________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૬૫ ]
આત્યંતર તપઃ વૈયાવચ્ચ -
६४ से किं तं वेयावच्चे ? वेयावच्चे दसविहे पण्णत्ते, तं जहा- आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, सेहवेयावच्चे, गिलाणवेयावच्चे, तवस्सिवेयावच्चे, थेरवेयावच्चे, साहम्मियवेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेयावच्चे । से तं वेयावच्चे । ભાવાર્થ - પ્રશ્ન-વૈયાવૃત્યનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-વૈયાવૃત્યના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) આચાર્યની વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય, (૩) શૈક્ષ-નવદીક્ષિત શ્રમણની વૈયાવૃત્ય, (૪) ગ્લાન-રોગીની વૈયાવૃત્ય, (૫) તપસ્વી-નિરંતર અટ્ટમ આદિ તપ કરનાર તપસ્વીઓની વૈયાવૃત્ય, (૬) સ્થવિર- ૬૦ વર્ષની ઉંમરવાળ વયસ્થવિર, ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા સંયમસ્થવિર અને ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રના જ્ઞાતા શ્રુત સ્થવિર, આ ત્રણ પ્રકારના પ્રૌઢ સાધુઓની વૈયાવૃત્ય, (૭) સાધર્મિક- સમાન સમાચારીવાળા શ્રમણોની વૈયાવૃત્ય, (૮) કુલ- એક આચાર્યોના શિષ્ય પરિવારની વૈયાવૃત્ય, (૯) ગણ- અનેક આચાર્યોના સમુદાયની વૈયાવૃત્ય, (૧૦) ચતુર્વિધ સંઘની વૈયાવૃત્ય કરવી. આ વૈયાવૃત્ય તપ છે. વિવેચનઃ
વૈયાવત્ય- એટલે સેવા. સેવા કરવા યોગ્ય પાત્રોના આધારે તેના દસ પ્રકાર છે. આ દસ પ્રકારના સંયમી અથવા ગુણવાન પુરુષોના ગુણાનુરાગથી શરીર દ્વારા અથવા ઉપભોગ, પરિભોગ યોગ્ય પદાર્થો દ્વારા તેમની સેવા-ભક્તિ અને ઉપાસના કરવી, ઔષધ, આહાર-પાણી વગેરે લાવી દેવા, તેઓને પૂર્ણ શાતા પહોંચાડવી તેમજ તેમની સંયમ સાધનામાં સહાયક થવું; તે સર્વ નિઃસ્વાર્થ ભાવથી કરાતી સેવા વૈયાવચ્ચતપ છે.
| શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં વૈયાવચ્ચના માહાભ્યને પ્રદર્શિત કર્યું છે. વૈયાવચ્ચ કરનાર જીવ તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરે છે. સેવાના પરિણામે સાધક અનેક ગુણોને પ્રાપ્ત કરે છે તથા શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, સમાધિ, જિનાજ્ઞા પાલન, સંયમ સહાય, પ્રવચન પ્રભાવના દ્વારા પુણ્યનો સંચય પણ કરે છે.
આ રીતે તૈયાવચ્ચ કરનારી વ્યક્તિ આત્માના અનેક ગુણોને પ્રગટ કરે છે અને અન્યની સાધનામાં સહાયક બને છે; તેથી વૈયાવચ્ચ સ્વ-પર લાભદાયક આવ્યંતર તપ છે. આત્યંતર તપઃ સ્વાધ્યાય -
६५ से किं तं सज्झाए ? सज्झाए पंचविहे पण्णत्ते, तं जहा- वायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा, धम्मकहा, से तं सज्झाए । ભાવાર્થ - પ્રશ્ન- સ્વાધ્યાયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) વાચના- યથાવિધિ નિશ્ચિત કરેલા સમયે શ્રુતવાડમયનું અધ્યયન અને અધ્યાપન કરવું. (ભણવું અને ભણાવવું) (૨) પ્રતિપૃચ્છના ભણેલા વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ માટે પૂછવું અને શંકાનું સમાધાન કરવું. (૩) પરિવર્તના– ભણેલા જ્ઞાનનું વારંવાર પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા- આગમ તત્ત્વોનું ચિંતન મનન કરવું. (૫) ધર્મકથા વાંચન