________________
૧૨ |
શ્રી વિવાઈસૂત્ર
ન હતા અર્થાત્ તે થડ ઘણા વિશાળ હતા. તેના પાંદડાઓ છૂટા-છૂટા નહીં પરંતુ અત્યંત સઘન હતા, તેની વચ્ચે જરા પણ અંતર ન હતું. તે બધા જ પાંદડાઓ અધોમુખી હતા અને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પક્ષી અને રાજા, તે છ પ્રકારની ઈતિઓ– વિપત્તિઓથી રહિત હતા. તે વૃક્ષો ઉપરથી જીર્ણ, પીળા થયેલા, સડી ગયેલા પાંદડાઓ ખરી જતા અને નવા, લીલાછમ, ચમકદાર પાંદડાઓ આવી જતા હતા. તે વૃક્ષોના સઘન પાંદડાઓના કારણે ત્યાં હંમેશાં અંધકાર જેવું લાગતું હતું. તે વૃક્ષોની શોભાનું સ્પષ્ટપણે કથન કરવું અશક્ય બની જાય તેવા તે ગંભીર અને દર્શનીય હતા. તાજા ઉત્પન્ન થયેલા તરુણ પત્રો; કોમળ, ઉજ્જવળ, મંદ-મંદ પવનની લહેરીથી ચલિત થતી કુંપળો; સુકોમળ પ્રવાલો અને ઉત્તમ અંકુરોથી તે વૃક્ષોના અગ્રભાગ શોભી રહ્યા હતા.
તે વૃક્ષો હંમેશાં સર્વ ઋતુઓના પુષ્પોથી પુષ્પિત, નવી-નવી મંજરીઓથી મંજરિત હોવાથી નવી નવી કૂંપળો ફૂટતી હોવાથી પલ્લવિત, ગુચ્છોથી સભર હોવાથી સ્તબકિત, લતાઓ વીંટળાયેલી હોવાથી ગુલ્પિત, પુષ્પગુચ્છોથી સુશોભિત હોવાથી ગુચ્છિત, સમપંકિતમાં સ્થિત હોવાથી યમલિત, બે-બેની જોડીમાં હોવાથી યુગલિત, ફળોના ભારથી ઝૂકેલા હોવાથી વિનમિત અને જમીન સુધી નીચા ઝૂકેલા હોવાથી પ્રણમિત હતા. આ રીતે તે વૃક્ષો હંમેશાં પુષ્પિત, મંજરિત, પલ્લવિત, સ્તબકિત, ગુલ્પિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત થઈને અત્યંત સઘન મંજરીઓ રૂ૫ પોત-પોતાના શિરોભૂષણથી શોભતા હતા.
તે વૃક્ષો ઉપર પોપટ, મોર, મેના, કોયલ, કોગિક નામનું પક્ષીવિશેષ, ભંગારક, કોંડલક, જીવંજીવક (ચકોર), નંદીમુખ, તેતર, બટર, કારંડક, ચક્રવાક, કલહંસ–બતક, સારસ વગેરે અનેક પક્ષી યુગલો મધુર સ્વરથી આનંદપૂર્વક કલરવ કરતા હતા, તેથી તે વૃક્ષો સુરમ્ય લાગતા હતા. મદથી ઉન્મત્ત, પુષ્પરસના આસ્વાદ માટે લોલુપ, સમૂહરૂપે એકત્રિત ભ્રમરો અને ભ્રમરીઓના ગુંજારવથી તે સ્થાન સદાય ગુજિત રહેતું હતું.
તે વૃક્ષોનો અંદરનો ભાગ પુષ્પ અને ફળોથી તેમજ બહારનો ભાગ પાંદડાઓથી આચ્છાદિત હતો. તે વૃક્ષો, પત્રો અને પુષ્પોથી આચ્છાદિત, સ્વાદિષ્ટ ફળ સહિત, કોઈ પણ પ્રકારની આપત્તિ કે રોગ રહિત અને કંટક રહિત હતા. તે વિવિધ પ્રકારના પુષ્પગુચ્છો, લતામંડપોથી રમણીય અને શોભાયમાન હતા. તે વૃક્ષો વિવિધ પ્રકારના સુખોના અર્થાતુ ઇદ્રિયજન્ય અને મનોજન્ય સુખના કેન્દ્રસ્થાનરૂપ હતા. તે વનખંડમાં ચાર ખૂણાવાળી વાવડીઓ, ગોળાકાર પુષ્કરિણીઓ તથા લાંબી વાવડીઓ ઉપર પથરાયેલા તે વૃક્ષો જાલગૃહ- ઝરુખા જેવા લાગતા હતા.
તે વનખંડમાં કેટલાક વૃક્ષોના સુગંધી પુલો દૂર-સુદૂર સુધી ફેલાતા હતા, તે સુવાસ મનને આનંદિત કરતી હતી અને સુગંધની પરંપરાને છોડતી હતી. આ રીતે તે વૃક્ષો, ગુચ્છો અને ગુલ્મોના બનેલા અનેક મંડપો, ઘરો, સુંદર માર્ગો અને પતાકાઓથી સદા સુશોભિત હતા. વનક્રીડા માટે આવેલી વ્યક્તિઓના રથ, યાન, બગી, શિબિકા વગેરે વાહનો તે વૃક્ષોની નીચે રાખવામાં આવતા હતા. આ રીતે તે વૃક્ષો અત્યંત સુરમ્ય, આહાદજનક, દર્શનીય, સુંદર આકારવાળા હોવાથી અભિરૂપ અને મનોહર હોવાથી પ્રતિરૂપ દેખાતા હતા. અશોકવૃક્ષ:| ५ तस्सणं वणसंडस्स बहुमज्झदेसभाए एत्थणं महं एक्के असोगवरपायवे पण्णत्तेकुस-विकुस विसुद्धरुक्खमूले, मूलमंते, कंदमंते जाव सुरम्मे, पासादीए, दरिसणिज्जे મળે, પડવે !