________________
અર્થ : મૂઢ પુરૂષો આજ કાલ પહોર (આવતો બીજે વર્ષ) અને પરાર (આવતે ત્રીજે વર્ષે) ધનની પ્રામિ (ધન મળશે એમ) ચિંતવે છે, અર્થાત્ આજ નહિંતો કાલે, કાલે નહિંતો બીજે વર્ષે, ને બીજે વર્ષે નહિંતો ત્રીજે વર્ષે ધનની પ્રાપ્તિ થશે એમ આશામાં ને આશામાં દિવસો ગુમાવે છે, પરંતુ તે મૂઢ પુરૂષો હથેલીમાં રહેલા પાણીની પેઠે ક્ષય થતા પોતાના આયુષ્યને જોતા નથી.
जं कल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा।
૧૧ ૧૦ ૯ ૧૩ ૧૨ ૧૪ बहुविग्यो हि मुहुत्तो, मा अवरण्हं पडिक्नेह ॥३॥
यत्कल्ये कर्तव्यं, तदद्यैव कुरुध्वं त्वरमाणाः । बहुविघ्न एव मुहूर्तो, माऽपराहं प्रतीक्ष्वध्वम् ॥३॥
અર્થ : હે પ્રાણીઓ ! જે ધર્મ કાર્ય કાલે કરવા યોગ્ય હોય તેને નિશ્ચય આજેજ ઉતાવળથી કરો, કારણ કે મુહૂર્ત (બે ઘડીનો કાળ) પણ ઘણાજ વિદ્ધવાળો છે (અર્થાત્ એક મુહૂર્તમાં પણ અનેક વિબો આવી પડે છે. માટે જે ધર્મ કાર્ય પહેલા પહોરમાં કરવાનું હોય તેને પાછલે પહોર કરીશું એમ ધારી વિલંબ ન કરો.
૪ ही ? संसारसहावा-चरियं नेहाणुरायरत्तावि । ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ जे पुबण्हे दिट्टा, ते अवरण्हे न दीसंति ॥४॥