________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
પણ ૫
કપાળદેવે કહ્યું, તમારા કર્મ ફૂટ્યાં છે. મનસુખભાઈ તે વખતે સમજી ન શક્યા. પાછળથી એ વચનનું રહસ્ય સમજાયું.
મનસુખભાઈ અત્યંત ભક્તિવાન હતા. મુમુક્ષુઓ એમને નરસિંહ મહેતા ઢસા, અગાસ આશ્રમમાં ઘણો વખત રહેતા. પ્રભુશ્રીજી પ્રત્યે એમને અત્યંત
શ્રદ્ધાભાવ હતો.
લીંબડી મુકામે પરમકૃપાળુદેવના મંત્રનું સ્મરણ કરતાં કરતાં અત્યંત જાગ્રત અવસ્થામાં સમાધિ સમતા સહિત મનસુખભાઈ દેહ ત્યાગ કરી ગયા.
(૧૩૭) મનુસ્મૃતિ આ ગ્રંથ એક પ્રકારે હિંદુઓનું આચારશાસ્ત્ર છે. મનુજીએ આમાં ચાર વણોએ કેવી રીતે વર્તવું તેની ખાસ વ્યવસ્થા કહેલી છે. સ્મૃતિ એટલે ઘર્મશાસ્ત્ર.
કાલ પ્રમાણે ઘર્મનું લક્ષણ, આચાર જ પ્રઘાન ઘર્મ છે. (આચારો ધર્મ પ્રઘાનઃ) બ્રાહ્મણના ઘ, ચૂડાકર્મ, ઉપનય (જનોઈ) કાલ વિચાર, ભોજનના નિયમો, વિવાહના ભેદો, પ્રણામ કરવાનો વિધિ ઇત્યાદિ વિષયો છે. આમાં બાર અધ્યાયો છે. હિંદુઓમાં એનો વિશેષ પ્રચાર છે. પ્રાયઃ બધા લોકો મનુસ્મૃતિને પ્રમાણભૂત માને છે. અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે. એક સ્થળે એમાં કહેલું છે કે - પાપ કરનાર એમ સમજે છે કે મારા પાપોને કોઈ જોતું નથી, પણ દેવ તથા અંતઃકરણ જ જે તેનો દેવ છે તે જુએ છે. હિંદુઓના વારસા આદિનાં કાયદાઓમાં પણ મનુસ્મૃતિ પ્રમાણભૂત ગણાય છે.
(૧૩૮) મનસુખલાલ કિરતચંદ મહેતા મોરબીના સુપ્રસિદ્ધ વિદ્વાન મુમુક્ષુ શ્રી મનસુખભાઈનો જન્મ સં. ૧૯૩૨ ભાદરવા વદ ૧૩ ને દિને થયો હતો. સં. ૧૯૫૦માં તેમણે મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે તેમને શ્રીમદનો સમાગમ થયો હતો. પછી તેમણે ઉચ્ચ કેળવણી લીધી હતી. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા'માં તેમણે શ્રીમદ્ સાથેનો પોતાનો પરિચય આલેખ્યો છે. તે વિદ્વાન (સાક્ષર) હોવાથી “મોક્ષમાળા'ની બીજી આવૃત્તિ બહાર પાડવા શ્રીમદ્જીએ તેમને ભલામણ કરેલી; પ્રસ્તાવના લખવા પણ સુચવેલું. - અન્ય પ્રસંગે શ્રીમદજીએ મનસુખભાઈને જણાવેલું : “ “આત મીમાંસા'. વાંગબિંદુ”, “ઉપમિતિભવપ્રપંચ કથા'નું ગુજરાતી ભાષાંતર કરશો. યોગબિંદુ’નું ભાષાંતર થયેલ છે. ઉપમિતિભવપ્રપંચનું થાય છે; પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, ત કરશો. ઘીમે ઘીમે થશે.” “શાંત સુઘારસ” વાંચવાની તથા ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવાની પણ ભલામણ સં. ૧૯૫૭માં તેમને કરેલી. તેમાંથી “શાંત
Scanned by CamScanner