________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૦૭ 3યું નહીં, પણ અમે જ તપાઈ ગયા; કાળ તો ન ગયો. પણ અમે જ ઘરડા થયા; રિણા તો જીર્ણ ન થઈ, અમે જ જીર્ણ (વૃદ્ધ) થઈ ગયા.” * શ્રીમદ્જીએ ભાવનાબોઘની પ્રસ્તાવનામાં વૈરાગ્યશતકનો એક શ્લોક ટાંકીને કાગ્યે જ અભય છે એમ બતાવ્યું છે. જગતમાં જે જે વસ્તુ સારરૂપ મનાય છે તે
થી ભયથી વ્યાપ્ત છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે, માટે મુમુક્ષુઓએ તેમાં પ્રયત્ન કરવો જોઈએ.
(૧૭૭) વ્યાસ (વેદવ્યાસ) શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે તે પરમાલ્હાદક અને આશ્ચર્યકારી છે. ગીતા પણ વેદવ્યાસજીનું રચેલું પુસ્તક ગણાય છે અને શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોઘ કર્યો હતો માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતનો એક શ્લોક પત્રાંક ૧૪૧ માં શ્રીમદે અર્થસહિત ટાંક્યો છે. જડભરતની આખ્યાયિકા પણ શ્રીમદ્ ભાગવતમાં આપેલી છે. પત્રાંક ૨૮૨ માં શ્રીમદ્ લખે છે : આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો.
(૧૭૮) શિક્ષાપત્ર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ શ્રી હરરાયજી સંવત ૧૯૪૭માં જન્મ્યા હતા. ૧૨૦ વર્ષની વૃદ્ધ વયે સં. ૧૭૬૭માં તેમનો દેહોત્સર્ગ થયો હતો. મોટી ઉંમરે તેઓ વિદેશમાં વિચરતા હતા તે વખતે શ્રી નાથદ્વારા (મેવાડ)માં તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીનાં પત્નીનો દેહ છૂટશે તે વખતે ગૃહભંગની વેદનાથી શ્રી ગોપેશ્વર ભગવસેવાથી બહિર્મુખ થશે એમ પ્રથમથી શ્રી હરરાયજીએ જાણ્યું અને તેમને આશ્વાસનરૂપ નીવડે તેવા પત્રો તેમણે અગાઉથી લખવા શરૂ કર્યા. છઠ્ઠા પત્રની શરૂઆતમાં આવે છે કે ગૃહભંગના સમાચાર કાનને વિષતુલ્ય મળ્યા. તેથી તમારા ચિત્તના સમાઘાન અર્થે કંઈ લખું છું. કહેવાય છે કે એક વૈષ્ણવ ભક્ત હરજીવનદાસે શ્રી ગોપેશ્વરને કહ્યું કે શ્રી હરરાયજી હાજર હોત તો આપના ચિત્તને આશ્વાસન આપત. તે ઉપરથી મોટા ભાઈના પત્રો તેમણે વાંચવા શરૂ કર્યા અને પહેલો પત્ર વાંચતાં જ તેમનો શોક કંઈક દૂર થયો. સંસ્કૃત શ્લોકમાં લખેલા પાંચ પત્રો વાંચી બીજે જ દિવસે તે પત્રોનું ગદ્ય વિવેચન વ્રજભાષામાં લખવું તેમણે શરૂ કર્યું. વીસમા પત્રની શરૂઆતમાં આવે છે કે તમારો ગૃહભંગ-ક્લેશ નિવૃત્ત થયો તે સમાચાર જાણી હર્ષ થયો. તે વખતે નવ પત્રોનું વિવેચન થઈ ગયું હતું, તેમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ, આસક્તિ અને વ્યસનનું સ્વરૂપ સમજાવેલું છે.
Scanned by CamScanner