________________
૩૭
પાંચ પરિશિષ્ટ - પ્રસ્તુત પુસ્તક જેવા માટે એમાં નોંધાયેલાં વિશેષનામોના ગ્રન્થકાર, ગ્રન્થ અને પ્રકીર્ણક એમ ત્રણ વર્ગ પાડી ત્રણ પરિશિષ્ટો અપાય એ સામાન્ય ઘટનાને તેમજ ભાષાને ગૌણ ગણી આ પુસ્તક રચાયું હોવાથી ઉપાધ્યાયજીએ કઈ ભાષામાં કેટલી અને કઈ કઈ કૃતિ રચી છે તે તારવવાનું બાકી રહેતું હોવાથી એ બાબત મેં એક સ્વતંત્ર પરિશિષ્ટ દ્વારા રજૂ કરી છે. આમ આ પુસ્તકના અંતમાં ચાર પરિશિષ્ટો છે. એ ઉપરાંત ન્યાયાચાર્યના સમગ્ર કૃતિકલાપની મહત્ત્વની વિગતો તેમજ કેટલાંક વર્ગીકરણ સહિત એક સૂચી આપી છે. એને પ્રથમ પરિશિષ્ટ તરીકે મેં અહીં સ્થાન આપ્યું છે.
આ પાંચ પરિશિષ્ટ ઉપરાંત મુખ્ય મુખ્ય વિષયોમાંના પેટાવિષયોની – મુદ્દાઓની એક સૂચીરૂપ પરિશિષ્ટ યોજી શકાય તેમ હોવા છતાં પુસ્તકનાં પૃષ્ઠોની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે માટે મેં એ વાત જતી કરી છે.
પરિચય – “યશોદોહન” એટલે યશોવિજયગણિની કૃતિઓનો નિષ્કર્ષ અને એ દ્વારા એનું મૂલ્યાંકન. આ કાર્ય થઈ શકે તે માટે એમની મૌલિક તેમજ વિવરણાત્મક કૃતિઓનાં બાહ્ય તેમજ આંતરિક સ્વરૂપનો પરિચય આવશ્યક હોઈ મેં એ યથામતિ આપ્યો છે. ગ્રન્થ સમજવામાં ગ્રન્થકારનો પરિચય સહાયક થઈ પડે તેમ હોવાથી મેં આ યશોવિજયગણિનો મૂળ લેખક તેમજ વિવરણકાર એમ ઉભય સ્વરૂપે પરિચય આપ્યો છે, જોકે એ એમની કૃતિઓના પરિચયની અપેક્ષાએ ગૌણ વસ્તુ છે. આ બે પ્રકારના પરિચય ઉપરાંત યશોવિજયગણિની કૃતિઓ ઉપર એમના સિવાય જે અન્ય મહાનુભાવોએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે તેમનો પરિચય તેમજ એ યશોવિજયગણિની કૃતિઓનું જે અન્ય જનોએ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં ભાષાન્તર કે વિવેચન કર્યું છે તેમનો પરિચય આપવાનું કાર્ય મેં કર્યું નથી; બાકી મેં એમનો નામોલ્લેખ તો કર્યો છે. એનાં કારણો નીચે મુજબ છે :
(૧) ન્યાયાચાર્યના ગ્રન્થોના વિવરણકારો, ભાષાંતરકર્તાઓ અને વિવેચકોનો પરિચય એ કંઈ આ પુસ્તકનું મુખ્ય-મહત્ત્વનું અંગ નથી.
(૨) પ્રસ્તુત પુસ્તક માટે નક્કી કરાયેલા પરિમાણને વળગી રહી. વિવરણકાર, ભાષાંતરકર્તા અને વિવેચકનો પરિચય આપવાનું મારે માટે શક્ય ન હતું.
(૩) સંસ્કૃતમાં વિવરણ રચનાર વિષે મેં એક યા બીજા સ્વરૂપે કેટલીક બાબતોનો ઉલ્લેખ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ નામના મારા પુસ્તકમાં કર્યો છે એટલે એનું પુનરાવર્તન જરૂરી ન ગણાય. એ પુસ્તકમાં મેં યશોવિજયગણિની અચાન્ય સંસ્કૃત કૃતિઓની રૂપરેખા આલેખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org