________________
ઉવવાઈસત્ર:પરિચય
:
કરતી હોય છે. ધારિણીરાણી ઉપરોકત સર્વ ગુણોથી સંપન્ન હતી. તીર્થકર ભગવાન મહાવીર સ્વામી - ભગવાન સાત હાથની ઊંચાઈ, વજઋષભનારાચસંઘયણ, સમચતુરસસંસ્થાન, કંચન જેવો વર્ણ, સર્વ શ્રેષ્ઠ પરિપૂર્ણ અંગોપાંગ અને ૧૦૦૮ ઉત્તમ લક્ષણો સંપન્ન દેહના ધારક હતા. તેઓ સ્વયં બોધને પામી આત્મિક પુરુષાર્થ દ્વારા રાગ-દ્વેષ જનિત ચાર ઘાતકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને અનંત આત્મિક શક્તિ, તે ચાર મુખ્ય ગુણોને પ્રગટ કરી, પોતાના શાસનમાં શ્રત અને ચારિત્રધર્મનો પ્રારંભ કરનારા, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર તીર્થની સ્થાપના કરનારા હતા. તેઓ સ્વયં રાગ-દ્વેષને જીતનારા, સંસાર સાગરને તરનારા, કર્મબંધનથી મુક્ત અને અન્યને તે માર્ગ બતાવનારા હતા; દેવો, દાનવો, માનવો દ્વારા પૂજનીય, અરિહંત પદને પ્રાપ્ત અને સિદ્ધપદને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા ભગવાન મહાવીર સ્વામી હતા. ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય પરિવાર :- ૧૪,૦૦૦ સાધુઓ અને ૩૬,૦૦૦ સાધ્વીજીઓ તેમના પાવન સાંનિધ્યમાં સંયમ અને તપની આરાધના કરી રહ્યા હતા. તેઓ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપના આરાધક હતા. કર્મક્ષય માટે સતત પુરુષાર્થશીલ તે શ્રમણો પોતાની શક્તિ અનુસાર રત્નાવલી, કનકાવલી, એકાવલી આદિ વિવિધ પ્રકારની કઠિન તપસ્યા કરી રહ્યા હતા. ઘોર તપ, સંયમ અને બ્રહ્મચર્યના પ્રભાવે તે શ્રમણોને આમર્ષોષધિ, જલ્લૌષધિ, ખેલૌષધિ, કોષ્ઠબુદ્ધિ આદિ અનેક પ્રકારની લબ્ધિ પ્રગટ થયેલી હતી.
કેટલાક શિષ્યો કેવળજ્ઞાની, કેટલાક ચાર, ત્રણ અને બે જ્ઞાનના ધારક, કેટલાક ચૌદપૂર્વના ધારક હતા. કેટલાક શ્રમણો સંયમ પર્યાયથી, કેટલાક શ્રતથી અને કેટલાક વયથી સ્થવિર હતા. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, ઉપશાંત કષાયી, ગુપ્ત બ્રહ્મચારી હતા.
તે શ્રમણોમાં જાતિ, દીક્ષા પર્યાય વગેરે અપેક્ષાએ અનેક પ્રકારની વિવિધતા હતી. અનેક ગુણોના સ્વામી તે શ્રમણો પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં તેમ જ ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં તલ્લીન રહેતા હતા. કોપિક રાજાની દર્શનયાત્રા – ભગવાનના આગમનના સમાચાર જાણીને રાજા હર્ષ વિભોર બની ગયા. સમસ્ત પ્રજાજનોને તે આનંદમાં સામેલ કરવા માટે સમસ્ત નગરી સાફ-સૂફ કરાવી, પાણીનો છંટકાવ કરાવીને નગરીને શણગારી, વિવિધ તોરણો બંધાવ્યા, મોતીની માળાઓ, કળશો, ધ્વજા, પતાકા, પ્રેક્ષાગૃહ આદિની રચના કરાવી.
રાજાએ પોતાના માટે અભિષિક્ત હસ્તિરત્ન, ચાર ઘંટાવાળો રથ, ચતુરંગિણી સેનાને સુસજ્જ કરાવ્યા, રાણીઓ માટે વિવિધ વાહનો તૈયાર કરાવ્યા.
રાજાએ શ્રેષ્ઠ વિધિથી સ્નાન કર્યું, ધર્મસભાને યોગ્ય વસ્ત્રો અને આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. આ રીતે પોતાની સંપૂર્ણ ઋદ્ધિ સહિત કોણિક રાજા ભગવાનના દર્શન માટે નીકળ્યા.
કોણિક રાજા પોતાના હસ્તિરત્ન પર આરુઢ થયા ત્યારે સર્વ પ્રથમ અષ્ટમંગલ ચાલ્યા, ત્યાર પછી કળશ, ઝારી, દિવ્ય છત્ર, પતાકા, ચામર, વૈજયંતિ ધ્વજા ચાલી. ત્યાર પછી ઉજ્જવલ દંડયુક્ત કોરંટ પુષ્પોની માળાથી સુશોભિત નિર્મળ છત્ર, પાદપીઠ સહિત સિંહાસન અને પદાતિઓ ચાલ્યા. ત્યાર પછી લાઠીધારી, ભાલાધારી, ધનુર્ધારી, ચામરધારી, ચાબુકધારી, પુસ્તક(ગ્રંથ)ધારી, ફલકધારી, વીણાધારી આદિ લોકો ચાલ્યા. ત્યાર પછી દંડી, મુંડી, શિખંડી, જટાધારી, મયૂરપીંછધારી, હાસ્યકાર, વિદૂષક, ખુશામતિયા, કાંદર્ષિકો, કૌસ્કુચિકો, મૌખરિકો, વાધવાદકો ચાલ્યા, તેમાંથી કેટલાક નાચતા, કૂદતા, જયનાદ