________________
(૧૪), તેના પુણ્યાગે એક જ્ઞાની ગુરુ મહારાજ ત્યાં પધાર્યા. મુનિરાજ છાગને કહે છે, “અરે ! તાર પૂર્વ કૃત્ય સંભાળ, તારી મેળે તે વૃક્ષ વાવ્યાં, વૃદ્ધિ પમાડયાં, હવે તારે ફળ ભેગવવાં જ પડશે, બેં બેં કેમ કરી રહ્યો છે? પ્રથમ કેમ વિચાર ન કર્યો?” આ પ્રમાણેનાં મુનિનાં વચન સાંભળી ધિર્ય અવલંબીને તે વેગથી ચાલ્યો. તમામ લેકે આશ્ચર્યમાં ગરકાવ થયા થકા વિચારવા લાગ્યા, “હે પ્રથમ આકડાને ખૂબ માર્યો, છતાં તે એક પગલું ચાલતો ન હતો, અને હવે આ મહાત્માએ કેવી રીતે તેને ચલા? આ પ્રમાણે તમામ લેકે વિચાર કરે છે, એટલામાં તેના પુત્ર દેવીદત્ત મુનિને કહ્યું કે, “હે સાધુ!કૃપા કરીને બેકડાને ચલાવવાને ઉત્તમ મંત્રમને આપ.” મુનિરાજે કહ્યું, “હે મૂર્ખ ! તારે પિતા મિથ્યાત્વનું સેવન કરી આર્તધ્યાનથી મરીને આ બેકડો થયો છે. આધ્યાનથી જીવની તિર્યંચગતિ થાય છે. યદુનં–
अट्टे तिरियगइ, रुदेण ज्झाणेण पावए नरयं ।। धरमेण देवलोओ, सिद्धिगइ सुकझाणिं ॥१॥
અર્થઃ “આર્તધ્યાનથી તિર્યંચગતિ. રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુકલધ્યાનથી એક્ષગતિ પ્રાપ્ત થાય છે.” તારે પિતા આર્તધ્યાનથી તિર્યચપણું પામ્યો છે. કદાચ આ બાબતમાં તને સંદેહ રહેતો હોય તે આ બેકડાને ઘેર લઈ જઈ તેને મેકળે કરી પગમાં પડી તારે કહેવું કે, “હે પિતાજી! તમે જે વખતે મરણ પામ્યા તે વખત દુઃખથી પિડાયેલા તમને મેં કાંઈ પૂછયું