________________
જૈનજ્ઞાનમહોદધિ : • વિવિધતીર્થકલ્પ (આ. જિનપ્રભસૂરિ રચિત) પ્રમાણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે
મથુરામાં પંદર દિવસની સાધના દ્વારા દેવતાની આરાધના કરી ઉધઈ-ભક્ષિત મહાનિશીથસૂત્રનો જીર્ણોદ્ધાર કર્યો. પંદરમી સદીમાં રચાયેલ પટ્ટાવલીમાં આ જિનભદ્રજીનો ઉલ્લેખ મળે છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં રહેલી વિશેષાવશ્યકભાષ્યની પ્રાચીન પ્રતમાં અંતે આ પ્રમાણે બે ગાથાઓ મળે છે. पंचसता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्स । तो चेत्तपुण्णिमाए बुधदिण सातिमि णक्खत्ते ॥ रज्जे णु पालणपुरे सी( लाइ)च्चम्मि णरवरिंदम्मि ।
वलभीणगरीए इमं महवि... मि जिणभवणे ॥ ઈતિહાસવિદ્દ પં. જિનવિજયજીના મતે - આ ગાથાઓમાંથી આવું તારણ નિકળે છે. • વિશેષાવશ્યકભાષ્યની રચના શક સંવત પ૩૧ (વિ.સં. ૬૬૬)માં શૈ.સુ.-૧૫,
બુધવારે સ્વાતિનક્ષત્રમાં પૂર્ણ થઈ છે. • પં. દલસુખભાઈ માલવણિયાના મતે પ૩૧ લેખન સંવત છે. રચના તો એથી
પ્રાચીન સમયમાં થઈ છે. જનશ્રુતિ પ્રમાણે જિનભદ્રગણિનું આયુષ્ય વિ.સં. ૫૪૫ થી ૬૫૦ સુધી ૧૦૪ વર્ષનું હતું. (ગણધરવાદ પ્રસ્તાવના પૃ. ૩૩). શક સંવત ૫૯૮ (વિ.સં. ૭૩૩)માં રચિત શ્રીનંદિચૂર્ણિમાં વિશેષાવશ્યકભાષ્યના
અનેકવાર ઉલ્લેખ આવે છે. • અંકોટ્ટક (અકોટા-વડોદરા)થી પ્રાપ્ત થયેલ બે જિનમૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે.
"ॐ देवधर्मोऽयं निवृत्तिकुले जिनभद्रवाचनाचार्यस्य"
“% નિવૃત્તિને નિમવારના વાર્થ” ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહના મંતવ્ય પ્રમાણે આ મૂર્તિઓ ઈ.સ. ૫૫૦ થી ૭૦૦ વચ્ચેની છે.
• જિનભદ્રગણિ નિવૃત્તિકુલમાં થયા.