________________
[ ૬૮ ]
શ્રી વિવાઈસૂત્ર
अज्जवे, मद्दवे । सुक्कस्स झाणस्सचत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ । तंजहा- अवायाणुप्पेहा, असुभाणुप्पेहा, अणंतवत्तियाणुप्पेहा, विपरिणामाणुप्पेहा । से तं झाणे।। ભાવાર્થ:- શુક્લધ્યાનના ચાર પ્રકારે ચાર ભેદ છે. (૧) સ્વરૂપની દષ્ટિથી શુક્લધ્યાનના ચાર ભેદ છે, તે આ પ્રમાણે છે- ૧. પૃથક–વિતર્ક સવિચાર ૨. એકત્વ વિતર્ક અવિચાર ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ૪. સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. (૨) શુક્લધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે છે– ૧. વિવેક ૨. વ્યુત્સર્ગ ૩. અવ્યથા ૪. અસંમોહ. (૩) શુક્લધ્યાનના ચાર આલંબન છે, તે આ પ્રમાણે છે–૧. ક્ષમા ૨. નિર્લોભતા ૩. સરળતા ૪. કોમળતા. (૪) શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે– ૧. અપાયાનુપ્રેક્ષા ૨. અશુભાનુપ્રેક્ષા ૩. અનંતવર્તિતાનુપ્રેક્ષા ૪. વિપરિણામાનુપ્રેક્ષા. આ શુક્લધ્યાન છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં ધ્યાનના ચાર મૂળભેદ અને તેના ઉત્તરભેદોનું વિસ્તૃત વર્ણન છે. ધ્યાન – (૧) ગાયતે વસ્તુ અને રિ ધ્યાન . જેના દ્વારા વસ્તુનું ચિંતન કરાય તે ધ્યાન. (૨) ચંચળ ચેતના તે ચિત્ત અને સ્થિર ચેતના તે ધ્યાન. (૩) અંતર્મુહૂર્ત સુધી ચિત્તને એક વસ્તુના ચિંતનમાં સ્થિર કરવું, તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગનો નિરોધ કરવો, તે કેવળીનું ધ્યાન છે. (૪) મન, વચન, કાયાની સ્થિરતા તે ધ્યાન. સંક્ષેપમાં મોક્ષની સાધનામાં સહાયક તત્ત્વમાં એકાગ્રતલ્લીન થઈ જવું તે ધ્યાન તપ છે.
ધ્યાનના ચાર પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે. પ્રસ્તુત પ્રસંગમાં આવ્યંતરતપનું વર્ણન હોવાથી તેમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનનો સમાવેશ થતો નથી. ધર્મધ્યાન અને શુક્લધ્યાન નિર્જરાનો હેતુ હોવાથી તે બંને ધ્યાન આત્યંતર તપ છે. આર્તધ્યાન:- તેનો મુખ્ય આધાર આર્ત-દુઃખ, વેદના અથવા પીડા છે. સુખાકાંક્ષા કે કામાશંસાના નિમિત્તથી થતી ચિત્તની એકાગ્રતાને આર્તધ્યાન કહે છે. દુઃખના કારણોની અપેક્ષાએ તેના ચાર પ્રકાર થાય છે. આર્તધ્યાનના ચાર પ્રકાર :(૧) અમનોmવિયોગ ચિંતા - અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો, તેના કારણભૂત વસ્તુઓનો, અપ્રીતિકર વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ થાય ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું તથા ભવિષ્યમાં પણ તેનો સંયોગ ન થાય, તેવી ઇચ્છા રાખવી, તે આર્તધ્યાનનો પ્રથમ ભેદ છે, તેનું કારણ શ્રેષ છે. (૨) મનોશ અવિયોગ ચિંતા :- પાંચ ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયો અને તેના કારણ રૂ૫ સ્વજન, ધન, સંપત્તિ આદિ સાધન સામગ્રીનો વિયોગ ન થાય તે માટે સતત ચિંતવના કરવી અને ભવિષ્યમાં પણ તેના સંયોગની ઇચ્છા રાખવી તે આર્તધ્યાનનો બીજો ભેદ છે. તેનું કારણ રાગ છે. (૩) રોગ વિયોગ ચિંતા – રોગ આદિ અશાતાના ઉદયમાં વ્યાકુળ થઈને રોગથી છૂટવા માટે સતત ચિંતન કરવું અને ભવિષ્યમાં પણ રોગાદિનો સંયોગ ન થાય તેની ચિંતવના કરવી, તે આર્તધ્યાનનો ત્રીજો ભેદ છે. તેનું કારણ શરીરનો મોહ છે. (૪) નિદાન :- પોતાને પ્રાપ્ત થયેલા ભોગ વિલાસમાં અત્યંત આસક્ત થવું, દેવેન્દ્ર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના રૂપ અને ઋદ્ધિ આદિ જોઈને કે સાંભળીને તેમાં આસક્ત થવું અને તપસંયમના ફલસ્વરૂપે તે ઋદ્ધિ પ્રાપ્તિની ઇચ્છા કરવી, તેને નિદાન કહે છે. તેનું કારણ અજ્ઞાન છે.