________________
[ ૬૪ ]
શ્રી વિવાઈ સૂત્ર
ધર્મનું મૂળ-મૌલિકગુણ વિનય છે. પરમો રે મોનો- વિનયનું અંતિમફળ સર્વકર્મ ક્ષયરૂપ મોક્ષ છે. (૧) જ્ઞાનવિનય- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પર શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ રાખવો, તેના દ્વારા પ્રતિપાદિત તત્ત્વોનું સમ્યક પ્રકારે ચિંતન, મનન કરવું.વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તે જ્ઞાનવિનય છે. જ્ઞાનના પાંચ ભેદ અનુસાર જ્ઞાનવિનયના પાંચ ભેદ છે. (૨) દર્શનવિનય – દેવ, ગુરુ અને ધર્મ પર દઢ શ્રદ્ધા રાખવી, તે દર્શન(સમ્યકત્વ) છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોની વિનય-ભક્તિ કરવી તે દર્શન વિનય છે. તેના બે ભેદ છે– (૧) શુશ્રુષા– ગુરુ આદિની સેવા કરવારૂપ વિનય. તેના દશ ભેદ છે. (૨) અનાશાતના– ગુરુ આદિની આશાતના ન કરવારૂપ વિનય. તેના પીસ્તાલીસ(૪૫) ભેદ છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. (૩) ચારિત્રવિનય– ચારિત્ર અને ચારિત્રવાનનો વિનય કરવો. તે ચારિત્ર વિનય છે. ચારિત્રના પાંચ ભેદ અનુસાર ચારિત્રવિનયના પાંચ પ્રકાર છે. (૪) મનોવિનય-મનની અશુભ પ્રવૃત્તિને રોકવી અને શુભ પ્રવૃત્તિમાં મનને પ્રવૃત્ત કરવું, આચાર્યાદિનો મનથી વિનય કરવો તે મનોવિનય છે. તેના બે ભેદ છે. અપ્રશસ્ત મનોવિનય- સૂત્રોક્ત બાર પ્રકારની અશુભ વિચારણાઓનો ત્યાગ કરવો તે અપ્રશસ્ત મનોવિનય છે. અપ્રશસ્ત વિચારણાના ત્યાગથી આત્મા મોક્ષની સન્મુખ થાય છે તેથી તેનો સમાવેશ વિનયતપમાં કર્યો છે. પ્રશસ્ત મનોવિનય- સૂત્રોક્ત બાર પ્રકારની શુભ વિચારણામાં મનને પ્રવૃત્ત કરવું તે પ્રશસ્ત મનોવિનય છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત મનોવિનયના બાર-બાર ભેદની ગણનાથી મનોવિનયના કુલ મળી ચોવીસ(૨૪) ભેદ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં પ્રશસ્ત-અપ્રશસ્ત મનોવિનયના સાત-સાત ભેદ કરીને મનોવિનયના કુલ ચૌદ ભેદનું નિરૂપણ છે. (૫) વચનવિનય – આચાર્યાદિનો વચનથી વિનય કરવો. વચનની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં વચનને પ્રવૃત્ત કરવા તે વચન વિનય છે. મનોવિનયની જેમ તેના પણ અપ્રશસ્ત વચન વિનય અને પ્રશસ્ત વચન વિનયરૂપ બે ભેદ અને બંનેના બાર-બાર ભેદ કરતાં કુલ ચોવીસ ભેદ થાય છે. () કાયવિનય- કાયાથી આચાર્યાદિની સેવા કરવી, કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં કાયાને પ્રવૃત્ત કરવી તે કાયવિનય છે. તેના પણ બે ભેદ છે– અપ્રશસ્ત કાયવિનય- સૂત્રોક્ત સાત પ્રકારની ઉપયોગશૂન્ય કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો. પ્રશસ્ત કાયવિનય– સાત પ્રકારની કાયિક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી. આ રીતે બંનેના સાત-સાત ભેદ કરતાં કાય વિનયના કુલ ચૌદ ભેદ થાય છે. (૭) લોકોપચાર વિનય- (૧) અન્યને અનુકૂળ પ્રવૃત્તિ કરવી અર્થાત્ અન્યને સુખ પહોંચે તેવી બાહ્ય પ્રવૃત્તિ કરવી તે લોકોપચાર વિનય છે. (૨) જે ક્રિયા કરવાથી અન્યને પ્રતીતિ થાય તે પ્રકારના વિનય વ્યવહારને લોકોપચાર વિનય કહે છે. તેના સાત ભેદ ભાવાર્થથી સ્પષ્ટ છે.
- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયતાના સ્વરૂપ નિરૂપણમાં વિનય તપના અન્ય ભેદનું કથન નથી. કેવળ લોકોપચાર વિનય યોગ્ય પાંચ ક્રિયાઓનો જ ઉલ્લેખ છે.
આ રીતે ગુર્નાદિકો પ્રતિ ભક્તિ-બહુમાનપૂર્વકનો વ્યવહાર વિનયતપ છે. તે ઉપરાંત જો કોઈ નાના સાધુ પણ આવે તો તેમની સાથે પણ પ્રેમપૂર્વક સમુચિત વ્યવહાર કરવો જોઈએ. સંક્ષેપમાં ગુરુ કે વડિલ પ્રતિ સંપૂર્ણ વિનયવ્યવહાર અને નાના શ્રમણો પ્રતિ આદરભાવપૂર્વકના સમુચિત વ્યવહારનું આચરણ કરવું, તે વિનયવાન મુનિના લક્ષણો છે.