાં શાંતિનું વાતાવરણ હંમેશાં જળવાઈ રહે તે માટે સતત પુરુષાર્થશીલ હોય, ઉગતા શત્રુઓને ડામી દેતા હોય અને પૂર્વના શત્રુઓને પોતાના શૌર્ય અને પરાક્રમથી પરાજિત કરીને રાજ્યને શત્રુરહિત બનાવી દેતા હોય, તે શ્રેષ્ઠ રાજા કહેવાય છે.
કોણિકરાજા ઉપરોક્ત સર્વગુણ સંપન્ન હતા. તેમનો પ્રજા સાથેનો સમગ્ર વ્યવહાર પ્રેમાળ અને કરુણાશીલ હતો. તેના રાજ્યમાં નગરજનો પોતાની યોગ્યતા પ્રમાણે આજીવિકા પ્રાપ્ત કરી શકે તે પ્રકારની સર્વ વ્યવસ્થાઓ હતી. કોણિક રાજા નગરજનોના પાલક, પોષક અને પિતૃતુલ્ય હતા. રાણી - રાણીનું શરીર સ્ત્રીના ઉત્તમ લક્ષણોથીયુક્ત હોય છે. હાથ-પગ સુકોમળ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, વિષયોને ગ્રહણ કરવાની સક્ષમતા, સૌભાગ્ય સૂચક હાથની રેખાઓ આદિ ઉત્તમ લક્ષણો, તલ, મસા આદિ વ્યંજનયુક્ત દેહ, તે તેનો બાહ્ય વૈભવ અને ઉત્તમ સદાચાર, શીલસંપન્નતા, પતિમાં અનુરક્તા અને લાલિત્ય, તે તેનો અંતર ગુણ વૈભવ હોય છે.
રાણી સુંદર વેશભૂષા, મધુર આલાપ-સંલાપ અને મનોહર ચેષ્ટાઓ દ્વારા રાજાને સદા પ્રસન્ન