________________
૫૩
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિધિ નેપોલિયને ઇંગ્લેન્ડ સામે હલ્લો કર્યો. સમુદ્ર પર ઇંગ્લેન્ડનો અધિકાર હોય ત્યાં જઈને લડવું એ નેપોલિયન માટે મુશ્કેલીવાળું હતું. તોપણ તે લડ્યો નિષ્ફળતા મેળવી. પણ નાહિંમત ન થયો. પ્રથમ ઇંગ્લેન્ડના મિત્ર રાજ્યોને પછી તેને જીતવાનો વિચાર રાખ્યો. અંતે ફરીથી ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે લડા જાગી, એમાં નેપોલિયન પકડાયો.
મિત્ર રાજ્યોના નિર્ણય પ્રમાણે પ્લિમથ બંદરેથી એને આફ્રિકાની પશ્ચિમમાં આવેલા સેન્ટ હેલિનના એકાંત ટાપુ પર કેદી તરીકે મોકલવામાં આવ્યો. ત્યાં છ વર્ષ રહીને તે મરણ પામ્યો. યુરોપના મહાન રાજાઓને હથેળીમાં નચાવનાર ફ્રેંચ સમાર નેપોલિયનની જિંદગીનો કેવો કરુણ અંત! એક પ્રસંગે તે કરુણતા તેને સમજાઈ હતી અને સત્તાના મદ માટે પશ્ચાત્તાપ થયો હતો. એ સેંટ હેલિનના નિર્જન ટાપુ પર જેલમાં હતો ત્યારે તેને મળવા કોઈ રાજપુરુષ આવેલો એટલે જેલના પહેરેગીરે તેને કહ્યું કે-“એલા નેપોલિયન! આમ આવ. તને કોઈ મળવા આવ્યા છે.” આ વાક્યો સાંભળીને તેને ગુસ્સો ચઢ્યો કે હું ફ્રાંસનો મોટો શહેનશાહ તેને આ એક પહેરગીર, ટુંકારે છે. પણ આ ટુંબા ઉપરથી તેને વૈરાગ્ય થયો કે ખરેખર! આ સિપાઈનો વાંક નથી. પણ વાંક મારો જ છે કે એજેશિયાની પાંચ સી પાઉંડની આવક સુખશાંતિથી ખાવાની પડી મૂકી હું રાજનૈતિક વિષયની વમળમાં પડ્યો. મોટું સામ્રાજ્ય
સ્થાપવાના લોભે એને સત્તાના શિખર પર પહોંચાડ્યો, અને એ જ લોભે એનો વિનાશ પણ કર્યો.
શ્રીમજી પુષ્પમાળામાં લખે છે કે- જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર.” સ્ત્રીનીતિબોઘકની પ્રસ્તાવનામાં શ્રીમદ્જી લખે છે:
કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન; - સરસ રીત છે એ જ કે દો માતાને જ્ઞાન. પૂ. શ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોઘ “પુષ્પ ૯૫ અલ્પ શિથિલતાથી મહા દોષના જન્મ” માં નેપોલિયનનું દ્રષ્ટાંત આપતા લખે છે કે અલ્પ ઊંઘને લઈને તે છેલ્લા યુદ્ધમાં હારી ગયો અને યુરોપનું મહારાજ્ય ખોયું.
(૮) નંદીસૂત્ર આ એક જૈનાગમ છે. આ સૂત્રના સંગ્રહકર્તા શ્રી દેવવાચક (દેવદ્ધિગણિ) છે, એમ વર્તમાનમાં મનાય છે. આ આગમમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનોનું પદ્ધતિસર કથન કરેલું છે. આગામોમાં જે જ્ઞાન વિષયક સૂત્રો છૂટાં છવાયાં મળે છે તે બઘાને જ અહીં યથાસ્થાને મૂકીને શીધ્ર સમજાય એવું
મકા મત મકાનો ઇનકના
મામલક રામીન
મકાન
Scanned by CamScanner