________________
| વિભાગ-૧: સમવસરણ
કરવી, વગેરે ક્રિયાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય, તેમાં તો કહેવું જ શું? અર્થાત્ તેનાથી સર્વ ફળની પ્રાપ્તિ થાય છે. તથારૂપના અરિહંત ભગવાનના એક પણ ધાર્મિક વચનનું શ્રવણ પણ મહાફળદાયક છે, તો તેમના દ્વારા કહેવાતા વિપુલ અર્થને ગ્રહણ કરવાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય તેમાં તો કહેવું જ શું? તેથી હે દેવાનુપ્રિયો! આપણે જઈએ, ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન કરતાં, પંચાંગ નમનપૂર્વક નમસ્કાર, અભ્યત્થાન આદિ ક્રિયાઓ દ્વારા સત્કાર, ભક્તિ-બહુમાનપૂર્વક સન્માન કરીએ; કલ્યાણ પ્રાપ્તિના કારણભૂત હોવાથી કલ્યાણ સ્વરૂપી, પાપોનો નાશ કરવામાં નિમિત્તભૂત હોવાથી મંગલ
સ્વરૂપી, અતિશય સંપન્ન હોવાથી દેવાધિદેવ સ્વરૂપી, કેવળજ્ઞાની હોવાથી ચૈત્ય સ્વરૂપી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પર્યાપાસના કરીએ. ભગવાનને કરેલા વંદન-નમસ્કારાદિ આ ભવમાં તથા પરભવમાં જીવન નિર્વાહ માટે હિતકારી, ભોગજન્ય આનંદ માટે સુખકારી, સમુચ્ચય સુખ સામર્થ્યકારી, નિઃશ્રેયસકારી, ભાગ્યોદયકારી, જન્મ-જન્માંતરમાં સુખકારી થશે.
આ પ્રમાણે વિચાર કરીને ઘણા ઉગ્રવંશીય લોકો, ઉગ્રવંશીય પુત્રો, ભોગવંશી લોકો, ભોગવંશીપુત્રો, આ જ રીતે પાછળના પદોમાં દરેકનું બે વાર ઉચ્ચારણ કરવું(યથા- રાજ્યવંશીય લોકો અને રાજન્ય પુત્રો,) રાજન્યો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભટ-શૂરવીરો, યોદ્ધાઓ, ધર્મશાસ્ત્ર પાઠકો, મલ્લ જાતિના ક્ષત્રિયો, લેચ્છકી જાતિના લોકો, તેમજ બીજા ઘણા રાજા-માંડલિક રાજા, ઈશ્વર-ઐશ્વર્ય સંપન્ન યુવરાજ, તલવરરાજા દ્વારા પ્રદત્ત પટ્ટબંધથી પરિભૂષિત વિશિષ્ટ લોકો, માંડબિક- પાંચસો ગામના અધિપતિ, કૌટુંબિકઘણા કુટુંબોનું ભરણ-પોષણ કરનારા, ઇભ્ય- હસ્તિ પ્રમાણ ધન સંપત્તિના માલિક શ્રેષ્ઠી નગરના મુખ્ય વ્યાપારી અથવા સંપત્તિવાન, સેનાપતિ- ચતુરંગી સેનાના નાયક સાર્થવાહ- દેશાંતરમાં વ્યાપાર માટે જતા લોકો; તેમાંથી કેટલાક ભગવાનને વંદન કરવા માટે, કેટલાક સેવા માટે, કેટલાક સત્કાર કરવા માટે, કેટલાક સન્માન કરવા માટે, કેટલાક દર્શન કરવા માટે, કેટલાક કુતૂહલથી (ભગવાનને જોવા માટે), કેટલાક જીવ-અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને જાણવા,નિશ્ચય કરવા માટે, કેટલાકન સાંભળેલા આગમોના રહસ્યો સાંભળવા માટે, કેટલાક સાંભળેલા તત્ત્વોમાં શંકા રહિત થવા માટે, કેટલાક પદાર્થોનું સ્વરૂપ, તેના હેતુ, કારણ, પ્રશ્નોત્તર વગેરે પૂછવા માટે, કેટલાક સર્વ સાવધ વ્યાપારથી વિરત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરીને અણગાર બનવા માટે, કેટલાક પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરવા માટે, કેટલાક જિનભક્તિના અનુરાગથી, કેટલાક પોતાનો કુલાચાર જાળવી રાખવા માટે તૈયાર થયા.
તે લોકોએ સ્નાન કર્યું યાવતું મસ્તક અને કંઠમાં મણિ જડિત સુવર્ણની માળાઓ અને આભૂષણો ધારણ કર્યા. શરીરની શોભા માટે અઢારસરો હાર, નવસરો અર્ધહાર, ત્રણસરો હાર, નીચેની તરફ લટકતા ઝૂમખાવાળા કટિસૂત્રો-કંદોરા ધારણ કર્યા; સુંદર, બહુમૂલ્યવાન વસ્ત્રો પહેર્યા; આખા શરીરે ચંદનનો લેપ કર્યો. આ રીતે તૈયાર થઈને કેટલાક ઘોડા પર સવાર થયા, કેટલાક હાથી ઉપર, કેટલાક રથમાં, કેટલાક પાલખીમાં, કેટલાક પડદાવાળી પાલખીમાં બેઠા અને કેટલાક મનુષ્યોના ટોળે ટોળા સાથે મળી પગપાળા ચાલવા લાગ્યા. તે લોકોના મહાન, અતિશય આનંદજનિત ધ્વનિથી, સિંહનાદથી, પ્રગટ અવાજથી, અવ્યક્ત ધ્વનિથી, મહાસમુદ્રના ધ્વનિની જેમ ચંપાનગરીને ક્ષભિત કરતાં ચારે બાજુ ખળ ભળાટ કરતાં, ચંપાનગરીના મધ્યભાગમાંથી નીકળ્યા અને પૂર્ણભદ્ર ઉધાનમાં પહોંચ્યા.
ત્યાં પહોંચતા ભગવાન મહાવીર સ્વામીથી થોડે દૂર કે જ્યાંથી તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્રાદિ દેખાવા લાગ્યા ત્યાં જ પોત-પોતાના વાહનો ઊભા રાખ્યા. વાહનમાંથી નીચે ઉતરીને, શ્રમણ