Book Title: Shrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Author(s): Ashok Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/034118/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લેખ યક્તિઓ તથા ગ્રંથોનો પતિ હોઠો પરિચય સંપાદક અશોકકુમાર જૈન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ Scanned by CamScanner Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લેખિત દ્ભૂતઓ તથા ગ્રંથોનો પરિચય સંપાદક અશોકકુમાર જૈન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ Scanned by CamScanner Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના થીમદ રાજચંદ્ર ગ્રંથની આશ્રમ તરફથી પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૭માં કિત થઈ. તે વખતે શ્રીમદ્જીએ જે ગ્રંથો તથા વ્યક્તિઓ વિષે પોતાના બોમાં ઉલ્લેખ કરેલો છે તેમનો પરિચય પરિશિષ્ટરૂપે આપવાની ભાવનાછળ શ પાંડલિપિ તૈયાર કરવામાં આવેલી; અને એક-બે પૃષ્ઠ કંપોજ પણ કરાવેલા. પરન્ત કોઈ કારણસર અથવા પુસ્તકનું દેલ વધવાના ડરથી સામેલ કરવામાં આવેલું નહીં. એ પરિચયનું લખાણ મને આશ્રમના કબાટમાંથી મળેલ અને એ બે પદ્ધ કંપોજ કરેલા પણ મળ્યા હતા. તેના ઉપરથી મેં ઈ.સ.૧૯૭૬ માં ઉતારો કર્યો હતો. આ લખાણ કોણે તૈયાર કરેલું તેની ચોક્કસ માહિતી નથી. અનુમાનતઃ પંડિતરત્ન શ્રી ગુણભદ્રજીએ આ લખાણ તૈયાર કરેલું છે. ગમે તેણે કર્યું હોય. પણ ઉપયોગી જરૂર છે. એટલે આ છપાવવાનું કામ હાથ ઘર્યું છે. ભાષાપ્રવાહની દ્રષ્ટિએ આવશ્યક સંશોઘન કર્યા છે, હકીકતદોષ ટાળ્યા છે. યોગ્ય લાગ્યું ત્યાં થોડો ઘણો ઉમેરો અને ફેરફાર પણ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમજીને મળેલા અમુક મુમુક્ષુઓ વિષે શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ, નિર્વાણ શતાબ્દી સ્મારક ગ્રંથ વગેરે પુસ્તકોમાં તેમણે પોતે લખાવેલો પરિચય છપાયેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં પણ શ્રીમદ્જીના ખાસ સમાગમીઓ વિષે કંઈક માહિતી મળે છે. તે સિવાય શ્રી સુબોઘક પુસ્તકાલય, ખંભાત તરફથી પ્રકાશિત “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ સંજીવની)' પુસ્તકમાં પણ અમુક મુમુક્ષુઓએ જાતે લખાવેલો પરિચય છપાયેલો છે. અત્રે બધી માહિતી ટૂંકામાં આપી છે. તા. ૧-૧-૨૦૧૬ લિ. અશોકકુમાર જૈન મૂલ્ય રૂપિયા પચાસ ટાઈપ સેટિંગઃ ડિસ્કેન કોમ્યુ આર્ટ, આણંદ (ફોન ૦૨૬૯૨ ૨૫૫૦૨૧) મુકઃ ભગવતી ઓફસેટ, અમદાવાદ Scanned by CamScanner Page #4 -------------------------------------------------------------------------- ________________ (૩) અનુક્રમણિકા ૦ ૦ ૦ છ છ છ છ જ જ જ દ ળ (વ્યક્તિ તથા ગ્રંથનું નામ પૃષ્ઠ વ્યક્તિ તથા ગ્રંથનું નામ ૧ અકબર ૨૮ ત્રષિભદ્રપુત્ર ૨ અખા ૨૯ કપિલ કેવલી ૩ અધ્યાત્મ કલ્પદ્રુમ ૩૦ કપિલ ઋષિ ૪ અધ્યાત્મસાર ૩૧ કબીર ૫ અનાથદાસજી ૩૨ કર્કટી રાક્ષસી ૬ અનુભવ પ્રકાશ ૩૩ કર્મગ્રંથ ૭ અભયકુમાર ૩૪ કામદેવ શ્રાવક ૮ અયમંતકુમાર (અતિમુક્તક) ૩૫ કુંડરિક ૯ અષ્ટક ૩૬ કુમારપાળ ૧૦ અષ્ટ સહસ્ત્રી ૩૭ ક્રિયાકોષ ૧૧ અષ્ટ પાહુડ ૩૮ કીલાભાઈ ગુલાબચંદ ૧૨ અનુપચંદ મલકચંદ ૩૯ કુંવરજી આણંદજી ૧૩ અષ્ટાવક્ર ૪૦ કુંવરજીભાઈ કલોલવાળા ૧૪ આચારાંગ ૪૧ કૃષ્ણજી ૧૫ આત્મારામજી મહારાજ ૪૨ કુષ્ણદાસ ૧૬ આત્મસિદ્ધિ ૪૩ કેશવલાલભાઈ લીંમડી ૧૭ આત્માનુશાસન ૪૪ કેશીસ્વામી ૧૮ આનંદધનજી ૪૫ ખીમજીભાઈ ૧૯ આનંદ શ્રાવક ૪૬ ખુશાલભાઈ ૨૦ આસમીમાંસા ૪૭ ગજસુકુમાર ૨૧ ઇંદ્રિયપરાજય શતક ૪૮ ગોશાલક ૨૨ ઉત્તરાધ્યયન ૪૯ ગૌતમ ગણઘર ૨૩ ઉદ્ધવજી (ઓઘવ, ઓઘા) ૧૧ ૫૦ ગૌતમ ઋષિ ૨૪ ઉપમિતિ ભવપ્રપંચકથા ૫૧ ગોમ્મસાર ૨૫ અબારામ પર ચત્રભુજભાઈ ૨૬ અંબાલાલ લાલચંદ ૧૩| ૫૩ ચમર ૨૭ –ષભદેવ ભગવાન ૧૬ ૫૪ ચારિત્રસાગર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ - ૧૨ ૩૦ Scanned by CamScanner Page #5 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ તથા ગ્રંથનું નામ ૫૫ ચાર વેદ ૫૬ ચિદાનંદજી ૫૭ ચિલાતીપુત્ર ૫૮ ચંદ્રપ્રભ ભગવાન ૫૯ છગનલાલ સંઘવી ૬૦ છોટમ ૬૧ છોટાલાલ ૬૨ જડભરત ૬૩ જનક ૬૪ જૂઠાભાઈ ૬પ જંબૂદ્વીપ પ્રજ્ઞતિ ૬૬ જંબુસ્વામી ૬૭ ઝવેરભાઈ ભગવાનદાસ ૬૮ ઠાણાંગ ૬૯ ડુંગરશી ગોસળિયા ૭૦ તત્ત્વાર્થસૂત્ર ૭૧ ત્રિભુવનદાસ માણેકચંદ ૭૨ ત્રંબકલાલ સૌભાગ્યચંદ ૭૩ થિયોસોફીકલ સોસાયટી ૭૪ દયાનંદ ૭૫ દયારામ ૭૬ દશવૈકાલિક ૭૭ દાસબોધ ૭૮ દીપચંદજી ૭૯ દેવકરણજી મુનિ ૮૦ દેવચંદ્રજી મહારાજ ૮૧ દૃઢપ્રહારી ૮૨ દોઢસો ગાથાનું સ્તવન ૮૩ ધનાભદ્ર શાલિભદ્ર ૮૪ ઘરમશી મુનિ (૪) પૃષ્ઠ વ્યક્તિ તથા ગ્રંથનું નામ ૩૧ ૮૫ થર્મબિંદુ ૮૬ ધર્મસંગ્રહણી ૩૧ ૩૧ ૩૨ ૩૩ ૩૩ ૩૪ ૩૫ ૩૫ ૩૫ ૩૬ ૩૬ ૩૭ ૯૭ નેપોલિયન ૩૮ ૯૮ નંદીસૂત્ર ૩૮ ૯૯ પતંજલિ ૩૯ ૧૦૦ પદ્મનંદિ પંચવિંશતિકા ૧૦૧ પરમાત્મ પ્રકાશ ૪૦ ૪૦ ૧૦૨ પરદેશી રાજા ૪૧ ૧૦૩ પર્વત ૪૨| ૧૦૪ પરીક્ષિત ૪૨ ૪૩ ૪૩ ૧૦૭ પ્રવચનસાર ૪૪ ૧૦૮ પ્રવીણસાગર ૪૪ ૪૬ ૧૧૦ પ્રજ્ઞાપના ૪૭ ૪૭ ૪૭ ૪૮ ૮૭ ધારશીભાઈ ૮૮ ધોરીભાઈ ૮૯ નમિરાજર્ષિ ૯૦ નરસી મહેતા ૯૧ નવતત્ત્વ ૯૨ નયચક્ર ૯૩ નારદમુનિ ૯૪ નારદભક્તિ સૂત્ર ૯૫ નિષ્કુળાનંદજી ૯૬ નિરાંત કોળી ૧૦૫ પ્રવચનસારોદ્વાર ૧૦૬ પ્રબોધશતક ૧૦૯ પ્રશ્નવ્યાકરણ ૧૧૧ પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ૧૧૨ પાર્શ્વનાથ ભગવાન ૧૧૩ પ્રીતમદાસ પૃષ્ઠો ૪૯ ૪૯ ૪૯] ૫૧ પર પર ૫૨ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪ ૫૫ ૫૩ ૫૭ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૮ ૫૯ ૬૦ G G G ૬૦ ૩૦ ૬૧ o th ૬૧ ૬૧ જામ કર ૬૪) Scanned by CamScanner Page #6 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ( (૫) (વ્યક્તિ તથા ગ્રંથનું નામ પૃષ્ઠ વ્યક્તિ તથા ગ્રંથનું નામ ૧૧૪ પુદ્ગલ પરિવ્રાજક ૬૫ ૧૪૨ માણેકલાલ ઘેલાભાઈ ૧૧૫ પુરુષાર્થ સિક્યુપાય ૧૪૩ મીરાંબાઈ ૧૧૯ પુંડરિક ૬૬ ૧૪૪ મુક્તાનંદ ૧૧૭ પૂંજાભાઈ હીરાચંદ ૬૬ ૧૪પ મૃગાપુત્ર ૧૧૮ પોપટલાલ મહોકમચંદ ૯૬ ૧૪૬ મુનદાસ પ્રભુદાસ ૧૧૯ પંડિત નથુરામ શર્મા ૧૪૭ મોહનલાલ કર્મચંદ ગાંધી ૧૨૦ પાંડવ | ૧૪૮ મોહમુગર ૧૨૧ બનારસીદાસ ૧૪૯ મોક્ષમાર્ગ પ્રકાશક ૧૨૨ બાઈબલ ૧૫૦ યશોવિજયજી ૧૨૩ બુદ્ધ | ૧૫૧ યોગકલ્પદ્રુમ ૧૨૪ બૃહત્કલ્પ | ૧૫ર યોગવૃષ્ટિ સમુચ્ચય ૧૨૫ બ્રહ્મદત્ત | ૧૫૩ યોગપ્રદીપ ૧૨૬ બત્રીસ સૂત્રોનાં નામ ૭૨| ૧૫૪ યોગબિંદુ ૧૨૭ બ્રાહ્મી અને સુંદરી ૭૩| ૧૫૫ યોગવાસિષ્ઠ રામાયણ ૧૨૮ ભગવતી આરાધના ૧૫૬ યોગશાસ્ત્ર ૧૨૯ ભગવદ્ગીતા ૭૪, ૧૫૭ રણછોડભાઈ ઘારશીભાઈ ૧૩૦ ભગવતીસૂત્ર સંઘવી ૧૩૧ ભાગવત ૭૫ ૧૫૮ રતનચંદ લાઘાજી ૧૩૨ ભોજા ભગત ૧૫૯ રવજી દેવરાજ ૧૩૩ મણિરત્નમાલા ૭૬] ૧૬૦ રહનેમિ અને રાજિમતી ૯૫ ૧૩૪ મણિલાલ નભુભાઈ ૭૬, ૧૬૧ રામચંદ્રજી ૧૩૫ મદનરેખા ૭૭] ૧૯ર રામાનુજાચાર્ય ૧૩૯ મનસુખભાઈ દેવશીભાઈ ૭૮] ૧૬૩ રેવાશંકર જગજીવનદાસ ૧૩૭ મનુસ્મૃતિ ઝવેરી ૧૩૮ મનસુખલાલ કિરતચંદ ૧૬૪ લલ્લુજી મુનિ ૯૯ મહેતા | ૧૬૫ લઘુક્ષેત્રસમાસ ૧૦૩ ૧૩૯ મનસુખલાલ રવજીભાઈ | ૧૬૬ વણારસીદાસ મહેતા ૮૦] ૧૬૭ વલ્લભાચાર્ય ૧૦૩ ૧૪૦ મનોહરદાસ ૧૬૮ વામદેવ (૧૪૧ મહીપતરામ રૂપરામ ૮૨ ૧૬૯ વાલ્મિકી ૧૦૪ Scanned by CamScanner ૯૩ $ $ $ $ $ ૯૯ ૧૦૩ ૧૦૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ તથા ગ્રંથનું નામ ૧૭૦ વિક્ટોરિયા રાણી ૧૭૧ વિચારસાગર ૧૭૨ વિદ્યારણ્ય સ્વામી ૧૭૩ વિદુરજી ૧૭૪ વિહાર વૃંદાવન ૧૭૫ વીરચંદ ગાંધી ૧૭૬ વૈરાગ્ય શતક ૧૭૭ વ્યાસ (વેદવ્યાસ) ૧૭૮ શિક્ષાપત્ર ૧૭૯ શિક્ષાપત્રી ૧૮૦ શીલાંકસૂરી ૧૮૧ શુકદેવજી ૧૮૨ શંકરાચાર્ય ૧૮૩ શાંત સુધારસ ભાવના ૧૮૪ શાંતિનાથ ભગવાન ૧૮૫ શ્રીપાલ રાજાનો રાસ ૧૮૬ શ્રેણિક રાજા ૧૮૭ ષટ્કર્શન સમુચ્ચય ૧૮૮ સનત્કુમાર ચક્રવર્તી ( ૬ ) પૃષ્ઠ વ્યક્તિ તથા ગ્રંથનું નામ ૧૦૫, ૧૮૯ સમયસાર ૧૦૫, ૧૯૦ સમયસાર નાટક ૧૦૫| ૧૯૧ સમવાયાંગ ૧૦૫| ૧૯૨ સમ્મતિ તર્ક ૧૦૬ ૧૯૩ સહજાનંદસ્વામી ૧૧૩૩ ૧૧૪૦ ૧૧૪૦ ૧૧૫ ૧૯૪ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૧૫ ૧૧૭ ૧૦૬ ૧૦૬| ૧૯૫ સંગમદેવ ૧૦૭| ૧૯૬ સુખલાલ છગનલાલ ૧૦૭ સંઘવી પૃષ્ઠ ૧૧૩૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૧૯| ૧૨૦ ૨૦૩ સ્વામિ કાર્તિકયાનુપ્રેક્ષા ૧૨૦ ૧૨૦ ૧૦૮ ૧૯૭ સુદર્શન શેઠ ૧૯૮ સુમ ૧૦૮ ૧૦૮ ૧૯૯ સુંદર વિલાસ ૧૦૯ ૨૦૦ સુંદરી ૧૦૯| ૨૦૧ સૂત્રકૃતાંગ ૧૧૦ ૨૦૨ સૃદૃષ્ટિતરંગીણિ ૧૧૦ ૧૧૧ ૨૦૪ હરિભદ્રાચાર્ય ૧૧૨ ૨૦૫ હેમચંદ્રાચાર્ય ૧૧૨ ૨૦૬ જ્ઞાનેશ્વરી ૧૨૧ ૧૨૨ Scanned by CamScanner Page #8 -------------------------------------------------------------------------- ________________ જ શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ (૧) અકબર હિંદુસ્તાનના મુસલમાન બાદશાહોમાં અકબરનું નામ જાણીતું છે. અકબર નાનપણમાં રાજગાદીએ આવ્યો હતો. તે રાજ કરવામાં તથા માણસોના સ્વભાવ ઓળખવામાં ઘણો નિપુણ હતો. બુદ્ધિબળે કરી તેણે રાજ્યનો ઘણો વિસ્તાર કયો હતો. એના રાજ્યમાં પ્રજા પ્રાયઃ સુખી હતી. એ હિંદુ અને મુસલમાનોને સમાનદ્રષ્ટિએ જોતો હોવાથી એની રાજસભામાં નવ રત્નોમાં ત્રણ હિંદુઓ પણ હતા, ગોમાંસ પ્રત્યે બાદશાહને અરુચિ હતી. શ્રી હીરવિજયસૂરીના ઉપદેશથી એના શાસનકાલમાં અમુક દિવસે જીવહિંસાનો પણ રાજ્ય તરફથી નિષેઘ કરવામાં આવ્યો હતો એટલે તે દિવસે કોઈ જીવહિંસા કરતું નહીં. શ્રીમદ્જીએ પુષ્પમાળા-૫૮ માં લખ્યું છે કે મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. અર્થાત્ શ્રીમદ્જીએ અકબરના મિતાહારી ગુણને વખાણ્યો છે. અકબર નિદ્રા પણ ઓછી લેતો હતો. (૨) અખા (અક્ષય ભગત) અખા જ્ઞાતિએ સોની હતા. એમના નિવાસસ્થાન અંગે લોકોમાં મતભેદ છે. કેટલાક માણસો એમ કહે છે કે તે અમદાવાદના રહેવાસી હતા, ત્યારે વળી બીજાઓ એમ કહે છે કે અમદાવાદની પાસેના જેતલપુર ગામમાં તેઓ રહેતા હતા. પંદર સોળ વર્ષની વયે તેઓ જેતલપુર છોડી અમદાવાદમાં આવી વસ્યા હતા. અખાજી લગભગ વિશ વર્ષના હતા તે સમયે તેમના પિતાનો સ્વર્ગવાસ થયો હતો. થોડાક સમયમાં એમની એક બહેન જે એમને અતિ વહાલી હતી તે પણ ગુજરી ગઈ. આથી અખાજીને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો. એ જ અરસામાં એમના પત્ની પણ દેવલોક પામ્યા. એટલે અખાજીને સંસારની માયાનો પ્રત્યક્ષ અનુભવ થયો અને તે આત્મજ્ઞાનની શોધમાં અમદાવાદથી કાશી ભણી રવાના થયા. અખાજી જયપુર પહોંચ્યા, ત્યાં ગોકુળનાથને પોતાના ગુરુ કર્યા, એમ એમના કાવ્યની એક લીટી પરથી જણાય છે : “ગુરુ કીધા મેં ગોકુળનાથ.” તત્ત્વ જાણવાની ઇચ્છાથી તે થોડો સમય ત્યાં રહ્યા. પણ સત્ય-શોઘકને આલીશાન મંદિરો તથા રમણીય વિલાસભવનો જોઈ કંઈ પણ આત્મસંતોષ ન થયો. તેથી તે ત્યાંથી નીકળી પડ્યા. કાશીમાં કોઈ બ્રહ્માનંદ મહાત્માના મુખે વેદાંતના ગૂઢ તત્ત્વો જાણીને અખાજી ખૂબ જ આનંદ પામ્યા. અને તેમની પાસે જ રહીને તેમણે પંચદશી, ઉપનિષદ, યોગવાસિષ્ઠ, અધ્યાત્મ રામાયણ આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પછી તે પોતાના વતનમાં પાછા ફર્યા, અને ભગવદ્ ભજન તથા વેદાંતની ચર્ચામાં લીન રહેવા લાગ્યા. Scanned by CamScanner Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉસ્લિખિત અખાજીની કવિતા ગંભીર તથા અર્થસૂચક છે, જિજ્ઞાસાને જાગૃત કરી અને મોહની જાળમાંથી છોડાવવા સજ્જડ મેણાં મારી સત્યને પ્રકાશવાન કરનારી સાતિલ શ્રદ્ધા પ્રેરનાર છે. ગુજરાતમાં અખાજીની કવિતા ઘણી જ પ્રસિદ્ધ છે. (૩) અધ્યાત્મ કલ્પદ્રુમ અધ્યાત્મ કલ્પદ્રુમ શ્રી મુનિસુંદરસૂરીની વૈરાગ્યરસપૂર્ણ સુંદર રચના છે. અધ્યાત્મ એટલે આત્મરણતા, તે એક કલ્પવૃક્ષની સમાન છે. જેમ અતિશય તાપથી તપ્ત માણસને કલ્પવૃક્ષની છાયા શાંતિ તથા આનંદ આપે છે તેમ સંસારના તાપથી તપ્ત જીવને અધ્યાત્મ કલ્પદ્રુમનો સ્વાધ્યાય અલૌકિક શાંતિ તથા આનંદ આપે છે. સર્વ રસોમાં શાંતરસ રસાથિરાજ કહેવાય છે. તે રસ આ ગ્રંથમાં સર્વત્ર દેખાય છે. વૃક્ષની સોળ શાખાઓની જેમ અધ્યાત્મ કલ્પદ્રુમના પણ સોળ અધિકાર છે. તેમના નામ નીચે પ્રમાણે છે - સમતા, સ્ત્રી મમત્વ મોચન, અપત્ય મમત્વ મોચન, ઘન મમત્વ મોચન, દેહ મમત્વ મોચન, વિષય પ્રમાદ ત્યાગ, કષાય નિગ્રહ, શાસ્ત્રાભ્યાસ, ચિત્તદમન, વૈરાગ્યોપદેશ, ઘર્મશુદ્ધિ, ગુરુશુદ્ધિ, યતિદીક્ષા, મિથ્યાત્વનિરોધ, શુભવૃત્તિ અને સામ્ય સર્વસ્વ. સમતા વિના બીજા બધા સાઘનો મુક્તિ આપી શકતા નથી. તેથી પ્રથમ સમતા બતાવીને અસમતા(વિષમતા)ના કારણોના ત્યાગની ભલામણ કરી છે. વિષયોનું અનુસંઘાન બહુ સુંદર છે. કવિતા પણ રોચક અને ચિત્તને આનંદ આપે એવી છે. આ ગ્રંથ પર શ્રીઘનવિજય ગણીએ અથિરોહિણી નામની ટીકા લખી છે. એ ટીકા સંસ્કૃત ભાષામાં છે અને બહુ જ ઉત્તમ અને વિસ્તારવાળી છે. શ્રીમદ્જીએ પોતાના પત્રોમાં આ ગ્રંથ વાંચવાની મુમુક્ષુઓને ઠેકાણે ઠેકાણે ભલામણ કરી છે. (૪) અધ્યાત્મસાર “અધ્યાત્મસાર' શ્રીમાનું યશોવિજયજી ઉપાધ્યાયની આત્માને બોધ આપતી એક સુંદર રચના છે. ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં વૈરાગ્ય ખૂબ જ રેડ્યો છે. અધ્યાત્મશાસ્ત્રનો મહિમા બતાવવા તેઓ આ ગ્રંથમાં લખે છે કે “અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને ભેદવા માટે વજ સમાન છે, મિત્રતારૂપી સમુદ્રને વિકસાવવા માટે ચંદ્ર સમાન છે, અને મહામોહરૂપી વંશજાળને દહન કરવા માટે દાવાગ્નિ સમાન છે. શ્રીમદ્જીએ પોતાના પત્રોમાં આ ગ્રંથ વાંચવાની મુમુક્ષુઓને ભલામણ કરી છે. એમાં બધા મળીને ૨૧ અધિકાર છે. તે અધિકારોમાં મુમુક્ષુને ઉપયોગી કથન છે. એક આત્મ વિનિકાશ્રય (આત્મજ્ઞાન) અધિકારમાં આત્માનું કર્તૃત્વ, ભોક્તત્વ, જ્ઞાનાદિની આત્મા સાથે અભેદતા, આદિનું સવિસ્તર વિવેચન છે. આ ગ્રંથના સંસ્કૃત ટીકા છે. તેનું ગુજરાતીમાં પણ ભાષાંતર થયું છે. Scanned by CamScanner Page #10 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય (૫) અનાથદાસજી અનાથદાસજી કોઈ વેદાંતી વિદ્વાન જણાય છે. એમણે ગુજરાતીમાં વિચારમાળા નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથની ટીકા પણ છે. શ્રીમદ્ભુ ઉપદેશછાયામાં લખે છે કે “અનાથદાસજીએ કહ્યું છે કે, એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.’ 399 (૬) અનુભવ પ્રકાશ આ ગ્રંથનું પૂરું નામ પક્ષપાતરહિત અનુભવ પ્રકાશ છે. આમાં સ્વામી વિશુદ્ધાનંદે વેદાંત પદ્ઘતિએ પોતાનો અનુભવ કહેલો છે. ગ્રંથ આઠ સર્ગોમાં વિભક્ત છે. સ્વામીજીએ અનેક દૃષ્ટાંત તથા દલીલોથી વેદાંત સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે. આ જ ગ્રંથમાં પ્રહ્લાદજીની કથા આવે છે, તથા બીજી કથાઓ પણ છે. (૭) અભયકુમાર અભયકુમાર મગઘદેશના અધિપતિ મહારાજ શ્રેણિકના જ્યેષ્ઠ પુત્ર હતા અને મગધદેશના પ્રધાન પણ હતા. એમની બુદ્ધિ બહુ તીક્ષ્ણ હતી. પિતાના રાજ્યની ઘણે ભાગે એ જ દેખરેખ રાખતા. અનેક પ્રશ્નોના ઉકેલ લાવતા. શ્રીમદ્ભુએ મોક્ષમાળામાં શિક્ષાપાઠ ૩૦-૩૧ સર્વ જીવની રક્ષા અને શિક્ષાપાઠ ૩૨ વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે-લખ્યા છે તે પરથી એમની અપૂર્વ બુદ્ધિમત્તા સિદ્ધ થાય છે. સંસ્કૃતમાં અભયકુમાર નામનું ઉપાધ્યાય ચંદ્રતિલક વિરચિત એક મહાકાવ્ય છે, તેમાં અભયકુમારની બુદ્ધિનાં અનેક પ્રસંગો વર્ણવેલાં છે. (૮) અયમંતકુમાર (આર્યશ્રી અતિમુક્તક) શ્રી અયમંતકુમારે બાલવયમાં દીક્ષા લીઘી હતી. તેઓ સ્વભાવે ભોળા અને વિનયી હતી. એક વાર ભારે વરસાદ વરસતો હતો ત્યારે તે કુમાર પોતાની કાખમાં પાત્ર અને રજોહરણ લઈને શૌચક્રિયા માટે જતા હતા. માર્ગમાં પાણીથી ભરેલું ખાબોચિયું જોઈને તેમને રમવાનું મન થયું. તેથી તેઓ પાત્રને પાણીમાં મૂકીને “આ મારી નાવ જાય છે, આ મારી નાવ જાય છે” એમ કહીને પાણીથી રમવા લાગ્યા. તે જોઈને બીજા સાધુઓએ આવીને ભગવાન મહાવીરને બધી હકીકત કહી અને પૂછ્યું કે આનો મોક્ષ થશે કે નહીં. ભગવાને કહ્યું કે હે આર્યો, તે આ ભવમાં જ સિદ્ધ થશે. માટે હે આર્યો! તમે તે કુમાર મુનિની નિંદા ન કરો. પછી મુનિઓના કહેવાથી તે બાળમુનિને જલકાયની વિરાધનારૂપ પોતાની ભૂલનું ભાન થયું અને ઇરિયાવહી પડિક્કમતા કેવળજ્ઞાન પામ્યા અને પ્રાંતે મોક્ષે પધાર્યા. આ કથા પરથી એમ સિદ્ધ થાય છે કે કોઈની બાહ્ય ક્રિયા જોઈને આપણને નિંદા કે હીલના, અપમાન ઇત્યાદિ કરવાનો કોઈ અધિકાર નથી. આ કથા શ્રી ભગવતીસૂત્રમાં આપેલી છે. Scanned by CamScanner Page #11 -------------------------------------------------------------------------- ________________ વાત માની લીધી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૯) અષ્ટક ' આ ગ્રંથના કર્તા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ છે. તેઓએ આ ગ્રંથમાં બત્રીસ વિષયો પર આઠ આઠ શ્લોકો બનાવીને બત્રીસ અષ્ટકો રચ્યાં છે અને આ ઉત્તમ તથા સમજી શકાય તેવું વિવેચન કર્યું છે. તેમાં પ્રથમ અષ્ટક મહાદેવા નામનું છે તેમાં તે લખે છે કે यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्व योगिनाम् । ___ यः स्रष्टा सर्वनीतीनाम्, महादेवः स उच्यते ॥१॥ અર્થ– જે સર્વ દેવોને પૂજવા લાયક છે, જે સર્વ યોગીઓને ધ્યાન ઘરવા લાયક છે તથા જે સર્વ પ્રકારની નીતિને બનાવનાર છે તે મહાદેવ કહેવાય છે. આ શ્લોક તો એક નમૂનારૂપે અત્ર આપ્યો છે. આ પ્રમાણે બઘાં અષ્ટકો મધ્યસ્થતાપૂર્વક લખાયેલાં છે. (૧૦) અષ્ટસહસ્ત્રી શ્રી વિદ્યાનંદ સ્વામીની અષ્ટમીમાંસા પર લખેલી ટીકાનું નામ અષ્ટસહસ્ત્રી છે. જૈન દર્શનના મુખ્ય સિદ્ધાંત સ્યાદ્વાદ પર આ ગ્રંથમાં પ્રૌઢતાપૂર્ણ કથન છે. અષ્ટ સહસ્ત્રી પર શ્રીમાનું યશોવિજયજીની પણ એક અપૂર્વ ટકા છે. વિદ્યાનંદ સ્વામી પૂર્વ અવસ્થામાં બ્રાહ્મણ હતા. એમણે અન્ય દર્શનોનું બહુ સારું અધ્યયન કરેલું જેથી તેઓ એક કુશળ વાદી પણ હતા. શ્રી વિદ્યાનંદજીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર શ્લોકવાર્તિક નામની એક ન્યાયપૂર્ણ સુંદર ટીકા પણ રચી છે. એમનો સમય ઈસાની નવમી સદી મનાય છે. (૧૧) અષ્ટ પાહુડ (અષ્ટ પ્રાભૃત). આ પ્રાકૃત ગ્રંથ સ્વામી કુંદકુંદાચાર્યનો બનાવેલો છે. સ્વામીજીના અન્ય શાસ્ત્રોની પેઠે આમાં પણ અધ્યાત્મની જ પ્રઘાનતા છે. એના શ્રવણથી આત્માને આત્મશાંતિ મળે છે. એમના બઘા ગ્રંથોને દિગંબર જૈન સમાજ અતિશય આદરથી જુએ છે, તથા પ્રમાણભૂત માને છે. આ ગ્રંથમાં આઠ અધિકારી છે. પ્રત્યેક અધિકારમાં ભિન્ન-ભિન્ન વિષયો પર સારી વિવેચના કરેલી છે. તે આઠ પાહડ (અઘિકાર) આ પ્રમાણે છે :- દર્શન, સૂત્ર, ચારિત્ર, બોઘ, ભાવ, મોક્ષ, લિંગ તથા શીલ. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૯૧૩ માં આ અષ્ટપાહડમાંથી ભાવપાહુડની એક ગાયા ઉદ્ભૂત કરીને તેનો અર્થ પોતે લખ્યો છે તે આ પ્રમાણે છે –“ભયંકર તમા, તિર્યંચગતિમાં, માઠી દેવ તથા મનષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને 0 જિનભાવના (જિન ભગવાન જે પરમશાંતરસે પરિણમી નરકગ પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન Scanned by CamScanner Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય પ્ સ્વરૂપસ્થ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ, ચિંતવ, (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.)” આ ગ્રંથ પર શ્રી શ્રુતસાગરજીની એક સરલ સંસ્કૃતટીકા છે જેનો હિંદીમાં પણ અનુવાદ થઈ ચૂક્યો છે. અત્યારે છ પાહુડ પર સંસ્કૃત ટીકા મળે છે જે માણેકચંદ ગ્રંથમાળામાં પ્રકાશિત થઈ છે. અષ્ટ પાહુડનો ગુજરાતી અનુવાદ શ્રી રાવજીભાઈ દેસાઈએ કરેલો છે અને આશ્રમમાં મળે છે. (૧૨) અનુપચંદ મલુકચંદ અનુપચંદ મલુકચંદ ભરૂચ (ભૃગુકચ્છ)ના એક મુમુક્ષુ હતા. જૈન સમાજમાં તે પ્રસિદ્ધ લેખક અને આગળ પડતા ઘાર્મિક ગૃહસ્થ હતા. તેમણે ‘પ્રશ્નોત્તર રત્નચિંતામણિ' નામનો ગ્રંથ લખ્યો છે; તેમાં શ્રીમદ્ રાજચંદ્રનો ઉલ્લેખ જ્યોતિષના વિષય પરત્વે બહુમાનપૂર્વક કરેલો છે. પત્રાંક ૭૧માં ભરૂચથી શ્રીમદ્ભુ લખે છે, “હું મારી નિવાસભૂમિથી આશરે બે માસ થયાં સત્યોગ, સત્સંગની પ્રવર્ઘનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળોમાં વિહાર કરું છું.’ ભરૂચમાં શાસ્ત્રોનો સારો સંગ્રહ છે. અનુપચંદ શેઠને ત્યાં પણ શાસ્ત્ર-સંચય હતો. તેમને ઘેર શ્રીમદ્ભુ એક માસ રહ્યા હતા. તેમને સૂવા, બેસવાનું ઘર થોડે દૂર હતું. ત્યાંથી તેઓ અનુપચંદભાઈને ઘેર અવારનવાર જતા, ત્યારે કેટલાક ભાઈઓ સાથે પોતે શાસ્ત્રચર્ચા વાચન કરેલું હોય તે કહી બતાવતા, તે સાંભળી તેમને નવાઈ લાગતી અને તેમની કંઈક તાત્કાલિક મહત્તા લાગેલી; પણ પોતાને સમ્યદૃષ્ટિ અને શાસ્ત્રવેત્તા માનતા હોવાથી સામાન્યપણામાં તે કાઢી નાખેલું. જતી વખતે શ્રીમદ્ભુને થયેલું કે આટલી બધી ઘર્મપ્રવૃત્તિ કરતા છતાં તેમને અન્તર્દ્રષ્ટિ જાગી નથી, તો કંઈક ટકોર કરી હોય તો ઠીક, પરંતુ અનુપચંદભાઈની તથારૂપ રુચિ તથા સ્થિતિ ન જણાવાથી તે પ્રકારની પ્રેરણા કરવાની વૃત્તિ શ્રીમદે સંકોચી લીઘી; એમ પત્રાંક ૭૦૨માં તેઓએ જણાવ્યું છે. સંવત્ ૧૯૫૨માં અનુપચંદભાઈ ગંભીર માંદગીથી ઘેરાઈ ગયા. તે વખતે તેમને ‘સમાધિમરણ કેમ થાય? કોની સલાહ તેમાં કામ આવે તેમ છે?” એવા વિચાર કરતાં કોઈ ઉપર દ્રષ્ટિ ઠરી નહીં; આચાર્યો, સાધુ, સાધ્વી, શ્રાવકોમાંથી કોઈ સહાયરૂપ, આધારરૂપ જણાયા નહીં. નિરાશાનાં વાદળોમાંથી આશાનું કિરણ સ્ફૂર્યું; જે મહેમાન પોતાને ઘેર રહ્યા હતા તેમના અતિશય જ્ઞાનની સ્મૃતિ થઈ, તેથી તે શ્રીમદ્ રાજચંદ્ર ઉપર મુંબઈ સમાધિમરણની માગણી કરતો એક પત્ર તેમણે લખ્યો. તેનો ઉત્તર પત્રાંક ૭૦૨માં છે. તે વખતે તો તે માંદગીમાંથી બચી ગયા. પણ સમાધિમરણની તેમની ભાવના સત્પુરુષની કૃપાદૃષ્ટિથી વધતી ગઈ. Scanned by CamScanner Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિપિ. થી આદિનાથના દર્શનારે 3 ચક્કર આવતાં શ્રી લઘરાજ સ્વામી દર્શન ની અતિ તાજી કરાવવા, સં. ૧૯૯૬માં તેઓ શ્રી શત્રુંજયની યાત્રાએ ગયેલા. શ્રી આદિહોળીમાં બેસીને ડુંગર ઉપર જતાં તેમને માથામાં વેદના થઈ રસ્તામાં તે ઊભા રહ્યા. તેવામાં શ્રીમના પરમ ભક્ત શ્રી લઘરાજ કરી ડુંગરથી ઊતરતાં તેમને મળ્યા, અને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિ . પડ્યું: “અનુપચંદભાઈ, પરમકૃપાળુદેવે કહેલા વીશ દોહરા સાંભરે છે ? ' હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ, • હું તો દોષ અનંતનું, ભાજન છું, કરુણાળ.” તે સાંભળતા અનુપચંદભાઈની આંખ ઊઘડી, મુનિશ્રીને નમસ્કાર કરી , એ મને આવડે છે” એમ બોલતાં તેમનો દેહ છૂટી ગયો. શ્રી લઘુરાજ સ્વામી કહેતા કે પરમકૃપાળુદેવ પાસે તેમણે સમાધિમરણી માગણી કરી હતી તે સફળ થઈ. (૧૩) અષ્ટાવક - આ ઋષિ રાજા જનકના ગુરુ હતા. એમની કથા બહુ વિચિત્ર છે. અષ્ટાવક્રના પિતા કહોડ ઋષિ અભ્યાસમાં અતિશય લીન રહેતા હતા. પોતાની સ્ત્રી પ્રત્યે પણ બેદરકાર હતા. ગર્ભમાં રહેલા બચ્ચાએ પોતાની મા સુજાતા પ્રત્યેની આ બેદરકારી જોઈ પોતાના પિતાને વ્યંગમાં કહ્યું કે તમે મારી માની દરકાર કરતા નથી અને આટલા બઘા અભ્યાસમાં શું મગ્ન રહો છો? આવાં વચનો સાંભળી પિતાને ક્રોઘ ચડ્યો અને શાપ આપી દીઘો કે તું આઠે અંગે વાંકો થઈશ. તે શાપથી તે આઠે અંગે વાંકા જન્મ્યા. આઠે અંગે વાંકા હોવાથી એમનું નામ અષ્ટાવક્ર પડ્યું હતું. વરુણના દીકરા બંદીએ કહોડ ષિને વાદમાં જીતીને પાણીમાં બુડાડ્યા તેથી સુજાતા અષ્ટાવક્રને લઈને પોતાના પિતાને ઘેર જઈને રહી હતી. પછી સુજાતાએ અષ્ટાવક્રને બધી હકીકત કહીને કહ્યું કે, બંદી હજી પણ જનક રાજાની સભામાં છે. એટલે તરત જ અષ્ટાવક્ર જનક રાજાની સભામાં ગયા. અષ્ટાવક્રને આવતા જોઈને સભામાં બેઠેલા પંડિતો જોરથી હસવા માંડ્યા, તે જોઈને અષ્ટાવકે કહ્યું કે હું તો જનક રાજાની સભાને પંડિતોની સભા ઘારતો હતો, પણ આ તો ચમારોની સભા છે. એમ બોલીને પાછા ફરવા લાગ્યા. એટલે જનક રાજાએ હું બ્રહ્મનું! આપ સભાને ચમારોની સભા કેમ કહો છો? અષ્ટાવક્રે ચમાર રાજ જાવતા કહ્યું–હે રાજા, આત્મા તો સ્વયંપ્રકાશક નિરંજન નિરાકાર શુ બુદ્ધ છે. અનેક પ્રકારની બાહ્ય વિચિત્રતા એ શરીરનો ઘર્મ છે. તે શરીર જોઈને હસવાનું શું? શરીર દ્રષ્ટિ એ જ ચમારદ્રષ્ટિ છે. પછી બઘાં પંડિત ભૂલ સમજાઈ તેથી તેઓ શરમાયા. પછી અષ્ટાવક્ર બંદીને વાદમાં હર મે છે. તે શરીર જડ છે. તેને એ બધાં પંડિતોને પોતાની વાદમાં હરાવીને તેને Scanned by CamScanner Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય પાણીમાં બુડાડવાની તૈયારી કરવા લાગ્યા. તે જોઈને બંદીએ કહ્યું કે તારા બાપ મરણ પામ્યા છે એવી ઘાસ્તી રાખીશ નહીં. જે હજાર બ્રાહ્મણોને મેં વાદને બહાને પાણીમાં બુડાડ્યા છે તે બધાને મારા બાપ વરુણના યજ્ઞ સારુ મોકલ્યા છે. હવે યજ્ઞ પૂરો થવાથી બધા બ્રાહ્મણ પાછા આવશે. થોડા દિવસ પછી બધા બ્રાહ્મણો સાથે કહોડ પાછો આવ્યો. જનક રાજાથી માન પામી અષ્ટાવક્ર ઘેર આવવા નીકળ્યા. માર્ગમાં મધુવિલા નદીમાં નાહવાથી તેમના બધાં અંગો સારા થઈ ગયા હતા. જનક રાજાને અષ્ટાવક્રે આત્મજ્ઞાન કરાવ્યું હતું અને તેથી જનક વિદેહી કહેવાય છે. (૧૪) આચારાંગ આ એક આગમ ગ્રંથ છે. એનો વિષય એના નામ પરથી સ્પષ્ટ થાય છે, એટલે એમાં સાધુઓના આચારની વાત ભગવાને કહેલી છે. સાધુઓએ કેવી ભિક્ષા લેવી ઘટે છે, કેવી ભિક્ષા અયોગ્ય છે, મહાવ્રતોનું આચરણ કેમ કરવું, કેવી ભાવના રાખવી, શા અર્થે દીક્ષા લેવી ઇત્યાદિ વિષયોનું આમાં વર્ણન કરેલ છે. આચારાંગનું અધ્યયન (અભ્યાસ) સાધકોને માટે બહુ આવશ્યક છે કારણ કે આચાર ચારિત્રરૂપી પ્રાસાદનો પાયો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૫૮૮ માં લખ્યું છે કે સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું આચારાંગ સૂત્ર છે. (૧૫) આત્મારામજી મહારાજ શ્વેતાંબર સંપ્રદાયના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તીવ્ર ક્ષયોપશમી અને જિનાગમ વેદાંતાદિ શાસ્ત્રોના અથાગ અભ્યાસી હતા. એમનો જન્મ પંજાબમાં ક્ષત્રિય ૨જપૂતકુળમાં થયેલો. નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં તેમણે દીક્ષા લીધેલ. જિનાગમોના સૂક્ષ્મ અભ્યાસથી તથા સાઘુ રતનચંદજીના સમાગમથી ‘જિનપ્રતિમા શાસ્રસિદ્ઘ છે' એમ નિશ્ચય થતાં પંજાબથી વિહાર કરી અમદાવાદ આવી શ્રી બુટેરાયજી મહારાજ પાસે શ્વેતાંબર સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરી હતી, અને સંઘે તેમને આચાર્ય પદવી આપી હતી. સંવત્ ૧૯૪૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે ઉપાશ્રયમાં આત્મારામજી મહારાજ બિરાજતા હતા. તે જ અરસામાં પરમકૃપાળુદેવ ‘મોક્ષમાળા' છપાવવા અમદાવાદ પધારેલા અને ટંકશાળમાં શેઠ ઉમાભાઈ (હઠીભાઈની વાડીવાલા)ને ઘેર બે મહિના રહ્યા હતા. શેઠ પન્નાલાલ ઉમાભાઈનાં માતુશ્રી ચંચળબા અત્યંત ભક્તિમાન હતાં. ચંચળબાએ પરમકૃપાળુદેવની સેવાનો સારો લાભ લીધો હતો. પરમકૃપાળુદેવનો અપૂર્વ ગ્રંથરત્ન ‘મોક્ષમાળા’ આત્મારામજી મહારાજના વાંચવામાં આવતાં એમને એ ગ્રંથના કર્તાપુરુષને મળવાની ઇચ્છા થઈ Scanned by CamScanner Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮ રમકપાળુદેવે જવાબ સ્મારામજી મહારાજની અતિ ગહન છે. તીવ્ર, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિપિ અને એમણે સંદેશો મોકલ્યો કે આપણે એક વખત મળીએ. પરમકપાળ મોકલ્યો કે અમે મળવા આવીશું. - પરમકૃપાળદેવ આત્મારામજી મહારાજને મળ્યા. આત્મારામજી મહા વખતે વિશેષાવશ્યક ભાષ્ય વિચારતા હતા. એ ગ્રંથ અતિ ગહન છે. ક્ષયોપશમી પણ ગોથાં ખાઈ જાય એવો દુર્ગમ ગ્રંથ છે. પરમકૃપાળુદેવ સાથે આત્મારામજી મહારાજે એ ગહન ગ્રંથમાં આવેલા ચાર વિષયોની ચર્ચા કરી. પરમકૃપાળુદેવે એવા તો અદ્ભુત ખુલાસા કર્યા કે આત્મારામ મહારાજ પરમકૃપાળુદેવની અત્યંત તીવ્ર પારગામી પ્રજ્ઞાથી સંતુષ્ટ થઈ બોલ્યા “આપ દીક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પરમ ઉદ્યોત થાય.” પરમકૃપાળુદેવે જવાબ આપ્યો-“અમે એ જ વિચારમાં છીએ.” પ્રથમ સમાગમે ત્રણથી ચાર કલાક જ્ઞાનવાર્તા ચાલી હતી. તે પછી ફરીથી બે વખત સમાગમ થયેલો. એ ત્રણે સમાગમ વખતે શ્રી કાંતિવિજયજી, શ્રી હંસવિજયજી, શ્રી શાંતિવિજયજી આદિ સાધુઓ હાજર હતા એમ શ્રી કાંતિવિજયજી તથા શ્રી હંસવિજયજીના મુખેથી સાંભળ્યું છે. આત્મારામજીને શિકાગોની સર્વ ઘર્મ પરિષદમાં પધારવા આમંત્રણ મળેલું. પણ સાધુ તરીકે તે જઈ શકે નહીં. તેથી વીરચંદ રાઘવજી ગાંધીને શાસ્ત્રઆદિમાં માહિત કરી અમેરિકા મોકલેલા. ત્યાં જઈ તેમણે જૈનઘર્મની પ્રભાવના અર્થે ઘણો પરિશ્રમ કર્યો હતો. ઉપદેશનોંઘ-૧૧માં શ્રીમદે તેમની સરળતા તથા ઘર્મદાઝ આદિ વિષે એક