________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૨૯ ]
આર્તધ્યાનના ચાર લક્ષણઃ- જેનાથી આર્તધ્યાન પ્રગટ થાય, તેને આર્તધ્યાનના લક્ષણ કહે છે. તેના ચાર પ્રકાર ક્રન્દનના વગેરે ભાવાર્થથી સ્પષ્ટ છે. આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ અને સંસારવર્ધક છે. રૌદ્રધ્યાન:- અતિશય રૌદ્ર પરિણામ તે રોદ્રધ્યાન છે, હિંસા, જૂઠ, ચોરી, છેદન, ભેદન, વધ, પ્રહાર આદિ ક્રૂર પ્રવૃત્તિઓમાં લીન રહેવું તે રોદ્રધ્યાન છે. તેના ચાર પ્રકાર છે– (૧) હિંસાનુબંધી- કૂર, હિંસક પ્રવૃત્તિ કરવી. પ્રાણીઓને ચાબુક આદિથી મારવા, રસ્સી કે જંજીર આદિથી બાંધવા, અગ્નિમાં નાખવા, ડામ દેવા, ઇત્યાદિ પ્રવૃત્તિઓથી પ્રાણીઓને નિર્દયતાથી પીડા પહોંચાડવી અથવા ક્રોધને વશ થઈને નિર્દયતાપૂર્વક હિંસક પ્રવૃત્તિનું ચિંતન કરવું, તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી– અસત્ય વિચારણા કરવી. અન્યને ઠગવા માટે માયા કપટપૂર્વક અસત્ય બોલવું, તે જ રીતે અનિષ્ટ સૂચક વચન, અસભ્ય વચન, અસત્ અર્થનું પ્રકાશન, સત્ અર્થનો અપલાપ, ઉપઘાતકારક વચનો બોલવા અથવા નિરંતર તે પ્રકારનું ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) તેયાનુબંધીચૌર્યાનુબંધી- ચોરી સંબંધી વિચારણા કરવી. બીજાના ધન-દોલત આદિ સાધન સામગ્રીની ચોરીની વિચારણા અને તે કાર્યોમાં ચિત્તવૃત્તિને તલ્લીન બનાવવી તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૪) સંરક્ષણાનુબંધી શરીર સંરક્ષણની કે ભોગ-ઉપભોગ યોગ્ય પદાર્થોના સંરક્ષણની વિચારણા કરવી. પોતાની સુરક્ષા માટે “કોણ જાણે કોણ ક્યારે વિશ્વાસઘાત કરશે ?” એવી આશંકાથી અન્યનો ઉપઘાત કરવાની કષાયયુક્ત ચિત્તવૃત્તિ રાખવી, તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનના ચાર લક્ષણઃ
રૌદ્રધ્યાન કરનારની દુષ્ટપ્રવૃત્તિ ચાર પ્રકારે પ્રગટ થાય છે. તેના ઓસન્ન દોષ વગેરે ચાર પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે.
રૌદ્રધ્યાન કરનાર કઠોર અને સંક્લિષ્ટ પરિણામી હોય છે. તે બીજાના દુઃખમાં પ્રસન્ન થાય છે, ઐહિક અને પારલૌકિક ભયથી કે અનુકંપાભાવથી રહિત હોય છે. તે પાપ કરીને પશ્ચાત્તાપ કરવાના બદલે પ્રસન્ન થાય છે. રૌદ્રધ્યાન નરકગતિનું કારણ અને સંસારવર્ધક છે. ધર્મધ્યાન – (૧) જિનેશ્વર કથિત પદાર્થના સ્વરૂપની વિચારણામાં મનને એકાગ્ર કરવું. (૨) શ્રુત અને ચારિત્ર ધર્મની ચિંતવનામાં મનને એકાગ્ર કરવું. (૩) આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિમાં ચિત્તને એકાગ્ર કરવું, તે ધર્મધ્યાન છે. વડપ્પલોયારે – ચતુષ્પત્યવતાર, ચાર પ્રકારે ચાર-ચાર ભેદ થાય છે. અહીં ધર્મ ધ્યાનના ભેદ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા, આ ચારેયના ચાર-ચાર ભેદ કર્યા છે. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર :- (૧) આજ્ઞાવિચય:- જિનાજ્ઞાની વિચારણા કરવી. જિનેશ્વરની આજ્ઞાને સર્વસ્વ માનીને, તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખીને, તેમાં પ્રતિપાદિત તત્ત્વોનું ચિંતન-મનન કરવું. તેમાં કોઈ પ્રકારનો સંદેહ ન કરવો અને આજ્ઞાની આરાધનામાં જ મનને એકાગ્ર કરવું, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાય વિચય :- અપાય-દુઃખ અને તેના કારણની વિચારણા કરવી. રાગ-દ્વેષ, કષાય, મિથ્યાત્વ, અવિરતિ આદિ આશ્રવો અને ક્રિયાઓ દુઃખનું કારણ છે, તેમ જાણીને તેના દુષ્પરિણામોની વિચારણા કરવી તે “અપાય વિચય” ધર્મધ્યાન છે. (૩) વિપાક વિચય - વિપાક-કર્મફળની વિચારણા કરવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવળ જ્ઞાન-દર્શન અને અનંત સુખસ્વરૂપ છે. તેમ છતાં કર્માધીન બનીને તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જીવ પોતાના કર્માનુસાર સંપત્તિ-વિપત્તિ, સંયોગ-વિયોગ, પાપ-પુણ્યજનિત સુખ દુઃખને ભોગવે છે. તે સુખ-દુઃખ પોતાના