________________
વિભાગ—૨ : ઉપપાત
૧૨૯
પહેલાં આપણે અંબડ પરિવ્રાજકની પાસે સ્થૂલ હિંસા, અસત્ય, ચોરી તથા સર્વ પ્રકારના અબ્રહ્મચર્ય અને સ્થૂલ પરિગ્રહનો જીવન પર્યંત ત્યાગ કર્યો હતો. વર્તમાન સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સાક્ષીએ આપણે સર્વપ્રકારની હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહનો જીવનપર્યંત ત્યાગ કરીએ છીએ. સર્વપ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ, રિતઅતિ– ગમા-અણગમાના ભાવો, કપટ સહિત જૂઠું બોલવું, ખોટી શ્રદ્ધા, તે અઢારે અકરણીય–ન કરવા યોગ્ય પાપસ્થાનનો જીવનભર ત્યાગ કરીએ છીએ. અશન—આહારના પદાર્થો, પાન–પાણી, ખાદિમ–મેવો વગેરે, સ્વાદિમ–પાન, સોપારી, એલચી આદિ મુખવાસ; આ ચારે ય પ્રકારના
આહારનો જીવન પર્યંત ત્યાગ કરીએ છીએ.
જે આ મારું શરીર છે, તે મને ઇષ્ટ–ઇચ્છિત, કાંત–કમનીય, પ્રિય, મનોજ્ઞ—મનને ગમે તેવું સુંદર, મનામ– મનમાં વસી જાય તેવું મનોહર, સ્વૈર્ય-સ્થિરતાયુક્ત, (શરીર અસ્થિર હોવા છતાં સામાન્ય જનો તેમાં સ્થિરતાનું આરોપણ કરે છે તેથી) વિશ્વસનીય, બહુમત—ઘણું જ માનનીય, અનુમત– શરીરને સડન પડનના સ્વભાવવાળું જાણ્યા પછી પણ માનનીય, વસ્ત્રાદિના કરંડિયા સમાન અને ઘરેણાની પેટી સમાન પ્રીતિકર છે. તેવા આ શરીરને શરદી કે ગરમી ન લાગી જાય, ભૂખ ન લાગે, તરસ ન લાગે, સર્પ વગેરે ડંશ ન દે, ચોર વગેરે લોકો ઉપદ્રવ ન કરે, ડાંસ-મચ્છર વગેરે કરડે નહીં; વાત, પિત, કફ આદિ વિવિધ રોગો, આતંક— જીવલેણ બીમારીઓ, વિવિધ પરીષહો અને ઉપસર્ગોનો સ્પર્શ ન થાય; આ પ્રકારની વિચારધારાનો જીવનના છેલ્લા શ્વાસ સુધી ત્યાગ કરું છું.
આ પ્રમાણે વિચાર કરીને કષાય અને શરીરને કૃશ કરવા માટે સંલેખનાની આરાધનામાં પ્રીતિયુક્ત તે પારિવ્રાજકો આહાર અને પાણીનો પરિત્યાગ કરીને પાદપોપગમન અનશનનો સ્વીકાર કરીને મૃત્યુની
પ્રતીક્ષા ન કરતાં શાંત ભાવથી સ્થિર બની ગયા.
२६ तए णं ते परिव्वायगा बहूई भत्ताइं अणसणाए छेदेति छेदित्ता आलोइय-पडिक्कंता समाहिपत्ता, कालमासे कालं किच्चा बंभलोए कप्पे देवत्ताए उववण्णा । तेहिं तेसिं गई जाव दससागरोवमाइं ठिई पण्णत्ता, ,परलोगस्स आराहगा, , सेसं तं चेव ।
ભાવાર્થ :- ત્યાર પછી તે પરિવ્રાજકોએ ઘણા ભક્ત આહારનો અનશન વ્રત દ્વારા છેદ કરીને, પોતાના દોષોની અલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને, બ્રહ્મલોક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તે સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ છે યાવત્ દશ સાગરોપમની સ્થિતિ છે; તેઓ પરલોકના આરાધક છે. શેષ વર્ણન પૂર્વવત્ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોના જીવનની અંતિમ આરાધનાનું નિરૂપણ છે.
તે પરિવ્રાજકોએ વૈદિક પરંપરાનો સ્વીકાર કર્યો હતો. તેથી તેઓની વેશભૂષા, ઉપકરણો, ભિક્ષાચર્યાના નિયમો વગેરે વૈદિક પરંપરા અનુસાર હતા. તેમ છતાં તેણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિગ્રંથ ધર્મનો અને શ્રાવકના વ્રતોનો સ્વીકાર અંબડ પરિવ્રાજક પાસેથી કર્યો હતો.
તે પરિવ્રાજકોએ જીવનના અંતિમ સમયે પરિવ્રાજક ચર્યાના સ્વીકારેલા અદત્ત વિરમણ વ્રતને દઢતાપૂર્વક ટકાવી રાખવા અનશનનો સ્વીકાર કર્યો. પાદપોપગમન અનશન ગ્રહણ કરતા તેઓએ ભગવાન