________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૨૧ થવા ગયા. સાધ્વીજીએ પોતાના ઘર્માચાર્ય જિનભટ પાસે દીક્ષા લેવા જણાવ્યું. વિખે ભગવતી દીક્ષા લીધી. એમણે પોતાના ગ્રંથોમાં ગ્રંથકર્તા તરીકે યાકિનીમહત્તરા (પુત્ર) એવો શબ્દ વાપયો છે. આમ તેઓ તેમના પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરે છે.
આચાર્યશ્રીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોને બૌદ્ધદર્શન જાણવાની ઇચ્છા હોવાથી તેઓ વેશપલટો કરીને બૌદ્ધ વિદ્યાપીઠમાં જઈને શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. ઘર્મઅસહિષ્ણુતાને કારણે એ બન્ને શિષ્યો જૈન સાધુ હોવાની શંકા થતાં ત્યાંના અધિકારીઓએ જિનની પ્રતિમાને ચાલવાના માર્ગ પર રાખી અને તે પર પગ મૂકીને તેઓ ચાલે છે કે નહીં એ તેઓ જોવા લાગ્યા. તે શિષ્યોએ તે પ્રતિમાના કંઠ ઉપર ખડીથી ત્રણ રેખા કરી હવે આ જિનની પ્રતિમા નથી એમ ઘારી તેઓ તેના પર પગ મૂકીને ચાલ્યા ગયા. અધિકારીઓને ખબર પડી ગઈ અને તેઓ તે બન્નેને મારી નાખવા વિચારે છે એમ જાણીને હંસ અને પરમહંસે તે સ્થળનો ત્યાગ કર્યો. બૌદ્ધ રાજાનું લશ્કર પાછળ પડ્યું. હંસ આખર લડતાં મરાયો. પરમહંસ નાસીને ચિત્રકૂટ પહોંચ્યો ને સર્વ વૃત્તાંત ગુરુને કહી સંભળાવ્યો. ગુરુ હરિભદ્ર અત્યંત કુપિત થયા. બૌદ્ધો સાથે વાદવિવાદ કર્યો. “જે હારે તે ઘગઘગતા કડાયામાં પડે” એવી શરત હતી. બૌદ્ધાચાર્યો વાદમાં હારીને નાશ પામવા લાગ્યા તેથી હાહાકાર થઈ રહ્યો. હરિભદ્રના ગુરુએ કોપની શાંતિ માટે બે ગાથાઓ મોકલી જેથી આચાર્ય શાંત થયા, અને અપરાઘનું પ્રાયશ્ચિત્ત લીધું. આ આચાર્યે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે જેમાંથી કેટલાય ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. એમણે પોતાના ગ્રંથોમાં સર્વ દર્શનની સારી રીતે મધ્યસ્થપણે આલોચના કરી છે. “યોગ પર પણ આચાર્યે પોતાની લેખની ચલાવી છે તથા તે યોગને એક નૂતન સ્વરૂપ આપ્યું છે. શ્રીમજીએ એક પત્રમાં એમનો આ શ્લોક ટાંક્યો છે :
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।१॥ આ શ્લોક પરથી જ આચાર્ય મહારાજની મધ્યસ્થતાનું સહજમાં અનુમાન કરી શકાય છે.
(૨૦૫) હેમચંદ્રાચાર્ય ધંધુકા નગરમાં ચાચગ નામનો એક સગૃહસ્થ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ પાહિની હતું. તેના પેટે એક બુદ્ધિમાન પુત્રે સંવત ૧૧૪પની કાર્તિકી પૂર્ણિમાને દિવસે જન્મ લીધો. તેનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. એક વખતે ફરતા ફરતા શ્રી દેવચંદ્રસૂરિ ત્યાં પઘાર્યા. તેઓનો ઘમોપદેશ સાંભળી બાળક ચંગદેવને તેમના શિષ્ય થવાની ઇચ્છા થઈ, અને તેમની સાથે ફરવા લાગ્યો. પછી આચાર્યે તે બાળકને
Scanned by CamScanner