________________
૧૦
• શ્રી જિનભદ્રગણિની ગ્રંથરચના :
૧. વિશેષાવશ્યકભાષ્ય અને સ્વોપજ્ઞટીકા (અપૂર્ણ), ૨. બૃહત્સંગ્રહણી, ૩. બૃહત્સેત્રસમાસ, ૪. વિશેષણવતી, ૫. જીતકલ્પસૂત્ર અને ભાષ્ય, ૬. અનુયોગદ્વારચૂર્ણિ, ૭. ધ્યાનશતક (આવશ્યક હારિભદ્રીમાં આવતી આ રચના પણ જિનભદ્રગણિશ્રીની મનાય છે.)
જીતકલ્પભાષ્ય (ગા.૬૦)માં વિશેષાવશ્યકભાષ્યના મંતવ્યનો ઉલ્લેખ છે માટે વિશેષા.ની રચના જીતકલ્પભાષ્ય પૂર્વે થઈ જણાય છે. (વિશેષાવશ્યકભાષ્ય પ્ર. જૈન વિશ્વભારતી ભાગ-૧, ભૂમિકા પૃ. ૩૨ સાધ્વી મુદિતયશા)
શિષ્યહિતા ટીકા અને ટીકાકાર હેમચન્દ્રસૂરિ ઃ
મલધારી હેમચન્દ્રાચાર્યકૃત ટીકા - ૨૮૦૦૦ શ્લોક પ્રમાણની શિષ્યહિતા નામની આ બૃહત્કાયવૃત્તિની રચના વિ.સં. ૧૧૭૫ના કા.સુ.-૫ (જ્ઞાન પાંચમ)ના દિવસે સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં પૂર્ણ થઈ છે.
ટીકાકારશ્રીનું ગૃહસ્થપણાનું નામ પ્રદ્યુમ્ન હતું. તેઓશ્રી સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં મોટા હોદ્દા ઉપર બિરાજમાન હતા. એમના ગુરુનું નામ આ. અભયદેવસૂરિ હતું.
મલધારીજીની આ ટીકા એટલી વિશદ-સરળ અને સુગમ છે કે આજે મોટાભાગના અભ્યાસીઓ આ જ ટીકાનું વાંચન કરે છે.
અનેક પ્રકારની દાર્શનિક અને આગમિક ચર્ચાઓને પ્રશ્નોત્તર શૈલિથી ટીકાકારશ્રીએ હૃદયંગમ રીતે ચર્ચા છે કે અભ્યાસીને શુષ્કતા કે કઠિનાઈનો અનુભવ થયા વિના જ સમજાઈ જાય.
શ્રીચન્દ્રસૂરિષ્કૃત મુનિસુવ્રતસ્વામિચરિતની પ્રશસ્તિમાં મલધારી હેમચન્દ્રસૂરિજીએ કુલ દસ ગ્રંથો રચ્યાની વિગત આપી છે. તે દસ ગ્રંથો આ પ્રમાણે છે. ૧. આવશ્યક ટિપ્પણ, ૨. શતકવિવરણ, ૩. અનુયોગદ્વારવૃત્તિ, ૪. ઉપદેશમાલાસૂત્ર, ૫. ઉપદેશમાલાવૃત્તિ, ૬. જીવસમાવિવરણ, ૭. ભવભાવનાસૂત્ર, ૮. ભવભાવનાવિવરણ, ૯. મંદિટિપ્પણ, ૧૦. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ.
સ્વોપજ્ઞટીકા અને કોટ્યાચાર્યની ટીકા હોવા છતાં પોતે વૃત્તિ શા માટે રચે છે એ જણાવતાં મલધારીજી જણાવે છે કે એ બન્ને વૃત્તિઓ અતિ-ાશ્મીરવાયાત્મવાત્
-