________________
શ્રી ઉવવાઈ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વચનયોગનો પ્રયોગ કરતા કેવળી ભગવાન શું સત્ય વચનયોગનો પ્રયોગ કરે છે, અસત્ય વચનયોગનો પ્રયોગ કરે છે, સત્યમૃષા(મિશ્ર)વચનયોગનો પ્રયોગ કરે છે કે અસત્યમૃષા(વ્યવહાર) વચનયોગનો પ્રયોગ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ સત્ય વચનયોગનો પ્રયોગ કરે છે, અસત્ય વચનયોગનો પ્રયોગ કરતા નથી, મિશ્ર વચનયોગનો પ્રયોગ કરતા નથી. વ્યવહાર વચનયોગનો પ્રયોગ કરે છે.
૧૫૮
७२ से णं भंते ! कायजोगं जुंजमाणे किं करेइ ? गोयमा ! कायजोगं जुंजमाणे आगच्छेज्ज वा चिट्ठेज्ज वा णीसीएज्ज वा तुयट्टेज्ज वा उल्लंघेज्ज वा पलंघेज्ज वा उक्खेवणं वा अवक्खेवणं वा तिरियक्खेवणं वा करेज्जा पाडिहारियं वा पीढ फलगसेज्जासंथारगं पच्चप्पिणेज्जा ।
ભાવાર્થ:- કેવળી ભગવાન કાયયોગનો પ્રયોગ કરતાં આગમન કરે(આવે) છે, ઊભા થાય છે, બેસે છે, સૂવે છે, ઉલ્લંઘન કરે છે, વિશેષ રૂપથી ઉલ્લંઘન કરે છે, ઉત્સેપણ કરે છે અર્થાત્ હાથ આદિને ઉપર કરે છે, અવક્ષેપણ– નીચે કરે છે તથા તિર્યક ક્ષેપણ— તિરછા અથવા આગળ, પાછળ કરે છે અથવા ઊંચી-નીચી અને તિરછી ગતિ કરે છે. પાઢિયારા–પાછા આપી દેવા યોગ્ય ઉપકરણ-પાટ, શય્યા, સંસ્તારક આદિ પાછા આપવા જાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે કેવળી સમુદ્દાતની પૂર્વ તૈયારી રૂપ આવકરણ, કેવળી સમુદ્દાતનું પ્રયોજન, તેનું સ્વરૂપ અને સમુદ્દાત પછી યોગની પ્રવૃત્તિ વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આવર્જીકરણ :- આવર્પતમિમુલી તેિ મોલોનેન કૃતિ આવર્ષ: તસ્ય વાળ આવીવાન્ । કેવળી સમુદ્દાત પહેલાં અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત કાલ દરમયાન જીવ મોક્ષની સન્મુખ થાય છે. તેને આવર્જીકરણ કહે છે. તે કાલ દરમ્યાન ત— વવાવશિવાયામ્ ર્મપુત્ાત પ્રક્ષેપવ્યાપારપ વીરાવિશેષ:। કર્મ પુદ્ગલોનો પ્રક્ષેપ ઉદયાવલિકામાં થાય છે. તેથી તે પ્રક્રિયામાં વિશેષ પ્રકારની ઉદીરણા હોય છે.
પ્રત્યેક મોક્ષગામી જીવો આવર્જીકરણ અવશ્ય કરે છે.
કેવલી સમુદ્દાતનું પ્રયોજન :– કેવળી ભગવાનને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, તે ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. તેમાં આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં શેષ ત્રણ કર્મોની સ્થિતિ આદિ વધુ હોય, તો આયુષ્ય પૂર્ણ થઈ જાય અને શેષ ત્રણ કર્મોનો ભોગ રહી જાય છે. કેવળી ભગવાનને સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષે જવાનું હોય છે, તેથી આયુષ્યની પૂર્ણતા થતાં જ સર્વ કર્મોનો ક્ષય થાય તે પ્રકારની સ્થિતિનું સર્જન કરવા, માટે કેવળી ભગવાન સમુદ્દાત કરે છે.
તેમાં જે કેવળી ભગવાનને છ મહિનાથી અધિક આયુષ્ય બાકી રહ્યું હોય, ત્યારે જેને કેવળજ્ઞાન થાય તે કેવળી ભગવાનને પોતાના આયુષ્યકાલ દરમ્યાન સર્વ કર્મોની સ્થિતિ સહજતાથી સમાન થઈ જાય છે તેથી તેમને કેવળી સમુદ્દાતની આવશ્યકતા રહેતી નથી.
પરંતુ જેને પોતાના આયુષ્યના જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ છ મહિના બાકી રહ્યા હોય, ત્યારે કેવળજ્ઞાન થાય અને તેના અઘાતીકર્મોની સ્થિતિમાં જો અતિ વિષમતા હોય, તો તે કેવળી ભગવાન