મુમુક્ષુને વાત કરેલી નોંઘાઈ છે. (૧૯) આત્મસિદ્ધિ આ આત્મસિદ્ધિના પ્રણેતા કવિવર જ્ઞાનેશ્વર શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે. કલમના એક અસ્મલિત ઘારપ્રવાહે આ આત્મસિદ્ધિ તેમણે એકાદ કલાકમાં હૃદયમાંથી બહાર લાવી શબ્દારૂઢ કરેલી છે. જીવોનો સંસારપ્રત્યયી પ્રેમ અસંસારગત કરવા, કે તેમાં અવતરિત આત્મતત્ત્વ પ્રત્યે પરમપ્રેમ જાગૃત કરવા અને એકરસ કરવી, ભક્તિરાહમાં અદ્વિતીય કવિત્વપ્રભાથી અતિ સરળ અને પ્રૌઢ માતૃભાષામાં તે આત્મસિદ્ધિ અલંકૃત કરી અજોડ બનાવી છે. અનાદિથી પરમગૂઢ અગોચર એવા આત્મતત્ત્વની વ્યાખ્યા આર્ય દર્શનકારોએ અનેક પ્રકારે કરેલી છે અને તે દર્શન સાહિત્યો એટલાં વિશાળ છે કે સામાન્ય બુદ્ધિમાન મુમુક્ષુઓને તેમાં પ્રણીત કરેલા દ્રષ્ટિદ્વાર અને સાઘનકારોનો ભેદ ઉકેલા મુક્તિમાર્ગને ખોળવો અને પામવો અત્યંત અત્યંત વિકટ થઈ પડ્યો છે. તે વિવિધ દશનકારોની આત્મદર્શન પદ્ધતિઓની અતિ સંક્ષિપ્ત અને સચોટપણે એક જ છણાવટ કરી તેના દોહનરૂપે પોતાની અમોઘ અનુભવજ્ઞાનશક્તિ વડે ' Scanned by CamScanner Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય આત્મસિદ્ધિ જ્ઞાનાવતાર રાજચંદ્ર પ્રભુએ કોઈક વિરલ નિકટ મોક્ષગામી જીવોના કરકમલમાં અને હૃદયકમલમાં અર્પણ કરેલ છે. તેઓમાંના એક હતા મુનિદેવ શ્રી લઘુરાજસ્વામી. તેઓશ્રી દરેક મોક્ષમાર્ગજિજ્ઞાસુને આત્મસિદ્ધિનું અવગાહન કરવા અને તેમાં બોઘેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવા જણાવતા. “આત્મસિદ્ધિ ચમત્કારી છે, લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાન્ય સમજાયું નથી, છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે.” એમ તેઓશ્રી વારંવાર કહેતા. “આત્મસિદ્ધિ વિવેચન'માં તેના ગદ્યાર્થી અને વિવેચન આપેલ છે. પૂ. શ્રી બ્રહ્મચારીજીએ Self realisation નામે તેનો અંગ્રેજીમાં પદ્યાનુવાદ કરેલો છે. હિંદી, મરાઠી અને સંસ્કૃતમાં પણ પદ્યાનુવાદ થયેલ છે. (૧૭) આત્માનુશાસન એ શ્રી ગુણભદ્રાચાર્યની એક વૈરાગ્યરસપૂર્ણ અપૂર્વ રચના છે. આદિપુરાણના કર્તા શ્રી જિનસેનાચાર્યના એ શિષ્ય હતા અને એમણે ઉત્તરપુરાણની રચના કરી છે. આ આત્માનુશાસનની અનેક ટીકાઓ થઈ છે. એમાં પંડિત ટોડરમલજીની હિંદી ટીકા ખૂબ પ્રસિદ્ધ છે. એનો ગુજરાતી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. આ ગ્રંથને દિગંબર તથા શ્વેતાંબર બન્ને સંપ્રદાયો બહુમાનપૂર્વક વાંચે છે. આ ગ્રંથમાં એક સ્થળે શરીરની કૃતઘતા વિષે આચાર્ય લખે છે કે “સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજ્યપદે સ્થાપે છે ત્યારે તે આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય બનાવે છે.” શ્રીમદ્જીએ આ ગ્રંથ વાંચવાની ભલામણ કરી છે. (૧૮) આનંદઘનજી. શ્રી આનંદઘનજીનું પૂર્ણ જીવનચરિત્ર મળતું નથી. અત્યારે જે કાંઈ ઉપલબ્ધ છે તે પ્રાયઃ કિંવદત્તિઓના આઘારે લખાયેલું છે. એમની જન્મભૂમિ ક્યાં અને કઈ હતી અને તે કઈ જ્ઞાતિમાં જન્મ્યા હતા, તેનો નિર્ણય થવો અશક્ય છે. વર્તમાનમાં તેમના જે સ્તવનો મળે છે તે પરથી લોકો ભિન્ન ભિન્ન અનુમાન કરે છે. સ્તવનોમાં આવેલા શબ્દો પરથી તેમને કોઈ મારવાડ તથા કોઈ ગજરાતના નિવાસી માને છે. એટલું તો નિશ્ચિત છે કે આનંદઘનજી એક મહાન અધ્યાત્મયોગી હતા. તેઓ આ સંસારથી અતિશય ઉદાસીન થઈને લોકસંસર્ગથી ઘણા દૂર રહેતા. તે સમયની ઘર્મની અવગત દશા જોઈને એમને ઘણી દયા આવી છે, તેથી એક સ્તવનમાં તેઓશ્રી લખે છે કે “ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા તત્ત્વની વાત કરતાં ન લાજે.” એમનું મૂળ નામ લાભાનંદ હતું. એમના સંબંધમાં એમ કહેવાય છે Scanned by CamScanner Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિNિ થયું. બઘા શ્રાવકો આવી હતો એટલે તેમની ૧ નગરશેઠ ગુસ્સે ૧૦ કે એક વાર પર્યુષણમાં આનંદઘનજીને વ્યાખ્યાન કરવાનું થયું. બધા થી ગયેલા, પણ નગરશેઠ આવ્યા નહોતા. સમય પણ થઈ ગયો હતો વાટ ન જોતાં આનંદઘનજીએ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તેથી નગરો થયા. તે જોઈને આનંદઘનજીને પરાધીન જીવનથી અરુચિ થઈ અને ત્યારથી જ તથા જંગલોમાં રહેવા લાગ્યા. એમની રચનામાં ચોવીસી મુખ્ય છે. તે અધ્યાત્મપદો પણ ગૂઢ મર્મથી ભરપૂર છે. શ્વેતાંબર સમાજમાં એમનાં પદો બહુમાનપૂર્વક બોલાય છે. શ્રીમદ) આનંદઘનજીત શ્રી ઋષભજિનના સ્તવનનો અર્થ પોતે લખેલો છે, જેમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અપૂર્વ છે. આનંદઘનજીએ સાધુ અવસ્થામાં ઘણા ગચ્છના સાધુઓનો પરિચય કર્યો હતો, આગમનો સારો અભ્યાસ કર્યો હતો, તર્કશાસ્ત્ર તથા અલંકાર શાસ્ત્રોમાં પણ તેમણે ચાતુર્ય પ્રાપ્ત કર્યું હતું. પૂર્વભવના સંસ્કાર યોગે તેમના મન અધ્યાત્મશાસ્ત્રો તરફ ગયું અને તેમાં જ તેમનો આત્મા ઠર્યો. ગચ્છભેદની ક્રિયાઓની તકરારોથી તેઓ કંટાળેલા હતા, તેથી તેઓને અધ્યાત્મશાસ્ત્રો દ્વારા આનંદ રસ લેવામાં વિશેષ રુચિ થઈ. શ્રી યશોવિજયજી પણ આનંદઘનજીને મળી અતિશય સંતોષ પામ્યા હતા. આનંદઘનજીના પદોના આશય સંબંધી એક વિદ્વાન લખે છે કે “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાહ પસારીને કહે ઉદધિ વિસ્તાર” એમના વિષયમાં શ્રીમજી એક સ્થળે લખે છે કે આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી તીવજ્ઞાન હતું. (૧૯) આનંદ શ્રાવક આનંદશ્રાવકની કથા ઉપાસક દશાંગ સૂત્રમાં આ પ્રમાણે આપી છે. એક વાર ગૌતમસ્વામી કોલ્લાક સન્નિવેશમાં ભિક્ષાર્થે જતા હતા. તે વખતે ઘણા માણસોના મુખેથી એમ સાંભળ્યું કે ભગવાન મહાવીરના શિષ્ય શ્રમણોપાસક આનંદે મરણોત સલ્લેખના સ્વીકારી છે. તેથી ગૌતમસ્વામી આનંદશ્રાવકને જોવા ગયા. - આનંદે ગૌતમસ્વામીને આવતા જોઈ નમસ્કાર કરી પૂછ્યું કે ભગવાન ગૃહાવાસમાં મનુષ્યને અવધિજ્ઞાન થાય છે? ગૌતમસ્વામીએ હા પાડી. એટલે તેમણે કહ્યું કે મને પાંચસો યોજનમાં રહેલા રૂપી પદાર્થને જાણવાવાળું અવધિજ્ઞાન થયું છે. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય પણ આટલું મોટું નહી. - હે આનંદ, તું આલોચના લે. આનંદ બોલ્યા, ભગવન!શું જિન પ્રવચનમાં સદ્દા ભાવની આલોચના કરવાની હોય છે? શ્રી ગૌતમસ્વામીએ ના કહી. એટલે આનંદ કહ્યું કે ત્યારે હું આલોચના લેવાને યોગ્ય નથી. ગૌતમસ્વામીએ બઘી હકીકત Scanned by CamScanner Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧ ભગવાન મહાવીરને કહી. ત્યારે ભગવાને કહ્યું, આનંદની વાત સત્ય છે. માટે તું આલોચના કર અને આ બાબત આનંદની ક્ષમા માગ. ગૌતમસ્વામી તરત જ આનંદ પાસે ગયા અને તેની નિઃસંકોચપણે ક્ષમા માગી. આ પ્રસંગ ઘણો મહત્વનો છે. આજના યુગમાં આવા ગુરુ શિષ્ય મળવા દુર્લભ છે. શ્રીમદ્ભુએ આ પ્રસંગ ઉપદેશછાયામાં સુંદર રીતે વર્ણવ્યો છે. (૨૦) આમમીમાંસા આ ગ્રંથ મહાન તાર્કિક શ્રી સમંતભદ્રાચાર્યનો છે. એમાં ૧૧૪ શ્લોક ભગવાનની સ્તુતિરૂપે છે, તથા દશ પરિચ્છેદો છે. દરેક પરિચ્છેદમાં ન્યાયનો વિષય છે. આ ગ્રંથના અભ્યાસથી ઈશ્વરસંબંધી અનેક શંકાઓનું નિરાકરણ થઈ જાય છે. ઈશ્વર (આસ) કોણ હોઈ શકે? તેનામાં કેવા ગુણો હોવા જોઈએ ? પદાર્થને એકાંત નિત્ય તથા એકાંત ક્ષણિક (વિનાશી) માનતાં શો વિરોધ આવે છે ? વગેરેનું આમાં બહુ સ્પષ્ટ વર્ણન છે. વ્યાખ્યાનસાર ૨ પૃષ્ઠ ૭૭૪ પર શ્રીમદ્ભુએ આનો પ્રથમ શ્લોક ‘દેવાગમનભોયાંન’ ટાંક્યો છે અને તેનો વિસ્તારથી અર્થ કર્યો છે તે મુમુક્ષુઓ માટે કલ્યાણરૂપ છે. શ્રીમદ્ભુએ એનું ગુજરાતી ભાષાંતર કરવા પણ જણાવ્યું છે. એની સંસ્કૃત ટીકા પણ છે. (૨૧) ઇંદ્રિયપરાજય શતક આ એક વૈરાગ્યનો નાનો ગ્રંથ છે. એમાં ઇંદ્રિયોને વશ ન રાખવાથી કેવી દશા થાય છે તથા ઇંદ્રિયોને કેમ સ્વાધીન કરવી તેનો ખુલાસો કરેલો છે. એના પર સં.૧૬૬૪માં શ્રી ગુણવિનય ઉપાધ્યાયે સંસ્કૃત ટીકા લખી હતી. આનું ગુજરાતી ભાષાંતર થયું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગ્રંથના સ્વાધ્યાયની ભલામણ કરેલી છે. (૨૨) ઉત્તરાધ્યયન શ્વેતાંબર સમાજમાં આ આગમનો સારો પ્રચાર છે. ઘણા સાધુઓને એની ગાથાઓ પ્રાયઃ મોઢે હોય છે. એની અનેક સંસ્કૃત ટીકાઓ છે. એમાં જે વિષયો છે તે મુમુક્ષુઓને માટે અત્યંત હિતકારી છે. એનાં છત્રીસ અધ્યયનો છે. ગુજરાતી અનુવાદ પણ છપાઈને બહાર પડ્યો છે. શ્રીમદ્ભુએ આ આગમને વાંચવાની અનેક પત્રોમાં ભલામણ કરી છે કારણ કે ત્યાગવૈરાગ્યની તેમાં ઘણી કથાઓ છે. (૨૩) ઉદ્ધવજી (ઓઘવ, ઓઘા) ઉર્જાવજી શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. જ્યારે શ્રીકૃષ્ણે વ્રજમાંથી મથુરા આવી કંસનો વધ કર્યો અને ત્યાં જ નિવાસ કરવા લાગ્યા ત્યારે તેમણે ઉદ્ધવજીને પોતાની પાસે બોલાવી ગોપાંગનાઓને સમજાવવા મોકલ્યા હતા. Scanned by CamScanner Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઉદ્ધવજી વ્રજમાં ગયા. ત્યાંના લોકોએ શ્રીકૃષ્ણના સુખ-સમાચાર પૂછ્યા ઉદ્ધવજીએ લોકોને યથાયોગ્ય ઉત્તર આપ્યો. પછી એકાંતમાં તેઓ ગોપાંગનાઓને મળી જ્ઞાનની વાતો કરવા લાગ્યા કે ભગવાન વાસુદેવ કોઈ એક સ્થાને નથી, પણ તે સર્વવ્યાપક છે. વિશ્વની સર્વ વસ્તુઓમાં ભગવાનના દર્શન કરો. ગોપાંગનાઓએ કહ્યું “ઉદ્ધવજી! આપની વાત સત્ય છે, પણ અમારામાં એટલી શક્તિ ક્યાં છે કે આપની ગૂઢ જ્ઞાનની વાતોને સમજી શકીએ? અમારી તો આંખોમાં પણ શ્યામસુંદર રહેલા છે. વૃંદાવનની સમસ્ત ભૂમિ અમને તો શ્રીકૃષ્ણની જ સ્મૃતિ કરાવે છે. અમે તો યમુના નદીના કિનારા, વન, પર્વત, વૃક્ષ અને લતાઓમાં તે શ્યામસુંદરનાં દર્શન કરીએ છીએ. આ વસ્તુઓને જોઈને તેની સ્મૃતિ મૂર્તિમાન થઈ અમારા હૃદયકમળમાં નાચવા લાગે છે.” ગોપાંગનાઓનો આવો પ્રેમ જોઈને ઉદ્ધવજી પોતાના જ્ઞાનને ભૂલી જઈ આ પ્રમાણે બોલી ઊઠ્યા - वन्दे नन्दव्रजस्त्रीणां, पादरेणुमभीक्ष्णशः । ___यासां हरिकथोद्गीतं, पुनाति भुवनत्रयम् ॥ અર્થ - હું આ ગોપાંગનાઓની ચરણઘેલિને ભક્તિભાવે વંદન કરું છું કે જેના વડે કરાયેલી હરિકથા ત્રણે લોકને પવિત્ર કરનારી છે. (ર૪) ઉપમિતિ ભવપ્રપંચ કથા ઉપમિતિ ભવપ્રપંચ કથા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં એક વિશાલ રૂપક ગ્રંથ છે. સાહિત્યની દ્રષ્ટિએ પણ એ રચના ઉત્તમ છે. આ ગ્રંથના કર્તા શ્રીમાન સિદ્ધર્ષિ ગણી છે. સિદ્ધર્ષિએ પોતાના ગુરુ શ્રી હરિભદ્રસૂરિની પૂજ્યભાવે સ્તુતિ કરી છે. સિદ્ધર્ષિએ ઉપમિતિ ભવપ્રપંચ કથા સં. ૯૯રમાં પૂરી કરી હતી. આ કથા પછી બીજા પણ આ પ્રકારના ગ્રંથો લખાયા છે, જેમ કે શ્રી યશોવિજયજી મહારાજે વૈરાગ્યશતક લખ્યો છે તેમ કોઈ બીજાએ મદનપરાજય નામનું નાટક લખ્યું છે. (રપ) અંબારામ વડોદરા પાસે અનગઢ કાનવાડીના રહીશ. તેઓ જ્ઞાતિએ કલાલ હતા. એમની દારૂની દુકાન હતી. એક વખત તેઓ ભક્તિમાં બેઠા હતા ત્યારે દારૂ પીનારા દારૂ લેવા આવ્યા. તેઓ ભક્તિમાં એટલા લીન હતા કે ન ઊઠ્યા. દારૂ પીનારાઓએ ઘાંઘલ કરવાથી એમનું મન ખૂબ જ ઉદાસ થયું એટલે એ ઘંઘો છોડીને ઘર્મજ ગયા. ત્યાં મંદિરમાં ભગવાનદાસ નામે એક સાથે હતા. એમની પાસે સાધુ થઈને રહ્યા. તેઓ નવા નવા ભજનો રચતા અને ગવડાવતા. “અંબારામ કાવ્ય” નામે એક પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે. Scanned by CamScanner Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૩ પરમકૃપાળુદેવે ખંભાતના સુપ્રસિદ્ધ મમ અંબાલાલભાઈને ઘર્મજ અંબારામ પાસે મોકલેલા. અંબાલાલભાઈએ અંબારામ સાથે ઘર્મવાર્તા કરી અને એમના જિજ્ઞાસા જોઈને પરમકૃપાળુદેવને પત્ર લખેલ. પરમકૃપાળદેવ અંબારામ સાથેના પૂર્વના સંસ્કાર સંબંધે પ્રેરાઈને કરુણાભાવે ઘર્મજ પઘાર્યા હતા અને ત્યાં મંદિરમાં ૮ દિવસ રહ્યા હતા. અંબારામે પરમકૃપાળુદેવના સત્સંગનો લાભ લીઘો, અને પરમકૃપાળુદેવ અંબારામને કરુણાભાવે પોતાનો ખેસ આપતા ગયા. તે ખેસ ઘણા વર્ષો સુઘી મંદિરમાં સચવાયેલો. પરમપુરુષના હાથે અપાયેલ ગમે તે વસ્તુ આત્મજાગૃતિમાં પ્રેરણારૂપ થાય છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૩૦૫ માં લખેલ છે કે અંબારામની માર્ગાનુસારી જેવી દશા હતી, પણ આત્મસ્વરૂપને પામેલ નહીં. સંવત્ ૧૯૫૭માં અંબારામનો દેહત્યાગ થયો હતો. (૨૯) અંબાલાલ લાલચંદ જન્મ સંવત ૧૯૨૬; દેહત્યાગ સંવત ૧૯૬૩, ચૈત્ર વદ ૧૨. ખંભાતના સુપ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ જન્મથી જ બળવાન સંસ્કારી પરમાર્થના આરાધક પુણ્યાત્મા હતા. તેમના પિતાનું નામ મગનલાલ તથા ભાઈનું નામ નગીનભાઈ હતું. લાલચંદભાઈ વકીલ તેમના માતામહ હતા, પોતાને પુત્ર ન હોવાથી તેમણે અંબાલાલને દત્તક લીધેલા. સંવત્ ૧૯૪૫માં વૈશાખ માસમાં છગનલાલ બહેચરદાસના પુત્રના લગ્ન પ્રસંગે તે અમદાવાદ ગયેલા. પૂર્વના સત્યુણ્યના ઉદયે પરમકૃપાળુદેવના પૂર્ણ કૃપા-પાત્ર તીવ્ર મુમુક્ષુ શ્રી જૂઠાભાઈના સમાગમમાં આવતાં અત્યંત તીવ્ર જિજ્ઞાસા જોઈને શ્રી જૂઠાભાઈએ પોતાના ઉપર પરમકૃપાળુદેવે લખેલ બોઘપત્રો અંબાલાલને વાંચી સંભળાવ્યા. શ્રી અંબાલાલભાઈને એ વચનામૃતોનું શ્રવણ થતાં જ પરમકૃપાળુદેવનાં દર્શનની તીવ્ર ઝંખના જાગી. જૂઠાભાઈએ કહ્યું કે પરમકૃપાળુદેવ પાસેથી આજ્ઞા મળ્યા પછી મુંબઈ જવાનું રાખશો. શ્રી અંબાલાલે અત્યંત અત્યંત તીવ્ર જિજ્ઞાસા ભાવે પત્રો લખ્યા. પાંચ છ પત્રો મળ્યા પછી પરમકૃપાળુદેવે દર્શનાર્થે મુંબઈ આવવાની આજ્ઞા આપી. પરમકૃપાળુદેવનો પત્ર મળતાં જ અંબાલાલભાઈ શ્રી ત્રિભુવનભાઈ સાથે મુંબઈ ગયા. ફરીથી પરમકૃપાળુદેવનાં દર્શન સમાગમ અર્થે ભાઈ ત્રિભુવનભાઈ ગયેલા. તેમની સાથે પત્રપ્રસાદીરૂપે પરમકૃપાળુદેવે મહાવીરના બોઘને પાત્ર કોણ?' એ શીર્ષક હેઠલ ૧૦ વચનામૃતો શ્રી અંબાલાલ માટે લખી આપ્યાં હતાં. તેથી અંબાલાલભાઈ અત્યંત આનંદ અને સંતોષ પામ્યા હતા અને પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો. Scanned by CamScanner Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત સંવત્ ૧૯૪૬માં આસો માસમાં શ્રીમદ્લ ખંભાત પધારેલા. તેમને તેડવા માટે આણંદ સ્ટેશને અંબાલાલભાઈ તથા નગીનદાસ ગયેલા. નગીનદાસને પરમકૃપાળુદેવે જોયેલ નહીં, નામ પણ સાંભળેલ નહીં. છતાં પરમકૃપાળુદેવે નગીનદાસ, તારો જન્મ અમુક સાલમાં અમુક દિવસે થયેલો છે' એમ ચોક્કસ કહી દીધું. નગીનદાસને એ સાંભળીને અપૂર્વ ભાવ જાગ્યો હતો. ૪ પરમકૃપાળુ ખંભાતમાં પરમકૃપાળુદેવ અંબાલાલભાઈને ઘેર ઊતર્યા. અંબાલાલભાઈના પિતાશ્રી લાલચંદ વકીલને શ્રીમદ્ના દર્શન સમાગમથી સારો લાભ થયો. બીજા ઘણા મુમુક્ષુઓને પણ લાભ થયો. ઉપાશ્રયમાં પરમકૃપાળુદેવ પધારેલા. પ્રભુશ્રીજીને દર્શનથી આનંદ આનંદ થઈ ગયો. ૧૦ દિવસ ખંભાતમાં બિરાજ્યા. શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવના સમાગમમાં ઘણી વાર આવેલા. રાળજ કાવિઠા, હડમતાલા, અમદાવાદ, વઢવાણ, રાજકોટ, વવાણિયા આદિ સ્થળોએ અંબાલાલભાઈએ પરમકૃપાળુશ્રીની તથા મુમુક્ષુઓની તન, મન, ધનથી સેવાનો ખૂબ લાભ લીધો હતો. સંસ્કૃત, માગધી, હિંદી, ગુજરાતીના અપ્રસિદ્ધ પુસ્તકો શ્રીમદ્ભુ શ્રી અંબાલાલ ઉપર મોકલતા અને તેઓ તેની સારા અક્ષરે નકલ ઉતારી લેતા. જેમને તે નકલો અભ્યાસ અર્થે મોકલવાની સૂચના શ્રીમદ્ તરફથી થાય તેમને તે મોકલી આપતા. ખાસ કરીને શ્રીમદ્ભુના પત્રોની નોટો તેમણે ઘણી લખી રાખી હતી અને મુમુક્ષુ વર્ગમાં તે યોગ્ય જીવોમાં વંચાતી હતી. દ૨૨ોજ બે ત્રણ કલાક શ્રી અંબાલાલ સામાયિક લઈને લખવા બેસતા. મુમુક્ષુઓનું તે છાપખાનું, પુસ્તકાલય અને વિશ્રામસ્થાન બન્યા હતા. શ્રીમદ્ઘ કરતાં વધારે પત્ર-વ્યવહાર મુમુક્ષુઓને શ્રી | અંબાલાલભાઈ સાથે થતો, અને શ્રીમદ્ભુના દેહત્યાગ પછી તો તે જ બધા ' મુમુક્ષુઓને અવલંબનરૂપ હતા. સંવત્ ૧૯૫૨ માં મુંબઈમાં પરમકૃપાળુદેવના ગાઢ સમાગમમાં આવતાં પરમકૃપાળુની અનંત કરુણાથી તેઓ અંતર્મુખ થયા હતા અને અંતર્મુખવૃત્તિ વર્ધમાન થતાં તેઓ આત્મસ્વરૂપને પામ્યા હતા. શ્રી સૌભાગ્યભાઈ, શ્રી લલ્લુજી સ્વામી તથા શ્રી અંબાલાલભાઈ સ્વરૂપને પામ્યા છે એમ પરમકૃપાળુદેવે ચૈત્ર વદ ૪ ના સાંજના ધારસીભાઈને કહેલું. સંવત્ ૧૯૫૨ માં આત્મસિદ્ધિશાસ્ત્રની રચના નડિયાદક્ષેત્રે કરતી વખતે અંબાલાલભાઈ હાથમાં ફાનસ ઝાલીને બે કલાક ઊભા રહ્યા અને એ બે કલાકમાં પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્ર લખેલ. એક પ્રત અંબાલાલભાઈને આપવા કરુણા થયેલ. પરમકૃપાળુદેવે લખેલ બોધપત્રોનો અંબાલાલભાઈએ અથાગ પરિશ્રમથી સંગ્રહ કર્યો હતો. Scanned by CamScanner Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય - પૂજ્યશ્રી સૌભાગ્યભાઈના દેહત્યાગ વખતે પરમકપાળદેવની આજ્ઞાથી શ્રી અંબાલાલભાઈ સાયલા ક્ષેત્રે ગયેલા. સૌભાગ્યભાઈની અદભુત આત્મદશા, અપૂર્વ આત્મજાગૃતિ, પરમગુરુનો પૂર્ણ અડોલ નિશ્ચય, અપૂર્વ સમતા સમાધિ ભાવ સહિત દેહત્યાગ જોઈને અંબાલાલભાઈ આનંદ આનંદ પામી ગયા. સંવત્ ૧૯૫૮માં પરમકૃપાળુ (શ્રી લઘુરાજ) પ્રભુશ્રીજી દક્ષિણમાં કરમાલા ક્ષેત્રે ચાતુર્માસ રહ્યા હતા ત્યારે અંબાલાલભાઈ પણ ત્યાં આઠ દિવસ રહ્યા હતા અને શ્વેતાંબરો અને સ્થાનકવાસી વચ્ચે એકતા સાધી નવકારસી જમણ સ્વામીવાત્સલ્ય કરેલ, સંઘમાં શાંતિ થઈ હતી. સંવત્ ૧૯૬૧માં પૂજ્ય રેવાશંકરભાઈને તેડીને અંબાલાલભાઈ પરમકૃપાળુ પ્રભુશ્રીજીના સમાગમ અર્થે ઘંઘુકા ક્ષેત્રે ગયેલા. પરમકૃપાળુ પ્રભુશ્રીજી તથા શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુ દેવના વિયોગમાં એકબીજાને સહાયક અને સાંત્વનારૂપ હતા. અંબાલાલભાઈના એક મિત્ર જલસણફેણાયના શ્રી છોટાભાઈએ પરમકૃપાળુ પ્રભુશ્રીજી પાસેથી બોધવચનની આજ્ઞા ગ્રહણ કરી અને એ વચનના રટણમાં જ નિમગ્ન રહેતા. એક વાર તેમણે અંબાલાલભાઈ પાસે વિનંતી કરી કે મને સમાધિમરણ કરાવજો. અંબાલાલભાઈએ એ વિનંતિનો સ્વીકાર કર્યો. થોડા વખત પછી છોટાભાઈને પ્લેગની ગાંઠ નીકળી. અંબાલાલભાઈ, નગીનભાઈ અને ભાઈચંદ એમ ત્રણે તેની સેવામાં રહેલા. તેનો દેહ છૂટ્યો, તે જ દિવસે અંબાલાલભાઈને, ભાઈચંદભાઈને તથા નગીનદાસને પ્લેગની ગાંઠ નીકળી અને સંવત્ ૧૯૬૩ના ચૈત્ર વદ ૧૦, સોમવારે અંબાલાલભાઈ, ભાઈચંદભાઈ તથા નગીનદાસ ત્રણેનો એક જ સાથે દેહત્યાગ થયો હતો અને ત્રણેનો અગ્નિસંસ્કાર પણ સાથે થયો હતો. શ્રી અંબાલાલભાઈ સમગ્ર મુમુક્ષુમંડળમાં સેવાભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ હતા. પરમકૃપાળુદેવે પ્રસિદ્ધ મુમુક્ષુ ઘારસીભાઈને કોઈ પ્રસંગે કહેલું કે શ્રી અંબાલાલની સ્મરણશક્તિ એટલી તીવ્ર છે કે “આઠ દિવસ પહેલાં અમે જે બોઘ કર્યો હોય તે બોઘ લખી લાવવાનું કહીએ તો એક પણ ભૂલ વગર અંબાલાલ તે બોઘ લખીને આપે.” - અંબાલાલભાઈની ઘારણાશક્તિ બહુ જ બળવાન હતી. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જે ઉપદેશછાયા છે તે એનું જ ફળ છે. આ કળિયુગમાં આવી પરમ તીવ્ર મુમુક્ષુતા, અખંડ આજ્ઞાંકિતતા અને સપુરુષમાં સર્વાર્પણ ભાવનું મૂર્તિમાન સ્વરૂપ શ્રી અંબાલાલ હતા. તેઓ સ્વરૂપસ્થ દિશામાં પરમશાંતિ સમાધિપૂર્વક પરમ દુર્લભ સમાધિમરણ પામ્યા હતા. Scanned by CamScanner Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૨૭) ઋષભદેવ ભગવાન જૈન શાસ્ત્રોમાં છ આરાનું વર્ણન આવે છે. તેમાં પ્રથમ ત્રણ આરાઓ (કાલા ભોગભૂમિના હોય છે એટલે તે કાલમાં માણસને ષકની આવશ્યકતા રહેતી નથી કલ્પવૃક્ષોથી સર્વ વ્યવહાર ચાલે છે. જ્યારે ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા હતા ત્યારે અષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે વજનાભનો જીવ કે જે ઋષભદેવ થવાનો છે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી નાભિ કુલકરની ભાર્યા શ્રી મરૂદેવાની કુક્ષિમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે પ્રાણીમાત્રના દુઃખનો નાશ થવાથી ગૈલોક્યમાં સુખ થયું. તીર્થકરોના ગભદિ સંબંધમાં જૈન શાસ્ત્રોમાં જે કથન છે તે પ્રમાણે થયા પછી ચૈત્રમાસની કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે મરૂદેવાએ પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે સર્વ દિશાઓ નિર્મલ થઈ અને સ્વર્ગવાસી દેવતાઓની જેમ મનુષ્યો પણ આનંદ પામ્યા. સ્વર્ગલોકમાંથી સૌઘર્મેન્દ્ર આદિ ઇન્દોએ આવીને ભગવાનનો જન્માભિષેકમહોત્સવ કર્યો તથા ભગવાનને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય તેટલા માટે સેવામાં કેટલાક દેવોને મૂકીને ઇન્દ્રો પોતપોતાના સ્થાને ગયા. ભગવાન શુક્લપક્ષના ચંદ્રની સમાન વઘતા વઘતા યૌવનવયને પામ્યા. ભગવાનનું શરીર દેદીપ્યમાન સૂર્યની જેમ શોભતું હતું. રૂપ, જ્ઞાન તથા બળમાં પણ તેઓ અલૌકિક હતા. શનૈઃ શનૈઃ કલ્પવૃક્ષો ઓછાં થવા લાગ્યાં. તેથી લોકોની ઇચ્છા પહેલાંની પેઠે પૂર્ણ થતી નહીં. ખેતરોમાં અનેક પ્રકારની વનસ્પતિ ઊગી નીકળી. કલ્પવૃક્ષોના અભાવમાં લોકો પરસ્પર કજિયા કંકાસ પણ કરવા મંડ્યા. નવીન યુગનો પ્રારંભકાળ હોવાથી તે સમયની પ્રત્યેક વસ્તુઓના સંબંધમાં મનુષ્યો અજાણ હતા. તેથી તેઓ કાં તો આશ્ચર્ય પામતાં અથવા ભયા પામતાં. તે સમયના મનુષ્યોને વ્યવહારની કંઈ ગતાગમ ન હતી. અવધિજ્ઞાની ભગવાને ગૃહસ્થાવાસમાં પ્રજાને વ્યવહારઘર્મનો ઉપદેશ કર્યો. તેથી લોકોનું જીવન સુખી થયું. પોતાના પિતા નાભિરાજાના કહેવાથી અને પૂર્વકર્મયોગે ઋષભપ્રભુ સુનંદા તથા સુમંગળાને પરણ્યા. હવે અનાસક્ત એવા પ્રભુ સાંસારિક સુખ ભોગવવા લાગ્યા. ભગવાનને ભરત, બાહુબલિ આદિ ૧૦૦ પુત્રો અને બ્રાહ્મી તથા સુંદરી એમ બે કન્યાઓ થઈ. પ્રભુને સાંસારિક સર્વ પ્રકારનું સુખ હતું. ઇન્દ્ર પણ ભગવાનની આજ્ઞાને માથે ચઢાવતો, દેવો સેવકની પેઠે હાજર રહેતા. છતાં ભગવાનની ઇચ્છા એ સર્વને ત્યાગવાની જ હતી. એકદા ઇંદ્રના આદેશથી ભગવાનના દરબારમાં તેઓની સન્મુખ નાચ કરતી નીલાંજના નામની અપ્સરા, આય પૂર્ણ થવાથી મરણ પામી. કોઈ પ્રકારે રંગમાં ભંગ Scanned by CamScanner Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ન પડે તેથી ઇંદ્રની આજ્ઞાથી તરત જ બીજી તેવી જ અપ્સરા નાચ કરવા લાગી. ભગવાન પોતાના જ્ઞાનથી તે સર્વ જાણી લઈને તીવ્ર વૈરાગ્ય પામીને રાજ્ય તજવા તત્પર થઈને બોલ્યા–અહો! માણસોનું તો શું? પણ દેવોનું આયુષ્ય પણ એક જ બિદ સમાન ચપલ અને ક્ષણિક છે. પછી પ્રભુ ભરતાદિ પત્રોને રાજ્ય સોંપીને સ્વય દીક્ષિત થયા, અને છ માસનો ઉપવાસનો નિયમ લઈને એક સ્થાને કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. પ્રભુને તરત જ મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થયું. બંધુઓએ રોક્યાં અને ભરતે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છમહાકચ્છાદિ ચાર હજાર રાજાઓ સ્વામીના પૂર્વપ્રેમથી તેમની સાથે સંસારત્યાગી થયા. પણ પછીથી પરિષહ સહન કરવામાં કાયર હોવાથી સંન્યાસી આદિના વિવિઘ વેશો ઘારણ કર્યા. ૧૦૦૦ વર્ષના દીક્ષાપર્યાય પછી ભગવાન શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું. ઇદ્રોએ મોટો મહોત્સવ કર્યો. ભગવાને જગતવાસી જીવોને ઘર્મનો સાચો માર્ગ બતાવ્યો જેથી ઘણા તે માર્ગને ગ્રહણ કરી અનુપમ સૌખ્યને પામ્યા. ભરત ચક્રવર્તી હતા, તેથી સર્વ રાજાઓને વશ કરીને પોતાની નગરી અયોધ્યાએ પાછા આવ્યા, પણ ચક્ર નગરમાં પેસતું ન હતું. પૂછતા જણાયું કે આપના ભાઈઓ આપની આજ્ઞા માનતા નથી. ભરતે ભાઈઓ પાસે દૂતો મોકલી સેવા કરવા આદેશ કર્યો. તેના નિર્ણય માટે પુત્રો ભગવાન શ્રી ઋષભદેવ પાસે ગયા. ભગવાને બઘાને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજાવી પ્રતિબોઘ પમાડ્યો. તેઓ સંસારનો ત્યાગ કરી મોક્ષ પદવી પામ્યા. ઋષભદેવ ચોવીશ તીર્થકરોમાંના પ્રથમ તીર્થકર છે. એમના આદિનાથ, રિખબદેવ આદિ અનેક નામ છે. (૨૮) ઋષિભદ્રપુત્ર ઋષિભદ્રપુત્ર આલભિકા નગરીના રહેવાસી હતા. શ્રીમંત હોવાની સાથે સાથે તે ઘીમંત પણ હતા. જેને સિદ્ધાંતના મર્મને જાણતા હતા. જીવ અજીવ આદિ તત્ત્વો પ્રત્યે તેમને પૂર્ણ શ્રદ્ધા હતી. એકદા શ્રમણોપાસકોએ તેમને પૂછ્યું “હે આર્ય! દેવલોકમાં દેવોની કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?” ઋષિભદ્રપુત્રે ઉત્તરમાં કહ્યું“હે શ્રમણોપાસકો! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે. ત્યારપછી એક સમય અધિક, બે સમય અઘિક યાવતું સંખ્યાત તથા અસંખ્યાત સમય અઘિક કરતાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે.” શ્રમણોપાસકોએ આ ઉત્તરને પ્રમાણભૂત માન્યો નહીં. ત્યારપછી તે નગરીમાં ભગવાન મહાવીર આવ્યા. બઘા વાંદવા ગયા. શ્રમણોપાસકોએ ઋષિભદ્રપુત્રના ઉત્તરના સંબંધમાં પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું કે-ઋષિભદ્રપુત્રનું કથન યથાર્થ છે. જેમ તે કહે છે તેમજ હું પણ કહું છું. Scanned by CamScanner Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઋષિભદ્રપુત્ર આયુષ્યના અંતે મરણ પામીને સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધારણ કરી મોક્ષે જશે. આ કથા શ્રી ભગવતીસૂત્રના અગિયારમા શતકના બારમા ઉદ્દેશામાં છે. (૨૯) કપિલ કેવલી ૧૮ જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૬-૪૭-૪૮ કપિલમુનિ. તૃષ્ણાની અનંતતા વિષે શ્રીમદે આ દૃષ્ટાંત આપ્યું છે. (૩૦) કપિલ ઋષિ સાંખ્યમતના આદ્યપ્રણેતા મનાય છે. એમને પરમર્ષિ પણ કહે છે. એમના વિષે અનેક પ્રકારના મતભેદો છે. સાંખ્યમતવાળા એક જ્ઞાનથી જ મુક્તિ માને છે. (૩૧) કબીર કબીર સાહેબ વિ.સં.૧૪૫૬માં જન્મ્યા હતા. એમ કહેવાય છે કે એમનો જન્મ કોઈ વિધવા બ્રાહ્મણીના પેટે થયો હતો અને એમનું મૃત્યુ વિ.સં.૧૫૭૫ માં ૧૧૯ વર્ષની ઉંમરે થયું હતું. કબીર સાહેબના ગુરુ શ્રી રામાનંદ હતા. બાલકાળથી એમના હૃદયમાં ભક્તિનાં મોજાઓ ઊછળતાં હતાં. સત્સંગ પ્રત્યે એમને અતિશય રુચિ હતી. કબીર સાહેબ હિંદુ તથા મુસલમાન બન્નેને સમાનદૃષ્ટિએ જોતા હતા. બન્ને એક જ પરમેશ્વરના પુત્ર છે, એમ તેઓ લોકોને બોધ આપીને એકતા સ્થાપતા હતા. તેઓ જાત-પાંતના ભેદ માનતા નહોતા. તેઓ લખે છે : “જાત-પાંત પૂછે નહિ કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ.’’ સાવ સાદા શબ્દોમાં કબીરજી ઉપદેશ આપે છે : કબીર કહે કમાલ કો, દો બાતાં સિખ લે; કર સાહેબકી બંદગી, ભૂખેકો કુછ દે. એમણે જોકે કોઈ સ્વતંત્ર પુસ્તક પોતે લખ્યું નથી પણ જે ભાવો મનમાં આવતા તેને સ્વાભાવિક પદરૂપે બોલતા, તેથી એમના શિષ્યો તે પદોને મોઢે કરી લેતા. તેનો સંગ્રહ જ કબીર વાણી નામે ઓળખાય છે. કબીર સાહેબ પોતાના સમયના એક મહાન સંત હતા. