________________
(૧) ચરિત્રો. (૨) ઔપદેશિક સાહિત્ય.
દાર્શનિક સાહિત્યના મેં છ વર્ગ પાડ્યા છે. કોઈ પણ માનવી તો શું પણ. કોઈ પણ જીવ – અધમમાં અધમ કોટિનો જીવ સુધ્ધાં જ્ઞાનથી સર્વથા રહિત નથી. પછી ભલેને એ જ્ઞાન મિથ્યાજ્ઞાન હોય – સમ્યજ્ઞાન ન હોય. આ પ્રકારના જૈન મંતવ્યને લક્ષ્યમાં રાખી મેં જ્ઞાનમીમાંસાથી દાર્શનિક સાહિત્યની શરૂઆત કરી છે. જ્ઞાનીમાં વિવેકબુદ્ધિ હોવી ઘટે એટલે કે એણે ન્યાયપુરસ્સર વિચારણા કરવી ઘટે. આ માટે એને પ્રમાણાદિરૂપ ન્યાયનો બોધ આવશ્યક છે, એટલે મેં બીજા વર્ગ તરીકે ન્યાયનો પરિચય આપ્યો છે. ન્યાયનો ઉપયોગ તત્ત્વજ્ઞાન માટે કરાય એ સ્વાભાવિક છે, એટલે ન્યાય પછી મેં તત્ત્વજ્ઞાનનો વિચાર કર્યો છે. તત્ત્વજ્ઞાનનું ફળ પરમતસમીક્ષા છે એટલે એની ચોથા વર્ગ તરીકે મેં રજૂઆત કરી છે, વાદવિવાદની જાળમાં સપડાઈ રહેતાં ક્રોધાદિ કષાયના નિવારણાર્થે અધ્યાત્મની – યોગની દિશા ગ્રહણ કરવી ઘટે. એના બોધથી – યથાર્થ પાલનથી જીવનશોધન માટે અવકાશ મળે. આથી મેં આ ક્રમે આ અધ્યાત્મ અને જીવનશોધન એ બે વર્ગની યોજના કરી છે.
લલિત સાહિત્યના ત્રણ પેટાવર્ગમાંના અને દાર્શનિક સાહિત્યના છ પેટાવર્ગમાંના ગ્રન્થોને કયા ક્રમે રજૂ કરવા એ પણ એક પ્રશ્ન નિમ્નલિખિત કારણોને લઈને ઉપસ્થિત થયો હતો :
(૧) યશોવિજયગણિએ રચેલા તમામ ગ્રન્થો મળતા નથી એટલું જ નહિ, પરત જે મળે છે તેમાં પણ કેટલાક અપૂર્ણ છે. આમ એમના ગ્રન્થોના ત્રણ પ્રકાર પડે છે : (૧) સર્વાંશે ઉપલબ્ધ, (૨) અંશતઃ ઉપલબ્ધ અને (૩) સર્વાશ અનુપલબ્ધ.
(૨) કેટલાક ગ્રન્થોનો વિષય સર્વસાધારણ છે તો કેટલાકનો એના કરતાં ઓછો વ્યાપક અને એટલે અંશે વિશિષ્ટ છે.
(૩) સંસ્કૃત અને પાઇયમાં ગ્રન્થો રચાયા બાદ ઘણાખરા ગુજરાતી ગ્રન્થો રચાયા હોય એમ લાગે છે.
આ પરિસ્થિતિમાં મેં નિમ્નલિખિત નિયમો યોજી આ પ્રશ્નનો ઉકેલ કર્યો છે: (૧) ઉપલબ્ધ ગ્રન્થોને સર્વાશ અનુપલબ્ધ કરતાં પ્રથમ સ્થાન આપવું.
૩. (૧) જ્ઞાનમીમાંસા, (૨) ન્યાય, (૩) પદાર્થપરામર્શ (તત્ત્વજ્ઞાન), હજી પરમતસમીક્ષા, (૫)
અધ્યાત્મ અને (૬) જીવનશોધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org