Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १, प्रथम किरणे
१९
વિષયભેદે ભેદ- સમ્યક્ શ્રદ્ધા સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળી છે. શ્રુતજ્ઞાનરૂપી સમ્યક્ સંવિત્ સર્વ દ્રવ્યોને વિષય કરનારી હોવા છતાં કેટલાક જ પર્યાયને વિષય કરનારી છે.
દ્વન્દ્વ સમાસનો મહિમા
‘સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ સંવિત્ અને સમ્યક્ ચરણ’– એ મુક્તિના ઉપાયો છે. અહીં દ્વન્દ્વ સમાસ, આ સમ્યક્ શ્રદ્ધા-સમ્યક્ સંવિત્-સમ્યક્ ચરણ, એ ત્રણ સમુદિત (એકત્રિત) થયેલા જ મુક્તિ પ્રતિ ઉપાયો છેએમ સૂચન કરે છે.
મુક્તિ પ્રત્યે એકલી સમ્યક્ શ્રદ્ધા ઉપાય નથી, કેમ કે-એકલી સમ્યક્ શ્રદ્ધાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. મુક્તિ પ્રત્યે એકલી સંવિત્ કારણ નથી, કેમ કે-એકલા જ્ઞાનનું ફળ શેય પરિચ્છેદ છે. મુક્તિ પ્રત્યે એકલું ચારિત્ર કારણ નથી, કારણ કે- એકલી ક્રિયાનું કર્મોનો દેશથી ક્ષય રૂપ ફળ છે. અથવા મુક્તિ પ્રત્યે એકલું જ્ઞાન કારણપર્યાપ્ત નથી, કેમ કે-ક્રિયા વગરના પંગુની માફક તે મુક્તિસાધક નથી. મુક્તિ પ્રત્યે એકલી ક્રિયા પર્યાપ્તકારણ નથી, કેમ કે-વિશિષ્ટ જ્ઞાનરહિત અંધની માફક તે મુક્તિપ્રાપક નથી. માટે સમસ્ત સમ્યક્ શ્રદ્ધા-સંવિત્-ચરણ જ મોક્ષ પ્રત્યે કારણ છે. એકના પણ અભાવમાં મોક્ષ થતો નથી.
મુક્તિ શબ્દાર્થ- ‘મુચ્છુ મોચન’- એ ધાતુથી ભાવમાં ‘ક્તિ’ પ્રત્યય લાગવાથી ‘મુક્તિ’ શબ્દ બનેલ છે. અર્થાત્ આઠ પ્રકારના કર્મોથી મૂકાવું એનું નામ મુક્તિ છે.
ઉપાયપદગત બહુવચનનો મહિમા
તે પૂર્વોક્ત મુક્તિના ઉપાયો એટલે સાધનો સમજવા. સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ સંવિત્ અને સમ્યક્ ચરણની સાથે સામાનાધિકરણ્ય (એક અધિકરણ વૃત્તિત્વ) હોવાથી, એક આત્મા રૂપ આધારમાં સમ્યક્ શ્રદ્ધા આદિની સાથે મુક્તિનું ઉપાયત્વ રહેતું હોઈ ઘણી વ્યક્તિઓમાં મુક્તિનો ઉપાય છે, માટે ઘણી વ્યક્તિઓની અપેક્ષાએ બહુવચન ઉપાય શબ્દમાં છે.
શંકા- સમ્યક્ શ્રદ્ધા આદિ ત્રણમાંથી એકનો પણ જો અભાવ હોય, તો મુક્તિ થતી નથી. જેમ કે-રોગને દૂર કરવા માટે અર્થી બનેલ રોગીને ઔષધના વિશે શ્રદ્ધાનો, રોગના અપહારકારકપણાના જ્ઞાનનો અને પથ્ય આદિના પાલનપૂર્વક આહાર રૂપ ક્રિયાપ્રવૃત્તિનો જો અભાવ થાય તો રોગ નાશ થતો નથી. તો કેવી રીતે શ્રદ્ધાદિ રૂપ સમુદાયમાં એક કાર્યનિરૂપિત કારણતાનું બોધક એકવચન છોડી વ્યક્તિના બહુત્વની અપેક્ષાએ ઉપાય શબ્દથી બહુવચન કેમ સ્વીકાર્યું છે ? જો આમ કરવામાં આવ્યું છે, તો પ્રત્યેક સમ્યક્ શ્રદ્ધા આદિ દરેકને કારણતાની પ્રાપ્તિનો પ્રસંગ થશે જ ને ?
સમાધાન- ભાઈ ! પૂર્વાચાર્યોએ ‘સમ્ય વર્ણન-જ્ઞાન-પારિત્રાણિ મોક્ષમાર્ગ: ।' આ સ્થળે જેમ તમોએ કહ્યું તેમજ કહેલ છે. અર્થાત્ સમુદિત સમ્યગ્દર્શન આદિ ત્રણને અભિધેય કરીને પ્રવૃત્ત થયેલ ‘મોક્ષમાર્ગ’ શબ્દ એક હોઈ તે સમુદાયવાચક મોક્ષમાર્ગ શબ્દને એકવચન છે. ઇત્યાદિ જે કહેલ છે તે સત્ય છે.
જ્યારે અહીં ‘સમ્યદ્ શ્રદ્ધા સંવિશ્વબાનિ મુત્યુપાયા: ।' આ સ્થળે દ્વન્દ્વ સમાસથી સમ્યક્ શ્રદ્ધા આદિ સમુદાયમાં જ એક મુક્તિનું ઉપાયપણું પ્રાપ્ત થઈ જ જાય છે.
અતએવ સમસ્ત (સમાસવાળા) પદના સામાનાધિકરણ્યના અનુરોધની અપેક્ષાએ ઉપાયશબ્દગત બહુવચન આદરેલ છે. આ જ મુદ્દાસર એક જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિસર્ગ અને અધિગમ-એમ બંનેમાં