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૨૩૧ માં લખે છે કે—મહાત્મા બીર તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી.” પત્રાંક ૬૭૯ માં તેઓ લખે છે : “શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુ જનો આત્માર્થી ગણવા યોગ્ય છે અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વરૂપ સ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે.” પત્રાંક ૧૯૨ માં શ્રીમદ્ભુ લખે છે—“સત્ત્ને સપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની Scanned by CamScanner Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય તિરતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છેકરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી.” ” કબીરજીની રહસ્યભક્તિનું એક દ્રષ્ટાંત આ કાવ્યમાં જોવા મળે છે : લાલી મેરે લાલકી, જિત દેખું તિત લાલ; લાલી ખોજ ગઈ, મેં ભી હો ગઈ લાલ. (૩૨) કર્કટી રાક્ષસી | હિમાલય પર્વતની ઉત્તર દિશામાં કર્કટી નામની એક વિકરાળ રાક્ષસી રહેતી હતી. તેની કાયા અતિ વિશાળ હતી અને તેને યોગ્ય આહાર મળતો ન હતો. તેથી તે સદા અતૃપ્ત જ રહેતી. એક દિવસે તેને સર્વ મનુષ્યોને ગળી જવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. તેથી તે પર્વતના શિખરે જઈને એક પગે ઊભી રહીને અનેક પ્રકારના કષ્ટોને સહન કરતી ઘોર તપ કરવા લાગી. આ પ્રમાણે તેણે હજાર વર્ષ તપ કર્યું. ત્યારે બ્રહ્માજીએ ખુશ થઈને તેને વરદાન માગવા કહ્યું. કર્કટી બોલી, હે ભગવાન! હું લોઢાની પેઠે વજસૂચિકા (સોય) થાઉં અને જીવોના હૃદયમાં પ્રવેશ કરી શકું એવી શક્તિ આપો. બ્રહ્માજીએ વરદાન આપતાં કહ્યું કે, તું દુષ્ટ આત્માઓના હૃદયમાં પ્રવેશ કરી શકીશ, પણ આત્મજ્ઞાનીઓનાં હૃદયમાં તારો પ્રવેશ નહીં થાય. ત્યાર પછી તે રાક્ષસીનું શરીર અત્યંત સૂક્ષ્મ થવા લાગ્યું. તે પોતાના શરીરે કરી અનેક પ્રાણીઓને ખાવા લાગી, પણ તેથી તેને ઘણું દુઃખ થયું તથા પૂર્વ શરીરને માટે ફરી તપ કરવાનું શરૂ કર્યું. આમ પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું અને તેને જ્ઞાનનો ઉદય થયો. આ પ્રમાણે તેણે ઊંચા મુખે રહીને સાત લોકને સંતાપ કરે તેવું દારુણ તપ સાત હજાર વર્ષ સુધી કર્યું. તેથી આખું જગત તણાયમાન થયું. તે જોઈને ઇન્દ્રના મનમાં આશ્ચર્ય થયું. તેથી તેણે નારદમુનિને પૂછ્યું. નારદમુનિએ સર્વ હકીકત કહી. તે સાંભળી ઇન્દ્ર વાયુદેવને તેની શોઘ કરવા મોકલ્યો. વાયુએ હિમાલય પર્વત પર કર્કટીને તપ કરતી જોઈ. અને ત્યાર પછી ઇન્દ્રના પૂછવાથી તે રાક્ષસીના તપનું વૃત્તાંત જે પ્રમાણે દીઠું હતું તે પ્રમાણે કહી સંભળાવ્યું. એ પ્રમાણે જ્ઞાન થયા પછી એક હજાર વર્ષે બ્રહ્મા કર્કટી રાક્ષસીની પાસે આવ્યા અને આકાશમાંથી બોલ્યા–હે પુત્રી! તું વરદાન માગ. સૂચિ રાક્ષસીને કર્મેન્દ્રિયો ન હોવાથી જીવમાત્રથી રહેલી હતી; તેથી બ્રહ્માને કાંઈ પણ ઉત્તર આપ્યા વિના વિચારવા લાગી કે “હું પૂર્ણ છું, તથા સંદેહરહિત છું. માટે વરદાનને શું કરું?” તો પણ બ્રહ્માની કૃપાથી તેણે પોતાનું પૂર્વ શરીર પાછું મેળવ્યું. તપમાં તત્પર રહેતાં તેને ક્ષઘા પડવા લાગી. ભૂખ લાગવાથી તેણે વિચાર કર્યો કે હવે મારે શાનો આહાર કરવો? મારે હવે કોઈ જીવને મારવો નથી. પાપથી Scanned by CamScanner Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત આજીવિકા કરવા કરતાં તો મરણ સારું છે. એ પ્રમાણે વિચાર કરીને તે રાક્ષસી મો. રહી, પોતે રાક્ષસી હોવા છતાં રાક્ષસી ભાવનો ત્યાગ કર્યો. વાયુદેવે આવીને કહ્યું કે હે રાક્ષસી! તું જા, અને અજ્ઞાની લોકોને જ્ઞાનનો ઉપદેશ કર. કારણ કે અજ્ઞાનીને ઉપદેશ આપવો એ જ મહાત્માઓનો સ્વભાવ છે. તારો ઉપદેશ સાંભળવા છતાં પણ જેને જ્ઞાન ન થાય તેનો તારે નાશ કરવો. એથી તારી સુઘા શાન્ત થશે અને અન્યાય પણ ગણાશે નહીં. રાક્ષસી પોતાના આહારની શોઘમાં નીકળી પડી અને ફરતાં ફરતાં એક ભીલ દેશમાં નગરચર્યાને જોવા નીકળેલા રાજા તથા મંત્રીને જોઈને બોલી–મૂઢ માણસ આ લોકમાં તથા પરલોકમાં નાશ થવા સારુ જ જીવે છે. જેને આત્માનું જ્ઞાન નથી તેવા મૂઢ માણસનું મરણ જીવિતથી વધારે સારું છે. જો તમે આત્મજ્ઞાની હો તો મારા પ્રશ્નોનો ઉત્તર આપો. તો હું તમારું ભક્ષણ નહીં કરું. તમે કોણ છો? તમે આત્મજ્ઞાની હોવાથી પૂજ્યબુદ્ધિવાળા છો, કે તેમ ન હોવાથી દુર્બુદ્ધિવાળા છો?” ત્યારપછી રાક્ષસીએ રાજા તથા મંત્રીને અનેક અધ્યાત્મ પ્રશ્નો પૂછ્યા. રાજા તથા મંત્રીએ યથોચિત ઉત્તર આપ્યા. જે સાંભળીને તેનું બ્રહ્મજ્ઞાન વિશેષ દૃઢ થયું અને પોતાની રાક્ષસી પ્રકૃતિનો ત્યાગ કર્યો. તૃષ્ણા એ જ એક ભયંકર રાક્ષસી છે. જેમ કર્કટીએ તૃષ્ણાને લીધે નાનું શરીર ઘારણ કર્યું હતું તેમ માણસ પણ તૃષ્ણાને કારણે નીચ અથવા અઘમ બને છે. આત્મજ્ઞાન વિના તૃષ્ણા શાંત થતી નથી. (૩૩) કર્મગ્રંથ એ ગ્રંથના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ છે. દિગંબર સંપ્રદાયના ગોમ્મસાર કર્મકાંડની જેમ જ શ્વેતાંબર સંપ્રદાયમાં કર્મગ્રંથનો પ્રચાર છે. જુદા જુદા પ્રકરણોને લઈને આ એક ગ્રંથ બની ગયો છે. વર્તમાનમાં છ કર્મગ્રંથ કહેવાય છે જેના નામ આ પ્રમાણે છે (૧) કર્મવિપાક, (૨) કર્મસ્તવ, (૩) બંદસ્વામિત્વ, (૪) ષડશીતિ, (૫) શતક, તથા (૬) સાસતિકા. પહેલા કર્મગ્રંથમાં કર્મની પ્રકૃતિઓનું વર્ણન છે, એટલે કે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની જુદી જુદી કેટલી પ્રકૃતિઓ છે તથા તેઓના નામ શું? બંઘના મુખ્ય હેતુઓ કયા? બીજા ગ્રંથમાં ગુણસ્થાનોની અપેક્ષાએ બંઘ, ઉદય, સત્તા, ઉદીરણા આદિનું સવિસ્તર કથન કરવામાં આવ્યું છે. ત્રીજા ગ્રંથમાં ૧૪ માર્ગણાની અપેક્ષાએ બંઘ સ્વામિત્વ બતાવેલું છે. ચોથા ગ્રંથમાં માર્ગણા સ્થાન વિચાર, ગુણસ્થાન વિચાર, ઉપયોગ વિચાર, ઇત્યાદિ ૧૦ દ્વાર છે. પાંચમા ગ્રંથમાં ઘવબંઘી, અદૃવબંઘી, દૃવોદયી, અઘુવોદયી, ધૃવસત્તા, અદૃવસત્તા, પરાવર્તમાન, અપરાવર્તમાન, પાપ, પુણ્ય, ઘાતી, અઘાતી આદિ પ્રવૃતિઓનું સવિસ્તર કથન કરેલું છે. છઠ્ઠા ગ્રંથમાં કેટલી પ્રકૃતિ બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓ વેદે એટલે અનુભવે, Scanned by CamScanner Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય તથા કેટલી પ્રકૃતિઓ બાંધતાં અને વેદતાં કઈ કઈ પ્રકતિઓ સત્તામાં હોય ઇત્યાદિ ૨૧ વર્ણન સચોટ રીતે કરેલ છે. શ્રીમદ્જીએ ઘણા સ્થળે કર્મગ્રંથ વાંચવાની ભલામણ કરી છે. (૩૪) કામદેવ શ્રાવક જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૨૨ (૩૫) કુંડરિક જુઓ ભાવનાબોઘ સપ્તમ ચિત્રઃ આઝવભાવના. (૩૬) કુમારપાળ ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજના મરણ પછી શ્રી કુમારપાળ રાજગાદીએ આવ્યા ત્યારે ઘણા રાજાઓ એમ માનતા કે તે નિર્બળ છે. એટલે કોઈએ ખંડણી ભરવાની ના કહી; કોઈ બંડ પોકારવા માંડ્યાં. પણ કુમારપાળ વીર હતા. તેથી એમણે બઘાને પરાસ્ત કર્યા. તેથી એમના રાજ્યનો વિસ્તાર વધ્યો. એઓ પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યની ખૂબ ભક્તિ કરતા ને દેશહિતના દરેક કાર્યમાં તેમની સલાહ લેતા. ગુરુદેવ પણ રાજાને યથાયોગ્ય માર્ગદર્શન આપતા. કુમારપાળે પોતાના ગુરુના આદેશથી વાંઝિયાનું ઘન લેવું બંધ કર્યું જેની સરેરાશ વાર્ષિક ઊપજ ૭૨ લાખ હતી. પોતાના સમસ્ત રાજ્યમાં જીવહિંસા ન કરવાનો હુકમ કાઢ્યો હતો અને પોતાના તાબા હેઠલના અઢારે દેશોમાં અમારી પ્રવર્તાવી હતી. એના રાજ્યમાં કોઈ “માર' શબ્દ કહે તેને પણ સજા થતી. ભગવાન મહાવીરના શાસનકાળમાં શ્રેણિક જેવા રાજા પણ કાલસૌકરિક કસાઈને એક દિવસ પણ ૫૦૦ પાડા મારતા રોકી ન શક્યા, તે કામ કુમારપાળે કર્યું હતું. સોમનાથ મહાદેવના મંદિરને સમાવરાવ્યું અને અનેક સારા કામો કર્યા. એના રાજ્યમાં દુકાળ ન હતો. ચોરનો ભય ન હતો. પ્રજા સુખી ને નીતિમાન હતી. - કુમારપાળે ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પોતાનું જીવન પવિત્ર બનાવ્યું. આથી તેઓ રાજર્ષિ કહેવાયા. ૮૧ વર્ષની ઉંમરે કુમારપાળ દેહત્યાગ કર્યો. એના જેવા રાજા અને હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ આ કાળમાં કોઈ થયા નથી. એમનાં જેટલાં ગુણ સ્મરણ કરીએ તેટલાં ઓછાં. (૩૭) ક્રિયાકોષો ક્રિયાકોષના કર્તા કિસનસિંહ સાંગાનેરના રહેવાસી અને જાતિના ખંડેલવાલ હતા. એમણે સં. ૧૭૮૪માં આ ગ્રંથ બનાવ્યો છે. ગ્રંથ પદ્યમાં છે. આ સિવાય ભદ્રબાહુ ચરિત્ર તથા રાત્રિભોજન કથા પણ એમની રચનાઓ છે. ક્રિયાકોષ Scanned by CamScanner Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ચરણાનુયોગનો ગ્રંથ છે. આમાં ગૃહસ્થોના બાહ્ય આચરણનું કથન વિસ્તારથી કરેલ છે. આ ગ્રંથ સને ૧૮૯રમાં શોલાપુરથી પ્રકાશિત થયો છે અને તે પછી શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી પણ છપાયો છે. (૩૮) કીલાભાઈ ગુલાબચંદ કિલાભાઈ એ ખંભાતના મુમુક્ષુ, વિશા શ્રીમાળી વાણીઆ અને અંબાલાલના સહચારી હતા. પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમનો ઘણો જ લાભ તેમણે લીધેલો. તેઓ પરમકૃપાળુદેવના સત્સંગનો લાભ લેવા વવાણિયા ગયેલા. સંવત ૧૯૫રમાં પરમકૃપાળુદેવ આણંદમાં પ્રેમચંદ રાયચંદ ઘર્મશાળામાં બિરાજેલા તે વખતે કીલાભાઈ આણંદ આવેલા. પાલણપુરમાં એક સ્થાનકવાસી સાધુએ ૪ મહિનાના ઉપવાસ કરેલા. એમને પારણું કરાવવા, એમના દર્શન કરવા ચોતરફથી ઘણા લોકો આણંદ સ્ટેશને ભેગા થયેલા. તે પ્રસંગે પૂ. સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવને કહ્યું કે–આ લોકો મોટી સંખ્યામાં પાલણપુરમાં સાધુના દર્શને જાય છે. બઘા ઘર્મ ઘર્મ કરે છે પણ મૂળ મારગ, મૂળ ઘર્મ શું? એ આપ કૃપા કરીને બતાવો તો ઉપકાર થાય. ત્યારે પરમકૃપાળુદેવે “મૂળ મારગ સાંભળો જિનનો રેએ પદ લખ્યું હતું. તે પ્રસંગે ઘણો બોઘ થયેલો. એ બધું કલાભાઈની સ્મૃતિમાં હતું. કિલાભાઈ બહુ જ સરલ પ્રજ્ઞાવંત મુમુક્ષુ હતા. તેમનો જન્મ સં.૧૯૨૬માં થયો હતો અને દેહત્યાગ સંવત ૧૯૮૯ વૈશાખ માસમાં થયો હતો. (૩૯) કુંવરજી આણંદજી. એ ભાવનગરના પ્રતિષ્ઠિત, શાસ્ત્રોના માર્મિક અભ્યાસી શ્રાવક હતા. એમનો જન્મ વિ.સં.૧૯૨૪માં થયો હતો. મુંબઈમાં શાંતાક્રુઝમાં શેઠ ત્રિભુવનદાસ ભાણજીને બંગલે પરમકૃપાળુદેવ નીચેના ભાગમાં રહેલા ત્યારે કુંવરજીભાઈને છ મહિના પરમકૃપાળુદેવના સત્સંગનો અપૂર્વ લાભ મળ્યો હતો. કુંવરજીભાઈ ત્રિભુવનદાસ શેઠ સાથે રહેલા. પરમકૃપાળુદેવ કુંવરજીભાઈ પાસે દરરોજ યોગવાસિષ્ઠ વંચાવતા. કુંવરજીભાઈએ આ લેખકને કહેલું કે–કોઈ કોઈ વખત પરમકૃપાળુદેવ યોગવાસિષ્ઠની વાંચના વખતે અદ્ભુત બોઘ વરસાવતા. તે વખતે કુંવરજીભાઈ ખૂબ જ વૈરાગ્ય રંગથી રંગાયેલા. પણ પછી તે બહુ પ્રવૃત્તિમાં પડી ગયા હતા. પરમકૃપાળુદેવનો સત્સંગ કરવા કુંવરજીભાઈ એક દિવસ ખંભાત પાસે વડવા પઘારેલા. વઢવાણ કેમ્પમાં પરમકૃપાળુદેવ બિરાજતા હતા, તે વખતે પણ કુંવરજીભાઈ એક દિવસ દર્શન કરવા આવેલા અને પરમકપાળદેવની આજ્ઞાથી પરમત પ્રભાવક મંડળની ટીપમાં રૂ.૩૦૧ લખાવેલા. કુંવરજીભાઈ ઉપર પરમકૃપાળુદેવે પાંચ છ બોઘપત્રો લખેલા છે. Scanned by CamScanner Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૨૩ કુંવરજીભાઈ, વઢવાણ કેમ્પમાં પરમકપાળદેવ સાથે સમાગમ થયો તે વખતે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરવા લાગ્યા: શાસ્ત્રો વાંચેલાં એટલે એમને એમ થયું કે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરું. પરમકૃપાળદેવે કહ્યું – કુંવરજીભાઈ, કંઈક લેવું અને કંઈક દેવું.' એટલે કુંવરજીભાઈ મૌન રહ્યા. પછી પરમકૃપાળુદેવે ઘણો બોધ કથા હતો. કુંવરજીભાઈ ઉપર પરમકૃપાળુદેવે તે વખતે અત્યંત કરુણા કરીને તેમને શાસ્ત્રોનું પરમ રહસ્ય સમજાવ્યું હતું. વિ.સં.૧૯૬૯ની સાલમાં પરમકૃપાળુ પ્રભુશ્રીજી શ્રી લઘુરાજસ્વામી ભાવનગર પઘારેલા ત્યારે કુંવરજીભાઈને ઘેર ત્રણ દિવસ રહ્યા હતા. કેશરિયાજીની યાત્રાએ કુંવરજીભાઈ આવેલા તે વખતે પણ પરમકૃપાળુ પ્રભુશ્રીજીની સાથે તેમને સમાગમ થયો હતો. પોતાના દેહત્યાગના લગભગ બે મહિના પહેલાં પરમકૃપાળુદેવે એમના ઉપર લખેલા બધા બોધપત્રો આ લેખકની હાજરીમાં એમણે વાંચેલા અને એ બોઘપત્રો વાંચતાં વાંચતાં એમને અપૂર્વ ભાવ ફરતો હોય! એમ જણાયેલું. કુંવરજીભાઈ શાંત ઠરેલ પ્રજ્ઞાવત મુમુક્ષુ હતા. વિ.સં. ૨૦૦૫માં એમનો દેહત્યાગ થયો હતો. (૪૦) કુંવરજીભાઈ કલોલવાળા પવિત્ર આત્માર્થી શ્રી જૂઠાભાઈના એ સાળા થાય, શ્રી ઉગરીબેનના ભાઈ થાય. પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમમાં તે પણ વિશેષ આવેલા. અમદાવાદના શ્રી પુંજાભાઈ તથા શ્રી પોપટલાલભાઈને પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમનો અપૂર્વ લાભ લેવાની પ્રથમ પ્રેરણા કુંવરજીભાઈએ કરેલી. પૂજ્ય શ્રી લઘુરાજસ્વામીને પ્રથમ મળીને એમની પાસેથી પરમકૃપાળુદેવ વિષે સાંભળીને પરમકૃપાળુદેવ પાસે જવા કુંવરજીભાઈએ બન્ને મુમુક્ષુઓને ખાસ કહેલું. તે પ્રમાણે બન્ને મુમુક્ષુઓ શ્રી પૂંજાભાઈ તથા શ્રી પોપટલાલભાઈ પ્રથમ શ્રી લઘુરાજસ્વામીને કાંકરિયા મળ્યા અને પછી પરમકૃપાળુદેવ પાસે ગયા. પરમકૃપાળુદેવના દેહત્યાગના થોડા વર્ષો પછી એમનો દેહત્યાગ થયો હતો. (૪૧) કૃષ્ણજી. શ્રીકૃષ્ણના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ એમના શત્રુઓને ત્યાં ઉત્પાતો થવા લાગ્યા. કંસે પ્રથમથી જ એમ જાણ્યું હતું કે દેવકીની કુક્ષિથી ઉત્પન્ન થનાર સાતમા પુત્ર વડે મારું મૃત્યુ થવાનું છે, તેથી તે દેવકીના પુત્રોને મારી નાખવા પ્રયત્ન કરતો, પણ દેવતાઓ દેવકીના પુત્રોને કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકી આવતા અને તેને ઠેકાણે મરેલા પુત્રોને મૂકી દેતા. કૃષ્ણના જન્મ સમયે પણ કંસે ખૂબ જ ચોકી રાખેથી શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ Scanned by CamScanner Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ૨૪ મધ્યરાત્રે દેવકીએ શ્રીકૃષ્ણને જન્મ આપ્યો. પુત્રજન્મના ખબર આપવા રાખેલા નોકરો તે સમયે નિદ્રાધીન થઈ ગયા. તેથી તરત જ દેવકીએ દાસીઓને મોકલીને વસુદેવને બોલાવ્યા તથા પુત્રની રક્ષા માટે પ્રાર્થના કરી. જો કંસને પુત્ર જન્મની ખબર પડશે તો તે જરૂર પુત્રને માર્યા વિના નહીં રહે. માટે આપ અહીંથી આને નંદના ગોકુળમાં લઈ જાઓ. તરત જ સ્નેહાર્દ્ર વસુદેવ પુત્રને લઈને ચાલી નીકળ્યા. તે સમયે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉદ્યોત કર્યો. પુત્રના પુણ્ય પ્રભાવે નગરનો દરવાજો પણ ઊઘડી ગયો. વસુદેવ સકુશલ નંદને ઘેર પહોંચી ગયા. તે સમયે નંદની પત્ની યશોદાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. એટલે વસુદેવે તે પુત્રી લઈને પુત્રને ત્યાં ઘીરેથી મૂકી દીધો, અને દેવકી પાસે આવીને તે કન્યા મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરી બહાર ચાલ્યા ગયા. ત્યાર પછી ચોકીદારો જાગૃત થયા. અને શું જન્મ્યું? એમ પૂછતો કંસ પણ અંદર આવ્યો. કન્યાને જોઈને તે મનમાં બોલ્યો કે—આ કન્યા શું કરવાની છે ? શ્રીકૃષ્ણ ગોકુળમાં મોટા થવા લાગ્યા. દેવકી કોઈ સમયે ગુપ્ત રીતે જઈને પુત્રને જોઈ આવતી. એક દિવસે કંસે દેવકીની તે કન્યાને જોઈ. તેથી ભય પામી તેણે ઘેર આવી વિદ્વાન નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું કે “દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું, તે વૃથા છે કે કેમ ?’’ નૈમિત્તિકે કહ્યું કે “મુનિનું કહેલું મિથ્યા થતું જ નથી. તમારો અંત લાવનાર દેવકીનો સાતમો ગર્ભ કોઈ પણ સ્થળે જીવતો છે એમ જાણજો. તેની પરીક્ષા અર્થે તમારો બળવાન બળદ, અશ્વ, ખર અને મેષ વૃંદાવનમાં મૂકો. જે એને વશ કરશે તે જ તમારો શત્રુ છે એમ નિશ્ચય જાણજો. વળી જે કાળીનાગને દમશે, ચાણ્રમલ્લનો વધ કરશે, તમારા પદ્મોત્તર ને ચંપક નામના બે હાથીઓને મારશે, તે જ તમને પણ મારશે.” પછી કંસે પરીક્ષા કરવા માંડી તેથી તેને ખબર પડી કે કૃષ્ણ મારો શત્રુ છે. ચાણ્ર કૃષ્ણને મલ્લયુદ્ધમાં મારી નાખશે એમ માની કંસે કૃષ્ણને પોતાના મલ્લ સાથે મલ્લયુદ્ધ કરવા કહ્યું. શ્રીકૃષ્ણે ચાણ્રમલ્લને મલ્લયુદ્ધમાં પ્રાણરહિત કર્યો. તેથી ભય પામીને ક્રોધપૂર્વક કંસ બોલ્યો કે આ બન્ને (બળરામ તથા કૃષ્ણ) ગોવાળોને મારી નાખો, વિલંબ કરો નહીં; અને આ બન્ને સર્પોનું પોષણ કરનાર નંદને પણ મારો. આવા વચનથી વિશેષ કુપિત થયેલા કૃષ્ણે કંસને સિંહાસનથી નીચે પાડી તરત જ પરલોક પહોંચાડી દીધો, તેના સુભટો રક્ષા માટે આવ્યા તેઓને બળરામે કાગડાઓની જેમ નસાડી મૂક્યા. કંસની સ્ત્રી જીવયશાએ પોતાના પિતા જરાસંઘ પાસે જઈ શોકપૂર્વક બધી હકીકત કહી તેથી જરાસંઘે કહ્યું કે હું હમણા કંસના શત્રુઓને પકડી મગાવી તારી સમક્ષ હાજર કરું છું. તું ખેદ ન કર. પછી સમુદ્રવિજય પાસે જરાસંઘનો દૂત આવ્યો અને Scanned by CamScanner Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૨૫ રામ તથા કૃષ્ણની માગણી કરી, સમુદ્રવિજયે આપવાની સ્પષ્ટ ના કહી તેથી તે જરાસંઘ લડવા આવ્યો, પણ તે પહેલા સમદ્રવિજયે બધાની સાથે યોગ્ય વિચાર કરીને શૌર્યપુરનો ત્યાગ કર્યો અને દ્વારિકાને પોતાની રાજધાની બનાવી. જરાસંઘનો ભય ટળ્યો. ત્યાં શ્રીકૃષ્ણ સુખપૂર્વક નિર્ભયપણે રાજ્ય કરવા લાગ્યા. એક વાર શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથના સમવસરણમાં ગયા. દેશના સાંભળ્યા પછી તેઓએ ભગવાનને પૂછ્યું કે, આપ સર્વજ્ઞ છો. સર્વે વસ્તુઓને જાણનારા છો. જગતમાં બધી વસ્તુઓનો નાશ થાય છે, તો આ દેવનિર્મિત દ્વારિકા નગરીનો નાશ શાથી છે? તથા મારું મરણ કોના નિમિત્તે છે? ભગવાને કહ્યું કે આજથી બાર વર્ષ પછી કૈપાયન મુનિના કારણે આ દ્વારિકાનો નાશ થશે તથા તમારા ભાઈ જરાકુમારના હાથે તમારું મરણ થશે. તે સાંભળી તૈપાયન તથા જરાકુમાર દ્વારિકાથી દૂર જતા રહ્યા. દ્વૈપાયન ભૂલથી પાછા દ્વારિકાની બહાર જંગલમાં આવી તપ કરવા લાગ્યા. તે સમયે કૃષ્ણના પુત્રો વનમાંથી ઘેર આવતા હતા. દ્વૈપાયન ઋષિને જોઈને તેઓ તેમને પથરા મારી મારીને કહેવા લાગ્યા કે આ આપણી નગરીનો નાશ કરનાર છે. વૈપાયન કુપિત થયા અને નિયાણું કરીને મરણ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. પૂર્વનું વૈર સંભારીને તે તત્કાલ ત્યાં આવ્યા પણ લોકોને ઘર્મમાં તત્પર જોઈને ચાલ્યા ગયા. કાળાંતરે લોકોએ વિચાર્યું કે હવે ભય ટળી ગયો છે. તેથી તેઓ ઘાર્મિક પ્રવૃત્તિમાં શિથિલ થયા, તે જોઈ પેલા અગ્નિકુમારે દ્વારિકા સળગાવી મૂકી. ચારે બાજુ હાહાકાર થઈ રહ્યો. ઘણ્ થ શબ્દ કરતો અગ્નિ પ્રજ્વલિત થયો અને લોકો તેમાં લાકડાની જેમ બળવા માંડ્યા. શ્રીકૃષ્ણ કોઈને ન બચાવી શક્યા. - શ્રીકૃષ્ણ તથા બળદેવ ત્યાંથી વન ભણી ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ કૌશાંબી નગરીના વનમાં આવી પહોંચ્યા. ત્યાં કૃષ્ણને અતિશય તરસ લાગી, તેથી બળદેવ તેમને એક ઝાડ નીચે બેસાડી પાણી લેવા ગયા. શ્રીકૃષ્ણ એક પગ બીજા ઢીંચણ ઉપર ચઢાવી પીળું વસ્ત્ર ઓઢીને વૃક્ષની નીચે સૂતા અને ક્ષણમાં નિદ્રાવશ થઈ ગયા. એટલામાં હાથમાં ઘનુષ્ય રાખતો વ્યાઘચર્મના વસ્ત્રને ધારણ કરતો અને લાંબી દાઢીવાળો શિકારી થયેલો જરાકુમાર ત્યાં આવ્યો. તેણે મૃગની બુદ્ધિથી શ્રીકૃષ્ણના ચરણકમળમાં તીણ બાણ માર્યું. બાણ વાગતાં જ તેમના મોંઢામાંથી ચીસ નીકળી. માણસનો અવાજ સાંભળીને જરાકુમાર પાસે આવ્યો અને શ્રીકૃષ્ણને જોઈને બહુ ખેદ કરવા લાગ્યો. કૃષ્ણ કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા. જે થવાનું હતું તે થયું. શોક કરીશ નહીં. બળદેવ આવશે તો તને મારશે. તું પાંડવો પાસે જા અને તેઓને બધી હકીકત કહેજે. જરાકુમારના ગયા પછી શ્રીકૃષ્ણનો દેહત્યાગ થયો હતો. Scanned by CamScanner Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત (૪૨) કૃષ્ણદાસ કૃષ્ણદાસનો જન્મ ખંભાતમાં પાટીદાર કુળમાં થયો હતો. તેઓ વૈરાગ્યવાન હતા. પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ સત્સંગ સમાગમનો તેઓ અપૂર્વ લાભ પામેલા. એમના ઉપર અને એમના માટે પરમકૃપાળુદેવે બોઘપત્રો લખેલા છે. દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષહ વિષે તથા યોગવાસિષ્ઠ રામાયણ ત્રીજા પ્રકરણથી તેમને વાંચી સંભળાવવા તેમના ચિત્તની અસ્વસ્થ દશામાં શ્રીમદ્જીએ પત્રાંક ૫૩૭ માં શ્રી અંબાલાલ આદિને ભલામણ કરેલી છે. પત્રાંક ૫૦૩ માં શ્રીમજી લખે છે: “શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્ત્વ હર્ષ થયો છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે.” (૪૩) કેશવલાલભાઈ, લીમડી કેશવલાલભાઈ લીંમડીના રહીશ શ્રાવક હતા. પરમકૃપાળુદેવના સમાગમમાં ઘણી વખત આવેલા. કેશવલાલભાઈ શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસી હતા. પ્રજ્ઞાવંત હતા. પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ સમાગમે તેઓ અપૂર્વ શાંતિ પામ્યા. સંવત્ ૧૯૯૬માં પાલીતાણામાં પ્રભુશ્રીજી બિરાજતા હતા. તે વખતે કેશવલાલભાઈ તથા એમનાં ઘર્મપત્ની બન્ને એમના દર્શનાર્થે આવેલાં અને બન્નેએ અપૂર્વભાવથી યાવજ્જીવ બ્રહ્મચર્યનાં પચખાણ ગ્રહણ કર્યા હતાં. એમણે એમની તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ પરમકૃપાળુદેવના ચરણમાં લીન થવામાં કર્યો. પરમકૃપાળુદેવે એમના ઉપર અત્યંત કરુણા કરીને સર્વ શાસ્ત્રોના સાર સ્વરૂપ આત્મઘર્મની પ્રાપ્તિ કરાવી. પરમ સમતા પરમ સમાથિભાવથી તેઓનો દેહત્યાગ થયો હતો. (૪૪) કેશીસ્વામી કેશીસ્વામી ભગવાન પાર્શ્વનાથની અને ગૌતમ ગણધર ભગવાન મહાવીરની પરંપરાના ઉપાસક હતા. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં ચાર મહાવ્રત હતા, અપરિગ્રહનો બ્રહ્મચર્યમાં સમાવેશ થતો હતો. એક વાર તે બન્ને મહાત્માઓ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. એક જ ઘર્મના અનુયાયી હોવા છતા ચાર અને પાંચ મહાવ્રત સંબંધી લોકોની શંકા દૂર કરવા અર્થે બન્ને એકઠા મળ્યા તથા શાંતિપૂર્વક કેશીસ્વામીએ બઘાને સમજાવવા માટે ગૌતમસ્વામીને કેટલાક પ્રશ્નો પૂછ્યા, શ્રી ગૌતમે સમતા પરિણામે નિષ્પક્ષપણે તેઓનું સમાઘાન કરી આપ્યું. તેથી દેશી સ્વામી આગ્રહ છોડીને ભગવાન મહાવીરની પરંપરામાં પુનઃ દીક્ષિત થયા. શ્રીમદ્જી લખે છે કે “કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરલ હતા? બન્નેનો એક માર્ગ જણાવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાલમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહી તેમાં કેટલો કાલ જાય. તેમાં કાંઈ છે નહીં. પણ અસરલતાને લીઘે બને જ નહી.” Scanned by CamScanner Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય (૫) ખીમજીભાઈ શ્રી ખીમજીભાઈ અંજારના રહીશ હતા. પરમકપાળદેવના બનેવી ટોકરી મહેતાના ભાઈ થાય. તેઓ પરમકૃપાળુદેવના સમાગમમાં ઘણી વખત આવેલા. મુંબઈમાં રહેતાએમના ઉપર થોડાક બોઘપત્રો લખાયાં છે. શ્રી રેવાશંકર જગજીવનની પેઢીએ તે શ્રીમદ રાજચંદ્રના સમાગમ અર્થે વારંવાર જતા. એક વખત રેવાશંકરભાઈએ તેમને ઘમકાવ્યા અને કહ્યું કે તમે લોકો એમને ગાંડા કરી નાખશો, કામ વગર અહીં આવવું નહીં. તેથી તે જતા રહ્યા. પણ શ્રીમદ્જી તેમને ત્યાં મળવા ગયા, અને તેમને ખોટું લાગ્યું હોય તે દૂર કરવા તેમને પૂર્વભવનો સંબંઘ કહી બતાવ્યો કે જ્યારે અમે રાજકુંવર હતા ત્યારે તમે પ્રધાન હતા. પત્રાંક ૨૩૬માં શ્રીમજી લખે છે– ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે.” (૪૬) ખુશાલભાઈ ખુશાલભાઈ ખંભાતના મુમુક્ષુ હતા. સુપ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈના તે સાળા થાય. અંબાલાલભાઈના સંગથી પરમકૃપાળુદેવનાં દર્શન સમાગમનો અપૂર્વ લાભ તે પામ્યા હતા. તેમના સમાધિમરણ અર્થે પરમકૃપાળુદેવે પત્રાંક ૬૯૨ લખ્યો હતો અને પરમકૃપાળુદેવની આજ્ઞાથી પ્રભુશ્રીજીએ ખુશાલભાઈને ઘેર જઈ એમને બ્રહ્મચર્યનાં પચખાણ આપ્યાં હતાં, અને સમાધિમરણ કરાવ્યું હતું. અંબાલાલભાઈએ ખુશાલભાઈને જાગૃતિ આપવા એક પત્ર લખેલ છે જે નીચે પ્રમાણે છે- “જીવને સચેત ઉપયોગ સ્ત્રી આદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ થર્મમાં નથી રહેતો અને જીવ શ્રેય થવું ઇચ્છે છે એ બને કે કેમ? સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિમાર્ગ એ જ આરાઘવા ભલામણ કરી આ પત્ર પૂરો કરું છું.” પરમકૃપાળુની અનંત કરુણાથી ખુશાલભાઈ સાવઘાન થઈ ગયા. સ્મરણમાં ઉપયોગ રાખી શાંતિથી, સમતાથી, સમાધિથી સંવત ૧૯૫૨ માં દેહત્યાગ કરી પરમ દુર્લભ એવો આ મનુષ્યદેહ સફળ કરી ગયા. • (૪૭) ગજસુકુમાર જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૩ અનુપમ ક્ષમા (૪૮) ગોશાલક જૈનાગમ પ્રમાણે મંખલિપુત્ર ગોશાલક ભગવાન મહાવીરનો શિષ્ય હતો. કાલાંતરે ભગવાનથી વિરુદ્ધ થઈ તેણે પોતાના સ્વતંત્ર સંઘની સ્થાપના કરી. Scanned by CamScanner Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ગોશાલક પોતાને ‘જિન’ માનતો હતો. એક વાર એક શિષ્ય ભગવાન મહાવીરને કહ્યું કે ગોશાલક પોતાને ‘જિન’ માને છે. ભગવાને કહ્યું કે તે ‘જિન’ નથી કારણ તેમાં જિનનાં લક્ષણો નથી. ઘીમે ઘીમે આ વાત ગોશાલકને કાને પહોંચી તેથી તે ક્રોધે ભરાયો અને ભગવાન પાસે આવીને ગમે તેમ બોલવા માંડ્યો. અપશબ્દો કહ્યા. સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના સાધુઓએ પેલાને ઘણો સમજાવ્યો. પણ તેથી તે વિશેષ કુપિત થયો અને પોતાની તેજોલેશ્યા નાખીને બન્ને સાધુઓને બાળી મૂક્યા. ભગવાન પર પણ તેજોલેશ્યા મૂકી પણ તેથી થોડા દિવસમાં તેનું પોતાનું જ મરણ થયું, એમ જૈનાગમ ભગવતીના પંદરમા શતકમાં સવિસ્તર વર્ણન કરેલું છે. (૪૯) ગૌતમ ગણધર ભગવાન મહાવીર ઘનઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન પામ્યા. દેવોએ આવી સમવસરણ રચ્યું. બધા પોતપોતાના સ્થાને ભગવાનનો ઉપદેશ સાંભળવા શાંત તથા એકાગ્ર ચિત્તે બેસી ગયા. ભગવાને દેશના આપી પણ તે પથ્થરવાળી જમીન પર પડેલા વરસાદની જેમ નિષ્ફળ ગઈ; કારણ કે કોઈ મનુષ્ય દેશના સાંભળવા આવ્યો નહીં અને કોઈએ વ્રતનિયમ ગ્રહણ કર્યા નહીં. પછી પ્રભુ અપાપાપુરીના મહસેન નામના વનમાં આવ્યા. ત્યાં સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ હોવાથી ઘણા વિપ્રો એકઠા થયા હતા. તેમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ નામે ત્રણ સગા ભાઈઓ, જેઓ ચૌદ વિદ્યાઓમાં નિપુણ હતા,તેઓ પણ ત્યાં આવ્યા હતા. તે સમયે આકાશમાર્ગે દેવો ભગવાન મહાવીરને વાંદવા આવતા હતા. તે જોઈને તે બ્રાહ્મણોને એમ થયું કે, અહો ! આ યજ્ઞનો કેવો મહિમા છે ? અહીં સાક્ષાત્ દેવો પધારે છે. એટલામાં તો તે દેવોને યજ્ઞમંડપ તજીને બીજી બાજુ જતા જોઈને, તેઓ ખેદ પામ્યા. પછી તે દેવો ભગવાન મહાવીરને વાંઠવા આવ્યા છે એમ માણસોના મુખથી જાણીને ઇંદ્રભૂતિ વિચારવા લાગ્યા કે અરે ! હું સર્વજ્ઞ છું. મારા સિવાય આ સંસારમાં બીજો કોણ સર્વજ્ઞ છે! આ દેવો મને મૂકીને ક્યાં જાય છે! આજે દેવો ભૂલ્યા છે એમ લાગે છે. પ્રભુને વાંદી પાછા વળતા લોકોને તેમણે હાસ્યપૂર્વક પૂછ્યું કે હે મનુષ્યો! તમે જેને વાંદીને આવો છો તે સર્વજ્ઞ કેવો છે? લોકોએ કહ્યું, અમે સર્વજ્ઞના ગુણોનું વર્ણન કરવામાં અસમર્થ છીએ. લોકોના આવા વાક્યો સાંભળી ઇંદ્રભૂતિ વિચારવા લાગ્યા કે આ કોઈ મહાભૂત છે અથવા કપટનું ઘામ છે. અભિમાનમાં આવીને તેઓ એકદમ બોલી ઊઠ્યા, મારે હવે આ સર્વજ્ઞનો પરાજય કરવો જોઈએ. જ્યાં સુધી હું બોલતો નથી ત્યાં સુધી જ તે પોતાને સર્વજ્ઞ મનાવે છે. મને જોતાં જ તેનું સર્વજ્ઞપણું નાશ પામી જશે. એમ ઘારી તે વિવાદ અર્થે ભગવાન પાસે આવ્યા. ભગવાનને જોતાં ગૌતમની વિવાદ કરવાની Scanned by CamScanner Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ઇચ્છા પલાયન કરી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે અહો ! આ તો કોઈ મહાન પુરુષ છે, આની સાથે વાદવિવાદ કરવાનું મેં ખોટું સાહસ કર્યું; હવે મારે શું કરવું? એટલામાં ભગવાને કહ્યું, હે ઇન્દ્રભૂતિ! તું અત્રે ભલે આવ્યો. એ સાંભળી ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું, પણ પછી વિચાર કરવા લાગ્યા કે હું જગતમાં પ્રસિદ્ધ છું મારું નામ કોણ ન જાણે ? ત્યાર પછી ભગવાન બોલ્યા કે “હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં ‘જીવ છે કે નહીં’ એવી શંકા છે તે તમને વેદના અમુક પદો પરથી ઉત્પન્ન થઈ છે અને તેનું સમાઘાન આમ છે.’’ આ પ્રમાણે ભગવાને જીવનું અસ્તિત્વ સિદ્ધ કરી આપ્યું તેથી ગૌતમ ભગવાનના પ્રધાન શિષ્ય બની ગયા. પ્રભુએ પોતાનાં નિર્વાણ સમયે ગૌતમસ્વામીને કોઈ એક ગામમાં દેવશર્મા બ્રાહ્મણને બોધવા અર્થે મોકલ્યા હતા. તેને પ્રતિબોધીને પાછા વળતા ગૌતમે શ્રી વીર પ્રભુનું નિર્વાણગમન સાંભળ્યું. તેથી તેમના મનને ઘણો આઘાત લાગ્યો. મુનિ છતાં શોકના સમુદ્રમાં ડૂબી ગયા. પછી વિચાર આવ્યો કે વીતરાગ કોઈ પર રાગ કરે નહીં; હું વ્યર્થ રાગ રાખું છું.આમ રાગ છૂટી જતાં તરત તેમને કેવળજ્ઞાન થયું. એમનું નામ ઇંદ્રભૂતિ હતું અને ગૌતમ એમનું ગોત્ર હતું. પણ વ્યવહારમાં તેઓ ગૌતમસ્વામીના નામે જ ઓળખાય છે. (૫૦) ગૌતમ ઋષિ ગૌતમ ઋષિ ન્યાયદર્શનના આદ્યપ્રણેતા મનાય છે. ન્યાયસૂત્ર એમના જ બનાવેલા છે. ન્યાયસૂત્રના રચનાકાલના સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક એને ઈસા પૂર્વની રચના માને છે, ત્યારે.બીજાઓ પછીની રચના કહે છે. (૫૧) ગોમ્મટસાર . ગોમ્મટસાર કર્મસંબંધી એક ઉચ્ચ કોટિનો પ્રાકૃત દિગંબરીય ગ્રંથ છે. એના જીવકાંડ અને કર્મકાંડ એમ બે વિભાગ છે. જીવકાંડમાં ગતિ આદિ માર્ગણાઓનું વિસ્તારપૂર્વક વિવેચન છે. કર્મકાંડમાં કર્મપ્રકૃતિઓની સત્તા, બંધ, ઉદય, ઉદીરણા તથા કર્મપ્રકૃતિઓ કેટલી છે, કેવી રીતે બંધાય છે, ઇત્યાદિ સંબંધી વિસ્તૃત વર્ણન છે. કર્મપ્રકૃતિઓને સમજવા માટે આ એક જ ગ્રંથ પૂરતો છે. આ રચના શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીની છે. આ સિવાય બીજા પણ એમના રચેલા ગ્રંથો છે, જેમ કે ક્ષપણાસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર. આ બધા ગ્રંથો સૂક્ષ્મ સિદ્ધાંતકથનથી પૂર્ણ ભરેલા છે. શ્રીમદ્ભુએ ગોમ્મટસારના સ્વાઘ્યાયની ભલામણ મુમુક્ષુઓને કરી છે. ગ્રંથકર્તાનો સમય ઈ.