________________
શ્રી ઉવવાઈ સૂત્ર
તિયાંતરિયા, સત્તયાંતરિયા, ૩પ્પલવેંટિયા, ધરસનુવાળિયા, વિષ્ણુયંતરિયા ૩ટ્ટિયા સમળા, ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाइं परियायं पाउणंति, पाउणत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए कप्पे देवत्ताए उववत्तारो भवति, तहिं सिं गई जाव बावीसं सागरोवमाइं ठिई, अणाराहगा, सेसं तं चेव ।
૧૪૪
ભાવાર્થ ઃ- ગામ, આકર યાવત્ સન્નિવેશ આદિમાં જે આજીવક—ગોશાલકના અનુયાયી હોય છે તેમાંથી જે બે ઘરોના આંતરે એટલે બે ઘર છોડીને ત્રીજા ઘેરથી ભિક્ષા લેનારા, તે જ રીતે ત્રણ ઘર છોડી ભિક્ષા લેનારા, સાત ઘર છોડીને ભિક્ષા લેનારા, ભિક્ષામાં ફક્ત કમલનાલ લેનારા, દરેક ઘરની સામુદાનિક ભિક્ષા લેનારા, જ્યારે વિજળીનો ચમકારો થાય ત્યારે ભિક્ષા ન લેનારા, માટીથી બનેલી નાંદ જેવા મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા, આ પ્રકારની જીવનચર્યા સ્વીકારીને વિચરનારા, ઘણા વર્ષો સુધી આજીવક મતાનુસાર તપ કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ બારમા અચ્યુત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ ૨૨ સાગરોપમ હોય છે. તેઓ (સમ્યગ્દર્શનના અભાવે) આરાધક હોતા નથી. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
ભૂતિકર્મ-ચમત્કાર કરનાર શ્રમણોની ગતિ -
५१ से जेइमे गामागर जावसण्णिवेसेसु पव्वइया समणा भवंति, तं जहा - अत्तुकोसिया, परपरिवाइया, भूइकम्मिया, भुज्जो - भुज्जो कोउयकारगा, ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूइं वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए कप्पे आभिओगिएसु देवेसु देवत्ताए उववत्तारो भवंति । तर्हि तेसिं गई जाव बावीसं सागरोवमाइं ठिई, परलोगस्स अणाराहगा, सेसं तं चेव ।
ભાવાર્થ :- ગામ, આકર યાવત્ સન્નિવેશ આદિમાં પ્રવ્રુજિત શ્રમણો હોય છે. તેમાંથી જે પોતાના ઉત્કર્ષને(મોટાઈને) દેખાડનારા, બીજાની નિંદા કરનારા, તાવ આદિ ઉપદ્રવને શાંત કરવા માટે મંત્રસિદ્ધ ભસ્મ વગેરે દેનારા, વારંવાર વિવિધ પ્રકારે કૌતુક-ચમત્કાર દેખાડનારા હોય છે; તેવા શ્રમણો આ પ્રકારની ચર્ચાનું અનેક વર્ષો સુધી પાલન કરીને તે દોષસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ બારમા અચ્યુત દેવલોકમાં આભિયોગિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ બાવીસ સાગરોપમ હોય છે. તેઓ પરલોકના આરાધક બનતા નથી. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચનઃ
આભિયોગિક શ્રમણ :– શ્રમણપણામાં રહીને ભૂતિકર્મ, કૌતુકકર્મ આદિ પ્રવૃત્તિ કરનારા શ્રમણો. તે શ્રમણો સાધુ સમાચારી અનુસાર પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે. જૈન શ્રમણોનું લક્ષ ભગવદાશાનુસાર આત્મસાધનાનું જ હોય છે. તે લક્ષ્યમાંથી સ્ખલિત થઈને જે શ્રમણો પોતાને પ્રાપ્ત થયેલી શક્તિ, લબ્ધિ કે ઉપલબ્ધિનો પ્રયોગ કરી પોતાની મોટાઈ વધારે; બીજા અનેક ચમત્કારોથી લોકોને આકર્ષિત કરે; દોરા, ધાગા આદિ પ્રવૃત્તિ કરે અને આવી વિવિધ પ્રવૃત્તિઓથી તે પોતાના અભિમાનનું