________________
જેવા; આવા આ અણગાર ભગવંતોને કોઈ જાતનો પ્રતિબંધ નથી અથત રુકાવટ નથી.
આ પ્રતિબંધ પણ ચાર પ્રકારનો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્યમાં– સચેત, અચેત અને મિશ્ર દ્રવ્યોમાં આસકિત રહિત; ક્ષેત્રમાં– ગામ, નગર, અરણ્ય, ખુલ્લા મેદાન,(ખલિહાન) ખળા, ઘર, આંગણા, કયાંય પણ આસકિત નથી; સમયમાંલાંબા, ટૂંકા કે બીજા કોઈ પ્રકારના કાળનું બંધન સ્વીકારતા નથી (સિવાય શાસ્ત્રની આજ્ઞા). એ જ રીતે ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય કોઈ પ્રકારના વિભાવ નથી, તેવા શ્રમણ ભગવંતો વર્ષાવાસ માટે ચાર મહિના રહી, આઠ મહિના ગ્રામાનુગ્રામનો વિહાર કરી, નાના ગામડામાં એક રાત્રિ અને મોટા નગરમાં પાંચ રાત્રિ નિવાસ કરી, ચંદનની જેમ સુવાસ ફેલાવી, માટી અને સુર્વણને સમાન સમાજનારા, સુખ દુઃખને એક સમાન માનનારા, આ લોક કે પરલોક માટે જરાપણ બંધન નહીં સ્વીકારનારા, સંસારથી પાર થનારા, કર્મરૂપ શત્રુઓને હણવા માટે જેમણે અભિયાન કર્યું છે, તેવા સંતો ભગવાન મહાવીરના ચરણોમાં વિચરણ કરતા હતા.
આટલી સાહિત્યિક સમીક્ષા કર્યા પછી વિવાઈ સૂત્રમાં જે અનુપમ ત્યાગ માર્ગનું નિરૂપણ થયું છે અને જૈન શ્રમણોના ત્યાગમય નિર્લિપ્ત, મુક્ત જીવનનું વર્ણન છે, તે ખરેખર ! ભગવાન મહાવીરે, આવા લોભ રહિત, કષાય રહિત સ્થાનનું કે બીજા કોઈ પરિગ્રહોથી અબદ્ધ વિપ્રમુક્ત સંતોનું જે ચિત્રણ આપ્યું છે અને તે વખતેની મહતી પ્રથાને જેને સંતોએ ચેલેંજ આપી ધર્મની વિકૃતિઓને દૂર કરવા જે ક્રાંતિ સર્જી હતી, તેવા ક્રાંતિકાર, સંતવીરો વીરપ્રભુના શિષ્યોનું અણીશુદ્ધ ભાવાત્મક શિલ્પ શબ્દમાં ઉતાર્યું છે. તે વાંચતા મન નતમસ્તક થઈ જાય છે. એટલું જ નહી પરંતુ તે વર્ણન રોમ રોમમાં પ્રભુ મહાવીરની સૂક્ષ્મ અહિંસામય જગ જન હિતકારી પ્રવૃત્તિનો પૂર્ણ આભાસ આપે છે અને ઉંડું સન્માન ઉદ્ભૂત થાય છે. લાગે છે કે– આ જ કારણે શ્રી ઉવવાઈ સૂત્રને ઉપાંગ શાસ્ત્રોમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
આ શાસ્ત્રમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે સંતોના ગુણો અને કેટલાક દેવ, નારકી સંબંધી સૂક્ષ્મ વિવરણ આપવામાં આવ્યું છે.
આ શાસ્ત્રની એક ખાસ વાતનો આપણે અહીં ઉલ્લેખ કરીશું. શાસ્ત્રના કેટલાંક પ્રકરણોમાં સમગ્ર ત્યાગ માર્ગને ભિન્ન ભિન્ન દષ્ટિએ તપાસી જૈનના તથા જૈન સિવાયના બીજા સંપ્રદાયોમાં પ્રવર્તમાન ત્યાગના જે કાંઈ ઓછા વત્તા આચારકાંડ છે, તેની ક્રમશઃ
24