સ. ૧૧૦૦ મનાય છે. આના ઉપર સંસ્કૃત તથા હિંદી ટીકા પણ છે. ગોમ્મટસાર કર્મકાંડ અને જીવકાંડ બન્ને આશ્રમ તરફથી પ્રકાશિત થાય છે. Scanned by CamScanner Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિમિ. (પર) ચત્રભુજભાઈ ચત્રભુજભાઈ મોરબી તાબાના જેતપુર ગામના રહીશ હતા. પરમકૃપાળુદેવના મોટા બનેવી થાય. પરમકૃપાળુદેવે એમને હૃદયરૂપ ગણેલા છે, ઘણા બોધપો તેમના ઉપર શરૂઆતમાં લખેલા છે. પ્રથમ તેઓ હનુમાનની ઉપાસના કરતા હતા અને તેમના કહેવાથી પરમકૃપાળુદેવે હનુમાનની સ્તુતિ પણ લખી હતી. પછીથી તેઓ શ્રીમદ્જીના સમાગમે વીતરાગના રાગી બન્યા હતા. પરમકૃપાળુદેવનાં લગ્ન થયા પછી મોરબીથી વવાણિયા સિગરામમાં તેઓ પરમકૃપાળુદેવ સાથે ગયા હતા મોરબીથી વિદાય લીધા પછી તરત જ કેસરનાં છાંટણાં સિગરામ ઉપર પડ્યા હતા. તે પ્રસંગે પરમકૃપાળુદેવે ચત્રભુજભાઈને કહ્યું હતું, મહેતા! આ કેસરનાં છાંટણાં પડ્યાં છે, તે અમે યુગપ્રઘાન છીએ એની આ નિશાની છે. ચત્રભુજભાઈને પરમકૃપાળુદેવનો ઘણો જ સમાગમ થયેલો. પરમકૃપાળુદેવે પોતાની પરમ અદ્ભુત દશા એમના પ્રત્યેના બોધપત્રોમાં પ્રકાશેલ છે. પરમકૃપાળુ દેવના નિર્વાણ પછી ઘણા વર્ષો સુધી ચત્રભુજભાઈ હયાત હતા અને પ્રભુશ્રીજીના નિકટ સમાગમમાં આવેલા, અગાસ આશ્રમમાં પણ ચાર પાંચ વખત આવેલા. એક વખત તો બે મહિના આશ્રમમાં રહ્યા. નાનપણની ઘણી અલૌકિક વાતો પરમકૃપાળુદેવ સંબંધી કરતા. અપૂર્વ શાંતિ-સમતાથી તેઓ દેહત્યાગ કરી ગયા. (૫૩) ચમર ચમરેંદ્રનો ઉત્પાત એ આ અવસર્પિણી કાળનો એક આછેરો ગણાય છે. તામલી તાપસ અજ્ઞાન તપ કરી વિશિષ્ટ પુણ્યને લઈને ચમરેંદ્ર (ભુવનપતિનો ઇંદ્ર) થયો હતો. તેણે પોતાના માથા ઉપર સૌથર્મેન્દ્રનું સિંહાસન જોયું તેથી ક્રોધથી તેની સામે જવા તૈયાર થયો. ત્યારે બીજા દેવોએ તેને કોઈ બળિયા પુરુષનું શરણ લેવાની સલાહ આપી. એટલે તે છવાસ્થ અવસ્થાએ વિચરતા શ્રી મહાવીર પ્રભુનું શરણ લઈને ત્યાં ગયો. સૌથર્મેન્દ્ર એને મારવા માટે વજ ફેંક્યું તેથી ચમહેંદ્ર ડરીને નાસી જઈ પ્રભુના ચરણ નીચે કુંથુઆનું રૂપ કરીને સંતાઈ ગયો. સૌથર્મેદ્ર ભગવાનની આશાતનાના ડરથી વજ પાછું ખેંચી લીધું અને સાઘર્મિક ગણીને ચમરેંદ્રની માફી માગી. શ્રીમદ્જીએ પત્રાંક ૧૫૭/૩માં મહાવીર પ્રભુની તે વખતની દશા વર્ણવી છે. તે (૫૪) ચારિત્રસાગર ચારિત્રસાગર એક મુનિનું નામ છે. તેઓએ કેટલાંક પુરુષાર્થ પ્રેરક પદો રચ્યાં છે. તેમની નિર્ભય વાણી મુમુક્ષજીવને ઘણું કરી થર્મપુરુષાર્થમાં બળવાન કરે છે. Scanned by CamScanner Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય (૫૫) ચાર વેદ વેદ હિંદુઓના પ્રાચીન ગ્રંથો છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. તે સમયના અષિમનિઓએ વેદોમાં સામાન્યપણે જે પોતાને અનુભવ થયો તે અનુભવ જ ગાયા જો કે તેઓ વેદોને અપૌરુષેય માને છે. છતાં રચના પરથી તે ઘણા પ્રાચીન લાગી છે વેદજ્ઞાન ચાર વિભાગોમાં વિભક્ત છે - (૧) વેદ - એમાં “ઋચાઓ”નો, દેવતાઓની પ્રાર્થના અને સ્તુતિઓનો સંગ્રહ છે. (૨) યજુર્વેદ એમાં દેવતાઓના યજનયજ્ઞ સંબંધી સવિસ્તર વર્ણન કરેલું છે. (૩) સામવેદ - એ ઘણે ભાગે ઋગ્યેદની ઋચાઓનો જ બનેલો છે અને એમાં એ ઋચાઓનાં ગાન છે. (૪) અથર્વવેદ એ મૂળ “અથર્વન' નામના બ્રાહ્મણોનો વેદ છે, એમાં કેટલીક ત્રસ્વેદની ઋચાઓ (સ્તુતિઓ) છે, અને તે ઉપરાંત અભિચાર (જાદુ) પ્રયોગના મંત્રો વગેરે છે. દરેક વેદના ત્રણ ત્રણ વિભાગ છે - (૧) સંહિતા (૨) બ્રાહ્મણ અને (૩) આરણ્યક તથા ઉપનિષદ એટલે ભક્તિ. કર્મ અને જ્ઞાન એ જ સંહિતાદિનો મુખ્ય વિષય છે એમ લાગે છે. શ્રીમદ્જી મહાત્મા ગાંધીજીના પ્રશ્નોમાંના એક પ્રશ્નના ઉત્તરમાં લખે છે–“ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે.” (પત્રાંક ૪૩૦, પ્રશ્ન ૯મો) જૈન પદ્ધતિએ ચાર વેદનાં નામો આ પ્રમાણે છે - પ્રથમાનુયોગ (કથાનુયોગ), ચરણાનુયોગ, ગણિતાનુયોગ તથા કરણાનુયોગ. પ્રથમનુયોગમાં મહાપુરુષોના ચરિત્રો આવે છે, ચરણાનુયોગમાં મુનિ તથા સાઘકોના આચારનું વર્ણન હોય છે, ગણિતાનુયોગમાં લોકનું તથા કમનું વર્ણન હોય છે, અને દ્રવ્યાનુયોગમાં પદાર્થોના સ્વરૂપનું કથન હોય છે. ન (પ૯) ચિદાનંદજી શ્રીમદ્જીના જન્મવર્ષે ચિદાનંદજીનો દેહવિલય થયો હતો. એમનું મૂળ નામ કપૂરવિજય હતું. અધ્યાત્મરસિક હોવાથી પછીથી કપૂરવિજયમાંથી ચિદાનંદ થયા. એમનો વિશેષ પરિચય શ્રીમદ્જીએ પત્રાંક ૨૨ માં સ્વરોદય જ્ઞાનના લેખમાં પોતે આપેલ છે. એમનું એક પદ બહુ સૂચક છેઃ આ “લાખ બાતકી બાત યહ, તોકું દેય બતાય; પરમાતમ પદ જો ચહે, રાગ દ્વેષ તજ ભાય.” કોઈએ એમની પાસે મોક્ષમાર્ગની માંગણી કરી ત્યારે એમણે આ પદ કહ્યું. પેલા ભાઈએ વિશેષ કહેવા કહ્યું ત્યારે ચિદાનંદજીએ કહ્યું કે વિશેષ જોઈએ તો બીજી દૂકાનો ઘણી છે, ત્યાં જાઓ. Scanned by CamScanner Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૫૭) ચિલાતીપુત્ર ચિલાતીપુત્રનો જીવ પૂર્વભવમાં યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ હતો. ચારિત્ર પ્રત્યે જુગુપ્સા રાખવાથી મરીને રાજગૃહનગરમાં ઘનાવહ શેઠની ચિલાતી નામની દાસીને પેટે અવતર્યો તેથી લોકો તેને ચિલાતીપુત્ર કહેવા લાગ્યા. ચિલાતીપુત્રની પૂર્વભવની ભાર્યા તે જ શેઠને ત્યાં કન્યારૂપે જન્મી હતી. ચિલાતીપુત્ર શેઠની કન્યા સાથે ઘણો પ્રેમ કરતો હતો. કન્યાની સાથે કુચેષ્ટા કરતાં જોઈને શેઠે તેને ઘેરથી કાઢી મૂક્યો. તે ચોરોની ટોળીમાં ભળ્યો અને કાળક્રમે તેઓનો નાયક થઈ પડ્યો. એકદા તેણે પોતાની ટોળી સાથે તે ઘનાવહ શેઠને ત્યાં ઘાડ પાડી અને તેમનો માલ તથા કન્યાને ઉપાડી ગયો. સિપાહીઓ પાછળ પડ્યા, તેથી ક્યાનું માથું કાપી સાથે લઈને વન તરફ નાસવા માંડ્યો. આગળ જતાં એક મુનિને જોઈને ઘમોપદેશની માગણી કરી. મુનિએ તેને યોગ્ય જીવ જાણીને કહ્યું: “તારે શમ, વિવેક અને સંવરમાં રહેવું જોઈએ!” આ સાંભળીને ચિલાતીપુત્રના પૂર્વભવના સંસ્કારો જાગૃત થયા, તથા તે ત્યાં જ કાયોત્સર્ગમાં અડોલ ધ્યાને ઊભો રહ્યો. લોહીને લઈને બહુ કીડીઓ આવી અને તેના શરીરને ચાલણીની પેઠે છિદ્રવાળું કરી નાખ્યું તો પણ તે પોતાના ધ્યાનથી વિચલિત ન થયો અને અઢી દિવસ ભયંકર ઉપસર્ગ સહન કરીને દેવલોકે ગયો. (૫૮) ચંદ્રપ્રભ ભગવાન પ્રાચીન સમયમાં આ ભારતવર્ષમાં ચંદ્રપુરી નામની એક અતિ પ્રસિદ્ધ નગરી હતી. ત્યાં મહાસેને રાજા રાજ્ય કરતા હતા. તેની પટરાણીનું નામ લક્ષ્મણા હતું. આ લક્ષ્મણાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. તે પુત્ર સંસારમાં અદ્વિતીય કાંતિવાળો તથા શક્તિવાળો હતા. દેવોએ તેનો સાનંદ જન્માભિષેક કર્યો. તેના શરીરની કાંતિ ચંદ્રની કાંતિ કરતાં પણ વિશેષ હતી. તેથી માતાપિતાએ તેનું નામ ચંદ્રપ્રભ પાડ્યું. યુવાવસ્થામાં આવતા ચંદ્રપ્રભને માતાપિતાએ પરણાવ્યો. પિતાએ રાજગાદી આપી. ચંદ્રપ્રભ ભગવાને ન્યાયપૂર્વક રાજ્ય કર્યું. એમના રાજ્યમાં પ્રજા સુખ અને શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરતી હતી. માણસોને કોઈ જાતનો ત્રાસ ન હતો. આ પ્રમાણે રાજ્યનું પાલન કરતા પ્રભુને કેટલોક કાલ વ્યતીત થઈ ગયો. એક દિવસે એક દેવ અત્યંત વૃદ્ધ માણસનું રૂપ ઘારણ કરીને ભગવાનની રાજસભામાં આવીને બોલ્યો કે-“હે રાજાધિરાજ! આપ જેવા રક્ષક હોવા છતાં યમરાજા મને કાલે ઉપાડી જશે એમ મેં સાંભળ્યું છે, તો આપ મને બચવાનો કોઈ ઉપાય હોય તો દર્શાવો. જો આપ મને ન બચાવી શકો તો હું એમ જ માનીશ કે યમરાજા જ બળવાન છે.” એમ કહી તે ત્યાંથી તરત જ ચાલતો થયો. સભાજનોએ ભગવાનને પૂછ્યું કે આ કોણ હતું? ભગવાને અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે આ Scanned by CamScanner Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૩૩ રુચિ નામનો દેવ હતો અને ઇન્દ્રની આજ્ઞાથી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને અંસારથી વિરક્ત કરવા આવ્યો હતો. ત્યારપછી ભગવાન પોતાના પુત્રને રાજ આપી સંસારનો ત્યાગ કરી સ્વયં દીક્ષિત થયા. અનેક પ્રકારની કઠિન તપસ્યાઓ તને ઘાતિયા કમોંનો ક્ષય કરી કેવળજ્ઞાનરૂપ અનંત લક્ષ્મીને પામ્યા. ભવ્ય જીવોને અદ્ધર્મનો ઉપદેશ આપી અંતે અઘાતિયા કર્મોનો પણ ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષઘામને પામ્યા. શ્રીમદ્જીએ ઘણે સ્થળે ચંદ્રપ્રભુને નમસ્કાર કર્યા છે અને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પણ મૂળનાયક તરીકે ચંદ્રપ્રભ ભગવાનને બિરાજમાન કર્યા છે. આથી એમ અનુમાન થાય છે કે શ્રીમજીને ચંદ્રપ્રભ સ્વામી સાથે કોઈ ઋણાનુબંઘ હશે. (૫૯) છગનલાલ સંઘવી એ લીંબડીના મુમુક્ષુ હતા. યોગી શ્રી વૈજનાથના પરિચયથી યોગમાર્ગની સાધનામાં તે જોડાયા હતા. શ્રીમદ્ રાજચંદ્ર તરફ તેમનું ચિત્ત આકર્ષાયું, તોપણ તેમના પ્રશ્નો ધ્યાન વિષે થતા. પત્રાંક ૪૧૬ તેમના પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદે લખેલો છે. તેમાં સ્પષ્ટ શબ્દોમાં તેમના દોષો જણાવી તે ટાળવાની સૂચના કરી છે. શ્રી અંબાલાલના સમાગમ માટે તેઓ ખંભાત જતા. પરંતુ કોઈ કોઈ મુમુક્ષુને તે ધ્યાન શીખવવા લાગી જતા. તેથી શ્રી અંબાલાલને બઘા મુમુક્ષુઓને ચેતવવા પડતા કે જ્ઞાની પુરુષની આજ્ઞા વિના કલ્પિત માગથી કલ્યાણ સઘાતું નથી. તેમના પુત્રનું નામ સુખલાલભાઈ હતું. તે પણ ઘણા વિચારવાન મુમુક્ષુ હતા. અમદાવાદ, વઢવાણ કેમ્પ, વિરમગામ, રાજકોટ, ખંભાત આદિ સ્થળોએ તે શ્રીમદ્ભા સમાગમ અર્થે ગયા હતા અને તેમનામાં ભક્તિભાવ જાગ્યો હતો; તથા જ્ઞાની પુરુષની આજ્ઞાનું અપૂર્વ માહાત્મ તેમને સમજાયું હતું. - (૬૦) છોટમ કવિશ્રી છોટમનો જન્મ સં.૧૮૬૮ના ચૈત્ર સુદ ૧૨ ને મંગળવારે સોજિત્રા પાસે આવેલ મલાતજ ગામમાં થયો હતો. તેઓ જાતે સાઠોદરા નાગર ગૃહસ્થ હતા. નાનપણથી જ એમને વૈરાગ્ય પ્રત્યે ઝુકાવ હતો. કોઈ પણ વાત તેઓ તરત સમજી શકતા. જ્ઞાનપિપાસા ઉત્પન્ન થવાથી તેઓએ તલાટીની નોકરીનો ત્યાગ કર્યો. પછી કોઈ સગુરુની શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેમને નર્મદા નદીને કિનારે કોઈ એક સિદ્ધયોગીનો ભેટો થયો. તેથી શ્રી છોટમના મનને સંતોષ થયો. ત્યાર પછી તેઓએ જનકલ્યાણ માટે ગ્રંથ રચવાનું શરૂ કર્યું. તેઓએ રચેલ ગ્રંથોની સંખ્યા લગભગ ૪૩ છે. તેમાંથી કેટલાંક પુસ્તકો મળતાં નથી. એમની કવિતા બોઘપ્રદ Scanned by CamScanner Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ - શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત અને શાંતરસથી ભરપૂર છે. શ્રીમદ્જીએ પત્રાંક ૨૫૦ માં લખ્યું છે કે “છોટમ જ્ઞાની પુરુષ હતા, પદની રચના બહુ શ્રેષ્ઠ છે. (૯૦) છોટાલાલ છોટાલાલ માણેકચંદ ખંભાતના શ્રાવક હતા અને ત્રિભુવનદાસના મોટા ભાઈ હતા. તેમનો જન્મ સં.૧૯૧૪માં થયો હતો અને દેહત્યાગ સં.૧૯૮૩ના મહા સુદ ૬ના રોજ થયો હતો. પરમકૃપાળુ દેવના સમાગમમાં તેઓ ઘણી વખત આવેલા. પ્રથમ સમાગમ અંબાલાલ લાલચંદના ડેલે થયેલો ત્યારે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે-છોટાભાઈ, આનંદઘનજીનું વિમલનાથ ભગવાનનું સ્તવન બોલોઃ વિમલજિન દીઠાં લોયણ આજ. એ સ્તવન બોલતાં બોલતાં સાક્ષાત્ વિમલનાથ ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો લાભ મળી ગયો હોય એવો ભાવ પ્રગટ થયેલો એમ છોટાભાઈ પાસેથી સાંભળેલ છે. મુંબઈમાં પરમકૃપાળુદેવે છોટાભાઈને કહ્યું—“છોટાભાઈ, તમારા મન, વચન, કાયાના યોગ સત્પરુષને અર્પણ કરી દો, તો અનંતભવનું સાટું વળી જાય.” પરમકૃપાળુદેવના ચરણમાં છોટાભાઈએ તરત જ ઉલ્લાસપૂર્વક સાષ્ટાંગ દંડવતું નમસ્કાર કર્યા અને પરમકૃપાળુદેવની આજ્ઞા અંગીકાર કરી. ત્યારે તેમનું ચિત્ત ઉપશાંત થઈ ગયું હતું. છોટાભાઈ ઉપર થોડાક બોઘપત્રો લખાયાં છે. છોટાભાઈ ખૂબ જ સરલ ભદ્રિક પ્રકૃતિના હતા. - મુંબઈમાં આઠ રુચક પ્રદેશ સંબંથી વાત નીકળી હતી, તે વિષે છોટાભાઈ લખે છે–“શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે આત્મા અસંખ્ય પ્રદેશ છે. તે બઘા પ્રદેશ અવરાયેલ છે તો પણ આઠ પ્રદેશ ખુલ્લા છે એમ કહેલ છે. તે એમ ન સમજવું કે અમુક જ આઠ પ્રદેશ ખુલ્લા છે, પણ અસંખ્યાત પ્રદેશમાં બધો મળી આઠ પ્રદેશ જેટલો ખુલ્લો અવકાશ છે.” રાળજમાં શ્રીમદ્ કોઈ કોઈ કડીઓ મોટેથી વારંવાર ઉચ્ચારતા તેની નોંઘ ભાઈ છોટાભાઈએ આમ કરી છે– “જગી હૈ જોગકી ધૂની; બરસત હૈ બુંદેશ દૂની; પિયાલા પ્રેમકા પીયા, ઉન્હોને માની લીયા.” વિષય-વાસના ટાળો, વ્રજ સુંદરી, બાઈ આણો આતમ જ્ઞાન” “વલવલે વૈકુંઠનાથ ગોપી; મને મારશે મારી માત, ગોપી. મને જાવા દે આણી વાર, ગોપી તારો માનીશ બહુ ઉપકાર.” - “કોઈ માઘવ લ્યો, હાંરે કોઈ માઘવ લ્યો.” Scanned by CamScanner Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૩૫ (૧૨) જડભરત ભરત રાજ્યનો ત્યાગ કરીને એક નદી કિનારે શાંતચિત્તે જાપ કરતા હતા. દિવસે એક હરણી તે નદી કિનારે પાણી પીવા આવી. એટલામાં સિંહનો અવાજ ભળીને તે હરણી ભય પામીને છલાંગ મારીને નદીના પેલે પાર જતી હતી. ત્યાં તો ગર્ભસ્થ બચ્ચે પાણીમાં પડી ગયું. હરણી મરણ પામી. બચ્ચાને નિરાધાર જોઈને રતને એની ઉપર દયા આવી, તેથી તે બચ્ચાને નદીમાંથી કાઢીને પોતાના આશ્રમમાં લાવી તેનું લાલન-પાલન કરવા લાગ્યા. ઘીરે ઘીરે ભરતને તે બચ્ચામાં મોહ થયો. બચ્ચાને જો ન જુએ તો ભારતનું મન આકુળવ્યાકુળ થઈ જતું ને આમતેમ શોઘવા લાગતા. ઈશ્વરપરાયણ ભરત ઈશ્વરની આરાઘના કરવાનું ભૂલી જઈ પેલા હરણની જ સેવા કરવા લાગ્યા. એક દિવસે તે હરણનું બચ્ચું આશ્રમમાંથી ક્યાંય જતું રહ્યું. તેથી ભરતને ઘણો ખેદ થયો. રાત દિવસ હરણની ચિંતાથી દુઃખી રહેવા લાગ્યા. મરણ સમયે પણ ભરત હરણને ન ભૂલી શક્યા. તેથી “યા મતિઃ સા ગતિઃ” પ્રમાણે ભરત મરીને હરણ થયા. આયુ પૂર્ણ થયે હરણના શરીરનો ત્યાગ કરીને તેઓ એક બ્રાહ્મણને ત્યાં અવતર્યા. ત્યાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવવાથી તે મૌન રહ્યા અને ઉદાસપણે ઉન્મત્તની સમાન આમ તેમ ફરી હરિ ધ્યાનમાં લીન રહેતા હતા અને ઘરનું કંઈ કામ કરતા નહીં, તેથી ઘરમાંથી એમને કાઢી મૂક્યા. શ્રીમદ્જી પત્રાંક ૧૭૩માં લખે છે કે“ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી અસંગતા બહુ સાંભરી આવે છે.” (૬૩) જનક જનક ઈક્વાકુ વંશના રાજા નિમિના પુત્ર હતા. એમની રાજઘાની મિથિલા નગરી હતી. રાજા જનક રાજ્યકાર્ય કરવા છતાં તેથી જળકમળવત્ ભિન્ન રહેતા હતા. તેથી એ મહાન કર્મયોગી ગણાય છે અને જનક રાજર્ષિ તથા જનકવિદેહી નામથી પણ પ્રસિદ્ધિ પામેલા છે. વેદાંત શાસ્ત્રોમાં જનક માટે અનેક પ્રકારની કથાઓ આવે છે. મોટા મોટા ઋષિઓ જનકની સભામાં આવતા અને આત્મચર્ચા કરી સંતોષ પામતા. એમની પુત્રી સીતા (જાનકી) રામને વરી હતી. (૬૪) જૂઠાભાઈ જૂઠાભાઈ અમદાવાદના શ્રી જેસંગભાઈ ઉજમશીભાઈના નાના ભાઈ હતા અન પૂર્વના સંસ્કારી જીવ હતા. સં.૧૯૨૩ના કાર્તિક સુ.૨ ના દિવસે તેઓ જમ્યા eતા અને સં. ૧૯૪૬ના આષાઢ સુ.ને દિવસે માત્ર તેવીસ વર્ષની ઉંમરે તેમણે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો હતો. તેમણે અંગ્રેજી ચાર ચોપડી સુધીનો અભ્યાસ GIR SER Scanned by CamScanner Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત કરેલો. નાનપણથી તે ભક્તિપ્રિય હતા. દુકાને સૂઈ જતા, અને બધા ગુમાસ્તા ઊં જાય એટલે નળના ઠંડા પાણીથી નાહીને તે વૈષ્ણવોની ભક્તમંડળીઓમાં ભક્તિ કરવા ચાલ્યા જતા. આમ ઉજાગરા અને દેહની બેદરકારીથી તેમને જીર્ણજ્વર પડ્યો. છ વર્ષ મંદવાડ ચાલ્યો. ગુમાસ્તાઓના કહેવાથી તેમના કુટુંબીઓએ જાણે કે તે વૈષ્ણવ મંડળીઓમાં રાત્રે જાય છે. તેથી તેમને દીવાળીબાઈ મહાસતીન સમાગમ કરાવી જૈન સંસ્કારોમાં વાળેલા. . લાગુ સંવત્ ૧૯૪૪માં મોક્ષમાળા છપાવવા શ્રીમદ્ભુ અમદાવાદ પધાર્યા. તે વખતે શ્રી જૂઠાભાઈને તેમની સેવામાં રહેવાનું કામ તેમના મોટા ભાઈએ સોંપ્યું હતું. સાચા પુરુષના નિકટ સમાગમમાં રહેવાથી તેમની ભક્તિને નવજીવન મળ્યું અને ભક્તિના પ્રતાપે તેમને ‘મોક્ષમાર્ગને દે તેવું સમ્યક્ત્વ' અને કેટલાક અતિશયો પ્રગટ્યા હતા. ખંભાતના મુમુક્ષુઓ શ્રી અંબાલાલ વગેરેને શ્રી જૂઠાભાઈની દશા જોઈ શ્રીમદ્ભુ પ્રત્યે શ્રદ્ધા જાગેલી. શ્રીમદ્ પોતાની સં. ૧૯૪૬ વૈ.સુ.૩ની દૈનિક નોંધમાં લખે છે—અંક ૧૧૬) “આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોયયથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદી ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.” અષાડ સુદ ૧૦, ૧૯૪૬ની નોંઘમાં લખે છે : ‘પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.” (અંક ૧૧૭) વળી એમના વિષે શ્રીમદ્ ખંભાતના મુમુક્ષુઓને લખે છે—‘‘આ આત્માનો આ જીવનનો રાહત્યિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનવૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતો.” (પત્ર ૧૧૮) (૬૫) જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ શ્વેતાંબર સંપ્રદાયના ૧૨ ઉપાંગોમાંથી છઠ્ઠું ઉપાંગ મનાય છે. એમાં જંબુદ્વીપ સંબંધી વિશેષ વર્ણન છે. એક પ્રકારે આ ભૂગોલ વિષયક ગ્રંથ કહી શકાય. આમાં રાજા ભરતની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. આના પર જૈન આચાર્યોની અનેક ટીકાઓ છે. ઉપદેશછાયા ૧૧ માં શ્રીમદ્ભુ કહે છે કે આ ગ્રંથમાં આ કાલમાં મોક્ષનો નિષેધ આવે છે. (૬૬) જંબૂસ્વામી જંબુસ્વામી દિગંબર અને શ્વેતાંબર બન્ને સંપ્રદાયોમાં છેલ્લા કેવલી મનાય છે. Scanned by CamScanner Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૩૭ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમ, સુધર્મા અને જંબુસ્વામી એમ ત્રણ કેવલી થયા છે. ત્યાં સુધીની જૈન પરંપરામાં મતભેદ જણાતો નથી. જંબૂકુમાર એક સુધર્માચાર્યનો ઉપદેશ સાંભળી તે સોળ વરસની ઉંમરમાં સંસાર શ્રેષ્ઠીપુત્ર હતા. ત્યાગ કરવા તૈયાર થયા, તેથી તેમના માતાપિતાને ઘણો ખેદ થયો. તેઓએ કુમારને વિવાહ માટે ઘણો આગ્રહ કર્યો. જંબૂકુમાર વિવાહ માટે તૈયાર ન હતા. પણ માતાપિતાનો અતિ આગ્રહ જોઈને એક દિવસ માટે પરણ્યા. માતા મનમાં એમ સમજતાં હતાં કે સ્ત્રીમોહ છોડવો દુષ્કર છે, તેથી પુત્ર સંસારમાં રહી જશે, પણ બન્યું વિપરીત. લગ્નની રાત્રે આઠે સ્ત્રીઓ જંબૂને સ્વલક્ષથી ચલિત કરવા અનેક યત્ન કરે છે. તે સમયે એક ચોર પોતાના સાથીઓ સાથે ઘરમાં પેસીને માલ ઉપાડવા માંડે છે. જંબૂના પ્રભાવથી તે સ્તંભિત થઈ જાય છે અને બધી વાત ગુપ્ત રીતે સાંભળી સવારે જંબૂ સાથે પોતે ૫૦૦ ચોર સહિત દીક્ષા લે છે. આઠ સ્ત્રીઓ, તેમના માતાપિતા અને જંબુસ્વામીના માતાપિતા બધા મળીને ૫૨૭ જણ સાથે દીક્ષા લે છે. જંબુસ્વામીની કથા અત્યંત વૈરાગ્યોત્પાદક છે. (૬૭) ઝવેરભાઈ ભગવાનદાસ શ્રી ઝવેરભાઈના પિતા શ્રી ભગવાનદાસ મારવાડથી વ્યાપાર અર્થે કાવિઠા આવ્યા હતા અને ત્યાં જ સ્થિર થઈ ગયા હતા. શ્રી ઝવેરભાઈ અત્યંત ઉદાર અંતઃકરણના સેવાભાવી મુમુક્ષુ હતા. નાનપણથી સાધુસંતોના સત્સંગની રુચિવાળા હોવાથી સૂરત અમદાવાદ આદિ ઘણે સ્થળે ગયેલા. એમની વિનંતીથી ઘણા સાધુ સંતો કાવિઠા આવતા. એમની વિનંતીથી ભાદરણના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી ઘોરીભાઈ ભગત તથા સુણાવના ભક્ત મુમુક્ષુ શ્રી મુનદાસ કાવિઠા આવતા અને રહેતા. પરમકૃપાળુદેવ સંવત ૧૯૫૧ તથા ૧૯૫૪માં કાવિઠામાં ઝવેરભાઈને ઘેર બિરાજેલા. શ્રી ઝવેરભાઈના પુત્રી શ્રી મણીબેન પૂર્વના પ્રબળ સંસ્કારી અને તીવ્ર જિજ્ઞાસુ હતા. એ વૈરાગ્યચિત્ત આત્માર્થી પુણ્યાત્માએ પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમ તથા પરમોત્કૃષ્ટ બોઘામૃતનો પૂરેપૂરો લાભ લીઘો. પરમકૃપાળુદેવે કહેલું કે મણીબેન સમકિતી આત્મા છે. શ્રી ઝવેરભાઈએ પણ પરમકૃપાળુદેવની સેવાનો અપૂર્વ લાભ લીધો. શ્રી ઝવેરભાઈનાં પુત્રી શ્રી ઇચ્છાબેનના પતિ શ્રી છોટાભાઈ મુંબઈમાં વ્યાપાર અર્થે રહેતા. શ્રી છોટાભાઈએ પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમનો ઘણો લાભ લીધો હતો. શ્રી છોટાભાઈએ શ્રી ઝવેરભાઈને કહેલું કે પરમકૃપાળુદેવ એક મહાન સમર્થ જ્ઞાની છે. પરમકૃપાળુદેવના નિર્વાણ પછી શ્રી ઝવેરભાઈ વખતોવખત પરમકૃપાળુ શ્રી લઘુરાજ સ્વામીજીના સત્સંગ સમાગમમાં આવતા. Scanned by CamScanner Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત શ્રી ઝવેરભાઈના વડીલ પુત્ર શ્રી મનસુખભાઈએ પરમકૃપાળુદેવનાં દર્શન સમાગમનો અપૂર્વ લાભ લીધો હતો. પરમકૃપાળુદેવના પરમોત્કૃષ્ટ વીતરાગસ્વરૂપ બોઘામૃતના પાનથી શેઠશ્રી મનસુખભાઈ ખૂબ જ રંગાયા હતા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (અગાસ)ના તેઓ વ્યવસ્થાપક ટ્રસ્ટી હતા. (૬૮) ઠાણાંગ આ આગમ ગ્રંથ છે. એમાં દશ અધ્યયન છે. તેના પ્રથમ અધ્યયનમાં એક સંખ્યાવાળા પદાર્થોનું વર્ણન છે. ત્યારપછી બે, ત્રણ, ચાર, પાંચ ઇત્યાદિ દશ સંખ્ય સુઘીની વસ્તુઓ કહેલી છે, જેમ કે પ્રથમ અધ્યયનમાં ‘એગે આયા’ એટલે એક આત્મા છે. તેનો અર્થ એ છે કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા એક છે. આવી રીતે જ એક દંડ છે, એક ક્રિયા છે, એક લોક અને એક અલોક છે. ત્યારપછી બે વસ્તુઓનું કથન છે. એમ દશ દશ પદાર્થોનું વર્ણન જાણવું. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૫૪૨ માં ઠાણાંગની ચોભંગીનો સવિસ્તર ખુલાસો કરેલ છે. સંખ્યાના કોષ જેવી રચના છે. (૬૯) ડુંગરશી ગોસળિયા સાયલાના ડુંગરશી ગોળિયા સૌભાગ્યભાઈના ખાસ પરિચયી હતા. તેમણે કેટલીક યોગની શક્તિઓ પ્રાપ્ત કરેલી હતી. જિન સિદ્ધાંત અને વેદાંતશાસ્ત્રોના સારા જાણકાર હતા. પરમકૃપાળુદેવે એમને પર્વતને નામે જેમનું નામ છે, અચલ, આર્ય સ્થવિર વગેરે નામોથી સંબોધ્યા છે. પરમકૃપાળુદેવે અનંત કરુણા કરીને એમને સાચા આત્મધર્મ પ્રત્યે પ્રેરેલા. પરમકૃપાળુ સત્પુરુષ પ્રત્યેના સાચા ભક્તિભાવથી તેઓ પૂરેપૂરા રંગાયેલા. સાચી મૂલગત શ્રદ્ધા એમના આત્મામાં સ્થિર થયેલી. વીરસદના તલાવ પાસેની ઘર્મશાળામાં એક દિવસ પરમકૃપાળુદેવ પધારેલા. એક યોગી પરમકૃપાળુદેવ પાસે આવીને કહેવા લાગ્યો ઃ યોગ સંબંધી મારે ચર્ચા કરવી છે. પરમકૃપાળુદેવે કહ્યું કે પેલા ઝાડ નીચે બેઠેલા ડુંગરશીભાઈ પાસે તમે જઈને યોગ સંબંધી પ્રશ્નોત્તર ચર્ચા કરો. ડુંગરશીભાઈ પાસે પેલો યોગી આવ્યો અને કહ્યું કે યોગ સંબંધી ચર્ચા કરવી છે. ડુંગરશીભાઈએ કહ્યું કે યોગ એ ચર્ચાનો વિષય નથી, પણ ક્રિયાનો, આચરણનો વિષય છે. એક કોથળામાં બેસો અને મોઢું સીવી એ કોથળો આ તળાવમાં નાખીએ. આ કાંઠેથી પેલે કાંઠે કોણ જાય તે જોઈએ. આ વાત સાંભળી યોગી ૨વાના થઈ ગયો. પછી મુમુક્ષુઓએ પરમકૃપાળુદેવની આજ્ઞા માગી , ડુંગરશીભાઈને કોથળામાં નાખી મોઢું સીવી તળાવમાં નાખીએ ? પરમકૃપાળુદેવે ાથમ ના પાડી પણ મુમુક્ષુઓની તેમની શક્તિ જોવાની ઇચ્છા જોઈ હા પાડી. Scanned by CamScanner Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ડુંગરશીભાઇ તળાવમાં મૂક્યા, સામાન્ય વાત છે ૩૯ ભાઈને ચાદરમાં બેસાર્યા. તે સમાધિમાં લીન થયા એટલે ગાંસડી બાંધી માં મળ્યા કે ગાંસડી તરવા લાગી. થોડીવારે તેમને બહાર કાઢ્યા. આ જોકે વાત છે. પણ ડુંગરશીભાઈએ યોગની અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પણ 4 સિદ્ધિઓને માયાનું સ્વરૂપ સમજી પરમકૃપાળદેવની આજ્ઞામાં જ કલ્યાણ છે 3મી સદ્રઢ અચલ શ્રદ્ધા પર ડુંગરશીભાઈ સ્થિર થયા અને આત્મકલ્યાણના *બા સર્વશક્તિથી આત્મસમર્પણ કરી સન્દુરુષના અનંત કલ્યાણકારી જોગને કરી સમાધિમરણ પૂર્વક ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ગયા. ** શ્રીમદ શ્રી ડુંગરશી આદિ મુમુક્ષુઓ સહિત ખંભાત પઘારેલા ત્યારે બહાર હવા ગયેલા. ત્યાંથી સાંજે શ્રી ડુંગરશીને ફરમાવેલું કે અંબાલાલને ઘેર તમે બઘાને તેની જશો? તેમણે હા પાડી, એટલે કોઈએ કંઈ બોલવું નહીં, પણ તેમની પાછળ ચાલ્યા જ કરવું એમ સૂચના કરી. બઘા ડુંગરશીની પાછળ ચાલ્યા. ઘણી ગલીઓમાં તેમણે બઘાને ફેરવ્યા પણ ઠેકાણું ન જડ્યું. પછી શ્રી અંબાલાલને આગળ કર્યા કે તુર્ત ઘેર આવી પહોંચ્યા. પછી કૃપાળુદેવે સદ્ગુરુની આવશ્યકતા ઉપર વિવેચન કર્યું હતું. શ્રી પોપટલાલ મહોકમચંદ પોતાના પરિચયમાં જણાવે છે કે શ્રી ડુંગરશી ગોસળિયા આમ અમને કહેતાઃ ઋષભાદિ દશા વિષે રહેતી જે અપ્રતીતઃ રાજચંદ્ર મળતાં થકા, પ્રત્યક્ષ દીઠી સ્થિત. ડુંગરશીભાઈનો જન્મ સંવત ૧૮૭૫માં અને દેહત્યાગ સંવત ૧૯૫૪ના જેઠ સુદ ૩ ને દિવસે થયો હતો. શ્રીમદ્ પત્રાંક ૮૩૪માં શ્રી ડુંગરશીના ગુણગાન કરતાં લખે છે : “મહતું. ગુણનિષ્ઠ, સ્થવિર, આર્ય શ્રી ડુંગર સમાધિ સહિત દેહમુક્ત થયા.” (૭૦) તત્ત્વાર્થસૂત્ર તત્ત્વાર્થસૂત્ર ૧૦ અધ્યાયવાળો એક સુંદર સૂત્રાત્મક ગ્રંથ છે. આ ગ્રંથ જૈનોના બધા સંપ્રદાયોને સમાન રીતે માન્ય છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર છે. એમાં જૈન સિદ્ધાંતનું ક્રમપૂર્વક કથન છે. સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીનું વર્ણન છે. થતાંબર સંપ્રદાય આ શાસ્ત્રને શ્રી ઉમાસ્વાતિની રચના કહે છે અને દિગંબર સંપ્રદાય શ્રી ઉમાસ્વામીની કૃતિ માને છે. આ ગ્રંથ પર બન્ને સંપ્રદાયના વિદ્વાનોએ ઘણી ટીકાઓ લખી છે. એના સ્વાધ્યાયથી જૈનસિદ્ધાંતો સંબંઘી ઘણું જાણવાનું મળે છે. શ્રી ઉમાસ્વાતિકૃત સ્વોપજ્ઞ કિા સાથે અને પં. ખૂબચંદ્રજીત વિસ્તૃત હિંદી ટીકા સાથે આ ગ્રંથ સભાષ્યગાથાદિગમસૂત્ર નામથી શ્રી પરમશ્રત પ્રભાવક મંડળથી પ્રકાશિત થયો છે. Scanned by CamScanner Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિી ૪૦ (૭૧) ત્રિભુવનદાસ માણેકચંદ ખંભાતના મુમુક્ષુ ત્રિભુવનદાસ પરમકૃપાળુદેવના લાંબા પરિચયમાં આ પ્રસિદ્ધ મુમુક્ષુ અંબાલાલભાઈના તેઓ સહચારી મિત્ર હતા. એમના પિતા માણેકચંદ શેઠ તથા મોટા ભાઈ છોટાભાઈ તથા બે નાના ભાઈઓ સુંદરદાસ ના નગીનદાસ એ સર્વેને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ સત્સંગનો અપૂર્વ રંગ લાગેલ નગીનદાસ તો અંબાલાલભાઈ સાથે પરમકૃપાળુદેવના અત્યંત ગાઢ પરિચય આવેલા અને અંબાલાલભાઈનો દેહત્યાગ જે દિવસે થયો તે દિવસે તે જ કલાકે નગીનદાસનો સમાધિસહિત દેહત્યાગ થયો હતો. માણેકચંદ શેઠે પરમકૃપાળુદેવને કહેલું કે – અમારા ઉપર કૃપા કરી અમારું કલ્યાણ કરો. પરમકૃપાળુદેવે કહ્યું કે “માણેકચંદભાઈ, છ આની બળ કરો, તો ૧૦ આની અમે ઉમેરી દઈશું.” એટલે કે થોડાક તમે પાસે આવો, સન્મુખ થાઓ તો બાકીનું સન્દુરુષ પૂરું કરશે જ. - અમદાવાદમાં જૂઠાભાઈને ઘેર અંબાલાલભાઈને પરમકૃપાળુદેવનાં પત્રો પ્રથમ વાંચવાનો અપૂર્વ લાભ મળેલ, તે વખતે પણ ત્રિભુવનદાસ સાથે હતા. મુંબઈમાં પરમકૃપાળુદેવના પ્રથમ દર્શન કરવા અંબાલાલભાઈ સાથે ત્રિભુવનદાસ ગયેલા. એક વખત સાંજના ચોપાટી દરિયાકાંઠે પરમકૃપાળુદેવ સાથે ત્રિભુવનદાસ ફરવા ગયેલા. પરમકૃપાળુદેવે કહ્યું–“ત્રિભુવનદાસ, તમારામાં જે છે. તે સહજાનંદ સ્વામીમાં ન હતું, સહજાનંદ સ્વામીમાં જે હતું તે તમારામાં નથી. દોઢ પુગલ પરાવર્તન પછી સહજાનંદ સ્વામી માર્ગ પામશે.” એક વાર ત્રિભુવનદાસે પરમકૃપાળુદેવને કહ્યું કે આનંદઘનજી જ્ઞાની ખરા, પણ દેવચંદ્રજી એવા નહીં. પરમકૃપાળુદેવે કહ્યું, દેવચંદ્રજીની ચોવીશીનું નવમું સ્તવન, “દીઠો સુવિધિ નિણંદ સમાથિરસે ભર્યો બોલો. ત્રિભુવનદાસ એ સ્તવન બોલ્યા. પછી પરમકૃપાળુદેવે કહ્યું “કહો, આનંદઘનજી કરતાં કઈ રીતે દેવચંદ્રજી ઊતરતાં છે? ત્રિભુવનદાસ જૂના મુમુક્ષુ, પરમકૃપાળુદેવની છાપ છે.” આ શબ્દો પરમકૃપાળુ પ્રભુશ્રીજીના છેલ્લા બોઘમાં આવે છે. પરમકૃપાળુદેવના અનંત કલ્યાણકારી સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રની લયમાં સમાધિ સહિત તે દેહત્યાગ કરી ગયા હતા. (૭૨) ગ્રંબકલાલ સૌભાગ્યચંદ સાયલાના પ્રસિદ્ધ મુમુક્ષુ સૌભાગ્યભાઈના વડીલ પુત્ર ત્રંબકલાલ પરમ કૃપાળુદેવના સમાગમમાં ઘણી વખત આવેલા. Scanned by CamScanner Page #48 -------------------------------------------------------------------------- ________________ બકલ ai શક્તિઓ તથા ગ્રંથોનો પરિચય વ્યાવહારિક, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે થીરજ સહનશીલતા ટકાવી રાખવા ૪૧ લાલભાઈ પરમકૃપાળુદેવના બોથામૃતનું પ્રબળ અવલંબન લઈ આત્મશક્તિ સાવવા પુરુષાર્થ કરતા. પરમકૃપાળુદેવ સાયલા પધારતા ત્યારે એમની સેવાનો પર્વ લાભ લેવાનું ત્રંબકલાલ ચૂકતા નહીં. - બકલાલના નાના ભાઈ મણિલાલને પણ પરમકૃપાળદેવનો ઘણો સમાગમ થયેલો. પરમકૃપાળુદેવ સાથે મણિલાલ મુંબઈમાં બે મહિના રહેલા. મણિલાલને એક અત નાટક જોવાની ઇચ્છા થઈ. પરમકૃપાળુદેવે કહ્યું -મણિલાલ, કૃત્રિમ નાટક કરતા કરતાં આ જગતનું નાટક તો જુઓ, આ જીવ અનંતકાળથી સંસારમાં નાટક અજવતો આવેલ છે. મણિલાલને નાટકમાં જવાની ઇચ્છા વિરમી ગઈ, પણ પરમ બળદેવે કહ્યું -મણિલાલ, નાટકમાં જઈને તારી ઇચ્છા પૂરી કર. મણિલાલ નાટક સવા ગયા, પણ કંઈ મજા ન આવી અને ભવિષ્યમાં ફરી કોઈ વખત નાટક જોવાની ઇચ્છા ન થઈ. સૌભાગ્યભાઈના એક પુત્રી છબલબેન મનસુખલાલ કપાસીના માતુશ્રી થાય. પરમકૃપાળુદેવ સાયલા પઘારેલ ત્યારે તે રસોઈ કરતા અને પરમકૃપાળુદેવને ખૂબ જ ભકિતભાવથી જમાડતા. ખૂબ જ શ્રદ્ધાવંત હતા. પરમકૃપાળુદેવે કહ્યું બેન, ઘનની ઇચ્છા છે કે ઘર્મની? બેને કહ્યું, ઘર્મ આપો. મારે ઘનનું શું કામ છે? પરમકૃપાળુદેવે અનંત કરુણા કરીને એ બાઈને આત્મઘર્મની પ્રાપ્તિ કરાવી હતી. ભાઈ કેશવલાલ કાળુભાઈ શ્રી સૌભાગ્યભાઈના ભત્રીજા હતા. તેમના વિષે પણ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં સૂચનાઓ આવે છે. (૭૩) થિયોસોફીકલ સોસાયટી તા.