________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૩૫ ]
પાણીનું પરિમાણ નવ દત્તિ સુધી વધે છે. દસ દસમિકા પડિમાની સમય મર્યાદા ૧૦ x ૧૦ = ૧૦૦ દિવસની છે અને તેમાં આહાર-પાણીનું પરિમાણ દસ દત્તિસુધી વધે છે. લધુતમ મોક પડિમા:- મોક એટલે પ્રસવણ-મૂત્ર. તેનું આસેવન કરતાં તપસ્યા કરવામાં આવે તેને મોક પડિમા કહે છે. આ પડિમાને શીત અથવા ઉષ્મ ઋતુમાં ગામની બહાર એકાંતસ્થાનમાં જઈને સ્વીકાર કરવાનું વિધાન છે. આ પડિમાને ધારણ કરનાર સાધક દિવસમાં જેટલીવાર પ્રસવણ થાય ત્યારે તેનું પાન કરે છે. પ્રથમ દિવસે ભોજન કરીને પડિમાનો પ્રારંભ કરે તો છ ઉપવાસ કરે અને જો પ્રથમ દિવસે ઉપવાસ કરીને પડિમાનો પ્રારંભ કરે તો સાત ઉપવાસ કરે. મહત્તમ મોક પરિમા - આ પડિમાની વિધિ લઘુમોક પડિમાની સમાન છે. પરંતુ તેની કાલ મર્યાદા આઠ દિવસની હોય છે; પ્રથમ દિવસે ભોજન કરીને તેનો સ્વીકાર કરે તો સાત ઉપવાસ અને ભોજન કર્યા વિના ઉપવાસમાં સ્વીકાર કરે તો આઠ ઉપવાસે તે પડિમાં પૂર્ણ થાય છે.
આ બંને પડિકામાં નિર્જલ ઉપવાસ હોય છે માત્ર દિવસ દરમ્યાન પ્રસવણનું પાન કરવામાં આવે છે, રાત્રિમાં પ્રસવણ પીવાનો નિષેધ છે. શારીરિક દોષ રહિત પ્રસવણ હોય તો પીવાય છે. દોષયુક્ત હોય તો પીવાતું નથી. આ બંને પડિકાઓનું વર્ણન વ્યવહાર સૂત્રના મૂળ પાઠમાં છે. યવમધ્યચંદ્ર પડિમા – જેમ જવનો મધ્યભાગ સ્કૂલ અને બંને બાજુનો ભાગ કૃશ હોય, તેવી રીતે આ પડિમાના મધ્યભાગમાં આહારની દત્તિ વધુ અને આદિ-અંતમાં ઓછી હોય છે. શુક્લપક્ષની એકમથી પ્રારંભ કરીને, ચંદ્રમાની કળાની વધઘટની જેમ દત્તિઓની વધઘટ કરતા તેની આરાધના કરવામાં આવે છે. બંને પક્ષોના ૧૫-૧૫ દિવસો મળીને એક માસમાં આ આરાધના પૂર્ણ થાય છે. શુક્લપક્ષમાં દત્તિઓની સંખ્યા વધે છે અને કૃષ્ણપક્ષમાં દત્તિઓની સંખ્યા ઘટે છે. મધ્યના દિવસોમાં દત્તિ સંખ્યા વધુ હોવાથી તેને જવ મધ્ય પડિમા કહે છે. આ પડિયામાં શુક્લપક્ષની એકમના દિવસે એક દત્તિ આહાર, એક દત્તિ પાણી, બીજના દિવસે બે દત્તિ આહાર, બે દત્તિ પાણી, તેવી જ રીતે ઉતરોત્તર વધતાં, પૂર્ણિમાના દિવસે ૧૫ દત્તિ આહાર અને ૧૫ દત્તિ પાણી, કૃષ્ણ પક્ષની એકમના દિવસે ૧૪ દત્તિ આહાર અને ૧૪ દત્તિ પાણી, ત્યાર પછી ક્રમશઃ ઘટતા-ઘટતા ચોદસના દિવસે એક દત્તિ આહાર અને એક દત્તિ પાણી અને અમાસનો ઉપવાસ કરાય છે. વજ મધ્ય ચંદ્ર પ્રતિમા :- વજનો મધ્ય ભાગ પાતળો હોય છે. તેમ આ સાધનાના મધ્યભાગમાં દત્તિઓની સંખ્યા અલ્પતમ હોય છે માટે તેને વજ મધ્ય પડિમા કહી છે. કૃષ્ણપક્ષની એકમના દિવસે તેનો પ્રારંભ કરાય છે. ચંદ્રમાની ઘટ વધની જેમ દત્તિઓની ઘટ વધ થાય છે. કૃષ્ણપક્ષની એકમે ૧૫ દત્તિ આહાર અને ૧૫ દત્તિ પાણીનું વિધાન છે. ત્યાર પછી ક્રમશઃ એક-એક દત્તિ ઘટતા અમાસને દિવસે એક દત્તિ આહારપાણી રહે છે. શુક્લપક્ષની એકમના દિને બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી લેવામાં આવે છે. ત્યાર પછી ઉત્તરોત્તર વધતાં શુક્લપક્ષની ચૌદશના દિવસે ૧૫ દત્તિ થઈ જાય છે. પૂનમના દિવસે ઉપવાસ હોય છે.
આ રીતે યવમધ્ય પડિમાનો પ્રારંભ શુક્લપક્ષની એકમથી થાય, શુક્લપક્ષમાં ચંદ્રની કળાની જેમ દત્તિનું પ્રમાણ પૂનમ સુધી વધે, ત્યાર પછી ક્રમશઃ ઘટે છે અને વજમધ્ય પડિમાનો પ્રારંભ કૃષ્ણપક્ષની એકમથી થાય, કૃષ્ણપક્ષમાં ચંદ્રની કળાની હાનિના આધારે દત્તિનું પ્રમાણ અમાસ સુધી ઘટતું રહે છે. ત્યાર પછી ક્રમશઃ વધે છે.
આ રીતે પૂર્વકૃત કર્મોના ક્ષય માટે તપ એક અમોઘ સાધન છે, તેવું સમજીને ભગવાન મહાવીરના