________________
| વિભાગ–૨: ઉપપાત
૧૪૭.
ભાવાર્થ:- ગામ, આકર યાવત સન્નિવેશમાં જે મનુષ્યો હોય છે, તેમાંથી કેટલાક શ્રમણોપાસક હોય છે જે અલ્પારંભી–અલ્પ હિંસાથી જીવન ચલાવનારા, અલ્પ પરિગ્રહી- થોડા ધન ધાન્ય આદિમાં સંતોષ રાખનારા, ધાર્મિક-શ્રુત ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરનારા, ધર્માનુગ–ધર્મનું અનુસરણ કરનારા, ધર્મિષ્ઠધર્મમાં પ્રીતિ રાખનારા, ધર્માખ્યાયી–ધર્મનું કથન કરનારા, ધર્મ પ્રલોકી–ધર્મને ઉપાદેયરૂપે જોનારા, ધર્મપ્રરંજન- ધર્મમાં વિશેષ રૂપથી અનુરક્ત રહેનારા, ધર્મ સમુદાચાર–ધર્મમાં આનંદ સાથે તેનું સમ્યક આચરણ કરનારા, ધર્મ દ્વારા પોતાની આજીવિકા ચલાવનારા, સુશીલ–ઉત્તમ શીલાચારયુક્ત, સુવતીશ્રેષ્ઠવ્રતયુક્ત, સુપ્રત્યાનંદ– પ્રસન્ન ચિત્તવાન અથવા આત્મપરિતુષ્ટ અને શ્રેષ્ઠ જીવન જીવનારા હોય છે, તે એક દેશથી એટલે સ્થૂલ પ્રાણાતિપાતથી થાવજીવન પર્યત નિવૃત્ત થાય છે અને એક દેશથી એટલે સૂક્ષ્મ પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી. તે જ રીતે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહથી નિવૃત્ત થાય છે અને સૂક્ષ્મ મૃષાવાદ, સૂક્ષ્મ અદત્તાદાન, સૂક્ષ્મ મૈથુન, સૂક્ષ્મ પરિગ્રહથી નિવૃત્ત થતા નથી. તે જ રીતે સ્થૂલ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, રતિ-અરતિ, મિથ્યાદર્શનશલ્યથી નિવૃત્ત થાય છે, સૂક્ષ્મરૂપે તે સર્વ પાપસ્થાનોથી નિવૃત્ત થતા નથી.
તેઓ સ્કૂલરૂપે જીવન પર્યત આરંભ-સમારંભથી વિરત થાય છે, સૂક્ષ્મરૂપે વિરત થતા નથી. કેટલાક જીવન પર્યત કરવા, કરાવવા રૂપ પાપ પ્રવૃત્તિથી વિરત થાય છે અને કેટલાક વિરત થતા નથી; કેટલાક પચન-પાચન આદિ ક્રિયાથી વિરક્ત થાય છે, કેટલાક વિરત થતા નથી; કેટલાક કુટ્ટન–છેદનક્રિયા; પિટ્ટન- પીટવું–વસ્ત્રાદિને ધોકા મારવા વગેરે પ્રવૃત્તિ, તર્જન-ખરાબ વચનોથી ભર્જના; તાડન–મારવું, વધ-જીવહિંસા બંધ-દોરડાદિથી બાંધવું; પરિકલેશ-દુઃખિત કરવા વગેરે પ્રવૃત્તિથી વિરત થાય છે અને કેટલાક વિરત થતા નથી;
કેટલાક સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માલા તથા અલંકારથી વિરત થાય છે, કેટલાક વિરત થતા નથી, આ રીતે બીજી પણ પાપમય પ્રવૃતિથી, બીજાના પ્રાણોને કષ્ટ પહોંચાડનારી પ્રવૃત્તિથી જીવન પર્યંત વિરત થાય છે અને કેટલાક વિરત થતા નથી.
તે શ્રમણોપાસક- જીવ, અજીવ આદિ પદાર્થોના જ્ઞાતા હોય છે; પુણ્ય અને પાપના ભેદોને સારી રીતે જાણે છે; આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ તત્ત્વમાં હેય–ઉપાદેયનો વિવેક કરવામાં કુશળ હોય છે; બીજાની સહાયતા ઇચ્છતા નથી. જે દેવ, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગન્ધર્વ, મહોરગ આદિ દેવો દ્વારા નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન થતાં નથી; નિગ્રંથ પ્રવચનમાં નિઃશંક છે; નિષ્કાંક્ષ- આત્મોત્થાન સિવાય અન્ય આકાંક્ષાથી રહિત હોય છે; નિવિચિકિત્સ-ધર્મકરણીના ફળ વિશે સંદેહ રહિત હોય છે. તેઓ ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા; તત્ત્વને ગ્રહણ કરેલા, પ્રશ્ન પૂછીને તેને સ્થિર કરેલા, સારી રીતે સમજેલા, આત્મસાત્ કરેલા, અસ્થિ મજ્જા ધર્મના અનુરાગથી ભરેલા હોય છે.
તેને વિશ્વાસ હોય કે નિગ્રંથ પ્રવચન જ અર્થભૂત અર્થાતું પ્રયોજનભૂત છે, તે જ પરમ અર્થ(મોક્ષ) દાયક છે, તેના સિવાય બીજા સર્વ પદાર્થો આત્મકલ્યાણમાં અપ્રયોજનભૂત છે. તેના ઘરના બારણાને આગળિયો દેવામાં આવતો નથી. તેના ઘરના બારણા ભિક્ષુકો, યાચકો, અતિથિઓને માટે સદા ખુલ્લા રહે છે. રાજાના અંતઃપુર રાણીઓના આવાસમાં અથવા બીજાના ઘરમાં તેનો પ્રવેશ અપ્રીતિકર નથી(અથવા ત્યત સંતાપુર ગ્રહ પ્રવેશ = તે સ્થાનોમાં જેણે પ્રવેશનો ત્યાગ કરી દીધો છે), તેઓ અનેક શીલવ્રત (શિક્ષાવ્રત), ગુણવ્રત અને વિરમણવ્રત(અણુવ્રત, તપ, ત્યાગ, નિયમ અને પૌષધોપવાસ ધારણ કરેલા હોય છે. તેઓ ચૌદશ, અષ્ટમી,