૧૭-૧૧-૧૮૭૫ ના રોજ અમેરિકામાં મેડમ બ્લેટસ્કી અને કર્નલ ઓલ્લોટના પ્રયત્નથી આ મંડળની સ્થાપના થઈ. આ બન્નેને આ સંસ્થા સ્થાપવાની પ્રેરણા હિમાલયવાસી બે જીવન્મુક્ત પુરુષો તરફથી મળી હતી. તેનું મૂળ મથક મદ્રાસ ઇલાકાના અડિયાર ગામમાં કેટલાંક વર્ષથી રાખવામાં આવ્યું છે. આ સંસ્થાનો મુદ્રાલેખ “સત્યા નાતિ પર ઘર્મ એટલે સત્ય એ જ સૌથી પરમ ઘર્મ છે. તેના ત્રણ ઉદ્દેશ મુખ્ય છેઃ (૧) જાતિ, ઘર્મ, વર્ણ કે રંગ આદિનો ભેદ રાખ્યા વિના માનવ જાતિના બંધુત્વનું એક કેન્દ્ર સ્થાપવું. (૨) તુલનાત્મક દૃષ્ટિએ જુદા જુદા મિનિા અભ્યાસને. તત્ત્વવિદ્યાના અભ્યાસને અને વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસને ઉત્તેજન આપવું. (૩) કદરતના નહીં સમજાયેલા નિયમોનું સંશોધન કરવું અને નુષ્યદેહમાં રહેલી ગુપ્ત શક્તિઓને ખીલવવી. આ મંડળ બધા ઘર્મ અને સંપ્રદાયના પુસ્તકોનો અભ્યાસ કરે છે, બઘા ધર્મ પ્રત્યે તે માનની દ્રષ્ટિથી જુએ છે, કારણ કે Scanned by CamScanner Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત છોડવો ૪૨ ધર્મ માત્ર પ્રભુપ્રાપ્તિનો માર્ગ છે. આ સંસ્થામાં દાખલ થના૨ને પોતાનો ધર્મ પડતો નથી. કોઈ એક વ્યક્તિને કે કોઈ પણ પુસ્તકને છેવટના પ્રમાણ તરીકે તેમ માનવામાં આવતા નથી—આ રીતે તે જુદો ધર્મ કે સંપ્રદાય નથી. શ્રીમતી એનીબિસેન્ટે આ મંડળની ઉન્નતિ માટે ઘણો ઉદ્યોગ કર્યો છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતાનું ગદ્યપદ્ય ભાષાંતર કર્યું છે જેનો ગુજરાતી અનુવાદ આ મંડળે ઈ.સ.૧૮૯૯માં મુંબઈથી પ્રસિદ્ધ કર્યો છે. (૭૪) દયાનંદ સરસ્વતી સ્વામી દયાનંદનો જન્મ સં. ૧૮૮૧માં મોરબી રાજ્યના ટંકારા ગામમાં થયો હતો. એ જાતિના બ્રાહ્મણ હતા, નાનપણથી જ બુદ્ધિશાલી હતા. મિથ્યાવ્રત તથા ધાર્મિક ઢોંગ પ્રત્યે એમને અતિશય અરુચિ હતી. પોતાના વિવાહ સંબંધી વાત સાંભળી દયાનંદ ઘર છોડીને ચાલ્યા ગયા તથા ઘણા મહાત્માઓનો સમાગમ કર્યો. એમણે એક મહાત્માની પાસે રહીને સંસ્કૃત તથા વેદોનો ખૂબ જ અભ્યાસ કર્યો અને પછી ફરી ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. કાશી જઈને ત્યાંના પંડિતો સાથે એમણે વાદવિવાદ કર્યો હતો. સ્વામી દયાનંદે આર્યસમાજની સ્થાપના કરી છે અને સત્યાર્થ પ્રકાશ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં પ્રાયઃ બધા ધર્મોનું ખંડન કરવામાં આવ્યું છે. શ્રીમદ્જીએ મોક્ષમાળા શિક્ષાપાઠ ૯૮ માં એમના નામનો ઉલ્લેખ કર્યો છે. (૭૫) દયારામ (ઈ.સ.૧૭૭૬–૧૮૫૧) કવિ દયારામનો જન્મ નર્મદાકાંઠે ચાણોદમાં સાઠોદરા જ્ઞાતિમાં થયો હતો. નાનપણમાં જ તેમના પિતા મરણ પામ્યા. માતાનો તેમના પર કાબૂ નહોતો. તે સ્વભાવે રસિક, મનસ્વી અને મોજીલા હતા. નર્મદાનું રમણીય વાતાવરણ તેમની પ્રકૃતિને અનુકૂળ હતું. તે રખડું બન્યા; સંગીત અને વાદિત્રનો શોખ પણ કેળવ્યો. માતાના મરણ બાદ મોસાળ ડભોઈમાં રહ્યા. ત્યાં ‘ક્ષળપિ લનસંગતિરેજા મતિ મવાળુંવતરને નૌળા' અનુસાર સ્વામીશ્રી કેશવાનંદના સમાગમે તેમના જીવનમાં પલટો આણ્યો; તેમની વૃત્તિ થર્માભિમુખ બની. શ્રી ઇચ્છારામની પ્રેરણાથી તેમણે અઢાર વર્ષની ઉમ્મરે તીર્થયાત્રાઓ આરંભી. તેમના રખડુ સ્વભાવનું સાફલ્ય ત્રણ મહાયાત્રાઓમાં પરિણમ્યું. બદરિકાશ્રમ, દ્વારિકા, રામેશ્વર, જગન્નાથાદિનાં સાત સાત પર્યટનોમાં તેમના ઊર્મિશીલ હૃદયને વૈષ્ણવોની કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો. વ્રજ અને હિંદી ગીતોનો પણ અચ્છો પરિચય થયો. રસિક વલ્લભ’ નામનો સુંદર ગ્રંથ સાંપ્રદાયિક પદ્ઘતિએ તેમણે લખ્યો છે. એટલે એમની કવિતામાં પ્રેમભક્તિનું Scanned by CamScanner Page #50 -------------------------------------------------------------------------- ________________ પતિઓ તથા ગ્રંથોનો પરિચય પ્રાઘાન્ય છે, તેમની તેમના સુરીલા કંઠ અને -. તેમની ગરબીઓમાં વૃંદાવન અને કષ્ણલીલાનું વાતાવરણ જામ છે. ૪૩ અરીલા કંઠ અને સંગીતના શોખે તેમની ગરબીઓમાં સ્વરમાધુર્ય અને વી હલક આણ્યાં. કવિ નાનાલાલ આવ્યા ત્યાં સુધી દયારામની ગરબીઓ વાતણોનું કંઠાભરણ હતું. દયારામને પોતાની કૃતિઓની મધુરતાનું ભાન હતું. એ મનસ્વીપણે કવિતાનાં પદોને “કડવાં” ને બદલે “મીઠાં' લખતા. આજે પણ જરાતી સાહિત્યના અભ્યાસીઓ મીરાં અને દયારામમાં સરખો રસ ઘરાવે છે. (૭૬) દશવૈકાલિક શ્રી શäભવ સૂરીએ આ સૂત્ર પોતાના પુત્રના કલ્યાણ અર્થે રચ્યું છે. જ્યારે ની શય્યભવે દીક્ષા લીધી ત્યારે એમની પત્ની ગર્ભવતી હતી. સાધુ થયા પછી પુત્ર જમ્યો. તેનું નામ “મનકી રાખવામાં આવ્યું. એક વખત નિશાળમાં છોકરાઓ સાથે કંકાસ થતાં, છોકરાઓ નિઃપિતૃક' એટલે બાપ વિનાનો કહીને તેને ખીજવવા લાગ્યા. તેથી દુઃખી થઈને મનકે માતાને પિતાના સંબંધમાં પૂછ્યું. માતાએ કહ્યું કે તારા પિતા તો સાધુ થઈ ગયા છે. તે પછી મનકે આતુરતાપૂર્વક સર્વ હકીકત પૂછીને આચાર્ય (બાપ) પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પણ આચાર્યે કોઈને એમ ન જણાવ્યું કે આ મારો પુત્ર છે. મનકનું આયુષ્ય અલ્પ જાણીને આચાર્ય સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને (શાસ્ત્રસાર લઈને) શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરીને પઠન માટે તેને આપ્યું કે જેથી તેને શીધ્ર બોઘ થાય. તે પણ છ માસમાં તેનો અભ્યાસ કરીને તથા ચારિત્રની આરાધના કરીને દેવલોક પામ્યો. આ સૂત્રમાં મુખ્ય વિષય સાઘુઓના આચારનો છે. જેમકે શિષ્ય પૂછે છે કે હું કેવી રીતે પ્રવૃત્તિ કરું, કેવી રીતે ઊભો રહું, કેવી રીતે બેસું, કેવી રીતે જમું, કેવી રીતે બોલું કે જેથી મને પાપ ન બંઘાય? તેના ઉત્તરમાં ગુરુ કહે છે–ચત્નાપૂર્વક પ્રવૃત્તિ કરો, યત્નાપૂર્વક ઊભા રહો, યત્નાપૂર્વક બેસો, યત્નાપૂર્વક જમો, યત્નાપૂર્વક બોલો, આમ પ્રવૃત્તિ કરતાં પાપ કર્મ ન બંઘાય ઇત્યાદિ. આ આગમમાં દશ અધ્યયન તથા બે ચૂલિકાઓ છે. શ્રીમદ્જીએ એની કટલીક ગાથાઓનો અનુવાદ કરેલો છે. જુઓ પત્રાંક ૧૦. આ (૭૭) દાસબોધ ( શ્રી સમર્થ રામદાસ સ્વામીના સર્વ ઉપદેશ ગ્રંથોમાં “દાસબોઘ” એ સર્વથી દિ ગ્રંથ છે. એમાં ૨૦ દશક છે અને પ્રત્યેક દશકમો ૧૦ સમાસ (અધ્યાય) છે વાતું સમગ્ર ગ્રંથમાં ૨૦૦ સમાસ છે. કેટલાક વિડીલોની એવી માન્યતા છે કે બાવા મોટો ગ્રંથ થીમે ધીમે રચવામાં આવ્યો હશે અને એને રચતા ઘણો વખત વી હશે. તથા કોઈ એમ પણ કહે છે કે માત્ર એક જ દિવસમાં ગ્રંથ પૂર્ણ થયો છે. Scanned by CamScanner Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત જે સમાજ અધ્યાત્મને ભૂલી ગયો હોય તેને વ્યાવહારિક તથા પારમાર્થિક મોડે દર્શાવી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવી એ આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ છે. આમાં જ્ઞાન ભક્તિ, કર્મ, મનનિરોઘ તથા વ્યવહારનું નિરૂપણ છે. એક દશકમાં શ્રી સ્વામી રામદાસ મૂર્ખનાં લક્ષણો લખતાં લખે છે કે મૂર્ખના બે પ્રકાર છે - એક સામાન્ય મૂર્ખ અને એક વેદિયાઢોર જેવા (પઢતમૂખ) વિશેષ મૂર્ખ જેના ઉદરમાં આવીને જન્મ લીઘો હોય તેની સાથે જે વિરોઘ કરે, પોતે પરોપકાર કરી જાણે નહીં, ઉપકાર કરનારનો જે અપકાર કરે, થોડું કરીને વધારે દેખાડવાનો પ્રયત્ન કરે, પરસ્ત્રી પ્રત્યે પ્રેમ રાખે, કુટિલ મનવાળો હોય, ઘીરજ તથા હિંમત વિનાનો હોય તે સામાન્ય મૂર્ખ છે. જે બહુશ્રુત અને બુદ્ધિમાન થઈને બ્રહ્મજ્ઞાનની વાતો કર્યા છતાં મનમાં દુરાશા અને અભિમાન રાખે તે પઢત મૂર્ખ છે. આવી રીતના જ સર્વ દશકો છે જે મુમુક્ષુઓને અતિ ઉપયોગી છે. મૂળગ્રંથ મરાઠી ભાષામાં છે. પણ એનું ગુજરાતી ભાષાન્તર સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદથી પ્રકાશિત થયું છે. સ્વામી સમર્થ રામદાસ મહારાજ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. (૭૮) દીપચંદજી શ્રી દીપચંદજી મહારાજ સ્થાનકવાસી સાધુ હતા અને લીંબડી સંઘાડામાં આગેવાન ગણાતા. તે વિહાર કરતા સાયલા ગયા, ત્યાં તેમને શ્રી સૌભાગ્યભાઈનો સમાગમ થયેલો. તેમના શાસ્ત્રજ્ઞાન અને વ્યાખ્યાનની શ્રી સૌભાગ્યભાઈ ઉપર છાપ પડી. તેથી તેમના વિષે શ્રી સોભાગ્યભાઈને એવી ઇચ્છા થઈ કે આ મહારાજ જો સંત સમાગમમાં આવે અને કંઈ અધ્યાત્મ સમજે તો જન સમુદાય તથા સંપ્રદાયનું વિશેષ કલ્યાણ થાય. પરંતુ શ્રીમદ્જીને તેમનામાં ઘર્મઘગસ જણાઈ નહીં, તેથી શ્રી સૌભાગ્યભાઈને લખતા કે હજી તેમને સંઘાડાનો મોહ ઘટ્યો નથી. ચેલા કરવાની, ક્ષેત્રોની સંભાળ રાખવાની અને રૂઢ ક્રિયાની મહત્તા મંદ પડ્યા વિના જ્ઞાનપિપાસા જાગવી દુષ્કર છે. પત્ર ૧૭૦, ૧૭૬, ૨૫૫, ૪૩૦માં તે મુનિ વિષે શ્રીમદ્જીએ ખુલ્લે ખુલ્લું કડક ભાષામાં લખ્યું છે, તે દરેક ઘર્મઆરાઘકે વિચારવા જેવું છે. (૭૯) દેવકરણજી મુનિ વટામણના સામાન્ય ભાવસાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તે રંગરેજનો ઘંઘો કરતા હતા. એક દિવસે રંગના કુંડામાં પડીને મરી ગયેલો દેડકો તેમણે જોયો. તે ઉપરથી તેમના સંસ્કારી હૃદયને આઘાત લાગ્યો અને સદાને માટે તે ઘંઘો તેમણે છોડી દીઘો. આજીવિકા ચાલે કે ન ચાલે પણ હિંસા કરીને પેટ ભરવું નથી એમ તેમણે નક્કી કર્યું. રોજ ઉપાશ્રયમાં જઈને સામાયિક કરતી લલ્લુભાઈ નામના શ્રીમંત પણ તે ઉપાશ્રયમાં સામાયિક કરવા આવતા. માંદગીને નિમિત્તે તેમનું મન Scanned by CamScanner Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય પણ ૫ સંસાર પરથી ઊઠી ગયું હતું. તેમણે દેવકરણજીને દીક્ષા લેવા પ્રેરણા કરી અને બન્ને ખંભાતના સ્થાનકવાસી સંપ્રદાયમાં સાથે દીક્ષિત થયા. ૪૫ દેવકરણજીની બુદ્ધિ તીક્ષ્ણ હતી. તેમનું વ્યાખ્યાન તે વખતના સાધુ | સમુદાયમાં સર્વોત્તમ લેખાતું હતું. એમ સાંભળ્યું છે કે એક વખત જેણે તેમનું | વ્યાખ્યાન સાંભળ્યું હોય તેના કાનમાં છ માસ સુધી વૈરાગ્યનો રણકાર ગૂંજ્યા કરતો. તેમનો કંઠ પણ બહુ મધુર હતો, તથા વૈરાગ્યનાં પદો સારી રીતે વ્યાખ્યાનમાં ગાઈ બતાવતા તથા અંતઃકરણ હચમચાવી મૂકે તેવું રસભર્યું વિવેચન કરતા. શ્રી લલ્લુજી મુનિ સાથે તેઓ.મુંબઈમાં ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે તેમના વ્યાખ્યાનમાં બે જાર માણસો રોજ ધર્મશ્રવણ કરતા આવતા. આવી શક્તિ પૂર્વના સંસ્કારને લીધે તેઓ પામ્યા હતા. પણ હજી અંતરશોઘનની તક તેમને સાંપડી નહોતી. શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્નો પ્રથમ સમાગમ ખંભાતમાં થયો. તે વખતે દેવકરણજીનું ચાતુર્માસ અન્યત્ર હતું. પણ તેમણે સાંભળ્યું હતું કે કોઈ ગૃહસ્થ મહાત્મા પ્રત્યે શ્રી લલ્લુજી મહારાજ ગુરુબુદ્ધિ રાખે છે. બીજા બધા સાધુઓ તો શ્રીમદ્ભુની નિંદામાં પણ ઊતરેલા, પણ દેવકરણજી વિચક્ષણ હતા. તેથી કહેતા કે સંસારદશામાં પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે. જો સમ્યદૃષ્ટિ હોય અને આપણે તેમના અવર્ણવાદ બોલીએ તો સંસાર પરિભ્રમણ વધી જાય, અને દુર્લભબોઘીપણું પ્રાપ્ત થાય. તેથી તે મધ્યસ્થ રહેલા. શ્રી લલ્લુજીના યોગે તેમને શ્રીમદ્ભુના પત્રો વાંચવાનો તથા સમાગમનો પણ પ્રસંગ બનવા લાગ્યો, પણ તેમની અપૂર્વતા લાગતાં તેમને વાર લાગી; કારણ કે શાસ્ત્ર અભિનિવેશને લીધે તેમને એમ રહેતું કે શાસ્ત્રમાં બધું છે; અને શાસ્ત્ર તો આપણે ભણ્યા છીએ તો શાસ્ત્રથી બીજું શ્રીમદજી શું કહેવાના હતા ? જ્યારે શ્રીમદ્ભુ સં. ૧૯૫૪માં વસો એક માસ નિવૃત્તિ અર્થે રહેલા તે વખતે દેવકરણજીનું ચાતુર્માસ ખેડામાં હતું. તેમને પણ શ્રીમા સમાગમની આતુરતા જાગી અને તેમની વિનંતીથી શ્રીમદ્ભુ ત્રેવીસ દિવસ ખેડા રહેલા. ત્યાં મુનિઓને આખો દિવસ સત્સમાગમનો લાભ મળતો. ત્યાં તેમને શ્રીમદ્ની અદ્ભુત દશાનો પરિચય થયો. તેથી તેઓ શ્રી લલ્લુજી મુનિને પત્રમાં જણાવે છે : “ઉત્તરાધ્યયનના બન્નીસમા અધ્યયનનો બોધ થતાં અસદ્ગુરુની ભ્રાંતિ ગઈ; સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, તે વખતે રોમાંચ ઉલ્લસ્યાં; સત્પુરુષની પ્રતીતિનો દૃઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો...આપે કીધું તેમજ થયું. ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે...લખવાનું એ જ કે હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય-કષાયરૂપ ચોરને અંદરથી બહાર Scanned by CamScanner Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત કાઢી, બાળી, જાળી, ફૂંકી, મૂકી, તેનું સ્નાનસૂતક કરી, તેનો દહાડો પવાડો કરી શાંત થાઓ; છૂટી જાઓ, શમાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો. જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે તો તે આરાધના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે.’’ શ્રી સદ્ગુરુના સ્વરૂપની અપૂર્વતા ભાસવાથી શ્રી દેવકરણજીનો અહંકાર ગળી ગયો. પછી તો વ્યાખ્યાન કરવું પડે તે પણ તેમને ગમતું નહીં. જે અહંભાવની પ્રેરણાથી વ્યાખ્યાનમાં રસની જમાવટ કરતા, સંગીત આદિથી પ્રભાવ પાડતા તે બધું પડી ભાગ્યું. તેથી સાંભળનાર પણ કહેતા કે હવે તો પહેલાંના દેવકરણજી રહ્યા નથી. આમ જનરંજન વૃત્તિ ટળી ગઈ અને આત્મોન્નતિનો લક્ષ વધ્યો. ઈડરના પહાડોમાં શ્રીમદ્ભુના સમાગમથી સર્વ મુનિવરોમાં ઓર ખુમારી આવી હતી. શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીને શ્રીમદ્ભુ ચોથા આરાના મુનિ તરીકે વર્ણવતા. શ્રી દેવકરણજી વિહાર કરતા કચ્છમાં ગયેલા ત્યાંથી ગુજરાતમાં સં. ૧૯૫૫ ના ચાતુર્માસ પહેલાં આવતાં તાપમાં પિપાસા પરિષહ સહન કરી કચ્છનું રણ ઊતરી ગયાના સમાચાર શ્રીમદે જાણ્યા ત્યારે તેમને લખ્યું : “હે આર્ય! જેમ રણ ઊતરી પા૨ને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ પારને સંપ્રાપ્ત થાઓ !’’ વીરસદમાં શ્રી દેવકરણજીને સં. ૧૯૫૮માં થોરીનો કાંટો વાગ્યો, તે પાકવા લાગ્યો અને હાડકું સળવા લાગ્યું. તેથી ડોળી કરી તેમને ખંભાત લઈ જવામાં આવ્યા. ક્લોરોફૉર્મ સુંઘાડી બેભાન કરી ઑપરેશન કરવાની જરૂર હતી. પણ શ્રી દેવકરણજીએ કહ્યું, તમારે જેમ કરવું હોય તેમ કરો પણ બેભાન થવાની દવા ન આપો. ડૉક્ટર સ્થાનકવાસી જૈન હતા, તેથી તેમણે બને તેટલી સંભાળપૂર્વક ઑપરેશન કર્યું. પણ હાડકા સુધી સળો ફેલાયો હતો; તેથી ફરી હાડકું કાપવાની જરૂર જણાઈ, તે પણ દવા સુંઘાડ્યા વિના તેમણે કરવા કહ્યું. અત્યંત ઘીરજ રાખી તે વેદના તેમણે સહન કરી, પણ સડો મટ્યો નહીં. આમ સાત વાર ઑપરેશન કરવું પડ્યું. ઑપરેશન વખતે તેઓ સ્વગત બોલતા : ‘હે જીવ! ઘણાંને ઉપદેશ દીધો છે કે દેહ અને આત્મા ભિન્ન છે, તો હવે તું ઉપદેશ લે.” આમ પોતે પોતાને બોધ દઈ આત્મસ્વસ્થતા ટકાવતા. છેલ્લા ઑપરેશનમાં તેમનો દેહ છૂટી ગયો, પણ તે સદ્ગુરુશરણ અને આત્મભાવ ભૂલ્યા નહીં; અને સમાધિમરણ સાધ્યું. (૮૦) દેવચંદ્રજી મહારાજ શ્રી દેવચંદ્રજી શ્વેતાંબર સંપ્રદાયમાં એક પ્રસિદ્ઘ અઘ્યાત્મી પુરુષ થઈ ગયા છે. એમનો જન્મ મારવાડમાં બિકાનેર પાસેના ગામમાં વિ.સં.૧૭૨૦માં થયો હતો. પિતા તુલસીદાસ અને માતા ધનબાઈ હતા. ખરતરગચ્છના શ્રી દીપચંદજી સાથુ Scanned by CamScanner Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૪૭ પાસે સં.૧૭૩૨માં તેઓ દીક્ષિત થયા હતા. એમણે વર્તમાન ચોવીશી, વિહરમાન નીશી અને ગત ચોવીશીના સ્તવનો લખ્યા છે જેમાં ઘણા ગૂઢ સૈદ્ધાંતિક વિષયોનું નિરૂપણ કર્યું છે. વર્તમાન ચોવીશીના અર્થરૂપે પોતે સ્વોપજ્ઞ ટબો પણ લખ્યો છે. એમના સ્તવનો અધ્યાત્મરસથી ભરપૂર છે. એક એક સ્તવન બોલતા વિચારવાન જીવને પોતાની અનાદિકાળની ભૂલ સમજાય તેવું છે. એમણે પોતાના સાધુજીવનમાં અનેક પ્રશ્નોત્તરો, ગ્રંથો તથા સ્તવનો લખ્યાં છે. એમણે ભારતનાં જૈન તીર્થોની યાત્રાઓ કરી છે એમ તેમના ગ્રંથો અને સ્તવનો પરથી જણાય છે. તેઓ દ્રવ્યાનુયોગના ખાસ અભ્યાસી હતા. ૯૦ વર્ષની ઉંમરે સં ૧૮૧૦ માં અમદાવાદમાં તેમનો દેહોત્સર્ગ થયો હતો. એમણે શ્રી યશોવિજયજીના ‘જ્ઞાનસાર” ઉપર જ્ઞાનમંજરી નામની સંસ્કૃતમાં ટીકા લખી છે જે એમની વિદ્વત્તાના ઉત્તમ નમૂનારૂપ છે. તેમણે કર્મગ્રંથ ઉપર એક ટબો પણ લખ્યો છે. શ્રીમદ્જીએ દેવચંદ્રજીના સ્તવનમાંથી ‘જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહિ તાસરંગી” એ ગાથા ટાંકી છે અને ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત’ નો પત્રાંક ૬૯૮ માં સ્પષ્ટાર્થ લખ્યો છે. (૮૧) દૃઢપ્રહારી જુઓ ભાવનાબોઘ નવમ ચિત્ર ઃ નિર્જરાભાવના. (૮૨) દોઢસો ગાથાનું સ્તવન આ સ્તવનના રચનાર જૈનધર્મના મર્મજ્ઞ, તાર્કિક ચૂડામણિ શ્રી યશોવિજયજી ઉપાઘ્યાય છે. સ્તવનમાં છ ઢાલ છે. તે ઢાલોમાં સ્તુતિરૂપે ભિન્ન ભિન્ન વિષયોની સિદ્ધિ કરવામાં આવી છે. આ સ્તવનમાં સ્તવનકારનું મુખ્ય લક્ષ્ય પ્રતિમા-પૂજનની સિદ્ધિ છે. જિન-પ્રતિમાને ન માનનારને અનેક યુક્તિઓ તથા આગમ પ્રમાણથી ‘પ્રતિમાપૂજન શાસ્ત્રોક્ત છે' એમ સિદ્ધ કરી આપ્યું છે. જે મનુષ્યો પૂજામાં હિંસા માને છે તેમને આગમના પ્રબલ પ્રમાણ આપી શ્રી ઉપાઘ્યાય મહારાજ કહે છે કે જિનપૂજા તો અહિંસારૂપ જ છે કારણ જિનપૂજન યત્ના અને સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. યત્નાપૂર્વક કરાતી ઘાર્મિક ક્રિયામાં જો હિંસા માનવામાં આવે તો પછી મુનિદાન કે મુનિનો વિહાર પણ હિંસારૂપ જ ગણાય અને એમ માનવાથી વ્યવહાર ધર્મનો સર્વથા ઉચ્છેદ થાય. આમ અનેક રીતે પ્રતિમાસિદ્ધિ કરેલ છે. (૮૩) ઘનાભદ્ર શાલિભદ્ર ધનાભદ્ર એક શ્રેષ્ઠી કુમાર હતો. બાલ્યકાલથી જ એના ભાગ્યનો ઉદય થવા લાગ્યો. પણ બીજા ભાઈઓ અદેખાઈ કરતા. તે જાણી ઘનાભદ્રે ગૃહનો ત્યાગ કર્યો. Scanned by CamScanner Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત પરદેશમાં પણ પુણ્ય એને સદાય સહાયતા કરી. જ્યાં જ્યાં એ ગયો ત્યાં ત્યાં એનો ખૂબ જ આદર સત્કાર થયો. ફરતો ફરતો એ કૌશાંબી નગરીમાં આવ્યો. ત્યાં રાજદરબારમાં મણિની પરીક્ષા થતી હતી, પણ કોઈ કરી શક્યું નહીં. ધનાભટ્ટે મણિની પરીક્ષા કરી. રાજાએ ખુશ થઈ પોતાની કન્યા પરણાવી. ત્યાં એક તળાવ ખોદતું હતું. કેટલું કામ થયું તે જોવા ઘનાભદ્ર હંમેશા ત્યાં જતો હતો. એક દિવસ તેણે ત્યાં પોતાનું કુટુંબ મજૂરી કરતું જોયું. તે જોઈ ઘનાભદ્રને અતિશય દયા આવી. પછી ઓળખાણ પાડીને બધી વાત પૂછી. પિતાએ કહ્યું-ભાઈ, તારા ગયા પછી અમારી બઘી લક્ષ્મી કોણ જાણે ક્યાં જતી રહી, અમે ભિખારી થઈ ગયા ને પેટ ભરવા આમ તેમ ફરતા અહીં આવ્યા છીએ; ઘનાભદ્ર આ વાત જાણીને ઘણો દુઃખી થયો, કુટુંબને પોતાની સાથે રાખ્યું ને સુખી કર્યું. એક વખત સુભદ્રા, ઘનાભદ્રને સ્નાન કરાવતી હતી કે તેને પોતાના ભાઈનો સંસારત્યાગ સાંભરી આવવાથી રડવું આવ્યું અને એની આંખમાંથી આંસુનું ટીપું ઘનાભદ્રની પીઠ પર પડ્યું. ઘનાભઢે રડવાનું કારણ પૂછ્યું. સુભદ્રાએ કહ્યું, માથે રાજા વર્તે છે, તે સાંભળી મારા ભાઈ શાલિભદ્રને વૈરાગ્ય થયો છે. તેથી તે હંમેશાં એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે, અને બત્રીસ દિવસમાં બત્રીશ સ્ત્રીઓને ત્યાગ કરી દીક્ષા લેવાનો છે. ઘનાભદ્રે કહ્યું-ઘણું આશ્ચર્ય! બત્રીસ દિવસ સુધી કાલ પારઘીનો વિશ્વાસ શી રીતે રખાય? એ કંઈ વૈરાગ્ય કહેવાય? તારો ભાઈ તો કાયર છે. સુભદ્રા બોલી–બોલવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. તમે એટલું તો કરી બતાવો. સુભદ્રાના કટાક્ષવચન સાંભળી મનમાં કંઈ પણ ખોટું લગાડ્યા વિના ઘનાભદ્ર નાહતા નાહતા ઊડ્યા અને આઠે સ્ત્રીઓનો ત્યાગ કરી શાલિભદ્રને સાથે લઈ જઈ દીક્ષા લીધી. પછી તપ તપીને બન્ને સદ્ગતિ પામ્યા. શ્રીમદ્જી પત્રાંક ૪૭૭ માં લખે છે: ““માથે રાજા વર્તે છે. એટલા વાક્યના ઈહાપોહ(વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાલથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા... આવા સત્પરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કિયા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.” (૮૪) ઘરમશી મુનિ ઘરમશી મુનિનો જન્મ જામનગરમાં થયો હતો. એમના ગુરુનું નામ શિવજી ઋષિ હતું. ઘરમશી મુનિએ લોંકાગચ્છમાં શિથિલાચાર જોઈને તેથી જુદા પડી જઈ સં. ૧૯૮૫માં દરિયાપુરી સંપ્રદાયની સ્થાપના કરી હતી. એ મુનિ અવધાન પણ કરી શકતા હતા. એમણે ૨૭ સૂત્રો પર “ટવા લાગ્યા છે. ૧. ઘનાભદ્રની પત્ની, શાલિભદ્રની બહેન Scanned by CamScanner Page #56 -------------------------------------------------------------------------- ________________ અત્યંત લોકપ્રિય છે ઇતિઓ તથા ગ્રંથોનો પરિચય (૫) ધર્મબિંદુ ૪૯ આ ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિનો છે. સૂરિના અન્ય ગ્રંથોની જેમ આ ગ્રંથ પણ હોકપ્રિય છે; તેનું કારણ એ છે કે એમાં શ્રાવક તથા સાધુ બન્નેનાં કર્તવ્યનું તથા સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં આઠ પ્રકરણ છે તેમાંના વાં ત્રણ પ્રકરણમાં શ્રાવક સંબંધી કથન છે, અને પાછળના પાંચ પ્રકરણમાં ના આચાર અને છેવટે તીર્થંકરપદપ્રાપ્તિના કારણો બતાવેલ છે. આ ગ્રંથ ઉપદેશગ્રંથ છે તથા એમાં નાના નાના વાક્યો-સૂત્રો આપેલાં છે, અને તે ઉપર ની મનિચંદ્રસૂરિની સંસ્કૃત ટીકા છે. તેનું ગુજરાતી ભાષાંતર થયું છે. (૮૬) ધર્મસંગ્રહણી આ મહાન ગ્રંથ પણ જૈન શાસનના સૂર્ય સમાન શ્રી હરિભદ્રસૂરિનો છે. એમાં નિષ્પક્ષપાતપણે અસત્યને એક બાજુ રાખીને સત્યનું જ પ્રતિપાદન કર્યું છે. પ્રથમ ઘર્મ શબ્દની વ્યાખ્યા કરીને, ઘર્મ કરનાર જીવની પ્રરૂપણા કરી છે. ત્યારપછી જીવને ન માનનારા એવા ભૌતિકવાદીઓ એટલે નાસ્તિકોને જીવસિદ્ધિ કરી બતાવી છે. પછી જીવનું અનાદિપણું, અમૂર્તપણું, ભોક્તાપણું, પરિણામીપણું, આત્મા તથા જ્ઞાનનો સંબંઘ, તેની સાથે પાંચ જ્ઞાનોની વ્યાખ્યા અને છેવટે વીતરાગપણાની સિદ્ધિ અનેક સુંદર તથા ભાવપૂર્ણ ઉક્તિઓથી કરેલી છે. - એમાં શ્રી હરિભદ્રસૂરીએ વેદાંતાદિ બઘા દર્શનોની પર્યાલોચનાપૂર્વક જૈનઘર્મને પૂર્વાપર અવિરોઘ સિદ્ધ કર્યો છે એમ શ્રીમદ્જી “ઉપદેશનોંઘ' ૨૦ માં જણાવે છે. (૮૭) ઘારશીભાઈ મોરબીના રહીશ તથા ન્યાયાધીશ દારશીભાઈ કુશળચંદ સંઘવી, શ્રીમને - નાની ઉમરમાં પણ પ્રભાવશાળી પુરુષ માનતા. કચ્છના હેમરાજ તથા માલસીભાઈ નામના બે ભાઈઓને વિચાર થયેલો કે શ્રીમદ્ રાજચંદ્ર અવઘાન કરે છે તેમને કાશી ભણવા મોકલીએ તો તેમનાથી ઘર્મની પ્રભાવના થાય. તે વિચારે તે ઘારશીભાઈને ત્યાં મોરબી આવેલા, પરંત જાતિસ્મરણજ્ઞાન ઉપરાંત અનેક અતિશયો તેમનામાં ઈને તેમનો કાશી મોકલવાનો આગ્રહ ન રહ્યો. ઘારશીભાઈએ પણ કાશી ભણવા જાત્રામને સલાહ આપેલી, પણ પછી સમજાયેલું કે તેમને તેવા જ્ઞાનનો અભ્યાસ કરવાની જરૂર નહોતી. તેઓ પોતે જ્ઞાનાવતાર જ હતા. ધારશીભાઈ કર્મગ્રંથના સારા અભ્યાસી હતા. તેમની પાસે પરમકૃપાળુદેવે શિન વિષે ચાર આખા કાગળ ભરાય તેવો નિબંધ લખાવરાવેલો. “ક્રિયાકોશ” હિદી ગ્રંથનો અભ્યાસ કરી તેના ઉપર નિબંધ લખવાની પણ તેમને શ્રીમદે જલામણ કરેલી, તેનો અમલ પણ તેમણે કર્યો હતો. “પંચાસ્તિકાયનું ગુર્જર Scanned by CamScanner Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ભાષાંતર શ્રીમદે કરેલું તે શ્રી ઘારશીભાઈને અવગાહન અર્થે મોકલેલું તેની સાથે પત્રાંક ૮૬૬માં શ્રીમદ્ લખે છે–“હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વઘારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” બીજા પણ અનેક પત્રો તેમના ઉપર શ્રીમદે લખેલા. સંવત ૧૯૫૭ના ચૈત્ર સુદ ૧૩થી ચૈત્ર વદ ૪ સુઘી ઘારશીભાઈ શ્રીમની અંતિમ અવસ્થા સમયે રાજકોટ હાજર હતા. ચોથની સાંજે મોરબી જવા તેમણે શ્રીમદ્ભી રજા માગી, ત્યારે શ્રીમદે વારંવાર તેમને પૂછ્યું કે ઉતાવળ છે? થોડા દિવસમાં પાછો આવીશ એમ ઘારશીભાઈએ કહ્યું. એટલે શ્રીમદ્જીએ કહ્યુંઘારશીભાઈ, ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા છે—સૌભાગ્યભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી. પછી રજા લઈ ઘારશીભાઈ પૂ.મનસુખભાઈ કીરતચંદ મહેતા જે દર્શનાર્થે આવેલા તેમની સાથે મોરબી ગયા. બીજે દિવસે શ્રીમના દેહોત્સર્ગના સમાચાર તેમને મળ્યા. છેલ્લા અઠવાડિયામાં શ્રીમદે કેટલાંક કાવ્યો ઘારશીભાઈ પાસે લખાવ્યા હતાં. મોરબીથી શ્રી અંબાલાલને શ્રી ઘારશીભાઈ શ્રીમદ્ભા નિર્વાણના સમાચાર આપતા પત્રમાં લખે છે–“ખરેખરી સેવાનો લાભ લીંબડીવાળા પૂજ્ય શ્રી મનસુખભાઈ તથા મોરબીવાળા પૂજ્ય શ્રી પ્રાણજીવનભાઈએ લીઘો છે. (શ્રીમ) તે સાક્ષાત્ આત્મદર્શી પુરુષને અમુક મુદત પહેલાં પુરુષ વેદનો ક્ષય થયો હતો. તે વાત, દેવાધિદેવના મુખારવિંદે સાંભળી હતી. તેઓ વખતોવખત ડૉક્ટર વગેરેને સૂચના કરતા કે હું આર્ય છું, માટે અનાર્ય ઔષધિ મારા ઉપયોગમાં ન જાય તેમ કરજો.” તેમની સેવા વખતે વાતચીત થતી તે ઉપરથી હું કહું છું કે તેમને પુરુષવેદ ક્ષય થયો હતો, ક્ષાયિક સમ્યકત્વ હતું, આત્મજ્ઞાન સંપૂર્ણ હતું, સંઘયણ વજઋષભ નારાચ હતું તથા કેમ જાણે ઘણાં કર્મ આ ટૂંકા સમયમાં વેદી પૂરા કરવાનાં હોય એમ જણાતું હતું. વળી પોતે પૂજ્ય શ્રી મનસુખભાઈને એમ પણ પ્રકાશેલ કે હવે પછી હું કોઈ પણ માને રોવરાવીશ નહીં.” શ્રી ઘારશીભાઈને પછીથી શ્રીમદ્જીનો વિરહ વિશેષ વેદાયો અને શ્રી લલ્લજી સ્વામી પાસેથી શ્રીમદ્જીની આજ્ઞા પામી સત્સંગ અર્થે તેઓ ખંભાત રહેતા હતા. તેમની આખર અવસ્થા વખતે શ્રી લલ્લુજી સ્વામીના સહયોગી શ્રી મોહનલાલજી મહારાજ તથા નાના ભાઈ રણછોડભાઈ હાજર હતા; તે તેમના સમાધિમરણના પુરુષાર્થને વારંવાર વખાણતા હતા. લગભગ ૭૫ વર્ષની ઉંમરે સંવત ૧૯૭૫ના માગશર માસમાં સમાધિપૂર્વક તેમણે ખંભાતમાં દેહ છોડ્યો હતો. Scanned by CamScanner Page #58 -------------------------------------------------------------------------- ________________ ત્યાગવૃત્તિ રાખતા હ .તિઓ તથા ગ્રંથોનો પરિચય (૮૮) ધોરીભાઈ પણિયા શ્રાવક જેવા સંતોષી ભાદરણના એક જૈન પાટીદાર ઘોરીભાઈ નામે જ હતા. તે શાશ્રવણ વાચન વિચારમાં કાળ ગાળતા તથા યથાશક્તિ નિ રાખતા હતા. નાનપણથી ખૂબ જ સંસ્કારી અને ધર્મપ્રેમી હતા. ચાર-પાંચ • તેમણે મુખપાઠ કરેલા. પરણવાની ઇચ્છા નહીં. છતાં નાનપણમાં લાલાબા વા સંસ્કારી પુણ્યાત્મા સાથે સગપણ થયેલું. એમણે એમના સસરાને રાવેલ કે તમારી દીકરીને બીજે કોઈ ઠેકાણે પરણાવો. મેં તો જાવજીવ ઈની પ્રતિજ્ઞા લીધી છે. લાલાબાએ એમના પિતાને કહેલું કે મારે તો ભગત છે જ પરણવું છે. ભગત જેમ કહેશે તેમ કરીશ, હું પણ જાવજીવ બ્રહ્મચર્ય પાળીશ. લાલાબાની વૃઢ પ્રતિજ્ઞા જોઈને ભગત પરણ્યા. ભગત અને લાલાબા એકાંતરા ઉપવાસ કરતા. બહુ જ થોડી રકમ (રૂ.