________________
(૨) સંપૂર્ણ ઉપલબ્ધ ગ્રન્થોને અંશતઃ ઉપલબ્ધ ગ્રન્થો કરતાં પહેલું સ્થાન આપવું.
(૩) સર્વસાધારણ વિષયને લગતા ગ્રન્થોને વિશિષ્ટ વિષયના અર્થાત્ વ્યાપકતાની દષ્ટિએ ઊતરતી કોટિના પ્રન્યો કરતાં અગ્રસ્થાન આપવું.
(૪) સંસ્કૃત અને પાઇયમાં રચાયેલા ગ્રન્થોને સ્થાન આપ્યા બાદ ગુજરાતી અને હિન્દી ગ્રન્થોનો પરિચય આપવો.
ન્યાયાચાર્યના પ્રન્થોનું વિષયદીઠ વર્ગીકરણ કરતી વેળા કોઈ કોઈ ગ્રન્થનો વિષય શો ગણવો એ બાબત અંતિમ નિર્ણય કરવાનું કાર્ય મૂંઝવણભર્યું થઈ પડ્યું હોવાથી એની મેં કામચલાઉ વ્યવસ્થા કરી છે. વિષયનો તો નિર્ણય થયો હોય પરંતુ એક જ વિષયના વિવિધ ગ્રન્થોને કયા ક્રમે રજૂ કરવા એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ખાસ કરીને ન્યાયવિષયક ગ્રન્થો માટે આ વિચારણા કરવી પડી છે. દા. ત. અનેકાન્તવ્યવસ્થાને સપ્તભંગીન પ્રદીપની પૂર્વે સ્થાન આપવું કે સપ્તભંગીતરંગિણી પછી?
વિભાજન –મેં સમગ્ર પુસ્તકને બે ખંડમાં વિભક્ત કર્યું છે. પ્રથમ ખંડમાં મેં ન્યાયાચાર્યનું બાહ્ય – ધૂળ જીવન આલેખ્યું છે અને તેમ કરવા માટે મેં એ ગણિના પોતાના ઉલ્લેખો તેમજ સુજસવેલિ અને ઐતિહાસિક વસ્ત્રપટ જેવાં સાધનોનો ઉપયોગ કર્યો છે. દ્વિતીય ખંડમાં મેં આ ગણિવર્યના આંતરિક – સૂક્ષ્મ જીવનને – એમની સાહિત્યિક પ્રવૃત્તિને સ્થાન આપ્યું છે અને એ જ વિષય આ પુસ્તકનો મહત્વનો અને મુખ્ય અંશ હોઈ એનો મોટો ભાગ રોકે છે.
આ ઉપરથી મેં પ્રથમ ખંડનું નામ “બાહ્ય જીવનની રૂપરેખા” અને દ્વિતીય ખંડનું નામ “યશ કવન” રાખ્યું છે. વિશેષમાં મેં દ્વિતીય ખંડને નીચે મુજબના ચાર ઉપખંડોમાં વિભક્ત કર્યો છે:
(૧) સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય (૨) લલિત સાહિત્ય. (૩) દાર્શનિક સાહિત્ય. (૪) પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય.
આ પૈકી પ્રથમ અને ચતુર્થ ઉપખંડ અખંડ છે જ્યારે એ સિવાયના બાકીના બેના ત્રણ પ્રકરણો અને સાત પ્રકરણો એમ અનુક્રમે અવાંતર વિભાગો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org