________________
८
कोट्याचार्यकृतवृत्ति :
પ્રાયઃ વિક્રમના આઠમા સૈકામાં થયેલા કોટ્યાચાર્યજીએ પણ વિશેષાવશ્યકભાષ્ય ઉપ૨ ૧૩૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે.
કોટ્યાચાર્યજીનો વિશેષ પરિચય મળતો નથી. કેટલાક વિદ્વાનો આચારાંગ-સૂયગડાંગના ટીકાકાર શીલાંકાચાર્ય અને કોટ્યાચાર્યને અભિન્ન માને છે. જ્યારે બીજા વિદ્વાનોના મતે કોટ્યાચાર્ય આઠમા સૈકામાં અને શીલાંકાચાર્યજી નવમા-દસમા સૈકામાં થયેલા ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ છે. પૂર્વોક્ત પૂર્તિકાર કોટ્યાચાર્યથી આ કોટ્યાચાર્ય ભિન્ન છે.
કોટ્યાચાર્યજીએ ટીકામાં કથાનકો પ્રાકૃતમાં આપ્યા છે. ક્યાંક પ્રારંભ પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં કથા લખી છે. (જુઓ કુબ્જા કથાનક પૃ. ૩૪૩) કોઈ કથાઓ પ્રાકૃત પદ્યમાં પણ છે. (જુઓ ગ્રામીણકથા પ્ર. ૩૪૪-૬)
ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ :
વિશેષાવશ્યકભાષ્ય ક્ષમાશ્રમણજીનો અનૂઠો ગ્રંથ છે. ગ્રંથ અને ગ્રંથકારશ્રી વિષે ઘણાં વિદ્વાનોએ ઘણું લખ્યું છે. અહીં એમાંથી કેટલુંક જોઈએ.
• જેઓ અનુયોગધર, યુગપ્રધાન, સર્વશ્રુત અને શાસ્ત્રમાં નિપુણ, દર્શનોપયોગજ્ઞાનોપયોગના વિશિષ્ટજ્ઞાતા, જેમનો યશપટહ દસે દિશાઓમાં ગાજે છે. વિશેષાવશ્યકભાષ્યમાં જેઓએ આગમનો સાર ગુંથ્યો છે. પ્રાયશ્ચિત્તવિધિયુક્ત જીતકલ્પસૂત્રની જેમણે રચના કરી છે એવા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર. (જીતકલ્પચૂર્ણિ (ગા. ૫-૧૭)માં સિદ્ધસેનગણિ)
વિદ્વાન મનિષીઓએ પ્રયોજેલા વિશેષણો - ભાષ્ય સુધાંભોધિ, ભાષ્યપીયૂષપાથોધિ, દલિતકુવાદિપ્રતાપ, દુષ્યમાંધકારનિમગ્નજિનવચનપ્રદીપપ્રતીમ વગેરે (જુઓ જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભાગ-૩, પૃ. ૧૩૩)
♦ આવશ્યકસૂત્ર ઉપર બે ભાષ્યો રચાયા છે.
૧) આવશ્યકમૂલભાષ્ય (આ. હરિભદ્રસૂરિજી અને આ. મલયગિરિસૂરિએ આ નામથી કેટલી ગાથા આપી છે.)
૨) વિશેષાવશ્યકભાષ્ય.
• ડૉ. મોહનલાલ મહેતાના મતે ૩ ભાષ્યો રચાયા છે. (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભાગ-૩, પૃ. ૩૨૯)