________________
१८
મૂલ્યાંકન
પ્રણયનના હેતુઓ – કોઈ પણ કાર્ય કોઈ ને કોઈ કારણને આભારી હોય છે. ગ્રન્થના પ્રણયનરૂપ કાર્યને પણ આ નિયમ લાગુ પડે છે. આમ હોઈ ન્યાયાચાર્યની કૃતિઓ આ દૃષ્ટિએ તપાસતાં એના પ્રણયનના વિવિધ હેતુઓ જણાય છે :
(૧) આત્માર્થીનું હિત - આ હેતુ ગુરુતત્તવિણિચ્છયના આદ્ય પદ્યમાં દર્શાવાયો છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છે:
“पणमिय पासजिणं(णिं)दं संखेसरसंठियं महाभागं । अत्तट्ठाण हिअट्ठा गुरुतत्तविणिच्छयं वुच्छं ॥ १ ॥"
(ર) પરોપકાર – આ હેતુથી નરહસ્યની રચના કરાઈ છે એમ એનો પ્રારંભિક ભાગ જોતાં જણાય છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે પ્રમાણે છે :
“ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदशिनम् । परोपकृतये ब्रूमो रहस्यं नयगोचरम् ॥ १ ॥"
આત્માર્થી ઉપર ઉપકાર કરવા માટે દ્રવ્ય-અનુયોગ-વિચાર રચાયો છે એમ એના નીચે મુજબના આદ્ય પદ્યગત ઉલ્લેખ ઉપરથી જણાય છે :
“શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી આત્મઅરથી નઇ ઉપકાર કરું દ્રવ્ય-અનુયોગ-વિચાર – ૧”
૩) વિનોદ – નયોપદેશ આ હેતુથી રચાયો છે એમ એનું નિમ્નલિખિત પદ્ય જોતાં જણાય છે :
“ऐन्द्रधाम हृदि स्मृत्वा नत्वा गुरुपदाम्बुजम् । નોવેશ: ઘડ્યાં વિનોવાય વિદીયતે છે ? ”
તિરૃન્વયોક્તિની રચના એના આદ્ય પદ્યમાં સુચવાયા મુજબ તૈયાયિકોના અને શાબ્દિકોના મતને વિનોદ મળે એ ઇરાદે કરાઈ છે. આ પદ્ય નીચે પ્રમાણે છે :
“ऐन्द्रव्रजाभ्यर्चितपादपद्मं सुमेरुधीरं प्रणिपत्य वीरम् । वदामि नैयायिक-शाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ॥ १॥" (૪) કૌતુક – વાહણ-સમુદ્ર સંવાદ નામની કૃતિ કૌતુકાર્યે રચ્યાનું કર્તાએ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org