________________
ઉપોદ્દઘાત
પ્રસ્તાવ - તા. ૫-૮-પરને રોજ મારે પ્રસંગોપાત્ત વડોદરા જવાનું થયું. રાત્રે કોઠીપોળના ઉપાશ્રયે હું ગયો તો ત્યાં જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી અને એમના શિષ્યસમુદાય સમક્ષ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ તૈયાર કરવાની વાત નીકળી. એનો વિશેષ વિચાર કરવાનું કામ બીજા દિવસની સવાર ઉપર રખાયું. એ મુજબ હું મુનિશ્રી યશોવિજયજીને -- શ્રી વિજયધર્મસૂરિજીના શિષ્યવર્યને મળ્યો એ વેળા એમણે કહ્યુંઃ રાતની વાત આગળ ચલાવીએ તે પૂર્વે મારી એ ઉત્કટ ભાવના છે કે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યશોવિજયજીગણિનાં જીવન અને કવનનો સામાન્ય જનતાને બોધ થાય તેવું પુસ્તક તમારે તૈયાર કરવું. મેં હા પાડી અને એનું પ્રકાશન ડભોઈની એક સંસ્થા કરે એવો પ્રબંધ લગભગ કરાયો પણ ખરો પરંતુ એ વાત સક્રિય બની ન શકી. કાલાન્તરે ઈ. સ. ૧૯૫૬ના માર્ચમાં મારે પ્રાઝિક અને પરીક્ષક તરીકે અમદાવાદ જવાનું અને ઉપર્યુક્ત મુનિશ્રીને મળવાનું થયું. એમની વિદાય લેતી વેળા એમણે મને કહ્યું તમને કામ સોંપવાનું છે, કરશો? મેં તરત જ હા પાડી. એ સમયે મને ખબર ન હતી કે તેઓ મને પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવાનું સૂચવે છે. હું અહીં (સુરત) પાછો આવ્યો ત્યાર બાદ એમણે આ બાબતની મારી સાથેની વાટાઘાટ એમના ગુરુદેવ વિજયધર્મસૂરિજી દ્વારા ચલાવી. એ સૂરિજી ચાતુર્માસાર્થે જેઠ સુદ દસમે તા. ૧૮-૬-૫૬ના રોજ અહીં પધાર્યા. એ જ દિવસે એમણે મને વધામણી આપી કે યશોવિજયજીએ તમને કામ સોંપાવવાનું નક્કી કર્યું છે.
યોગ્યતા – ન્યાયાચાર્ય' યશોવિજયગણિ જેવા ધુરંધર સાક્ષરની અને તેમાંય નવ્યન્યાયથી જટિલ બનેલી કૃતિઓનું પણ તલસ્પર્શી પરિશીલન કરવાનું કાર્ય
૧. આકાશવાણી (All India Radio)ના વડોદરા કેન્દ્ર ઉપરથી “રક્ષાબંધનનું પર્વ નામનું
મારું વક્તવ્ય મારે રજૂ કરવાનું હોઈ હું ત્યાં ગયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org