________________
શ્રી ઉવવાઈ સત્ર
ભા.
કરતા હતા. ત્યાર પછી ૧૦૮ જાતિવાન અશ્વો, મહાવત સહિત ૧૦૮ મદોન્મત્ત હાથીઓ, ધ્વજા-પતાકાથી સુશોભિત ૧૦૮ રથો ચાલ્યા. ત્યાર પછી હાથમાં તલવાર, ત્રિશુલ, ભાલા, લાઠી તથા ધનુષ્ય આદિ ધારણ કરેલા અનેક લોકો ચાલ્યા.
આ રીતે ચતુરંગી સેનાથી સુસજ્જ થયેલા કોણિક રાજાએ પોતાના રાજમહેલથી પ્રસ્થાન કર્યું અને ચંપાનગરીના મધ્યભાગમાંથી પસાર થતાં, અનેક સ્તુતિ ગાયકોના આશીર્વાદ, શુભેચ્છા તેમજ વંદન વગેરે સ્વીકારતાં ક્રમશઃ આગળ વધતા રાજા પૂર્ણભદ્ર ચૈત્યમાં પહોંચ્યા.
ભગવાનના અતિશયાદિને દૂરથી જ જોતાં રાજા પોતાના હાથી પરથી નીચે ઉતર્યા. વાહનોને ઊભા રખાવીને પગપાળા ચાલતા પાંચ અભિગમપૂર્વક– વિશિષ્ટ નિયમપૂર્વક, સાંસારિક ભાવો છોડી, પ્રભુમાં જ ચિત્તને એકાગ્ર બનાવીને પ્રભુ સમીપે ગયા. ધારિણી આદિ રાણીઓ પણ પાંચ અભિગમપૂર્વક, ભક્તિ સભર હૈયે, પ્રભુના સાંનિધ્યમાં ગઈ. ત્યાં જઈને પરમાત્માને વિધિવત્ વંદન-નમસ્કાર કરીને મન, વચન, કાયાથી પરમાત્માની પપાસના કરવા લાગી. પ્રભુ મહાવીર સ્વામીની દેશના :- ભગવાને વિશાળ પરિષદની મધ્યમાં શ્રત અને ચારિત્ર ધર્મનો ઉપદેશ આપ્યો. તેમાં છ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મબંધના કારણભૂત અઢાર પાપસ્થાનક, સંવરના કારણભૂત અઢાર પાપસ્થાનથી વિરક્તિ, નરકાદિ ચારે ગતિમાં ઉત્પન્ન થવાના ચાર-ચાર કારણો સમજાવ્યા.
તે ઉપરાંત આગારધર્મ-શ્રાવકધર્મ અને અણગાર-શ્રમણધર્મનું સ્વરૂપ સમજાવતાં શ્રાવકોના બાર વ્રત અને સાધુના પાંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો. ભગવાનનો ઉપદેશ સાંભળીને કેટલાક ભવ્ય જીવોએ શ્રમણ ધર્મ અને કેટલાકે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. કેટલાકે પોતાની ધર્મશ્રદ્ધાને દઢ કરી. કોણિકરાજા પણ ધર્મ શ્રવણ કરીને પ્રસન્ન થયા અને તેમણે પણ પોતાના શ્રદ્ધા-ભક્તિના ભાવો પ્રભુ સમક્ષ પ્રગટ કર્યા કે હે ભગવન્! આ ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે, અનુત્તર છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, શલ્યને કાપનારો છે, મુક્તિનો માર્ગ છે. આ ધર્મ જ સાર્થક–પ્રયોજનભૂત છે, શેષ સર્વ ભાવો નિરર્થક છે.
ધારિણી આદિ રાણીઓએ પણ પૂર્વવત્ શ્રદ્ધાના ભાવો પ્રગટ કર્યા. ધર્મ સાંભળીને પરિષદ સ્વસ્થાને પાછી ગઈ. (૨) ઉપપાત:
બીજા વિભાગમાં ગૌતમ ગણધરની જિજ્ઞાસાથી પૂછાયેલા પ્રશ્નોનું સમાધાન કરતા ભગવાને વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું છે તથા જીવો પરલોકમાં ઉત્પન્ન થઈને આરાધક થશે કે નહીં? તે મહત્ત્વના વિષયનું સ્પષ્ટીકરણ છે અને અંતે સિદ્ધ થવાની પ્રક્રિયા, સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે.
જે જીવો સમ્યગુદર્શન સહિત આરાધનાપૂર્વક મૃત્યુ પામે તે જીવો પછીના જન્મોમાં પણ જૈનધર્મ પામી આરાધનાની યોગ્યતા પ્રાપ્ત કરે છે, આરાધના કરીને આરાધક બને છે અને જે જીવોને અકામનિર્જરા અને અજ્ઞાનતપથી દેવલોકની પ્રાપ્તિ થઈ હોય તે જીવો પછીના ભવમાં આરાધનાને યોગ્ય વાતાવરણ પ્રાપ્ત કરતા નથી કે આરાધક બનતા નથી.
તેમાં વારંવાર ત્રસ જીવોની ક્રૂરતાપૂર્વક હિંસા કરનારા જીવો નરકમાં જાય છે. અકામ નિર્જરા કરનારા, અનિચ્છાએ કષ્ટ સહન કરનારા, પરિસ્થિતિવશ બ્રહ્મચર્યનું પાલન કરનારા વિરાધકપણે