Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 10
________________ ૭ • નાના-નાના અનેક દૃષ્ટાંતો દ્વારા ગ્રંથના પદાર્થો સરસ રીતે સમજાવ્યા છે. · ભાષ્યરચના દ્વારા જૈનવામઁયની મહાન સેવા કરી છે. • જૈન પરિભાષાને સ્થિર કરનાર ગ્રંથ. વિશેષાવશ્યકભાષ્યનું વ્યાખ્યા સાહિત્ય : સ્વોપજ્ઞટીકા ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ ગ્રંથના પદાર્થો સમજાવવા સંક્ષિપ્ત નાની પણ સરસ ટીકા રચી છે. કમભાગ્યે તેઓશ્રી ટીકા પૂર્ણ કરી શક્યા નથી. ૨૩૧૮ ગાથા સુધી એમની ટીકા મળે છે. બાકીના ગ્રંથ ઉપ૨ શ્રી કોટ્યાચાર્યજીએ ટીકારચના દ્વારા પૂર્તિ કરી છે. ટીકામાં જરૂરી મહત્ત્વની વાતો જ ચર્ચી હોવાથી એ સંક્ષેપચિ જીવોને ગમે તેવી છે. કોટ્યાચાર્યકૃત ટીકા પૂર્તિ : શ્રી જિનભદ્રગણિજીની ટીકા (છઠ્ઠાગણધરની વક્તવ્યતા પછી) જ્યાંથી અધુરી છે ત્યાંથી કોટ્યાચાર્યશ્રીએ એવી જ સંક્ષેપશૈલિથી આગળ વધારી છે. પ્રારંભમાં તેઓશ્રી જણાવે છે કે - "निर्माप्य षष्ठगणधरवक्तव्यं किल दिवंगताः पूज्याः । अनुयोगमार्गदेशिकजिनभद्रगणिक्षमाश्रमणाः ॥ तानेव प्रणिपत्यातः परमविशिष्टविवरणं क्रियते । જોચાવાર્થવાવિશળિના મન્વંધિયા શક્તિમનપેક્ષ્ય ।'' (પૃ. ૪૧૩) આ ટીકાના અંતે - “सूत्रकारपरमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समर्थिता श्रीकोट्याचार्यवादिगणमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः । " આમ અહીં જોચાવાર્થ નામ અપાયું છે. અને ટીકાને ‘લઘુવૃત્તિ’ નામ અપાયું છે. ઉપરોક્ત ટીકા અને પૂર્તિ સાથે વિશેષાવશ્યકભાષ્યનું પ્રકાશન એલ.ડી.ઈન્સ્ટી. તરફથી ૩ ભાગમાં થયું છે. સંપાદક શ્રી દલસુખભાઈ માલવણિયા છે. આનું પુનઃમુદ્રણ પણ થયું છે. આ સ્વોપજ્ઞટીકા – ૪૩૨૯ ગાથા ઉ૫૨ છે. આમાં કેટલીક નિર્યુક્તિ ગાથાઓનો પણ સમાવેશ થાય છે. (જો કે – મલધારી હેમચન્દ્રસૂરિજીની વ્યાખ્યા માત્ર ૩૬૦૩ ગાથા ઉપર છે.)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 408