________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
પાણીમાં બુડાડવાની તૈયારી કરવા લાગ્યા. તે જોઈને બંદીએ કહ્યું કે તારા બાપ મરણ પામ્યા છે એવી ઘાસ્તી રાખીશ નહીં. જે હજાર બ્રાહ્મણોને મેં વાદને બહાને પાણીમાં બુડાડ્યા છે તે બધાને મારા બાપ વરુણના યજ્ઞ સારુ મોકલ્યા છે. હવે યજ્ઞ પૂરો થવાથી બધા બ્રાહ્મણ પાછા આવશે. થોડા દિવસ પછી બધા બ્રાહ્મણો સાથે કહોડ પાછો આવ્યો. જનક રાજાથી માન પામી અષ્ટાવક્ર ઘેર આવવા નીકળ્યા. માર્ગમાં મધુવિલા નદીમાં નાહવાથી તેમના બધાં અંગો સારા થઈ ગયા હતા. જનક રાજાને અષ્ટાવક્રે આત્મજ્ઞાન કરાવ્યું હતું અને તેથી જનક વિદેહી કહેવાય છે.
(૧૪) આચારાંગ
આ એક આગમ ગ્રંથ છે. એનો વિષય એના નામ પરથી સ્પષ્ટ થાય છે, એટલે એમાં સાધુઓના આચારની વાત ભગવાને કહેલી છે.
સાધુઓએ કેવી ભિક્ષા લેવી ઘટે છે, કેવી ભિક્ષા અયોગ્ય છે, મહાવ્રતોનું આચરણ કેમ કરવું, કેવી ભાવના રાખવી, શા અર્થે દીક્ષા લેવી ઇત્યાદિ વિષયોનું આમાં વર્ણન કરેલ છે. આચારાંગનું અધ્યયન (અભ્યાસ) સાધકોને માટે બહુ આવશ્યક છે કારણ કે આચાર ચારિત્રરૂપી પ્રાસાદનો પાયો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૫૮૮ માં લખ્યું છે કે સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું આચારાંગ સૂત્ર છે.
(૧૫) આત્મારામજી મહારાજ
શ્વેતાંબર સંપ્રદાયના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તીવ્ર ક્ષયોપશમી અને જિનાગમ વેદાંતાદિ શાસ્ત્રોના અથાગ અભ્યાસી હતા. એમનો જન્મ પંજાબમાં ક્ષત્રિય ૨જપૂતકુળમાં થયેલો. નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં તેમણે દીક્ષા લીધેલ. જિનાગમોના સૂક્ષ્મ અભ્યાસથી તથા સાઘુ રતનચંદજીના સમાગમથી ‘જિનપ્રતિમા શાસ્રસિદ્ઘ છે' એમ નિશ્ચય થતાં પંજાબથી વિહાર કરી અમદાવાદ આવી શ્રી બુટેરાયજી મહારાજ પાસે શ્વેતાંબર સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરી હતી, અને સંઘે તેમને આચાર્ય પદવી આપી હતી.
સંવત્ ૧૯૪૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે ઉપાશ્રયમાં આત્મારામજી મહારાજ બિરાજતા હતા. તે જ અરસામાં પરમકૃપાળુદેવ ‘મોક્ષમાળા' છપાવવા અમદાવાદ પધારેલા અને ટંકશાળમાં શેઠ ઉમાભાઈ (હઠીભાઈની વાડીવાલા)ને ઘેર બે મહિના રહ્યા હતા. શેઠ પન્નાલાલ ઉમાભાઈનાં માતુશ્રી ચંચળબા અત્યંત ભક્તિમાન હતાં. ચંચળબાએ પરમકૃપાળુદેવની સેવાનો સારો લાભ લીધો હતો. પરમકૃપાળુદેવનો અપૂર્વ ગ્રંથરત્ન ‘મોક્ષમાળા’ આત્મારામજી મહારાજના વાંચવામાં આવતાં એમને એ ગ્રંથના કર્તાપુરુષને મળવાની ઇચ્છા થઈ
Scanned by CamScanner