૧૦૦) ના વ્યાજની આવકમાંથી આજીવિકા ચલાવતા અને બ્રહ્મચર્ય પાળી ઘર્મારાઘન કરતા. ઘંઘો રોજગાર તે કરતા નહીં, અને કોઈ પણ પાસેથી કંઈ પણ ન લેવાની પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરતા. બહું જ સાદું જીવન ગાળતા. શ્રીમદ્ રાજચંદ્ર કાવિઠામાં નિવૃત્તિ અર્થે પઘાર્યા તે પહેલાં ઘોરીભાઈ આ ચરોતર પ્રદેશમાં જૈન ઘર્મના જાણકાર તરીકે લોકોમાં પ્રખ્યાત હતા. તેથી શેઠ ઝવેરચંદ ભગવાનદાસે તેમને સમાગમ અર્થે બોલાવેલા અને ચરોતરમાં શ્રીમદ્જી જ્યારે જ્યારે આવતા ત્યારે તેમના સત્સમાગમનો લાભ તે ચૂકતા નહીં. એકદા ગામની બહાર વગડામાં પ્રથમ સમાગમે પરમકૃપાળુદેવે કહ્યું, “ભગત, શ્રી આનંદઘનજીનું મલ્લિનાથ ભગવાનનું સ્તવન બોલો.' ભગત એ સ્તવન ઉલ્લાસથી બોલ્યા. ફરી બીજી વખત બોલો એમ આજ્ઞા મળતા બીજી વખત બોલ્યા. અગિયારમી વખત બોલતાં બોલતાં ઘોરીભાઈના ભાવ ખૂબ જ વધ્યા અને પરમ કૃપાળુદેવના ચરણમાં ઢળી પડ્યા. તે વખતે પરમકૃપાળુદેવે અનંત અનંત કરુણા કરી. ઘોરીભાઈએ ગામમાં આવીને રતનચંદ શેઠ તથા ઝવેરચંદ શેઠને ખૂબ જ ઉલ્લાસથી કહ્યું કે, આ તો સાક્ષાતુ કેવલી. ઘોરી ભગતને સુદ્રઢ શ્રદ્ધા બેસી ગઈ. એક વખતે કોઈ આંબો સાચવનાર ભાઈ પાસે જઈને તેઓ ઘર્મની વાત કરતા eતી, તે વખતે તે ભાઈને વિચાર થયો કે ઘોરીભાઈ આવ્યા છે, તો કેરી પાડી તેમને રાયા ખવરાવીએ. તેથી ઝડિયું લઈ ઊઠ્યો એટલે ઘોરીભાઈએ કહ્યું, કેમ? શું 13 છે? તેણે કહ્યું. તમે આવ્યા છો તો કેરી પાડી ચીરીયાં કરીએ. તેમણે કહ્યું છે, આ કેરીઓ તેમની માને ઘાવી રહી છે, તેમને તું હણે તે મારાથી નહીં ખવાય” તેથી તેણે કેરી પાડવાનું પડતું મૂક્યું Scanned by CamScanner Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત વળી ઘોરીભાઈ શ્રી અંબાલાલના સમાગમ અર્થે ખંભાત પણ થોડું થોડું રડી આવતા. પરમકૃપાળુદેવના અત્યંત ગાઢ સમાગમનો અનંત લાભ ઘોરી ભગતે ઘણી વખત લીઘો. રોમ રોમ શ્રદ્ધાભક્તિથી તેઓ રંગાઈ ગયા હતા. કાવિઠા સ્થા નિવૃત્તિને અર્થે ઉત્તમ લાગવાથી જિંદગીનો પાછલો ભાગ તેઓ ત્યાં જ રહ્યા તથા ત્યાં જ તેમનો દેહત્યાગ થયો હતો. | (૮૯) નમિરાજર્ષિ જુઓ ભાવનાબોઘ તૃતીય ચિત્ર ઃ એકત્વ ભાવના (૯૦) નરસી મહેતા નરસી મહેતા શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. આજે પણ એમનાં પદો માત્ર ગુજરાતમાં નહીં, પણ સમસ્ત ભારતમાં ભક્તો આનંદપૂર્વક ગાય છે. એમનો જન્મ જૂનાગઢમાં વડનગરા જાતિના નાગર બ્રાહ્મણ કુળમાં થયો હતો. નાનપણથી સત્સંગ પ્રત્યે ઘણી રુચિ હોવાથી તે સાધુ સંતોનો સમાગમ કરતા. મહેતાને એક કૃષ્ણ ભક્તિ સિવાય બીજું કંઈ ચતું નહીં તેથી આજીવિકામાં મુશ્કેલી આવતી. પ્રભુભક્તિને લીધે બધું સારું થતું. એક વાર એમની કન્યાનું લગ્ન હતું. બધા માણસો જમવા બેઠા હતા, ત્યારે ઘી ખૂટ્યું. મહેતા હાથમાં ઘીનું વાસણ લઈને બજારમાં જવા નીકળ્યા. માર્ગમાં ભજનકીર્તન થતું જોઈને ત્યાં જ બેસી ગયા, ઘી લઈ જવાનું ભૂલી ગયા. ભક્તવત્સલ ભગવાન નરસીનું રૂપ ઘારણ કરીને ઘી લઈને ઘરે પહોંચ્યા તથા ભોજનનું કામ નિર્વિધ્રપણે પૂર્ણ થયું. આ પ્રમાણે બીજા પણ ઘણા ચમત્કારો છે. પણ ભક્તોને એવા ચમત્કારોની ઇચ્છા નથી હોતી. શ્રીમજી પત્રાંક ૨૩૧ માં લખે છે: “પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોને એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય.” “વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે.” નરસી મહેતાનું આ પદ મહાત્મા ગાંધીજીને પણ અતિ પ્રિય હતું. નરસી મહેતાનાં પ્રભાતિયાં જગજાહેર છે. (૯૧) નવતત્વ નવતત્ત્વ ગ્રંથમાં શ્રી જિનેન્દ્રપ્રભુએ કહેલાં નવ તત્ત્વોનું સ્વરૂપ તત્ત્વજિજ્ઞાસુઓને કંઈક વિશેષ સ્પષ્ટ રીતે સમજાય તે અર્થે લખેલું છે. જૈન સંપ્રદાયમાં નવતત્ત્વ વિશેષપણે પ્રચાર પામેલા છે. તેઓનાં નામ આ પ્રમાણે છે–જીવ, અજીવ, આસ્રવ, બંઘ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય તથા પાપ. આમાં મુખ્ય બે તત્ત્વો જ છે. જીવ અને અજીવ. આ બે તત્ત્વોના સંયોગ તથા વિયોગથી બીજા તત્ત્વોથી ઉત્પત્તિ થાય છે. Scanned by CamScanner Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૫૩ તત્ત્વ એટલે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ. આ ગ્રંથના ગુજરાતીમાં અનેક અનુવાદો થયા છે. (૯૨) નયચક્ર દિગંબર સંપ્રદાયમાં અત્યારે બે નયચક્ર ઉપલબ્ધ છે. એક લઘુનયચક્ર અને બીજું બૃહદ્ નયચક્ર. પ્રથમ નયચક્રના કર્તા શ્રી દેવસેન સૂરિ છે. બીજાના કર્તા શ્રી માઈલ્લ ઘવલ છે. આ ગ્રંથનું બીજું નામ ‘દ્રવ્ય સ્વભાવ પ્રકાશક નયચક્ર' પણ છે, અને તેનું કારણ એ જણાય છે કે ગ્રંથમાં દ્રવ્યસ્વભાવાદિ કથનની સાથે સાથે નયોનું પણ કથન કરેલું છે તેથી આટલું લાંબું નામ રાખવામાં આવ્યું હશે. ગ્રંથ સંગ્રહાત્મક લાગે છે; કારણ કે એમાં શ્રી કુંદકુંદાચાર્યની ગાથાઓ તથા દેવસેનસૂરિનું નયચક્ર સમાવિષ્ટ છે. એમાં બાર અધિકાર છે ઃ ગુણ, પર્યાય, દ્રવ્ય, પંચાસ્તિકાય, સમતત્ત્વ, નવપદાર્થ, પ્રમાણ, નય, નિક્ષેપ, દર્શન, જ્ઞાન, ચારિત્ર. જૈન સિદ્ધાંતનાં મુખ્ય તત્ત્વો સમજવા માટે આ ગ્રંથ તત્ત્વાર્થસૂત્રની જેમ બહુ ઉપયોગી છે. આત્માને જાણવા માટે નયવાદ પણ આવશ્યક છે. નયવાદ વિના કોઈ પણ વસ્તુનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. એ ધ્યાનમાં રાખી ગ્રંથકર્તાએ વસ્તુ સ્વભાવ યથાર્થ રીતે સમજાવવાનો ખાસ પ્રયાસ કરેલો છે. તેથી તેઓ પ્રારંભમાં જ ‘સ્વપરોપકારાય’ લખીને એમ જણાવે છે કે આ ગ્રંથ હું મારા તથા અન્ય જીવોના ઉપકારને અર્થે લખું છું. વિષય સરલ અને બોધપ્રદ છે. ગ્રંથકાર લખે છે કે આ આત્મા અશુદ્ધ સંવેદનથી કર્મ તથા નોકર્મને બાંધે છે, શુદ્ધ સંવેદનથી કર્મ અને નોકર્મથી મુક્ત થાય છે. એક ગાથામાં તેઓ દર્શાવે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે, શુભ અશુભ કર્મ મોક્ષનો માર્ગ નથી પણ નિયમથી બંધનો પંથ છે. (ગાથા ૨૮૪) આ ગ્રંથ શ્રી માણેકચંદ દિગંબર જૈન ગ્રંથમાળા સમિતિએ છપાવીને ઈ.સ.૧૯૨૦માં પ્રસિદ્ધ કર્યો હતો. (૯૩) નારદમુનિ સામાન્યપણે લોકોને મન નારદ એટલે શિવ વિષ્ણુ આદિ દેવોમાં પ્રિય, નિર્દોષ, મશ્કરા મુનિ. તે જૈન અને વૈષ્ણવ બન્નેમાં સરખા પ્રચલિત છે, હરિહરાદિની જેમ સન્માનિત છે. એમનું જીવન ભક્તિમય છે. વ્યાસને ભક્તિમય ભાગવત લખવાની પ્રેરણા તેમણે આપેલી. ઘણી આખ્યાયિકાઓમાં નારદની વાતો આવે છે. બધે એક જ નારદની વાત છે એવું નથી. શ્રીમદ્ રાજચંદ્રકૃત મોક્ષમાળામાં સત્ય વિષેના તેવીસમા શિક્ષાપાઠમાં આવતી વાતમાં નારદ ભિન્ન છે. જૈનમાં ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષો’માં પરંપરાએ નવ નારદ મનાય છે. Scanned by CamScanner Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - - - - - શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૯૪) નારદભક્તિસૂત્ર નારદભક્તિસત્ર મહર્ષિ નારદની રચના છે. આ ગ્રંથમાં ૬૪ સૂત્ર છે. ગ્રંથની એમાં પ્રેમભક્તિની સર્વોત્કૃષ્ટતા બતાવી છે, અને તેને માટે વેદવ્યાસ, શુકદેવ આ ભક્ત આચાર્યોની સાક્ષી આપી છે. ગ્રંથકાર લખે છે કે ભક્તોમાં જાતિ આદિનો કોઈ ભેદ નથી હોતો, ભક્તિ હૃદયની વસ્તુ છે. તે મંગાની પેઠે અનિર્વચનીય છે. જે એના સ્વાદને જાણે છે કે, બીજા સ્વાદ નીરસ લાગે છે. નારદજીએ નારદગીતા, નારદસ્કૃતિ આદિ બીજા ગ્રંથ પણ રચ્યા છે. નારદ પંચસૂત્ર નામનો ગ્રંથ અતિશય પ્રસિદ્ધ છે. (લ્પ) નિષ્કુલાનંદજી નિષ્કુલાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ હતા. એમનું ગૃહસ્થાશ્રમની નામ લાલજી હતું. જાતે સુથાર હતા. એક વાર સ્વામી સહજાનંદજી, લાલજીના ગામમાં પઘાર્યા હતા. તે સમયે સ્વામીજીએ લાલજીના પિતા પાસે એવી માગણી કરી કે અમને એક એવો માણસા આપો કે જે અમોને સુખે કચ્છ પ્રાંતમાં પહોંચાડી દે. લાલજી પોતે માર્ગદર્શક થઈને સ્વામીજીની સાથે ચાલવા લાગ્યા. માર્ગમાં સ્વામીનારાયણના પગે કાંટો વાગ્યો. લાલજી કાંટો કાઢવા લાગ્યા. તે વખતે સ્વામીજીના ચરણમાં શુભ સોળ ચિત્ર જોઈને લાલજીના મનમાં થયું કે આ જ સાક્ષાત્ ભગવાન છે. ત્યારથી સ્વામીજી પ્રત્યે લાલજીને ભક્તિ જાગી. પછી લાલજી નિષ્કુલાનંદ થયા. એમણે ગુજરાતી ભાષામાં! કવિતામાં લગભગ ૨૨ ગ્રંથો રચ્યા છે. તેમાં “ભક્ત ચિંતામણિ ઘણો મોટો ગ્રંથ છે. એમની બધી રચનાઓમાં વૈરાગ્યરસની પ્રઘાનતા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના નવ નંદ કહેવાય છે, તેમાંના નિષ્કુલાનંદ પણ એક હતા. (૯૬) નિરાંત કોળી નિરાંતનો જન્મ કરજણ તાલુકાના દેથાણ ગામમાં ઈ.સ.૧૭૪૭ માં થયો હતો અને દેહત્યાગ ઈ.સ.૧૮૩૫ માં થયો હતો. ભક્તિપરાયણ પિતા ઉમેદસિંહ અને માતા દેતાબાએ નાનપણથી ઘાર્મિક સંસ્કાર આપ્યા હતા. તે જ્ઞાતિએ બારેયા હતા. તે ભગવાનના અત્યંત ભક્ત હતા અને નાનપણથી કથાવાર્તા કરવા અને વડોદરામાં થતા વૈષ્ણવ ઓચ્છવોમાં હાજરી આપવા જતા. એમનાં કાવ્યોમાં વેદાંત જ્ઞાન તથા કૃષ્ણની ભક્તિ દેખાય છે. સંસારના સુખ વિષે તેઓ કહે છે : “સંસારનું સુખ મેળવવા પ્રયત્ન કરીએ તો ખોવાઈ જવું પડે. હું જે સુખની વાત કરું છું તેને પકડી શકાય. તે એની મેળે આવે તેમજ હંમેશ માટે ટકી રહે.” Scanned by CamScanner Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૫૫ તેઓ ગામઠી શાળામાં થોડું ઘણું શિક્ષણ પામ્યા હતા. લોકોનું કહેવું છે કે નિરાંત દર પૂનમે ડાકોર જતા હતા. એક વાર એમને માર્ગમાં એક મુસલમાન મળ્યો અને તે બોલ્યો કે—‘ઈશ્વર તમારી પાસે જ છે. તમે હાથમાં તુલસી લઈને શું શોધતા ફરો છો?' એમ તેણે તેમને સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ તરફ વાળ્યા હતા. બીજા મત પ્રમાણે ગોપાળદાસ નામના રામાનંદી સાધુ પાસેથી ‘નામ’ ઉપદેશ મેળવી તેઓ જ્ઞાની બન્યા હતા. એમના એક શિષ્ય બાપુ સાહેબ ગાયકવાડનું નિમ્ન કાવ્ય બહુ પ્રસિદ્ધ છે : શાંતિ પમાડે તેને તો સંત કહીએ, હાંરે તેના દાસના દાસ થઈ રહીએ. તેમણે લગભગ સોળ શિષ્યોને ઉપદેશ કરવાનો અધિકાર આપ્યો હતો. આજે પણ નિરાંત મહારાજની ગુરુગાદીઓ ઘણા ગામોમાં છે. તેઓ પોતે સંયમી જીવન જીવ્યા અને નિષ્કામભાવે પોતાના કર્તવ્યોમાં રત રહ્યા. તેઓ લખે છે : મને સદ્ગુરુ મળિયા પૂરા રે, અગમ નિગમની ગમ લાઘી; મેં જ્ઞાને શબ્દ વલોવ્યો રે, તત્ત્વરૂપની તર બાઝી. જ્ઞાન અને ભક્તિના પદોની સાથે રાધા-કૃષ્ણની લીલાઓના પદોની પણ તેમણે રચના કરી છે. શ્રીમદ્ભુજીએ એમને યોગી (પરમ યોગ્યતાવાળા) ગણ્યા છે. (૯૭) નેપોલિયન બોનાપાર્ટ ભૂમધ્ય સમુદ્રમાં કોર્સિકા નામે ટાપુ છે. એ ટાપુના ઍજેશિયા નામે ગામમાં એક વકીલને ઘેર નેપોલિયનનો જન્મ થયો હતો. એના બાપદાદા તો ઈટાલીના રહીશ હતા. પરંતુ તેઓ ફ્રાંસની દક્ષિણે આવેલા કોર્સિકા ટાપુમાં વસ્યા હતા. બાળક નેપોલિયન ઠીંગણો અને એકવડા બાંધાનો હતો. આ બુદ્ધિશાળી બાળકને શાળામાં ભણવાનું ગમતું નહીં, લડાઈની વાતો સાંભળવામાં મઝા પડતી. પ્લુટાર્કે લખેલાં રોમ અને ગ્રીસના મહાપુરુષોનાં જીવનચરિત્રોએ એના મન પર ઊંડી છાપ પાડી. મહાન સિકંદરની પેઠે વિશાળ મુલક જીતવાના સ્વપ્નો એ સેવવા લાગ્યો. શાળામાં પણ એ ભૂતકાલમાં થયેલાં યુદ્ધોનો નાટ્ય પ્રયોગ કરતો. પછી એ લશ્કરી નોકરીમાં જોડાયો ને ઉત્તરોત્તર વધતાં વધતાં તે એક નામદાર સેનાપતિ થયો અને પછી ફ્રાંસનો સમ્રાટ થયો. અનુક્રમે એ યૂરોપનો સમ્રાટ બન્યો એટલે એની મહત્ત્વાકાંક્ષા ખૂબ વધવા માંડી. ઇંગ્લૅન્ડે ભૂમધ્ય સમુદ્રમાં આવેલો માલ્ટા ટાપુ એને આપ્યો નહીં. તેથી ગુસ્સે થઈને નેપોલિયને બ્રિટિશ એલચીને ભરસભામાં બોલાવીને કહ્યું કે “જો હું તરવાર ખેંચીશ તો પછી બ્રિટનને કચડી નાખ્યા વિના તે મ્યાન કરીશ નહીં.’” તો પણ ઇંગ્લૅન્ડે નમતું આપ્યું નહીં. નેપોલિયન લડવાની તૈયારી કરે તે પહેલાં ઇંગ્લૅન્ડે ફ્રાંસ સામે લડાઈ જાહેર કરી. Scanned by CamScanner Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિધિ નેપોલિયને ઇંગ્લેન્ડ સામે હલ્લો કર્યો. સમુદ્ર પર ઇંગ્લેન્ડનો અધિકાર હોય ત્યાં જઈને લડવું એ નેપોલિયન માટે મુશ્કેલીવાળું હતું. તોપણ તે લડ્યો નિષ્ફળતા મેળવી. પણ નાહિંમત ન થયો. પ્રથમ ઇંગ્લેન્ડના મિત્ર રાજ્યોને પછી તેને જીતવાનો વિચાર રાખ્યો. અંતે ફરીથી ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે લડા જાગી, એમાં નેપોલિયન પકડાયો. મિત્ર રાજ્યોના નિર્ણય પ્રમાણે પ્લિમથ બંદરેથી એને આફ્રિકાની પશ્ચિમમાં આવેલા સેન્ટ હેલિનના એકાંત ટાપુ પર કેદી તરીકે મોકલવામાં આવ્યો. ત્યાં છ વર્ષ રહીને તે મરણ પામ્યો. યુરોપના મહાન રાજાઓને હથેળીમાં નચાવનાર ફ્રેંચ સમાર નેપોલિયનની જિંદગીનો કેવો કરુણ અંત! એક પ્રસંગે તે કરુણતા તેને સમજાઈ હતી અને સત્તાના મદ માટે પશ્ચાત્તાપ થયો હતો. એ સેંટ હેલિનના નિર્જન ટાપુ પર જેલમાં હતો ત્યારે તેને મળવા કોઈ રાજપુરુષ આવેલો એટલે જેલના પહેરેગીરે તેને કહ્યું કે-“એલા નેપોલિયન! આમ આવ. તને કોઈ મળવા આવ્યા છે.” આ વાક્યો સાંભળીને તેને ગુસ્સો ચઢ્યો કે હું ફ્રાંસનો મોટો શહેનશાહ તેને આ એક પહેરગીર, ટુંકારે છે. પણ આ ટુંબા ઉપરથી તેને વૈરાગ્ય થયો કે ખરેખર! આ સિપાઈનો વાંક નથી. પણ વાંક મારો જ છે કે એજેશિયાની પાંચ સી પાઉંડની આવક સુખશાંતિથી ખાવાની પડી મૂકી હું રાજનૈતિક વિષયની વમળમાં પડ્યો. મોટું સામ્રાજ્ય સ્થાપવાના લોભે એને સત્તાના શિખર પર પહોંચાડ્યો, અને એ જ લોભે એનો વિનાશ પણ કર્યો. શ્રીમજી પુષ્પમાળામાં લખે છે કે- જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર.” સ્ત્રીનીતિબોઘકની પ્રસ્તાવનામાં શ્રીમદ્જી લખે છે: કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન; - સરસ રીત છે એ જ કે દો માતાને જ્ઞાન. પૂ. શ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોઘ “પુષ્પ ૯૫ અલ્પ શિથિલતાથી મહા દોષના જન્મ” માં નેપોલિયનનું દ્રષ્ટાંત આપતા લખે છે કે અલ્પ ઊંઘને લઈને તે છેલ્લા યુદ્ધમાં હારી ગયો અને યુરોપનું મહારાજ્ય ખોયું. (૮) નંદીસૂત્ર આ એક જૈનાગમ છે. આ સૂત્રના સંગ્રહકર્તા શ્રી દેવવાચક (દેવદ્ધિગણિ) છે, એમ વર્તમાનમાં મનાય છે. આ આગમમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનોનું પદ્ધતિસર કથન કરેલું છે. આગામોમાં જે જ્ઞાન વિષયક સૂત્રો છૂટાં છવાયાં મળે છે તે બઘાને જ અહીં યથાસ્થાને મૂકીને શીધ્ર સમજાય એવું મકા મત મકાનો ઇનકના મામલક રામીન મકાન Scanned by CamScanner Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય છે. મતિજ્ઞાનના ભેદો બતાવતાં સૂત્રકારે–ત્પત્તિકી. વૈયિકી, કર્મજા અને - પ૭ કામિકા એમ ચાર પ્રકારની બુદ્ધિ કહીને તેનું સાષ્ટાંત સુંદર વર્ણન કર્યું છે. (૯૯) પતંજલિ યોગવેત્તા પતંજલિ ક્યારે થયા તથા ક્યાંના રહેવાસી હતા, એ સંબંધમાં કંઈ નિશ્ચિત કહી શકાતું નથી. પતંજલિ આઘુનિક યોગસૂત્રોના રચયિતા મનાય છે. જલિનું “પાતંજલ યોગદર્શન” સંસારભરમાં જાણીતું છે. પતંજલિના સૂત્રો પર તમાં વિવિધ વ્યાખ્યાનો થયા છે. તેમાંથી સૌથી પ્રઘાન તો ભાષ્ય છે. એ ભાષ્ય વ્યાસનું કરેલું કહેવાય છે. (૧૦૦) પદ્મનંદિ પંચવિંશતિકા આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથ શ્રી પદ્મનંદી આચાર્યનો બનાવેલો છે. આ આચાર્ય શ્રી વીરગંદીના શિષ્ય હતા, એમ એમના ગ્રંથના શ્લોકો પરથી જણાય છે. આ ગ્રંથમાં ૨૦ અધિકારો છે. સંભવ છે કે પહેલાં પચીસ હશે, પછી એક ઉમેરવામાં આવ્યો હોય. કારણ કે પંચવિંશતિકા'નો અર્થ પચીસ અધિકારવાળું પુસ્તક થાય છે, અને એમાં તો છવીસ છે. ગ્રંથ વૈરાગ્યપોષક છે. એના વાંચનથી આત્માને ઘણી શાંતિ મળે છે. પ્રત્યેક અઘિકારમાં આચાર્યે ઉપદેશની અપૂર્વ ઘારા વહાવી છે. એમાં એક નિશ્ચય પંચાશત છે, તેના દરેક શ્લોકમાં આત્માનો બોધ આપેલો છે. આ ગ્રંથનો હિંદી અનુવાદ સ્વ. પં.ગજાઘરલાલજી શાસ્ત્રીએ કર્યો છે જે ભારતી ભવન, વારાણસીથી સન્ ૧૯૧૪માં પ્રસિદ્ધ થયો છે. પછી જીવરાજ જૈન ગ્રંથમાલા, શોલાપુર તરફથી શ્રી બાલચંદ્ર સિદ્ધાંતશાસ્ત્રી કૃત હિંદી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથનો મરાઠી અનુવાદ પણ થયો છે. પણ ખેદ છે કે આવા અપૂર્વ ગ્રંથનું હજી સુધી કોઈ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ થયું નથી. - શ્રીમજી પત્રાંક ૮૮૯ માં આ ગ્રંથને વનવાસી શાસ્ત્ર' તરીકે વર્ણવે છે અને પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇંદ્રિયપણે મનન કરવાથી અમૃત છે' એમ લખે છે. (૧૦૧) પરમાત્મ પ્રકાશ આ ગ્રંથના મૂળ કર્તા શ્રી યોગીન્દ્ર (યોગીન્દુ) દેવ છે. તેઓએ શ્રી પ્રભાકર ( ભટ્ટના પૂછવાથી “જગતના જીવોનું હિત કેવી રીતે થાય?” તેના ઉત્તરરૂપે અપભ્રંશ ભાષામાં આ શાસ્ત્ર બનાવ્યું છે. ગાથાઓ સરળ તથા ભાવવાહી છે. ગ્રંથની શરૂઆતથી નિશ્ચયનયનું કથન છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા આદિનું એમાં ઉત્તમ રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે. ગ્રંથ મનન કરવા યોગ્ય છે. એના પર શ્રી બ્રહ્મદેવની સંસ્કૃત ટીકા તથા I "દલિતરામજીની હિંદી ટીકા છે. આ ગ્રંથ શ્રી પરમકૃત પ્રભાવક મંડળ તરફથી Scanned by CamScanner Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ૫૮ પ્રકાશિત થઈ ચૂક્યો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથમાં આચાર્ય એક સ્થળે સમ્યક્ત્વપ્રાપ્તિની દુર્લભતા બતાવતા લખે છે કે—“હે ભાઈ, કાળ અનાદિ છે. જીવ પણ અનાદિ છે. પણ આ જીવને દીર્ઘ સંસાર પરિભ્રમણમાં શ્રી જિનેન્દ્ર ભગવાનનો યોગ તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ એટલે આ બે વસ્તુઓ દુર્લભ છે.” (૧૦૨) પરદેશી રાજા પરદેશીરાજાની કથા રાયપસેણીય સૂત્રમાં છે. રાજા પોતાની પ્રથમ અવસ્થામાં નાસ્તિક તથા અધર્મી હતો. એક વાર આ રાજાનો મંત્રી શ્રાવસ્તી નગરીએ ગયેલ ત્યાં તેણે કેશી સ્વામીના દર્શન કર્યા અને તેઓને પોતાની નગરીએ આવવાનું કહ્યું. અનુક્રમે વિહાર કરતા કેશી સ્વામી પરદેશી રાજાની નગરીમાં ઉદ્યાનમાં આવીને થર્મોપદેશ કરવા લાગ્યા. તે સમયે મંત્રી સહિત રાજા પણ તે જ માર્ગે બહાર જતા હતા. કેશીસ્વામીનો અવાજ સાંભળી રાજાએ કહ્યું, આ કોણ બરાડા પાડે છે. પછી મંત્રીના કહેવાથી બન્ને જણા કેશીસ્વામી પાસે ગયા. મંત્રી નમ્યો, રાજા અક્કડ થઈને ઊભો રહ્યો. તેનું આવું અક્કડપણું જોઈને કેશીસ્વામીને દયા આવી. તેથી તેઓએ રાજાને આત્માનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપ્યો. રાજાએ અનેક પ્રશ્નો પૂછ્યા, બધાનું સમાધાન થવાથી રાજાનું ચિત્ત સંતોષ પામ્યું અને તે એકદમ ધર્મિષ્ઠ થઈ ગયો. તેથી તેની રાણી સૂચીકાંતાએ પોતાના સ્વાર્થનો ભંગ થવાથી તેને ભોજનમાં વિષ આપ્યું તેથી તે સમાધિપૂર્વક દેહત્યાગ કરીને દેવપણે ઉત્પન્ન થયો. પછી મોટી વિભૂતિ સહિત ભગવાન મહાવીરના દર્શન કરીને પોતાનો જન્મ સફળ કરીને પાછો દેવલોકે ગયો. સત્સંગથી માણસ પાપનો ત્યાગ કરીને ધર્માત્મા બની જાય છે. (૧૦૩) પર્વત (જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ – ૨૩) (૧૦૪) પરીક્ષિત શ્રી કૃષ્ણના મરણના સમાચાર સાંભળી પાંડવો મહાદુઃખી થઈને હસ્તિનાપુરનું રાજ્ય પરીક્ષિતને આપીને હિમાલય ભણી ચાલ્યા ગયા. એક દિવસે પરીક્ષિત રાજા શિકાર કરવા જતા હતા. માર્ગમાં એણે જોયું કે એક ગાય અને એક બળદ ભયથી ત્રાસ પામીને દોડતા આવે છે. તેની પાછળ કોઈ એક શુદ્ર સાંબેલું લઈને ચાલ્યો આવે છે. રાજાએ શૂદ્રને પૂછ્યું, અરે ! તું કોણ છે? તું પોતાનું નામ કહે. ગાય તથા બળદને શા માટે સતાવે છે? એમ કહીને રાજાએ પછી ગાય અને બળદને પણ બોલાવ્યા અને હકીકત પૂછી. Scanned by CamScanner Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય પ૯ -બળદે કહ્યું, મહારાજ! હું ઘર્માવતાર છું અને આ વિકરાળ મુખવાળો જે સામ 5 છે તે કળિયુગ છે. એના આવવાથી હું નાસી જઉં છું. ગાય બોલી, હું પૃથ્વી છુ. ળિયુગમાં થનાર શુદ્ર રાજાઓનો ભાર સહન નહીં કરી શકવાથી હું નાસી જાઉં છું. તે સાંભળીને રાજાએ કલિયુગને મારવા તલવાર કાઢી. કલિયુગે દીનતાપૂર્વક ક મહારાજ! આપ મારા પર દયા કરો, હું પણ આપના શરણે આવ્યો છું. માટે અને રહેવા કોઈ સ્થળ બતાવો. પરીક્ષિત રાજાએ કહ્યું-જુગાર, અસત્ય, માન, વેશ્યાગૃહ, હિંસા, ચોરી તથા સોના આદિમાં રહેવાની હું તને આજ્ઞા કરું છું. કેટલાક સમય પછી એક દિવસે પરીક્ષિત રાજા ફરી શિકાર કરવા નીકળ્યો. માથે સોનાનો મુકુટ શોભતો હતો. રાજાને તાપને લીધે અતિશય તરસ લાગી, તેથી પાણીની શોઘમાં આમતેમ ફરતા રાજાએ ધ્યાનસ્થ લોમસ ઋષિને જોયા. મુકુટમાં રહેલા કલિને લીધે રાજાની બુદ્ધિ ફરી. તરત જ રાજાએ તેને ઢોંગી તથા પાખંડી માનીને એક મૃત સર્પ મુનિના ગળામાં નાખી દીધો. આ દુષ્કૃત્ય કર્યા પછી રાજા ઘેર | ગયો ત્યારે કંઈ સન્મતિ આવી. તેને ઘણો ખેદ થયો. શૃંગી ઋષિએ પરીક્ષિતને શાપ | આપ્યો કે આજથી સાતમા દિવસે સાપ નાખનારને તક્ષક નાગ કરવો. ત્યાર પછી શૃંગીએ પોતાના બાપના ગલામાંથી નાગ કાઢી નાખીને કહ્યું કે મેં રાજાને શાપ આપ્યો છે. તે સાંભળી ઋષિ ખેદસહિત બોલ્યા કે તેં આ ઉચિત નથી કર્યું. | મહાત્માઓ ક્ષમાશીલ હોય છે. હવે તું રાજાને એ વાત કહી આવ. શાપની વાત | જાણીને પરીક્ષિત સંસારથી વૈરાગ્ય પામી પોતાના પુત્ર જનમેજયને રાજ્ય આપી ગંગાકિનારે જઈને સ્થિત રહ્યા. ત્યાં ઘણા મહાત્માઓ આવી એકત્ર મળ્યા. શ્રી શુકદેવજીએ શ્રીમદ્ ભાગવત્ સંભળાવી તેને સમાધિમરણ કરાવ્યું. - (૧૦૫) પ્રવચનસારોદ્ધાર આ ગ્રંથ શ્વેતાંબર આચાર્ય શ્રી નેમિચંદ્રસૂરિનો બનાવેલો છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથના અભ્યાસ પરથી એમ જણાય છે કે ગ્રંથકાર જૈન સિદ્ધાંતના તથા મહાન જાણકાર હતા. એની સંસ્કૃત ટીકા પણ છે જે જામનગરથી રીત થઈ ચૂકી છે. આમાં ર૭૯ દ્વાર છે જે કારોમાં જૈન ઘર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો આવી જાય છે. શ્રી જંબુસ્વામી પછી દશ નિર્વાણી વસ્તુઓના વિચ્છેદ તથા જિનકલ્પ આદિનું આમાં કથન છે. Scanned by CamScanner Page #67 -------------------------------------------------------------------------- ________________ SO શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત (૧૦૦) પ્રબોધશતક પ્રબોઘશતક વેદાંતનો ગ્રંથ જણાય છે. શ્રીમદ્જીએ ચિત્તની સ્થિરતા અર્થે કોહ મુમુક્ષુને આ ગ્રંથ મોકલ્યો હતો. તેઓશ્રી આ ગ્રંથના સંબંધમાં પોતે લખે છે કે એમાંથી તમારે શું જાણવું જોઈએ તેનો તમારે વિચાર કરવો”..વિશેષ માટે જ પત્રાંક ૨૪૮ (૧૦૭) પ્રવચનસાર આ શાસ્ત્ર શ્રી કુંદકુંદાચાર્યની કૃતિ છે. આના પર શ્રી અમૃતચંદ્રાચાર્યું ગાથાઓના ભાવને યથાર્થ રીતે પ્રગટ કરતી સંસ્કૃત ટીકા કરી છે. બીજી સંસ્કૃત ટીકા શ્રીમાન જયસેનાચાર્યની છે જે અત્યંત સરલ તથા સુબોધિની છે. શ્રી પાંડે હેમરાજજીએ શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકાનો આઘાર લઈને હિંદીમાં અનુવાદ કર્યો છે.. આ ગ્રંથમાં મુમુક્ષુઓને અતિ ઉપયોગી ત્રણ અધિકાર છે. પ્રથમ જ્ઞાનાધિકાર છે. તેમાં જ્ઞાનસંબંધી વિવેચન કરીને અતીન્દ્રિય જ્ઞાન ઉપાદેય જણાવ્યું છે, તે સિવાય ! સર્વ દેય છે. બીજા અધિકારમાં જ્ઞાનવડે જણાતા શેય પદાર્થોનું કથન છે, તથા અધ્યાત્મ દ્રષ્ટિએ સ્વસમય-પરસમયની વિશદ વ્યાખ્યા છે. શેય પદાર્થોમાં જે રાગદ્વેષ થાય છે તે જ જીવને બંઘનું કારણ છે. ઇત્યાદિ ઘણું લખ્યું છે. એના સ્વાધ્યાયથી જ આ ગ્રંથની ઉપયોગિતા સમજી શકાય. ત્રીજા અધિકારમાં ચારિત્રને લગતું કથન છે. તે અધિકારની શરૂઆતમાં ચારિત્રનાં લક્ષણો વર્ણવીને આચાર્ય મહારાજ કહે છે કે મોક્ષમાર્ગનું મૂલ સાઘન આગમ-જ્ઞાન છે તે વિના કર્મનો ક્ષય કેમ થઈ શકે? આ ગ્રંથ “પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી છપાય છે. (૧૦૮) પ્રવીણસાગર આ ગ્રંથમાં જુદા જુદા વિષયો પર ૮૪ લહરો (અધિકારો) છે. તેઓમાં નવરસ મૃગયા, સામુદ્રિક ચર્યા, કામવિહાર, સંગીતભેદ, નાયિકા ભેદ, નાડીભેદ, ઉપાલંભભેદ, ઋતુવર્ણન ઇત્યાદિ વિષયોનું સુંદર વર્ણન છે. આ ગ્રંથ રાજકોટનાં કુંવર મહેરામણજીએ સં. ૧૮૩૮માં પ્રારંભ કરીને, પોતાના સાત મિત્રોની સહાયતાથી પૂર્ણ કર્યો હતો. પ્રવીણસાગરમાં રાજકુમારી સુજનબાએ મહેરામણજીને સંબોઘન કરીને અને મહેરામણજીએ રાજકુમારીને સંબોઘન કરી પદો લખ્યા છે. તે ગ્રંથમાંનું એક પદ આ પ્રમાણે છે - मनको दुःख मनमें रखो, न करो वदन विलाप; दुर्जन हरखे देखके, स्वजन धरे संताप. શ્રીમદ્જી આ ગ્રંથ વિષે પત્રાંક ૯ર માં લખે છે કે - “પ્રવીણસાગાર સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે.” Scanned by CamScanner Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૧ છે. કમનું આવતું તઓ તથા ગ્રંથોનો પરિચય (૧૦૯) પ્રશ્નવ્યાકરણ એક આગમ ગ્રંથ છે. એમાં મુખ્યપણે આસ્રવ તથા સંવર તત્ત્વનું કથન ન આવવું તે આસ્રવ છે. તે આસ્રવ ૪ર પ્રકારે છે. તે આ પ્રકારે : ૫ માં પ્રવૃત્તિ, ૪ કષાય, ૫ અવ્રત, રપ ક્રિયાઓ, તથા ૩ મન, વચન, કાયાના છે અયોગ્ય રીતે ઉપયોગ કરવો. ત્યાર પછી હિંસાના પર્યાયનામો આપેલાં છે. કે પાપ, ચંડ, રુદ્ર, મુદ્ર, સાહસિક, અનાર્ય, નિર્ગુણ, નૃશંસ, મહાભય, પ્રતિભય, Enય. ભયાનક, ત્રાસક, અનાર્ય, ઉદ્વેગકર, નિરપેક્ષ, નિર્ધર્મ, નિષ્કરુણ, નરક, છે દીનમનકારક, ઇત્યાદિ. ઉપર્યુક્ત ભાવોથી જે કમ આવે છે તેથી આત્મા જાય છે અને તેથી અનેક જાતની વેદના પરાધીનપણે વેદવી પડે છે તે જ દુઃખ છે તે દબથી છૂટવા અર્થે સંવર(ઘમીનું કથન કરેલું છે. તે સંવરમાં કેવી રીતે પ્રવર્તી શકાય તે બઘાનું સ્પષ્ટ વર્ણન છે. (૧૧૦) પ્રજ્ઞાપના પ્રજ્ઞાપના સૂત્ર ચોથા સમવાયાંગનું ઉપાંગ કહેવાય છે. પરંતુ અંગ સમવાયાંગ સંક્ષેપમાં છે અને પ્રજ્ઞાપનાનો વિષય ઘણો વિસ્તૃત છે. તેમાં છત્રીશ વિષયો છે અને તેમાંના દરેક વિષયને પદ કહેવામાં આવે છે. | શ્રી શ્યામાચાર્યે એક એક વિષય પર ખૂબ બારીકાઈથી ઊંડો વિચાર કરેલો છે. એના પર આચાર્યશ્રી મલયગિરિજીની સંસ્કૃત ટીકા છે. એના અભ્યાસ તથા વાચનથી જીવ અજીવ સંબંધી વિશેષ જ્ઞાન થાય છે. આનું પ્રથમ પદ પ્રજ્ઞાપના પદ છે. એમાં જીવ અજીવનું વિસ્તારથી વર્ણન કરેલું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૧૩૯માં આનો ઉલ્લેખ કરેલો છે. (૧૧૧) પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા શ્રીમદ્ રાજચંદ્રના તે કાકાસસરા થાય. લંડનમાં એમ.ડી. તથા બેરિસ્ટરની પરીક્ષા પસાર કરી, મોરબી સ્ટેટમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે થોડો વખત નોકરી કરી, પછી ઈડર સ્ટેટમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે નિયુક્ત થયા હતા. સમજી ઈડરમાં સં. ૧૯૫૩ તથા ૧૯૫૫માં નિવૃત્તિ અર્થે ગયા ત્યારે ડૉક્ટર સાહેબને ત્યાં રહ્યા હતા. ઈડર સ્ટેટના મહારાજા કેસરીસિંહજી આત્મતત્ત્વના શાસુ હતા. ગુપ્ત રીતે ત્યાં રહેવાની શ્રીમની ભાવના છતાં ત્યાંના મહારાજાને પણ થતાં તેઓ શ્રીમદને મળ્યા હતા. તે વખતે થયેલી વાત “દેશી રાજ્ય' નામના સકમાં ઈસ્વી સન ૧૯૨૮માં પ્રસિદ્ધ થયેલ છે, તે “જીવનકળા'માં પ્રકરણ ૨૨ પાયેલ છે. સં. ૧૯૫૩માં શ્રી સોભાગ્યભાઈ સાથે શ્રીમદ્જી ઈડર ગયેલા અને Scanned by CamScanner Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત સહિત ફર સં.૧૯૫૫માં ફરી ઈડર ગયેલા તે વખતે શ્રી લઘુરાજસ્વામી (લલ્લુજીમુનિ) સાત મુનિઓની સાથે જે વાર્તાલાપ થયેલો તે પણ તે જ પ્રકરણમાં છપાયેલ છે. સં ૧૯૫૫ની સાલ પૂરી થતાં ડૉક્ટર પ્રાણજીવનદાસ નોકરી છોડી રંગૂનમાં વેરાતનો ધંધો કરવા ગયા. સં.૧૯૫૬માં શ્રીમદ્જીની તબીયત નરમ થઈ જવાથી ડૉક્ટર પાછા આવ્યા અને તેમની સેવામાં ઘણો વખત રહ્યા હતા. આખર વખતે રાજકોટમાં શ્રીમદ્ભુએ પણ પ્રાણજીવનદાસ હાજર હતા. શ્રીમદ્ભુના અતિશયોની ડૉક્ટરને ખબર હતી. એક વખત કહેલું : “અમને દવાની અપેક્ષા નથી, સમભાવે પ્રારબ્ધ વેદીએ છીએ. શાત અશાતા બન્ને દેહનો ધર્મ છે. આત્મા એથી કેવળ ન્યારો છે. કોઈના પણ ચિત્તને વિક્ષેપ ન થાય તે માટે દવા લઈએ છીએ. તેથી અભક્ષ્ય ચીજો દવામાં ન આવે તેની કાળજી રાખશો.” એક વખતે અમદાવાદમાં ડૉક્ટર પ્રાણજીવનદાસને શ્રી લલ્લુજી તથા શ્રી દેવકીર્ણજી સ્વામીને બતાવીને શ્રીમદ્જીએ જણાવેલું કે “આ ચોથા આરાના મુનિ સમાન છે, ચોથા આરાની વાનગી છે.” પછી ડૉક્ટરે પ્રમોદભાવે બન્નેને નમસ્કાર કર્યા હતા. આત્મજ્ઞાની પુરુષની સેવાનો લાભ પરમ દુર્લભ છે. તે પ્રાપ્ત કરવા શ્રી પ્રાણજીવનદાસ સદ્ભાગી થયા હતા. (૧૧૨) પાર્શ્વનાથ ભગવાન ભગવાન પાર્શ્વનાથનો જન્મ વારાણસી નગરીના ઈક્ષ્વાકુવંશી રાજા અશ્વસેનને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ વામાદેવી હતું. તેઓ જન્મથી જ અવધિજ્ઞાનના ધારક હતા. તેઓ સ્વભાવે શાંત, અતિશય ગંભીર તથા વૈરાગી હૃદયવાળા હતા. એક દિવસે પાર્શ્વપ્રભુ પોતાના પ્રાસાદ ઉપર ચઢી નગરની શોભા જોતા હતા. તેટલામાં પુષ્પોના ઉપહાર વગેરેની છાબડીઓ લઈને નગર બહાર જતાં અનેક સ્ત્રીપુરુષોને તેમણે દીઠા, એટલે પાસે રહેલા લોકોને તેનું કારણ પૂછ્યું કે આજે કો મહોત્સવ છે કે જેથી આ લોકો ઘણા અલંકાર ધારણ કરી નગર બહાર જાય છે. એક માણસે ઉત્તર આપ્યો કે આ નગરીની બહાર કમઠ નામનો એક તાપસ આવ્યો છે. તે પંચાગ્નિ તપ તપે છે. તેથી આ લોકો તેના દર્શન અર્થે પૂજાની સામગ્રી લઈને જાય છે. તે સાંભળી કુતૂહલથી પાર્શ્વપ્રભુ પણ ત્યાં ગયા. ત્રણજ્ઞાનધારી પ્રભુએ ઉપયોગ દેતાં અગ્નિનાં કુંડમાંનાં કાષ્ઠમાં એક મોટા સર્પને બળતો જોયો તેથી દયાળુ પ્રભુ બોલ્યા Scanned by CamScanner Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૬૩ અહો ! આ કેવું અજ્ઞાન છે ! જે ધર્મમાં દયા નથી તે ધર્મ જ નથી. દયા વિના થર્મ હોઈ શકે જ નહીં. પશુની જેમ કદી કાયાના ક્લેશને ગમે તેટલો સહન કરો, પરંતુ ઘર્મતત્ત્વને સ્પર્શ કર્યા વિના નિર્દય એવા પ્રાણીને શી રીતે ધર્મ થાય ?’’ તે સાંભળી કમઠ બોલ્યો કે ‘રાજપુત્રો તો હાથી ઘોડા વગેરે ખેલાવી જાણે, તેઓ ઘર્મને શું સમજે? ધર્મ તો અમારા જેવા મહાત્માઓ જ જાણે.' તે સાંભળી પ્રભુએ સેવક પાસે કુંડમાંથી કાષ્ઠ કઢાવ્યો, અને તેને યતનાથી ફાડતાં તેમાંથી એક સર્પ નીકળ્યો. અગ્નિથી દાઝી ગયેલા તે સર્પને પ્રભુએ બીજા પુરુષો પાસે નમસ્કાર મંત્ર સંભળાવ્યો. તે નાગ મરણ પામીને ભુવનપતિમાં ઘ૨ણ નામે નાગરાજ થયો. આ બનાવ જોઈને કમઠ તાપસે વિશેષ તપ કરવા માંડ્યું, પણ અજ્ઞાનીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં પણ જ્ઞાન ક્યાંથી હોય? અનુક્રમે કમઠ તાપસ દેહ તજીને મેઘમાળી નામે હલકો દેવ થયો. પાર્શ્વપ્રભુએ સંસારથી વૈરાગ્ય પામી કર્મને ક્ષય કરવાવાળી દીક્ષા ધારણ કરી. પ્રભુની સાથે ત્રણસો રાજાઓએ પણ દીક્ષા લીધી. ભગવાન નિર્ભય સિંહની જેમ આ પૃથ્વીમંડળ પર વિચરવા લાગ્યા. એક વાર પાર્શ્વપ્રભુ એકાંત સ્થાનમાં ઘ્યાનમાં ઊભા હતા, ત્યારે કમઠ તાપસનો જીવ અવધિજ્ઞાનથી પૂર્વભવનો સર્વ વૃત્તાંત જાણી બૈર લેવાના અભિપ્રાયથી ત્યાં આવ્યો. ભગવાનને જોઈ તેના અંતરમાં અતિશય કોપાગ્નિ પ્રગટ થયો. તેઓને ધ્યાનથી ચલિત કરવા તેણે વિકરાળ દાઢવાળા સિંહો વિકર્ષ્યા, પર્વત જેવા કાળા અને ભયંકર હાથીઓ દેખાડ્યા, દૃષ્ટિથી વૃક્ષોને પણ બાળી નાખે તેવા ભયાનક સર્પો બતાવ્યા, જેના નેત્રોમાંથી જાણે અંગારા વરસતા હોય એવા અનેક રાક્ષસો વિકુર્વ્યા; પણ પ્રભુ આવા ઉપસર્ગોથી જરાય ચલાયમાન થયા નહીં. પછી થાકીને મેઘમાળીએ તીવ્ર પાણીનો વરસાદ વરસાવ્યો. અપાર જલરાશિમાં પણ પ્રભુ તો નાસિકાગ્ર દૃષ્ટિ રાખીને પૂર્વની જેમ જ સ્થિર ઊભા રહ્યા. છેવટે તે પાણી પાર્થપ્રભુની નાસિકા સુધી આવ્યું એટલે ઘરકેંદ્રનું વિમાન ચળાયમાન થયું. ત્યારે અવધિજ્ઞાનથી ધરણેન્દ્ર આ બધું જાણીને વેગપૂર્વક તે સ્થળે આવ્યો. પ્રભુને નમન કરીને તેઓના પગની નીચે એક વિશાળ સુવર્ણકમળ વિક્ર્યું અને પોતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુના માથે છત્ર ઘર્યું. તે | સમયે ધ્યાનમાં લીન થયેલા પ્રભુ નાગાઘિરાજ ઘરણેન્દ્ર ઉપર અને અપાર ઉપસર્ગ | કરનાર અસુર મેઘમાળી ઉપર સમભાવ ધારીને રહેલા હતા. છેવટે મેઘમાળી થાક્યો અને | સમકિત પામીને તે સ્વસ્થાનકે ગયો. ભગવાન કેવળજ્ઞાન પામી અનેક જીવોને ને પ્રભુના ચરણકમળમાં પડીને પોતાના અપરાધની ક્ષમા યાચી જિનભક્તિથી Scanned by CamScanner Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઘર્મનો માર્ગ બતાવી અવશેષ અઘાતીયા કર્મોનો ક્ષય કરી અત્તે સન્મેદશિખરો નિર્વાણ પામ્યા. પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમાં વિસ્તારથી વર્ણવેલું છે. શ્રીમજી પત્રાંક ૨૧-૧૦૫ માં લખે છે : “પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ-એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો.” ૧૧૩) પ્રીતમદાસ એમનો જન્મ બાવળા ગામમાં બારોટ જ્ઞાતિમાં વિ.સં.૧૭૭૪ થી ૧૭૮૦ના અરસામાં થયો હતો. પિતાનું નામ પ્રતાપસિંહ અને માતાનું નામ જેકુંવરબા હતું. એકદા તે ગામમાં રામાનંદી સાધુઓની જમાત આવેલી ત્યારે પ્રીતમદાસે ૧૧૫ વર્ષની ઉંમરમાં મહંત ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર લીઘેલો. વિ.સં.૧૮૧૭ માં તેઓ પહેલી વાર સંદેસર ગામમાં પઘાર્યા હતા અને છેવટે વિ.સં.૧૮૫૪ ના વૈશાખ વદ બારસને મધ્યાલે ત્યાં જ દેહત્યાગ કર્યો હતો. એમના લગ્નજીવન વિષે સ્પષ્ટ પુરાવા નથી. કોઈ કહે છે કે તેમને નાનપણમાં | જ પરણાવેલા અને પત્ની પ્રેમાબાઈ બહુ જ કંકાસવાળી હતી. કંકાસ થાય ત્યારે તેઓ જાત્રા મિષે ડાકોર જતા રહેતા. ત્રીસ વર્ષની ઉંમરે એ સ્ત્રી મરી ગઈ. પછી બીજી સ્ત્રી પરણ્યા જે પાંત્રીસ વર્ષની ઉંમરે મરી ગઈ. પણ એમનું જીવન વિચારતાં લાગે છે કે જન્મથી જ અંઘ અને નાનપણથી જ બાવા બનેલાને કોણ પરણે? કહેવાનો આશય કે તેઓ પરણ્યા જ નહોતા. એમના અંઘત્વ વિષે પણ બે મત પ્રવર્તે છે. કોઈ કહે છે કે તેઓ જન્મથી જ અંઘ હતા અને કોઈ એમ કહે છે કે તેઓ બાર વર્ષની વયે અંઘ થયા. સત્ય ગમે તે હો પણ તેઓ વૈરાગ્યવાન અને નિપુણ કવિ હતા. લહિયા પાસે તેઓ કવિતા લખાવતા. એમના દેહાવસાન પછી છ વર્ષે એમના શિષ્ય નારણદાસે એમના બઘા લખાણનો ઉતારો કર્યો અને અલગ અલગ હસ્તપ્રતોથી મેળવીને બધું લખાણ વ્યવસ્થિત કર્યું. પ્રીતમદાસ સંદેસરમાં ૩૭ વર્ષ રહ્યા. એમનું મંદિર અને સમાધિ સંદેસરમાં આજે પણ છે. તેઓ “ચરોતરના સંત' કહેવાય છે. તેમના પદોમાં વૈરાગ્ય, પ્રભુભક્તિ અને વિશેષતઃ કૃષ્ણભક્તિ ઝળકે છે. એમનું બધું સાહિત્ય “સસ્તું સાહિત્યવર્ઘક | કાર્યાલય” તરફથી “શ્રી પ્રીતમદાસની વાણી' તરીકે પ્રગટ થયેલું છે. આ લઘુરાજસ્વામીને શ્રીમદ્જીએ પ્રીતમદાસનો કક્કો મોઢે કરવાનું કહેલું જેની| પહેલી કડી આ છે – ' કી Scanned by CamScanner Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૬૫ કક્કા કર સદ્ગુરુનો સંગ, હૃદયકમળમાં લાગે રંગ અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પલાય; લિંગવાસના હોયે ભંગ, કક્કા કર સદ્ગુરુનો સંગ. (૧૧૪) પુદ્ગલ પરિવ્રાજક આલંભિકા નગરીમાં શંખવન નામે ચૈત્ય હતું. તેની પાસે પુદ્ગલ નામે એક પરિવ્રાજક (સંન્યાસી) રહેતા હતા. તે ચાર વેદ તથા બ્રાહ્મણ ગ્રંથોમાં ખૂબ નિપુણ હતા. નિરંતર ઊંચો હાથ રાખીને તે તપ કરતા હતા. સરલ પ્રકૃતિને લીધે તેમને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાન વડે તેઓ બ્રહ્મદેવલોકમાં રહેલા દેવોની સ્થિતિ જાણવા તથા જોવા લાગ્યા, ત્યાર પછી આતાપના ભૂમિથી નીચે ઊતરી નગરમાં આવીને લોકોને આ પ્રમાણે કહે છે “હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. દેવોની જઘન્ય આયુસ્થિતિ દશ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દશ સાગરોપમની છે. ત્યારપછી દેવો તથા દેવલોકો બુચ્છિન્ન થાય છે.’ કેટલાક દિવસ પછી ત્યાં ભગવાન મહાવીર પધાર્યા અને શ્રી ગૌતમસ્વામી ભિક્ષાચર્યાએ ગયા. માર્ગમાં લોકોની પાસેથી તે પ્રકારના વાક્યો સાંભળીને ભગવાન પાસે પાછા આવ્યા અને પુદ્ગલ પરિવ્રાજકની પ્રરૂપણાના સંબંધમાં ભગવાનને પૂછ્યું. ભગવાને યથાર્થ ઉત્તર દીધો. પુદ્ગલને તે ઉત્તરની ખબર પડી ને પોતાના જ્ઞાનમાં શંકા પડવાથી તે ભગવાન પાસે ગયા અને દીક્ષિત થઈને તપ કરવા લાગ્યા. અંતે તેઓ વાસ્તવિક સુખને પામ્યા. (૧૧૫) પુરુષાર્થસિદ્ધયુપાય આ ગ્રંથના કર્તા શ્રી અમૃતચંદ્રાચાર્ય છે. તેઓશ્રી વિક્રમ સંવત ૯૬૨માં વિદ્યમાન હતા. આ ગ્રંથ એમની એક સ્વતંત્ર કૃતિ છે. એમાં અહિંસા તત્ત્વનું કે જે તત્ત્વ જૈન તથા જૈનેતરોને સમાન રીતે માન્ય છે તેનું બહુ સૂક્ષ્મ વિવેચન કરેલું છે. અહિંસા સંબંધી આટલું સૂક્ષ્મ વિવેચન અન્ય ગ્રંથોમાં પ્રાયે મળતું નથી. ગ્રંથકર્તા આ ગ્રંથના ત્રણ વિભાગ પાડે છે. પ્રથમ વિભાગમાં સમ્યગ્દર્શન, બીજામાં સમ્યજ્ઞાન તથા ત્રીજામાં સમ્યક્ચારિત્રનું કથન છે. પ્રથમના બે અધિકારો નાના છે, પણ સમ્યક્ચારિત્ર સંબંઘી અધિકાર બહુ વિસ્તીર્ણ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પછી જીવને ચારિત્રની આવશ્યકતા રહે છે, કારણ કે ત્રણેની એકતા વિના મોક્ષમાર્ગ નથી. તેથી આચાર્ય ચારિત્રના બે (દેશવિરતિ, સર્વવિરતિ) ભેદ પાડી અહિંસાનું અત્યંત સૂક્ષ્મ કથન કરતાં કહે છે કે પાંચે પાપોનો ત્યાગ એ એક ભગવતી અહિંસાની રક્ષા માટે જ છે. રાગદ્વેષની Scanned by CamScanner Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઉત્પત્તિ એ જ ખરી હિંસા છે. જ્યાં રાગદ્વેષનો અભાવ થાય છે ત્યાં માણસ સ્વાભાવિક અહિંસક બને છે. અહિંસાને યથાર્થ રીતે સમજવા માટે આ ગ્રંથને જોવાની ખાસ જરૂર છે. હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ જાણ્યા વિના અહિંસાનું પાલન અશક્ય છે. એમણે શ્રી કુંદકુંદાચાર્યનાં ગ્રંથો પર પણ વિશદ ટીકાઓ લખી છે. (૧૧૯) પુંડરિક જુઓ ભાવનાબોઘ અષ્ટમ ચિત્રઃ સંવરભાવના (૧૧૭) પૂજાભાઈ હીરાચંદ - શ્રી પોપટલાલની પેઠે શ્રી પૂજાભાઈ પણ એક મુખ્ય મુમુક્ષુ હતા. બન્ને કાવિઠામાં શ્રીમજીને સાથે મળેલા અને બન્નેનો શ્રીમદ્જી પ્રત્યે ગાઢ નિષ્કામ પરમાર્થપ્રેમ હતો. અમદાવાદ, ઘર્મપુર, વઢવાણ તથા રાજકોટમાં શ્રી પૂજાભાઈને શ્રીમજીનો વિશેષ પરિચય થયેલો. ઘર્મપુરમાં શ્રીમદ્જીએ પૂજાભાઈને તન, મન, ઘન સપુરુષને અર્પણ કરવા જણાવેલું. તેમણે તે વાત ગાંઠે બાંધી હતી. પૂજાભાઈને એક પુત્ર હતો. તેના મરણ પછી તે વેપારમાંથી નિવૃત્ત થયા. શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ સભા તરફથી તેમના ખર્ચે શ્રી ભગવતી સૂત્ર ટીકા સહિત ભાષાંતર સં.૧૯૭૪માં બહાર પડ્યું છે. મહાત્મા ગાંધીજીના સમાગમ પછી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડારની સ્થાપના તેમના તરફથી અમદાવાદમાં થઈ હતી. હજી શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાળા દ્વારા આગમોના છાયા-અનુવાદ બહાર પડે છે, તે તેમની ઉદાર દાન-પ્રવૃત્તિનું ફળ છે. શ્રી પૂજાભાઈ પાસે શ્રીમજી સંબંધી અલ્પ સાહિત્ય હતું તે શ્રી લલ્લુજી મહારાજ (શ્રીમદ્ લઘુરાજ સ્વામી)ને તેમણે છેવટે શ્રીમદ્ રાજચંદ્ર | આશ્રમમાં આપ્યું હતું. દેશસેવામાં પણ તેમણે પોતાનો બનતો ફાળો આપ્યો છે. (૧૧૮) પોપટલાલ મહોકમચંદ (જન્મ સં. ૧૯૨૫ના માગસર વ.૧૦, દેહત્યાગ આસો સુદ ૭, સં.૧૯૮૮). અમદાવાદના મુમુક્ષુઓમાં મુખ્ય અને અગ્રણી શ્રી પોપટલાલ મહોકમચંદ શાહ તીવ્ર ક્ષયોપશમી અને શાસ્ત્રાભ્યાસી હતા. અમદાવાદમાં શાંતિસાગર મહારાજ તે વખતે શાસ્ત્રનિપુણ અને રૂઢિઘર્મથી વિમુખ, તત્ત્વશોઘક, સ્વતંત્ર વિચારક ગણાતા હતા. એમના સમાગમમાં પોપટલાલ આવેલા, પણ સત્ય શોઘવાની એમની જિજ્ઞાસા ત્યાં તૃપ્ત થયેલ નહીં. સં.૧૯૫૩માં તેમણે કલોલના શ્રી કુંવરજીભાઈ તથા ગોઘાવીના ભાઈ વનમાળીદાસ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર વિષે સાંભળ્યું; તથા વિશેષ માહિતી શ્રી લલ્લુજી મહારાજ અમદાવાદમાં કાંકરીઆ તળાવ તરફ બિરાજે છે ત્યાંથી મળશે એમ જાણી, તે તથા પૂજાભાઈ હીરાચંદ શ્રી લલ્લુજી મહારાજને મળ્યા. Scanned by CamScanner Page #74 -------------------------------------------------------------------------- ________________ સમાગ સમા વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૬૭. " તો ઉત્કંઠા વધી પડી અને બન્ને કાવિઠા નિવૃત્તિ ક્ષેત્રે પધારેલા શ્રીમદ્જીના કામ અર્થે ત્યાં ગયા. પછી અમદાવાદ, વઢવાણ આદિ સ્થળોમાં શ્રીમદુનો તેમને ગમ થયેલો. તેમની આગેવાનીમાં અમદાવાદમાં પંચભાઈની પોળ તથા ખંભાત 3 વડવા નામના સ્થળે શ્રીમદ્જીના સ્મારકરૂપે બે ભવ્ય મકાનો બંધાયા છે; તે અંગનાં ઘામ બન્યાં છે, પોતાનો નિવૃત્તિનો કાળ તે વડવા ગાળતા હતા. (૧૧૯) પંડિત નથુરામ શર્મા પં. શ્રી નથુરામનો જન્મ સંવત ૧૯૨૪ની સાલમાં થયો હતો. એમણે પાંચ વર્ષની ઉંમરે વિદ્યાધ્યયન આરંભ્ય અને ગુજરાતી નિશાળમાં સાત ચોપડીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક શાસ્ત્રી પાસે કૌમુદી આદિ વ્યાકરણ ગ્રંથોનો અભ્યાસ ર્યો. કાવ્ય તથા વ્યાકરણના વિશેષ અધ્યયન અર્થે તેઓ કાશી ગયા અને ત્યાં સંસ્કૃતનો સારો અભ્યાસ કરી ભાવનગર આવ્યા. નથુરામને વેદ તથા ઘર્મશાસ્ત્રો વાંચવાની ઘણી ઉત્કંઠા હતી. તેથી તેમણે વર્તમાનમાં પ્રચલિત બધા ઘમોંનાં પુસ્તકો વાંચ્યાં. એટલામાં તેમનાં પત્ની બે પુત્ર અને એક પુત્રી મૂકીને દેવલોક પામ્યાં. આ દુખદ બનાવ પછી એક વર્ષે એમના પિતાશ્રી પણ સ્વર્ગવાસી થયા. કુટુંબના માણસોએ ફરી લગ્ન કરવા આગ્રહ કર્યો પણ તેઓને ફરીથી પરણવાની કામના ન જાગી, અને વાનપ્રસ્થ જીવન ગાળવા લાગ્યા. મનુસ્મૃતિનો ગુજરાતી અનુવાદ એમની લેખનીનું ઉત્તમ ફળ છે. પત્રાંક ૨૬૦ માં એમના વિષે શ્રીમદ્ લખે છે : “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી.” એ પરથી લાગે છે કે તેઓ ચમત્કાર કરતા હશે. (૧૨૦) પાંડવું ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ ત્રણ ભાઈઓ હસ્તિનાપુરમાં રહેતા હતા. | ધૃતરાષ્ટ્રને ગાંધારીના પેટે અવતરેલા દુર્યોધન આદિ સો પુત્રો હતા. ધૃતરાષ્ટ્ર મોટો છતાં આંખે આંઘળો હતો. તેથી સૌએ પાંડુને રાજ્યાધિકારી બનાવ્યો. તે પાંડુ રાજાને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંચ શૂરવીર અને ઉત્તમ પુત્રો થયા.પાંડુરાજાના પુત્રો હોવાથી તેઓ પાંડવ કહેવાયા અને કુરુરાજાના વંશજ હોવાથી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કહેવાયા. એ પાંચે પાંડવો અને કૌરવો બઘા એક બીજાની સાથે રમવા ખેલવા લાગ્યા. એ બધામાં ભીમ ઘણો બળવાન નીવડ્યો. તે એવો તો જબરો હતો કે દુર્યોધનાદિ સૌ કરવો એનાથી ડરતા. દુર્યોધન પોતાના દુષ્ટ સ્વભાવને લઈને પાંડવો પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યો. પણ પાંડવો કૌરવોથી જરાય ડરતા નહીં. શ્રી દ્રોણાચાર્ય પાસે રહીને કરવો તથા પાંડવો અસ્ત્રવિદ્યા શીખ્યા. અર્જુન બાણવિદ્યામાં ખૂબ જ નિપુણ નીવડ્યો. તે સમયે ઘનુષ્યવિદ્યામાં તે એક જ અપૂર્વ બાણાવલી હતો. Scanned by CamScanner Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત પાંડુ રાજા પછી ન્યાયી ઘર્મરાજ યુધિષ્ઠિર રાજગાદીએ આવ્યા. પોતાના ભાઈઓની મદદથી એમણે ઘણા દેશો જીતીને રાજ્યનો અતિશય વિસ્તાર કર્યો પાંડવોની ચઢતી જોઈને દુર્યોધન વગેરે કૌરવોથી રહેવાયું નહીં અને તેથી તેઓ ધૃતરાષ્ટ્રને અવળે માર્ગે દોરવા લાગ્યા. હવે બન્ને પક્ષોમાં વિરોઘ વધ્યો. તો પણ ઘર્મરાજ યુધિષ્ઠિર શાંતચિત્ત હોવાથી ભીમ આદિ ભાઈઓ શાંત રહ્યા. કૌરવોએ પાંડવોને મારી નાખવા માટે લાક્ષાગૃહ બનાવરાવ્યો અને તેમાં તેમને સુવડાવીને રાત્રે સળગાવી મુકાવ્યો. ભાગ્યવશાત્ પાંડવો ત્યાંથી સુરંગદ્વારે સકુશલ નીકળી દેશાંતરોમાં ફરી દ્રૌપદીના સ્વયંવર સમયે પ્રગટ થયા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય આદિએ રાજ્યના સમાન બે ભાગ કરી આપ્યા. પણ તેથી દુર્યોધનને સંતોષ ન થયો. તે બઘાની સમક્ષ કહેવા લાગ્યો કે અમે સો છીએ અને પાંડવો તો પાંચ જ છે તો તેમને અર્થે રાજ્ય શી રીતે આપી શકાય. રાજ્યના ૧૦૫ ભાગ થવા જોઈએ. તેમાંથી ૧૦૦ ભાગ અમને મળે અને ૫ ભાગ પાંડવોને, તો ન્યાય ગણાય. આ તો દેખીતો અન્યાય છે. એકદા દુર્યોધને ઘર્મરાજને જુગાર રમવા બેસાડ્યા અને શકુનિ મામાની મદદથી છળ કરીને સર્વસ્વ જીતી લીધું. પાંડવોને ૧૨ વર્ષનો વનવાસ તથા એક વર્ષના ગુપ્તવાસનો આદેશ મળ્યો. ઘર્મરાજ પોતાના પાંચે ભાઈઓ અને સતી દ્રૌપદી સાથે વનમાં ચાલી નીકળ્યા અને પોતાના દુઃખના દિવસો વ્યતીત કરવા લાગ્યા. ૧૩ વર્ષ પછી ઘર્મરાજે ન્યાયપૂર્વક પોતાના રાજની માગણી કરી, પણ દુષ્ટ દુર્યોધને તેઓની માગણી પર કંઈ લક્ષ ન આપ્યું. તેથી નછૂટકે જનસંહારક વિશાળ મહાભારતનું યુદ્ધ મંડાયું. તે યુદ્ધમાં કૌરવો સદાને માટે સૂઈ ગયા. પાંડવોનો જય થયો. પછી તેઓ કેટલાક સમય સુધી રાજ્ય કરીને તેથી વિરક્ત થઈને દીક્ષા ધારણ કરીને અંતે સદ્ગતિ પામ્યા. (૧૨૧) બનારસીદાસ બનારસીદાસનો જન્મ સં.૧૯૪૩માં જોનપુર શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ ખડગસેન હતું. એમનું મૂળ નામ વિક્રમાજીત હતું. પણ એક વાર એમના પિતા બનારસમાં ભગવાન પાર્શ્વનાથના દર્શનાર્થે ગયા અને ત્યાં પુત્રનું નામ બદલીને બનારસીદાસ પાડ્યું. એમના પિતાએ અનેક વાર સ્થળાંતર કર્યું હતું. એક વાર પિતાએ બનારસીદાસને વ્યાપાર અર્થે માલ આપી આગ્રા મોકલ્યો. ત્યાં ઘણી ખોટ ગઈ. તેથી બનારસીદાસ ઘરે ન જતાં ત્યાં રહીને પોતાનો કાળ પસાર કરવા લાગ્યા. બનારસીદાસ કવિતા કરવામાં ઘણા નિપુણ હતા. તેઓ જોનપુરનો ત્યાગ કરીને ધંધા માટે આગ્રામાં જ રહેવા લાગ્યા. ત્યાં અર્થમલ્લજી નામના એક અધ્યાત્મી Scanned by CamScanner Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય સમયસ ૬૯ જ રહેતા હતા. તે કવિવરની વિલક્ષણ કાવ્યકળા જોઈને આનંદ પામતા. પણ આમ વગરની કાવ્યકળા સંસારવૃદ્ધિ કરનારી છે. તેથી કવિવરને તે સને બાર ગ્રંથ આપીને વાંચવાનો આગ્રહ કર્યો. બનારસીદાસ ગ્રંથ અનેક વાર : ગયા પણ પરિણામ વિપરીત આવ્યું. તેઓ શુષ્કજ્ઞાની થઈ ગયા અને બાહ્ય યાઓનો ત્યાગ કરીને પોતાને એકાંત શુદ્ધ માનવા લાગ્યા. આ વિષયમાં બનારસીદાસ પોતે પોતાની આત્મકથામાં લખે છે કે કરની સો રસ મિટ ગયો, ભયો ન આતમ સ્વાદ, ભઈ બનારસી કી દશા, યથા ઊંટ કો પાદ. આ સમયે કવિવરે જ્ઞાન પચ્ચીસી, ધ્યાન બત્તીસી, અધ્યાત્મ બત્તીસી, અને શિવ મંદિર, ઇત્યાદિ અનેક વ્યવહારાતીત ગ્રંથોની રચના કરી હતી. બનારસીદાસ પોતાની મિત્રમંડળી સાથે અધ્યાત્મ ચર્ચામાં લીન રહેતા. પ્રત્યેક વાતને અધ્યાત્મમાં ઘટાવવા પ્રયત્ન કરતા. બનારસીદાસની મંડળીમાં ચંદ્રભાન, ઉદયકરન અને થાનમલજી મુખ્ય હતા. એ સંબંધમાં પોતે લખે છે કે નગન હોંહિ ચારોં જને ફિરહિ કોઠરી માહિ, કહહિં ભયે મુનિરાજ હમ, કછુ પરિગ્રહ નહિ. ઘીરે ઘીરે બનારસીદાસ પં.રૂપચંદજી પાંડેના સત્સંગમાં આવ્યા. પંડિતજીએ તેમને ગોમ્મસાર આદિ શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી. તે વાંચવાથી તેમની એકાંત માન્યતા દૂર થઈ અને વાસ્તવિક તત્ત્વ સમજાયું. એમણે અર્ધ-કથાનકમાં ૯૭૩ દોહરાઓમાં પોતાની આત્મકથા લખી છે. એમનો સમયસાર નાટક હિંદી સાહિત્યનો એક અલૌકિક કાવ્યગ્રંથ છે. એમના સંબંધી વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ બનારસીવિલાસ ગ્રંથ જોવો. A શ્રીમદ્જીએ પત્રાંક પ૨૦ માં બનારસીદાસની દશા આદિનું બહુ સુંદર વિવેચન કર્યું છે. પત્રાંક ૭૮૧ માં શ્રીમદે કીચસી કનક જાકે..” એ કાવ્યનો સુંદર અર્થ કર્યો છે અને પત્રાંક ૭૭૯ માં સમયસાર નાટકમાંથી ત્રણ પદો ઉદ્ભૂત કર્યા છે. કવિવર બનારસીદાસની કવિતાની નિમ્ન લીટી આશ્રમના દૈનિક નિત્યક્રમમાં સ્થાન પામી છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલિ કરે, શુદ્ધતામાં થિર વહે, અમૃતઘારા વરસે. બનારસીદાસ આધ્યાત્મિક કવિ હતા. એ ભક્તિને નહીં, પણ આત્માનુભવને ક્ષનું કારણ માનતા હતા. એ તુલસીદાસને મળેલા અને રામાયણ વિષે એક કાવ્ય લખ્યું હતું. મુસ્લિમ બાદશાહ જહાંગીરના પણ એ મિત્ર હતા. Scanned by CamScanner Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૧૨) બાઈબલ બાઈબલ એટલે પુસ્તક. જગતના પ્રાચીન પુસ્તકોમાં એની પણ ગણના થાય છે. ખ્રિસ્તી ધર્મ યહૂદી ઘર્મને મળતો છે, અને બાઈબલ એનો પ્રમાણભૂત ગ્રંથ છે. એના બે ભાગ છે. પહેલો ભાગ જૂના કરાર તરીકે અને બીજો ભાગ નવા કરાર તરીકે પ્રસિદ્ધ છે. યહૂદીની હિબ્રુભાષા ઉપરથી ગ્રીક ભાષામાં તેનું ભાષાંતર થયું. તે વળી લેટીન ભાષામાં ભાષાંતર પામી. યૂરોપમાં વિદ્વાનો તથા સાઘુવર્ગમાં તે ગ્ર પ્રિય થઈ પડેલો. પણ પ્રચલિત જર્મન ભાષામાં માર્ટિન લ્યુથરે તેનું ભાષાંતર કર્યા છે પછી તે વિશેષ લોકપ્રિય થયો અને આખા યુરોપમાં બોલાતી ભાષાઓમાં તેનાં ! ભાષાંતર થયાં. પ્રથમ ભાગમાં સૃષ્ટિની ઉત્પત્તિ, પ્રલય તથા મનુષ્ય પાપમાં કેમ પેઠો તથા દેવને પ્રસન્ન કરવા હોમ કરવો વગેરે વર્ણન આવે છે. તેમજ ઘર્મ-નીતિ-નિયમોનાં ફરમાનો પણ આવે છે. જગતના પાપ દૂર કરનાર મહાત્માના જન્મની આગાહી પણ તેમાં આવે છે. બીજા ભાગમાં જિસસ ક્રાઈસ્ટ (ઈસ)નો કુમારી મેરીના પુત્ર તરીકે જન્મ, તેનાં દર્શન કરવા દૂર દૂરથી ભવિષ્યવાણીને જાણીને સંત જનોનું આવવું, તથા યહૂદી ઘર્મના અત્યાચારોમાંથી લોકોને મુક્ત કરવા ક્રાઈસ્ટ કરેલા પ્રયત્નો, ઉપદેશો, ચમત્કારો, પહાડ પરનો ઉપદેશ, તથા હું પરમાત્મા છું, પ્રભુનો પુત્ર છે, રાજા છું એમ ક્રાઈસ્ટના ખુલ્લા ઉપદેશથી રાજાએ દેશદ્રોહી ઠરાવી ક્રોસ પર ચઢાવી હાથે પગે ખીલા ઠોકી તેનો વધ કરાવ્યો, ત્રીજે દિવસે તે પાછો સજીવન થયો આદિ અનેક ચમત્કારોનું પણ તેમાં વર્ણન છે. શિષ્યોમાં મુખ્ય ગણાતાઓની પણ કસોટી વખતે શ્રદ્ધા ફરી જાય છે; શ્રદ્ધા, આશા અને વિશ્વપ્રેમના સિદ્ધાંતોની નાની કથાઓ પણ તેમાં ઘણી છે. એક ઈશ્વર જગતનો કર્તા છે તથા સ્વર્ગ, નરક વગેરેનાં વર્ણનો પણ તેમાં છે. પણ બંઘ-મોક્ષની યથાર્થ પદ્ધતિ તેમાં વર્ણવેલી નથી. ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિષે શ્રીમદ્ પત્રાંક પ૩૦ માં લખે છે : “તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે.” (૧૩) બુદ્ધ મહાત્મા બુદ્ધનો જન્મ મગઘદેશમાં ગયા પાસે કપિલવસ્તુ ગામમાં થયો હતો. એમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. પિતાનું નામ શુદ્ધોદન તથા માતાનું નામ માયાદેવી હતું. એમનો વંશ શાક્ય હતો, જાતિ ક્ષત્રિય હતી અને ગોત્ર ગૌતમ હતું. એ ભગવાન મહાવીરના સમકાલીન હતા. એક વાર રાજકુમાર સિદ્ધાર્થ ઉપવનમાં ક્રીડાર્થે જતા હતા. ત્યારે માર્ગમાં એક Scanned by CamScanner Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૭૧ અતિશય વૃદ્ઘ, રોગી તથા મૃતકને જોઈ વૈરાગ્ય પામ્યા. તે દુઃખનાં કારણોનો વિચાર કરવા લાગ્યા, તથા તે કેમ ટળે ? આ દુનિયા શું હશે ? રોગ શા માટે આવે ? ઇત્યાદિ વિચાર કરતાં કરતાં ઘેર આવ્યા. પિતા પાસે જઈ બધી હકીકત કહીને સંસારત્યાગની આજ્ઞા માગી. પિતાએ આજ્ઞા ન આપી પણ એ ક્યાંય નાસી ન જાય એટલા માટે માણસોને સખત સંભાળ રાખવાનું કહ્યું. રાજપુત્ર સિદ્ધાર્થ રાજભવનથી નીકળવાનો માર્ગ શોધવા લાગ્યા. એક રાત્રે તે પોતાનાં પત્ની તથા પુત્રને સૂતાં છોડીને ચાલી નીકળ્યા. અનેક પ્રકારની તપસ્યાઓ પછી એમણે મધ્યમ માર્ગ ગ્રહણ કર્યો. પછી સારનાથમાં એમને બોધિની પ્રાપ્તિ થઈ એટલે એ બુદ્ધ કહેવાયા. આજે મહાત્મા બુદ્ધનો ધર્મ જગપ્રસિદ્ધ છે. આખા દેશના દેશ આ ઘર્મના અનુયાયી છે. સિંહલદ્વીપ (લંકા), તિબેટ, આસામ, સિયામ, બ્રહ્મદેશ, જાપાન, ચીન તથા યુરોપમાં પણ આ મત ફેલાયેલો છે. મહાત્મા બુદ્ધે અહિંસાને પરમધર્મ માનેલો છે. એમણે યજ્ઞમાં થતી ઘોર હિંસાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો, વેદો પ્રત્યે એમને રુચિ ન હતી. અત્યારે બુદ્ધના મતને લોકો ક્ષણિકવાદ કહે છે. બૌદ્ધમતમાં મુખ્ય દેવતા સુગત છે. એ સુગતદેવે ચાર આર્યસત્યો જણાવેલાં છે (૧) દુઃખ (૨) સમુદય (૩) માર્ગ અને (૪) નિરોધ. બૌદ્ધ ધર્મના આગમોને ત્રિપિટક કહેવામાં આવે છે. આ મતમાં નાગાર્જુન, દિગ્નાગ, વસુબંધુ, ધર્મકીર્તિ આદિ મહાન વિદ્વાનો થઈ ગયા છે અને તેમણે આ દર્શનનો ખૂબ પ્રચાર કર્યો છે. (૧૨૪) બૃહત્કલ્પ બૃહત્કલ્પ છ છેદસૂત્રોમાંનું એક સૂત્ર છે. આ સૂત્રના કર્તા શ્રી ભદ્રબાહુ સ્વામી છે. આ ગ્રંથ પર શ્રી સંઘદાસ ગણિ ક્ષમાશ્રમણનો ભાષ્ય છે. આ સૂત્રમાં સાધુઓના અંગત આચાર અને પ્રાયશ્ચિત્તને લગતી અનેક ગંભીર બાબતો ચર્ચેલી છે. સાધુપદના ભાનને માટે આ ગ્રંથનો અભ્યાસ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી મનુષ્ય યથાર્થતાને ન જાણે ત્યાં સુધી તે અવશ્ય વિપરીતતામાં જ પ્રવૃત્તિ ક૨શે. શ્રીમદ્ભુ પત્રાંક ૫૦૧માં આ ગ્રંથનો ઉલ્લેખ કરતાં લખે છે કે ‘અનાર્યભૂમિમાં વિચરવાની’ બૃહત્કલ્પમાં ના કહી છે. ન (૧૨૫) બ્રહ્મદત્ત બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. એક વાર એક બ્રાહ્મણે આવીને ચક્રવર્તીને કહ્યું, હે રાજન્! આપ મને ઓળખો છો કે નહીં? રાજાએ તેને ઓળખ્યો અને ઉપકારી જાણીને ઇચ્છા પ્રમાણે માગવાનું કહ્યું. તેથી તે વિપ્રરાજે જાતિસ્વભાવને લઈને રાજાને ત્યાં સકુટુંબ જમવાની માંગણી કરી. રાજાએ બીજું માગવાનું કહ્યું પણ તેણે ન માન્યું. ચક્રવર્તીના સદનનું ગરિષ્ટ ભોજન કરવાથી સર્વને તીવ્ર કામવાસના જાગી તેથી Scanned by CamScanner Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત તેઓને કંઈ ભાન રહ્યું નહીં અને પોતાની માતા પુત્રવધૂ આદિ સાથે રાત્રિએ નિર્વક થઈ પશુવતુ વ્યવહાર કર્યો. પ્રાતઃકાળ થયો અને ઉન્માદ ઊતરી ગયો. ત્યારે તે બ્રાહ્મણ તથા તેના ઘરના સર્વ માણસો લજ્જને લીધે પરસ્પર મુખ બતાવી શક્યા નહીં. તેથી તે બ્રાહ્મણે વિચાર કર્યો કે રાજાએ મારી દુર્દશા કરવા માટે આવો રસ્તો લીધો છે. માટે મારે બદલો લેવો. એમ વિચારતો વૈર લેવાની ઇચ્છાથી તે વિખરાજ નગર બહાર ગયો. વનમાં વિપ્રે એક પશુપાલને જોયો જે દૂરથી કાંકરાને આંગળી પર ચઢાવીને પીપળાનાં પાંદડાંમાં છિદ્ર પાડતો હતો. તેની નિશાનેબાજી જોઈ તે ભૂદેવે વિચાર્યું કે આ માણસથી મારા કામની સિદ્ધિ થશે. એટલે તેની પાસે જઈ અનેક પ્રકારના પ્રલોભનો આપી અંતરંગ વાત કહી. પશુપાલ રાજી થઈ ગયો, તેથી બ્રાહ્મણ પશુપાલને નગરમાં લઈ ગયો. એકદા રાજા છત્ર ધારણ કરી હાથી પર બેસી નગરથી બહાર જતા હતા તે સમયે પશુપાલે ભીંતની આડમાં રહીને આંગળી પર એક સાથે બે ગોળીઓ ચડાવીને મૂકી, જેથી ચક્રીનાં બન્ને નેત્રો ફૂટી ગયાં. તરત જ રાજાના અંગરક્ષકોએ પશુપાલને પકડ્યો અને બાંધીને ખૂબ માર માર્યો, ત્યારે તેણે પોતાને કુબુદ્ધિ આપનાર પેલા દુષ્ટ બ્રાહ્મણનું નામ લીધું. તેથી ચક્રીએ ક્રોઘમાં આવી જઈને બ્રાહ્મણના કુટુંબનો નાશ કરાવ્યો. મોટાઓનો ક્રોઘ સહેજે શાંત થતો નથી. તેથી ચક્રીએ તે નગરમાં રહેનારા સર્વ બ્રાહ્મણોનો ઘાત કરાવ્યો. ક્રોઘાંઘ માણસને વિવેકબુદ્ધિ હોતી નથી. તેથી રાજાએ પ્રઘાનને કહ્યું કે, હંમેશાં બ્રાહ્મણોનાં નેત્રોનો થાળ ભરી મારી પાસે મૂકવો કે જેથી તે નેત્રોનું હંમેશા હું મર્દન કરું. મંત્રી તેનો દુષ્ટ અભિપ્રાય જાણી શ્લેષ્માતક (ગુંદા)ના ફળો વડે થાય ભરીને નિત્ય તેમની પાસે મૂકવા લાગ્યો. તેને રાજા વારંવાર હાથ વડે ચોળતો અને આનંદ પામતો. આ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતા અશુભ અધ્યવસાયવાળા ત રાજાએ સોળ વર્ષ નિર્ગમન કર્યા. અંતમાં વિષયોમાં આસક્ત રહેવાથી તથા રૌદ્ર પરિણામી હોવાથી મરણ પામીને તે ચક્રી સમસ્તમા નામની સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય નારકીપણે ઉત્પન્ન થયો. જુઓ, વિષયલોલુપતા કેટલી ભયંકર છે! (૧૨) બત્રીસ સૂત્રોનાં નામ દ્રષ્ટિવાદ, ઉવવાઈ, રાયપણેણી, જીવાભિગમ, પન્નવણા, સુર્યપન્નતિ, દશવૈકાલિક, નંદીસૂત્ર, અનુયોગદ્વાર–આ નવ કાલિકસૂત્ર કહેવાય છે. બીજા ૨૩ સત્ર ઉત્કાલિક છે–આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીક જ્ઞાતધર્મકથા, ઉપાસકદશા, અંતગડદશા, અનુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ, વિપાક, Scanned by CamScanner Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય : ટીવપન્નત્તિ, ચંદ્રપન્નત્તિ, નિરયાવલિકા, કપૂવંડસીયા, પુષ્ફીઆ, પુષ્કસૂલીઆ, છા. ઉત્તરાધ્યયન, વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પ, નિશીથ, દશા શ્રુતસ્કંદ. આ પ્રમાણે જૈનોનો એક વિભાગ ૩૨ સૂત્ર માન્ય રાખે છે. (૧૨૭) બ્રાહતી અને સુંદરી નાભિ કુલકરથી મરુદેવા માતાને ઋષભદેવ અને સુમંગલાનું જોડકું જન્મે . તે સુમંગલા જોડે ભગવાન પરણ્યા હતા અને તેથી તેમને ભારત અને બ્રાહ્મી તથા બીજા ૪૯ પુત્રયુગલ થયા હતા. ભગવાનની બીજી પત્ની સુનંદા હતી કે જેની સાથે જોડકે જન્મેલો છોકરો મૃત્યુ પામ્યો હતો. એ સુનંદાથી ભગવાનને બાહુબલી અને સુંદરીનું જોડું જખ્યું હતું. ભગવાને બ્રાહ્મીને અઢાર લિપિ શીખવી હતી અને સુંદરીને ગણિત આદિ શાસ્ત્ર શીખવ્યા હતા. ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે બ્રાહ્મીએ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. યુગલાધર્મનું નિવારણ કર્યા છતાં ભારત સુંદરીને પરણવા ઇચ્છતા હતા, તેથી તેને દીક્ષાની અનુમતિ ન આપી, એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. - જ્યારે ભરત દિગ્વિજય કરવા ગયા ત્યારથી સુંદરી આયંબિલ તપ કરવા લાગી હતી. ભારત ૬૦૦૦૦ વર્ષે દિગ્વિજય કરી પાછા ફર્યા ત્યારે સુંદરીને નિસ્તેજ અને સુકાયેલી જોઈને કારણ પૂછ્યું ત્યારે પરિવારજનોએ કહ્યું કે એ ભાવદીક્ષિત થઈને આયંબિલ કરતાં ઘરમાં રહ્યા છે, એટલે ભરતરાજાએ સુંદરીને દીક્ષા લેવાની અનુમતિ આપી. શ્રીમદ્જીએ મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭ માં બાહુબલીના કથાપ્રસંગમાં બ્રાહ્મી અને સુંદરીના નામોનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રસંગ દર્શાવે છે કે પ્રત્યક્ષ સન્દુરુષની બલિહારી છે. બાહુબલીનો અભિમાનરૂપી દોષ પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવ્યા નહીં, પણ પ્રત્યક્ષ ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને મોકલીને દોષ કઢાવ્યો. (૧૨૮) ભગવતી આરાધના આ મહાન શાસ્ત્ર શ્રી શિવકોટિ આચાર્યનું રચેલું છે. આનું બીજું નામ મૂલારાઘના પણ છે. ચાર પ્રકારની આરાઘનાઓનું એમાં સવિસ્તર ભાવપૂર્ણ વિવેચન છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફારિત્ર તથા સમ્યકતપ એમ ચાર પ્રકારે આરાધના કહેવાય છે. આરાઘના, આરાધ્ય, આરાધક તથા આરાધનાનું ફળ આ ચાર વાતો આ ગ્રંથના અધ્યયનથી મુમુક્ષુઓ બહુ સારી રીતે સમજી શકે છે. આ મહાગ્રંથ પર શ્રી અપરાજિતસૂરિની વિજયોદય ટીકા, મહાપંડિત આશા રજીકૃત મૂલારાથના દર્પણ, અને આચાર્ય અમિતગતિ કૃત સંસ્કૃત ટીકા તથા હિંદી અનુવાદ શોલાપુરથી પ્રકાશિત થઈ ચૂક્યો છે. એના અધ્યયનથી એમ સમજાય Scanned by CamScanner Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ૭૪. છે કે પ્રાચીન સમયમાં એના પર એક પ્રાકૃત ટીકા હતી, જેનો ઉલ્લેખ સંસ્ક ટીકાઓમાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજી એના માટે એક સ્થળે લખે છે–“ “ભગવતી આરાધના મધ્યે વેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે.” તે જ ઠેકાણે લખે છે કે “પરમ શાંત રસમય “ભગવતી આરાઘના” જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે.” સમાધિમરણ ઇચ્છનાર મુમુક્ષુઓને માટે આ ગ્રંથ અતિશય ઉપયોગી છે. (૧૨૯) ભગવદ્ગીતા ભારતના વેદો અને ઉપનિષદોમાં અધ્યાત્મતાના અતિશય વિચારો કરેલા છે. પણ તે એટલા બઘા ગહન છે કે દરેક માણસ તેને ન સમજી શકે. તેથી જ શ્રી વેદવ્યાસજીએ મહાભારતના એક પ્રકરણરૂપે સર્વ શાસ્ત્રોના સારરૂપે ગીતાની રચના કરી હતી અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેનો બોઘ કર્યો હતો. ભગવદ્ગીતાનું વર્ણન કોણ કરી શકે એમ છે? આ જ દેશના નહીં, પરંતુ સર્વ દેશોના વિદ્વાનોની દ્રષ્ટિ આ ગ્રંથ તરફ છે. તેના પર ભાષણ કર્યા ન હોય, ટીકા ન લખી હોય, ભાષાંતર ન કર્યું હોય એવા વિદ્વાન વિરલ જ પ્રાપ્ત થશે. શ્રી શંકરાચાર્ય, શંકરાનંદ, મધુસૂદન, આનંદગિરિ, શ્રીઘર ઇત્યાદિ પ્રાચીન મહાત્માઓ અને સંસ્કૃતજ્ઞ કવિઓની તથા જ્ઞાનેશ્વર લોકમાન્ય તિલક આદિની ટીકાઓ પ્રસિદ્ધ જ છે. અંગ્રેજી ભાષા જેવી વિદેશી ભાષામાં પણ તેના અનેક ભાષાંતરો થયાં છે. એમાં ૧૮ અધ્યાય છે. કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભક્તિયોગ–એ જ એનો મુખ્ય વિષય છે. જુદી જુદી માન્યતાવાળા એમાંથી જુદા જુદા અભિપ્રાય ગ્રહણ કરે છે, એટલે કોઈ એમ કહે છે કે એમાં કર્મની મુખ્યતા છે, ત્યારે બીજો કહે છે કે જ્ઞાનની પ્રથાનતા છે. ત્રીજો એને ભક્તિનો જ ગ્રંથ કહે છે. સાપેક્ષપણે બધા વિચારો યોગ્ય અને ઉચિત ગણાય પણ એકાંતે માનતા વિરોઘ આવે છે. શ્રીમદ્જીએ મહાત્મા ગાંધીજીના પ્રશ્નોમાં ગીતાનો ઉલ્લેખ કરેલો છે. શ્રી ગાંધીજીએ અનાસક્ત યોગરૂપે વિવેચન કરેલું છે. (૧૩૦) ભગવતીસૂત્ર એ એક આગમ ગ્રંથ છે તથા એનું મૂળ નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. વર્તમાનમાં આગમ સાહિત્યમાં એ વિશાલ ગ્રંથ છે. એમાં ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછે છે અને ભગવાન તે પ્રશ્નોના ઉત્તર આપે છે. જોકે એની અંદર બીજાના પૂછેલા પ્રશ્નોના પણ જવાબ છે, પણ ગૌતમના પ્રશ્નોની જ પ્રઘાનતા છે. આ આગમની અંદર અનેક શંકાઓનું સમાધાન સુંદરતાપૂર્વક કરેલું છે. Scanned by CamScanner Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૭૫ બધા અનુયોગોનો એમાં સમાવેશ છે. એમાં કેટલીક કથાઓ પણ આપેલી છે જેથી તે સમયની ઘાર્મિક શ્રદ્ધા આદિ અનેક વાતોની માહિતી મળે છે. શ્રીમદ્ભુએ પત્રાંક ૧૧૫ માં શ્રી ભગવતીજીના એક પાઠનો ખુલાસો કરેલો છે, તથા અનેક સ્થળે ભગવતીજીની વાત કરી છે. અત્યારનું ભગવતીસૂત્ર છત્રીસ હજાર પ્રશ્નોના સંગ્રહરૂપ નથી, પણ તેમાંનો એક ભાગ હોય એમ લાગે છે. (૧૩૧) ભાગવત શ્રીમદ્ ભાગવત વૈષ્ણવોમાં વેદની જેમ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં ઇતિહાસ, ઉપનિષદ્, પુરાણ, વેદના સારરૂપ ભક્તિમાર્ગનું નિરૂપણ અને તેને લગતી વૈરાગ્યપૂર્ણ કથાઓ છે. શ્રીકૃષ્ણને પરમાત્માના અવતારરૂપ વર્ણવી ભક્તિનું સ્થૂળરૂપે વર્ણન કર્યું છે. તેનું રહસ્ય આત્મજ્ઞાની ગુરુ દ્વારા સમજાય તો અક્ષરેઅક્ષરે આત્મનિરૂપણ સમજાય એમ શ્રીમદ્ રાજચંદ્રે જણાવ્યું છે. તેનો દશમો અને અગિયારમો સ્કંધ જુદા જુદા પુસ્તકરૂપે છપાયો છે અને બહુ લોકપ્રિય બન્યો છે. તેના બધા મળી બાર સ્તંઘ છે. પરીક્ષિત રાજાના જીવનના છેલ્લા સપ્તાહમાં શુકદેવજીએ અખંડપણે આખું ભાગવત સંભળાવ્યું અને તેથી તેનું સમાધિમરણ થયું. તેની ઉત્પત્તિ વિષે તેમાં જ જણાવ્યું છે કે શ્રી વ્યાસજી આત્મજ્ઞાન પામ્યા છતાં આનંદસંપન્ન થયા નહોતા. મહાભારત નામનો ગ્રંથ રચ્યો તથા તેમાં અન્ય પ્રકારે વેદોનો જ અર્થ પ્રગટ કર્યો, છતાં તેમનું ચિત્ત સંતોષાયું નહીં. લોકોને ઉપયોગી ખાસ અગત્યની કોઈ વસ્તુ બતાવવાની રહી જાય છે, એવો ખ્યાલ તેમને વારંવાર આવવા લાગ્યો. એવામાં શ્રી નારદ્દઋષિ ત્યાં આવી ચઢ્યા, તેમણે પોતાની મુઝવણ તેમને જણાવી. નારદજીએ ખુલાસો કર્યો કે તમે પરમાત્માની ભક્તિ વિષે લગભગ કશું જ બતાવ્યું નથી, એટલે ધર્માદિ પુરુષાર્થોનું વર્ણન કરવાની સાથે પરમાત્મા ભગવાન પ્રત્યે ભક્તિનો મહિમા ન ગાવાથી, તમારું કામ અધૂરું રહ્યું છે. માટે તમે દેહાભિમાનવાળાં, પ્રવૃત્તિ કરી રહેલાં મનુષ્યોને ભક્તિનો જ માર્ગ ઉપદેશો. કારણ કે તે માર્ગ જ બધાને માટે સહેલો તથા જોખમ વિનાનો છે. મારો પોતાનો જ દાખલો લો. પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો. મારા માલિકને ત્યાં સંત પુરુષો ચાતુર્માસ રહેવા આવ્યા. તેમની સેવામાં મને મૂક્યો. તેમની સેવા એકમનથી હું કરતો. તેથી તેઓ મારી ઉપર પ્રસન્ન રહેતા. તે ભજન ભક્તિ કરતા તેમાં મને રુચિ પ્રગટી. તેથી મને ભગવાનમાં પ્રીતિ થઈ અને વૃત્તિ નિરંતર ભગવાનમાં લીન થઈ. આ સ્થૂલ તથા સૂક્ષ્મ શરીર મારા વિષે મેં અવિદ્યાથી જ કલ્પેલું છે—એવું વિવેકજ્ઞાન થતાં નિર્મળ ભક્તિ મને પ્રાપ્ત થઈ. પછી મારી યોગ્યતા જોઈ પેલા સંતોએ જતી વખતે મને ભગવાન વિષે અતિગુહ્ય જ્ઞાન આપ્યું, માટે હે વ્યાસમુનિ ! તમે ભગવાનની ભક્તિનું Scanned by CamScanner Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ૭૬ જ વર્ણન કરો. કામ તથા લોભથી હણાયેલું મન ભગવાનની સેવાથી જેવું શાંત થાય છે તેવું યમાદિ યોગમાર્ગોનું સેવન કરવાથી થતું નથી. શ્રી વ્યાસને તે સલાહ ગમી અને ભાગવત સંહિતા તેમણે રચીને પોતાના પુત્ર શુકદેવને ભણાવી; તે શુકદેવજીએ પરીક્ષિતને સંભળાવી. (૧૩૨) ભોજા ભગત ભોજા ભગતનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા કોઈ એક ગામમાં સં. ૧૭૮૫માં થયો હતો. ભોજા ભગતના ચાબખા ગુજરાતી સાહિત્યમાં ઘણા જાણીતા છે. ભોજાએ ખલ-જ્ઞાની અને બકભક્તોનો ખૂબ જ ઉપહાસ કર્યો છે. તે ભક્તિ તથા યોગશક્તિ માટે પ્રસિદ્ધ છે. એમનો અનુભવ અને પરીક્ષક શક્તિ ઘણી તીવ્ર હતી. શ્રીમદે પત્રાંક ૧૮૭માં એમને યોગી (પરમ યોગ્યતાવાળા) કહીને લખ્યું છે : “નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે!’’ વળી એ જ પત્રમાં શ્રીમદ્ લખે છે : “તે મહાત્માઓની જનમંડળને અપિશ્વાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે !'' (૧૩૩) મણિરત્નમાલા મણિરત્નમાલા તુલસીદાસની સંસ્કૃત રચના છે. એમાં મૂળ શ્લોક ૩૨ છે. આ શ્લોકમાં પ્રશ્નોત્તરરૂપે ઉપદેશ આપેલો છે. જેમકે—વિધા હિ ા બ્રહ્મગતિપ્રવા યા, ચોથો હિ જો વસ્તુ વિમુક્તિદેતુઃ । को लाभ आत्मावगमो हि यो वै, जितं जगत् केन मनो हि येन ||१|| શિષ્યઃ-વિદ્યા કઈ કહેવાય ? ગુરુઃ-જે બ્રહ્મગતિને આપે તે. શિષ્યઃ-બોધ કોને કહેવાય ? ગુરુઃ-જેથી મુક્તિ મળે તેનું નામ બોધ. શિષ્યઃ-લાભ કોને કહેવાય ? ગુરુઃ-આત્માને જાણવો તે. શિષ્યઃ-જગત કોણે જીત્યું? ગુરુઃ-જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. આ પ્રકારે આ ગ્રંથ સુંદર ઉપદેશથી ભરપૂર છે અને વૈરાગ્યરસની પ્રધાનતાવાળો છે. શ્રીમદ્ભુએ પત્રાંક ૪૩૫માં આનો ઉલ્લેખ કર્યો છે. (૧૩૪) મણિલાલ નભુભાઈ મણિલાલ નભુભાઈ નડિયાદના રહેવાસી હતા. તેમના સમયમાં ગુજરાતી ભાષાના તે એક સારા સાહિત્યકાર હતા. એમણે ષડ્કર્શનસમુચ્ચય આદિ ગહન ગ્રંથોનો અનુવાદ કર્યો છે, શ્રી ભાગવતગીતા પર પણ વિવેચન લખ્યું છે. શ્રીમદ્ભુએ પદ્દર્શનસમુચ્ચયના અનુવાદની એક મુમુક્ષુભાઈ સાથે વાતચીત થતાં નિઃસંકોચ ભાવે યથાર્થ સમાલોચના કરી છે. Scanned by CamScanner Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય (૧૩પ) મદનરેખા મદનરેખા યુગબાહું રાજકુમારની પત્ની હતી. એક વાર યુગબાહુનો મોટો ભાઈ મણિરથ મદનરેખાનું સૌંદર્ય જોઈને મોહી ગયો. મદન રેખાને વશ કરવા રાજા પ્રકારના પદાથો તેની પાસે ભેટરૂપે મોકલવા લાગ્યો. મદનરેખા તેનું પાપ અા નહીં, તેથી સરળભાવે ગ્રહણ કરતી રહી. એક દિવસે મદનરેખાને એકાંતમાં જોઇને મણિરથે તેને અનેક જાતના પ્રલોભનો આપી પોતાની પાપવાસના તૃપ્ત કરવા ક. મદનરેખાએ રાજાને બોધ આપ્યો. પણ બધું પથ્થર પર પાણી હતું. - વસંતઋતુ આવી ત્યારે યુગબાહ પોતાની પ્રિયા સહિત ઉપવનમાં ક્રીડાથે ગયો. તીડા કરીને કદલીગૃહમાં સૂતો. તે સમયે મણિરથે અવસર જોઈને પોતાના ભાઈ ઉપર તરવારનો પ્રહાર કર્યો. મરણાસન્ન યુગબાહને મદનરેખાએ ઘીરજ ઘારણ કરી શાંતિપૂર્વક કહાં–હે વીર! વીરતા ઘારણ કરીને તમારું ચિત્ત શાંત રાખજો. કોઈ ઉપર રોષ કરશો નહીં. પોતાના જ કર્મથી પ્રાપ્ત થયેલું આ કષ્ટ તમે સહન કરજો. મારી ચિંતા ન કરતા. ઘર્મ તથા ભાગ્ય મારી સાથે છે. પછી પ્રભુ સ્મરણ કરતા ક્ષમાપૂર્વક યુગબાહુ નશ્વર શરીરનો ત્યાગ કરીને દેવલોકમાં દેવ થયો. સતી મદનરેખા પોતાનું શીલ બચાવવા રાત્રે જ ત્યાંથી નાસી છૂટી. તે ગર્ભવતી હતી એટલે જંગલમાં પુત્ર જન્મ્યો. મદનરેખા લૂગડાં ઘોવા પાસેના સરોવરમાં ગઈ કે તૂર્ત જ કોઈ જળહસ્તીએ તેને સુંઢ વડે માછલીની જેમ પકડી દડાની જેમ આકાશમાં ઉછાળી. તે સમયે આકાશમાર્ગે જતાં એક યુવાન વિદ્યાઘરે તેને આકાશમાંથી પડતી ઝીલી લીધી અને પોતાની કામવાસના તૃપ્ત કરવા કહ્યું. તેણીએ પેલા વિદ્યાધરને બધી હકીકત કહી સંભળાવી. વિદ્યારે કહ્યું, તમે પુત્રની ચિંતા ન કરો. તે યોગ્ય સ્થળે પહોંચી ગયો છે, એટલે પધરથ નામક રાજા તેને પોતાને ત્યાં લઈ ગયો છે. તમે મારી ઇચ્છાની પૂર્તિ કરો જેથી હું ઘન્ય થાઉં. મદન રેખાએ વિચાર કર્યો કે આ વિદ્યાઘર કામાવેશમાં ગાંડો થયેલો છે તેથી સમજશે નહીં. માટે ગમે તેમ કરીને કાલક્ષેપ કરવો ઉચિત છે. એમ વિચારી પેલા વિદ્યાધરને કહ્યું તમે પ્રથમ અને નંદીશ્વર કીપે લઈ જઈને દેવોને વંદાવો, ત્યાર પછી હું તમારું ઇષ્ટ કરીશ. મોહી વિદ્યાઘર મદનરેખાને વિમાનમાં બેસાડીને નંદીશ્વરદીપે લઈ ગયો; ત્યાં એક મુનિ બેઠા હતા. મુનિએ ઘર્મનો ઉપદેશ આપતાં કહ્યું કે, બ્રહ્મચર્ય મોક્ષનું કારણ છે, અને સર્વ સંપત્તિને આપનારું છે. સર્વ પ્રાણીએ તેને પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરવું જોઈએ. મુનિનો ઉપદેશ સાંભળી વિઘાઘરનો કામાવેગ ઊતરી ગયો, અને પોતાના Scanned by CamScanner Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત અપરાધની ક્ષમાયાચના કરતાં બોલ્યો કે-“આજથી તું મારી બહેન છે. તે | સમયે ત્યાં આકાશમાંથી અત્યંત રૂપવાન એક દેવ નીચે ઊતર્યો. તેણે પ્રથા મદનરેખાને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કર્યા અને પછી મુનિને નમીને યો) સ્થાને તે બેઠો. આ પ્રકારે વંદનાનો અયોગ્ય ક્રમ જોઈ વિદ્યાઘર મનમાં આ પામી બોલ્યો–દેવ! તમને અયોગ્ય ક્રમ ન ઘટે. ત્યારે દેવે પોતાનો પૂર્વભવ કદી સંભળાવ્યો, અને કહ્યું કે હે ખેચર! આ મદનરેખાના પ્રભાવથી જ હું દેવ થયો છે મરણ સમયે એણે મને ઘણી શાંતિ આપી હતી. તેથી એક પ્રકારે આ મારી ઘર્મગર, છે, તેથી જ મેં એને પ્રથમ નમસ્કાર કર્યો છે. આ કથા ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક આપી છે અને શ્રીમજી એનું ઉદાહરણ આપી પત્રાંક ૯૪૮ માં લખે છે: “.આ અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે.” ભાવનાબોઘ તૃતીય ચિત્ર એકત્વભાવનામાં નમિરાજની વાત આવે છે કે જે કંકણના અવાજથી પ્રતિબદ્ધ થઈ દીક્ષિત થયા હતા તે એ જ મદનરેખાના પુત્ર હતા અને પધરથ રાજા દ્વારા પાલિત થયા હતા. (૧૩૬) મનસુખભાઈ દેવશીભાઈ લીંબડીના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી મનસુખભાઈ દેવશી, પરમકૃપાળુદેવના ગાઢ પરિચયમાં આવેલા તથા સેવા ઉઠાવવા ભાગ્યશાલી થયેલા. પરમકૃપાળુદેવની સેવામાં રહેવાનો અપૂર્વ લાભ એમને મળેલો. વલસાડ પાસે તિથલમાં પરમકૃપાળુદેવ એક મહિનો નિવૃત્તિમાં રહેલા ત્યાં એ મનસુખભાઈ સાથે હતા. સેવાનો સારો લાભ લીધો હતો. વઢવાણ કેમ્પમાં પરમકૃપાળુદેવની સેવામાં મનસુખભાઈ રહેલા. લીંબી સંપ્રદાયના પૂજ્ય સ્વામી શ્રી દીપચંદજી તથા એમના મુખ્ય શિષ્ય નાગજીસ્વામી વઢવાણ કેમ્પમાં લીંબડી દરબારના ઉતારે પરમકૃપાળુદેવને એક દિવસ મળવી આવેલા. અડધો કલાક સમાગમ થયો હતો. પછી શ્રી દીપચંદજી સ્વામી તથા નાગજીસ્વામી જવાની તૈયારી કરતા હતા. તે વખતે પરમકૃપાળુદેવે મનસુખભાઈને આજ્ઞા કરી–એ મુનિઓની સાથે તમે જાઓ અને થોડાક સુઘી વળાવી આવો એ વિનય છે. કોઈ પણ જીવ પુરુષ પાસે આવીને લાભ પામી જાય એ માટે સકુરુષની પાસે રહેનારે આવનારનો કંઈક વિનય તો કરવો કે જેથી આવનારના ભાવ વધે. રાજકોટમાં પણ પરમકૃપાળુદેવની સેવામાં મનસુખભાઈ ઠેઠ સુધી હતા. દર છૂટવાના થોડા દિવસ પહેલા પરમકૃપાળુદેવે મનસુખભાઈને કહ્યું, મનસુખભાઈ અમારી તબિયત કેમ લાગે છે? મનસુખભાઈએ કહ્યું કે ઠીક લાગે છે સાહેબજી | Scanned by CamScanner Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય પણ ૫ કપાળદેવે કહ્યું, તમારા કર્મ ફૂટ્યાં છે. મનસુખભાઈ તે વખતે સમજી ન શક્યા. પાછળથી એ વચનનું રહસ્ય સમજાયું. મનસુખભાઈ અત્યંત ભક્તિવાન હતા. મુમુક્ષુઓ એમને નરસિંહ મહેતા ઢસા, અગાસ આશ્રમમાં ઘણો વખત રહેતા. પ્રભુશ્રીજી પ્રત્યે એમને અત્યંત શ્રદ્ધાભાવ હતો. લીંબડી મુકામે પરમકૃપાળુદેવના મંત્રનું સ્મરણ કરતાં કરતાં અત્યંત જાગ્રત અવસ્થામાં સમાધિ સમતા સહિત મનસુખભાઈ દેહ ત્યાગ કરી ગયા. (૧૩૭) મનુસ્મૃતિ આ ગ્રંથ એક પ્રકારે હિંદુઓનું આચારશાસ્ત્ર છે. મનુજીએ આમાં ચાર વણોએ કેવી રીતે વર્તવું તેની ખાસ વ્યવસ્થા કહેલી છે. સ્મૃતિ એટલે ઘર્મશાસ્ત્ર. કાલ પ્રમાણે ઘર્મનું લક્ષણ, આચાર જ પ્રઘાન ઘર્મ છે. (આચારો ધર્મ પ્રઘાનઃ) બ્રાહ્મણના ઘ, ચૂડાકર્મ, ઉપનય (જનોઈ) કાલ વિચાર, ભોજનના નિયમો, વિવાહના ભેદો, પ્રણામ કરવાનો વિધિ ઇત્યાદિ વિષયો છે. આમાં બાર અધ્યાયો છે. હિંદુઓમાં એનો વિશેષ પ્રચાર છે. પ્રાયઃ બધા લોકો મનુસ્મૃતિને પ્રમાણભૂત માને છે. અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે. એક સ્થળે એમાં કહેલું છે કે - પાપ કરનાર એમ સમજે છે કે મારા પાપોને કોઈ જોતું નથી, પણ દેવ તથા અંતઃકરણ જ જે તેનો દેવ છે તે જુએ છે. હિંદુઓના વારસા આદિનાં કાયદાઓમાં પણ મનુસ્મૃતિ પ્રમાણભૂત ગણાય છે. (૧૩૮) મનસુખલાલ કિરતચંદ મહેતા મોરબીના સુપ્રસિદ્ધ વિદ્વાન મુમુક્ષુ શ્રી મનસુખભાઈનો જન્મ સં. ૧૯૩૨ ભાદરવા વદ ૧૩ ને દિને થયો હતો. સં. ૧૯૫૦માં તેમણે મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે તેમને શ્રીમદનો સમાગમ થયો હતો. પછી તેમણે ઉચ્ચ કેળવણી લીધી હતી. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા'માં તેમણે શ્રીમદ્ સાથેનો પોતાનો પરિચય આલેખ્યો છે. તે વિદ્વાન (સાક્ષર) હોવાથી “મોક્ષમાળા'ની બીજી આવૃત્તિ બહાર પાડવા શ્રીમદ્જીએ તેમને ભલામણ કરેલી; પ્રસ્તાવના લખવા પણ સુચવેલું. - અન્ય પ્રસંગે શ્રીમદજીએ મનસુખભાઈને જણાવેલું : “ “આત મીમાંસા'. વાંગબિંદુ”, “ઉપમિતિભવપ્રપંચ કથા'નું ગુજરાતી ભાષાંતર કરશો. યોગબિંદુ’નું ભાષાંતર થયેલ છે. ઉપમિતિભવપ્રપંચનું થાય છે; પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, ત કરશો. ઘીમે ઘીમે થશે.” “શાંત સુઘારસ” વાંચવાની તથા ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવાની પણ ભલામણ સં. ૧૯૫૭માં તેમને કરેલી. તેમાંથી “શાંત Scanned by CamScanner Page #87 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત સુધારસ’નું સુંદર વિવેચન ભાઈ મનસુખલાલે કર્યું છે. તે તેમના અવસાન પછી તેમના સુપુત્ર ભગવાનદાસ ડૉક્ટરે બહાર પાડ્યું છે. શ્રી મનસુખલાલની મુખ્ય સેવા તો, ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથની બીજી આવૃત્તિ ઘણા અભ્યાસ પછી તેમણે બાળબોધ લિપિમાં પ્રસિદ્ધ કરી છે, તે છે. એકલા હાથે, ઘણા પરિશ્રમે તેમણે મૂળ હસ્તાક્ષરો તપાસી, હાથનોંઘોના કાળનો બનતો નિર્ણય કરી તે તે વિષયો સાથે હાથનોંધો ગોઠવી તે આવૃત્તિને શોભાવી છે. ‘જીવનરેખા'માં શ્રીમદ્ની કાળાનુક્રમે ક્ષેત્રસ્થિતિ વિષે તેમણે તૈયાર કરેલી માહિતી ઘણા અભ્યાસીઓને તથા ભક્તોને ઉપયોગી થાય તેવી છે. સં. ૧૯૫૬માં મોરબી સ્ટેશને ઊતરી શહે૨માં જતાં શરીરનાં હાડકાં ખડખડ અવાજ કરતાં હતાં ત્યારે શ્રીમદ્ભુ ચાલતાં ચાલતાં બોલેલા-‘મનસુખભાઈ, ધન્ના અણગાર જેવી અમારી દશા છે.’' તે વખતે તેમની અદ્ભુત વીતરાગ દશા હતી. વાંકાનેર સ્ટેશને શ્રીમદે શ્રી મનસુખભાઈને થિયોસોફિકલ સોસાયટી દ્વારા પ્રસિદ્ધ કરેલી ભગવદ્ગીતા મધ્યસ્થભાવે અભ્યાસ કરવા આપી હતી. સં.૧૯૫૭ ચૈત્ર વદ ૪ના શ્રીમના અંતિમ દર્શનનો લાભ રાજકોટમાં શ્રી મનસુખભાઈને મળેલો. શ્રી ધારશીભાઈ સાથે તે જ દિવસે તે મોરબી ગયેલા. સં. ૧૯૮૩ના વૈશાખ માસમાં વદ ૪ સુધી શ્રી મનસુખભાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં રહ્યા હતા અને શ્રી લઘુરાજ સ્વામીની હાજરીમાં તેમણે શ્રીમદ્જી સાથેનો પોતાનો સમાગમ સર્વને કહી બતાવ્યો હતો. સં. ૧૯૮૪ના પોષ વદ આઠમે મોરબીમાં શ્રી મનસુખલાલનો શાંતિપૂર્વક દેહત્યાગ થયો હતો. (૧૩૯) મનસુખલાલ રવજીભાઈ મહેતા (જન્મ સં. ૧૯૩૩ ચૈત્ર સુદ ૧૩, દેહોત્સર્ગ સં. ૧૯૮૦) એ શ્રીમદ્ રાજચંદ્રના લઘુ બંધુ હતા અને તેમનાથી આઠ-નવ વર્ષ નાના હતા. અંગ્રેજી અભ્યાસ તેમણે કર્યો હતો. ગુજરાતી સાહિત્ય અને જૈન સાહિત્યના પણ તે અભ્યાસી હતા; સારા વક્તા હતા. બન્ને ભાઈઓમાં પરસ્પર નિર્મળ સ્નેહ હતો. અભ્યાસ કરી તે ઘંઘામાં જોડાયા તેવામાં શ્રીમદ્ભુની તબિયત બગડી અને તેમની સેવામાં તે આખર સુધી હાજર રહ્યા. તેમના દેહોત્સર્ગ પછી શ્રીમદ્ભુનાં લખાણ પ્રસિદ્ધ કરવાનું કામ તેમણે માથે લીધું; પરમશ્રુત પ્રભાવક મંડળ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે સં. ૧૯૬૧માં પ્રસિદ્ધ કર્યો. શ્રીમદ્ભા ધાર્મિક વિચારોનો પ્રચાર જનસમૂહમાં વિશેષ થાય, મતમતાંતરનો આગ્રહ મંદ પડે અને સત્ય તત્ત્વની શોધ પ્રત્યે લોકો વળે તે અર્થે તેમણે ‘સનાતન જૈન' નામે Scanned by CamScanner Page #88 -------------------------------------------------------------------------- ________________ ત્રિમાસિક શરૂ કરી આવૃત્તિની પણ રે, ભાણા બહાર ત્તિઓ તથા ગ્રંથોનો પરિચય જિક શરૂ કર્યું હતું. “શ્રીમદ્ રાજચંદ્રની પ્રથમ આવૃત્તિ બાળબોઘ લિપિમાં હતી. તેને બદલે ગુજરાતી લિપિમાં છપાવાથી સ્ત્રી આદિ વર્ગમાં વિશેષ ' થશે એમ જાણી ભાઈ મનસુખભાઈએ સ્વતંત્ર રીતે નવી આવૃત્તિ સં. ૧૯૭૦ ૨ પાડી તથા તે ઓછી કિંમતમાં મળે તેવી પણ વ્યવસ્થા કરી. ત્રીજી Gી પણ તૈયારી તેમણે કરી હતી, પણ તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી તેમના 5 ભાઈ હેમચંદ ટોકરશીભાઈએ તે બહાર પાડી અને એક નાની આવૃત્તિ પણ ર પાડી જિજ્ઞાસુઓને સોંઘી પુસ્તક મળે એ ભાવના સફળ કરી હતી. કાઠિયાવાડ પરિષદના દેશકાર્યમાં ભાઈ મનસુખભાઈએ પોતાનો સારો ફાળો આપ્યો હતો. પોતાની વિદ્વત્તાનો ઘણાને લાભ મળે તેમ તેમણે પુરુષાર્થ કર્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર-સભા તરફથી “ભગવતી સૂત્રનું મૂળ અને ટીકા સહિત ગુજરાતીમાં પ્રકાશન તેમણે બહાર પાડ્યું હતું. “રાજપ્રશ્ન” નામે એક ગ્રંથ તેમણે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ઉપરથી તૈયાર કર્યો હતો. “શ્રીમદ્ રાજચંદ્ર કાવ્યમાળા” પણ તેમણે પ્રસિદ્ધ કરી હતી. “મોક્ષમાળા” તથા “આત્મસિદ્ધિ"ની આવૃત્તિઓ પણ પ્રગટ કરી હતી તથા તે પુસ્તકોની સુંદર પ્રસ્તાવનાઓ પણ લખી હતી. અમદાવાદ, વઢવાણ કેમ્પ તથા મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર જયંતીઓ ઊજવવામાં શ્રી મનસુખભાઈએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રના પુત્ર છગનલાલનો ૧૯ વર્ષની ઉમ્મરમાં દેહત્યાગ થયો હતો. તેના સ્મરણમાં તેમણે સનાતન જૈનનો એક ખાસ અંક બહાર પાડેલો. તેમાં તે પ્રસિદ્ધ પિતાના વૈરાગ્યવંત મુમુક્ષુ સંતાનનું જીવનચરિત્ર આલેખ્યું હતું.. જીવનનાં પાછલાં વર્ષો તેમણે નિવૃત્તિમાં ગાળ્યાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રના પ્રબળ પરિશ્રમથી, સામાન્ય કોટિમાંથી લક્ષાધિપતિપણાને પામેલું તે કુટુંબ ભાઈ મનસુખલાલની હયાતીમાં જ પ્રથમની સ્થિતિમાં આવી ગયું હતું. (૧૪૦) મનોહરદાસ મનોહરદાસ જાતે વડનગરા નાગર બ્રાહ્મણ હતા, અને ભાવનગરના મહાલ મહુવાના રહેનાર હતા. એમનો જન્મ વલસાડમાં થયો હતો. તેઓએ પ્રથમ ફારસી ભાષાનો સારો અભ્યાસ કર્યો હતો. પછી વ્યાકરણ શાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્રાનો પણ અભ્યાસ સારી રીતે કર્યો હતો. સં. ૧૮૯૪ની સાલમાં તેઓએ સંન્યાસ સ્વીકાર કરી સચ્ચિદાનંદ બ્રહ્મતીર્થ નામ ઘારણ કર્યું અને સંવત ૧૯૦૧ની સાલમાં આ અસારસંસારનો ત્યાગ કરીને પરલોક પઘાર્યા. એમણે પોતાના જીવનમાં ગુજરાતી તથા હિંદી ભાષામાં અનેક સુંદર પદો લખ્યાં છે, જે પદોમાં મુખ્યત્વે ઈશ્વરભક્તિ, Scanned by CamScanner Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત સંસારની અસારતા આદિનું સચોટ વર્ણન છે. એમનું લખેલું નિખ પદ શ્રીમદ્જીએ ઉધૂત કર્યું છે– જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ગૈલોક. જીવ્યું ઘચ તેહનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક. જીવ્યું. દીસે ખાતાં પીતાં બોલતાં, નિત્યે છે નિરંજન નિરાકાર. જીવ્યું, જાણે સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યું જગ-પાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. જીવ્યું તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈએ નવ થાય. જીવ્યું. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી બ્રહ્માનંદ હદે ન સમાય. જીવ્યું. (૧૪૧) મહીપતરામ રૂપરામ મહીપતરામ રૂપરામનો જન્મ ઈ.સ.૧૮૨૯ માં સુરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો અને મરણ ઈ.સ.૧૮૯૧ માં થયું હતું. તેઓ અમદાવાદની ટ્રેનીંગ કૉલેજના પ્રિન્સીપાલ હતા. તેમના બનાવેલાં મુખ્ય ગ્રંથો ઇંગ્લેન્ડની મુસાફરી, વનરાજ ચાવડો, કેળવણી પ્રકાર, બોઘવચન ઇત્યાદિ છે. શ્રીમદ્જીએ ઉપદેશનોંઘ ૧૦માં મહીપતરામ રૂપરામ સાથે થયેલા પ્રશ્નો તથા ઉત્તરો લખ્યા છે જે બહુ વિચારવા યોગ્ય છે. (૧૪૨) માણેકલાલ ઘેલાભાઈ માણેકલાલભાઈ વડોદરાના રહીશ હતા. નાનપણમાં મુંબઈ જઈને ઝવેરાતના ઘંઘામાં જોડાયા. પરમકૃપાળુદેવે સંવત ૧૯૪રમાં મુંબઈ આવીને ૧૦૦ અવઘાનનો પ્રયોગ કરી બતાવેલો તે વખતે માણેકલાલભાઈ એમના સમાગમમાં આવ્યા. પ્રથમ સમાગમથી જ માણેકલાલભાઈને પરમકૃપાળુદેવ ઉપર પ્રેમભક્તિ થયેલ તે દિનપ્રતિદિન વર્ધમાન પરિણામને પામી હતી. પરમકૃપાળુદેવને ઝવેરાતની લાઈન વિષે માણેકલાલભાઈએ વાત કરી. ઝવેરાતની પેઢીની સ્થાપનામાં શરૂઆતમાં માણેકલાલભાઈ પ્રેરણારૂપ થયા હતા. માણેકલાલભાઈ રેવાશંકર જગજીવનની પેઢીમાં ભાગીદાર તરીકે ઠેઠ સુધી રહ્યા. પરમકૃપાળુદેવની અનંત કરુણાથી માણેકલાલભાઈએ અલૌકિક દૃષ્ટિએ શ્રીમદ્જીને ઓળખ્યા હતા. માણેકલાલભાઈ શાસ્ત્રોના રહસ્યના સારા જાણકાર પ્રજ્ઞાવંત મુમુક્ષુ હતા. આ સં.૧૯૫૦ માં શ્રીમદ્જી પત્રાંક ૪૮૫ માં શ્રી સૌભાગ્યભાઈને લખે છે“વડોદરાવાળા માંગુભાઈ અત્રે છે...વૈરાગ્યવાન જીવ છે, પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવો યોગ્ય જીવ છે.” પત્રાંક ૭૦૮ માં પણ શ્રી Scanned by CamScanner Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય માંકુભાઈને શ્રીમદે પોતાનું હૃદય ખુલ્લું કરી દર્શાવ્યું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ચોથી પ્રત માણેકલાલભાઈ ઉપર પરમકૃપાળુદેવે મોકલેલ. વેગમાં માણેકલાલભાઈનો દેહત્યાગ અપૂર્વ સમાધિપૂર્વક વડોદરામાં થયેલ. દેહ છૂટવાના અવસરે તેઓ બેભાન સ્થિતિમાં હતા. અશાતા વેદનીય કમે પૂર ઉદયમાં આવેલ. દેહ છૂટવાને પાંચ દશ મિનિટ પહેલાં નારના પ્રસિદ્ધ મુમુક્ષુ રણછોડભાઈ એમની પાસે પહોંચી ગયા. પરમકૃપાળુ પ્રભુશ્રીજી આણંદ હતા. તેમણે ભાઈશ્રી રણછોડભાઈને આજ્ઞા કરી કે વડોદરા જઈને શ્રી માણેકલાલભાઈને મળો. એમની દેહસ્થિતિ પૂર્ણ થવાની તૈયારીમાં છે. શ્રી રણછોડભાઈ તરત જ વડોદરા જઈને શ્રી માણેકલાલભાઈને ઘેર પહોંચ્યા. શ્રી માણેકલાલભાઈની શય્યા પાસે ઘણા માણસો એકઠા થયેલ. શ્રી રણછોડભાઈને અંદર જવાની રજા મળી. રણછોડભાઈ ગયા ત્યારે શ્રી માણેકલાલભાઈ બેભાન સ્થિતિમાં હતા. શ્રી રણછોડભાઈએ મોટેથી કહ્યું–માણેકલાલભાઈ, પ્રભુશ્રીજીએ મને મોકલ્યો છે. પ્રભુશ્રીજી શબ્દ સાંભળતાં જ માણેકલાલભાઈ જાગૃત થયા. આંખ ઉઘાડી અને બોલ્યા—રણછોડભાઈ, પ્રભુશ્રીજી ક્યાં છે ? રણછોડભાઈ બોલ્યા–પ્રભુશ્રીજી આણંદમાં છે. એમણે તમારી પાસે મને મોકલ્યો છે. તમને પરમકૃપાળુદેવનું કોઈ વચનામૃત સાંભરે છે? માણેકલાલભાઈ પૂર જુસ્સાથી બોલ્યા— ૮૩ “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.’ એ ગાથા ત્રણ વખત બોલ્યા અને ત્રીજી વખત બોલતાની સાથે તેમનો પ્રાણ નીકળી ગયો. સમાઘિ સહિત દેહત્યાગ કરી ગયા. (૧૪૩) મીરાંબાઈ મીરાંબાઈનો જન્મ ઈસ્વી સન ૧૪૯૮ માં રાવ રત્નસિંહને ત્યાં મેડતામાં થયો હતો. ઈ.સન ૧૫૦૩ માં માતાનું અવસાન થઈ ગયું એટલે એમનું શૈશવ દાદા હુઠાજી પાસે વીત્યું. પિયરમાં વૈષ્ણવ ધર્મ હોવાથી તેના સંસ્કાર પડ્યા. ૧૭ વર્ષની ઉંમરે તેમના લગ્ન ઉદયપુરના સિસોદિયા રાણા સંગ્રામસિંહના મોટા પુત્ર ભોજરાજ સાથે થયા હતા, પણ એમણે તો ભાવથી ગોપાળની મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. ત્રેવીસ વર્ષની ઉંમરે મીરાંબાઈ વિધવા બન્યા, પણ એમણે સતી ન થતાં ધાર્મિક જીવન જીવવા માંડ્યું, સાધુ-સંતોની સંગત કરવા લાગ્યાં. એથી એમના દિયર વિક્રમસિંહને પોતાના કુળની મર્યાદાનો લોપ થતો લાગ્યો. એટલે એમને મારવા માટે સર્પ મોકલ્યો, વિષ આપવાનો પ્રયત્ન પણ કર્યો અને સાક્ષાત્ તલવારનો ઘા પણ કર્યો, પણ મીરાંબાઈ ભક્તિ પ્રભાવે બચી ગયા. Scanned by CamScanner Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઈ.સ. ૧૫૩માં મીરાંબાઈ ચિત્તોડ છોડીને વૃંદાવન તરફ રવાના થયા જીવા ગોસાંઈને મળવા ગયા. જીવા ગોસાંઈએ સ્ત્રીને મળવામાં વૈષ્ણવ માં લોપ જોયો, એટલે મીરાંબાઈએ કહ્યું: આજ લગી તો હું એમ માનતી, જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો, તેમાં ઘન્ય તમારો વિવેક. આ પદ સાંભળી જીવા ગોસાંઈનો અહં ઓગળી ગયો અને તેઓ મીરાંબા રૂબરૂ મળ્યા. પછી ઈ.સ.૧૫૩૭ માં મીરાંબાઈ દ્વારિકા આવ્યા. ઈ.સ.૧૫૪૬ મી તેઓ ત્યાં જ રહ્યા અને અંતકાળે દ્વારિકાના શ્રીકૃષ્ણ મંદિરમાં ભગવાનની મૂર્તિમાં જ સમાઈ ગયા. મીરાંબાઈ લોકલાજની મિથ્યા મમતા છોડીને સાધુ સંતોનો સમાગમ કરતાં તથા તેઓની સેવા કરીને આનંદ પામતાં. એ મનથી શ્રીકૃષ્ણને વર્યા હતા. એમના પદો શ્રીકૃષ્ણની ભક્તિથી ભરપૂર છે. એક પદમાં એ લખે છે : મેરે તો ગિરિઘર ગોપાળ, દૂસરો ન કોઈ જાકે સિર મોરમુફટ, મેરો પતિ સોઈ શ્રીમદ્જીએ મીરાંની ભક્તિને નિષ્કામભક્તિ કહી છે. (૧૪૪) મુક્તાનંદ મુક્તાનંદનું પૂર્વાશ્રમનું નામ મુકુન્દ હતું. તેમનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના અમરાપુર ગામમાં થયો હતો. તેમના માતા-પિતા ભગવદ્ભક્ત હતા. મુકુંદના હૃદયમાં જ્ઞાન તથા વૈરાગ્યનાં મોજાઓ ઊછળતાં હતા. નાનપણથી જ એમને સત્સંગતિ ગમતી હતી. યુવાવસ્થામાં આવતા મુકુંદના વિવાહની વાતચીત થવા લાગી. મુકુંદને બંઘન ગમતું ન હતું. તેથી તે ઘરથી નીકળી તીર્થયાત્રાઓ કરતા આમતેમ ફરવા લાગ્યા. એટલામાં મુકંદને શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન થયાં તથા તેમના ચરણકમળમાં એમનું મન રમી ગયું. તેથી તેઓની પાસે દીક્ષા લીધી. ગુરુએ એનું નામ મુકુંદદાસ પાડ્યું. રામાનંદના સ્વઘામ પહોંચ્યા પછી મુકુંદદાસ સ્વામીનારાયણની આજ્ઞામાં વર્તવા લાગ્યા. સ્વામીજીએ એમનો પ્રબળ ત્યાગ વૈરાગ્ય જોઈને મુક્તાનંદ નામ પાડ્યું તથા પોતાના મોટા ભાઈની સમાન માનીને દરેક કાર્યમાં મુક્તાનંદની સમ્મતિ લેવા લાગ્યા. એમણે વૈરાગ્ય સંબંધ અનેક પદો બનાવ્યાં છે. (૧૫) મૃગાપુત્ર જુઓ ભાવનાબોઘ અંતર્દર્શન ષષ્ઠ ચિત્ર: નિવૃત્તિ બોઘ Scanned by CamScanner Page #92 -------------------------------------------------------------------------- ________________ તિઓ તથા ગ્રંથોનો પરિચય પાટીદાર વૈષ્ણવકળમાં બળવાન શુભ સંસ્કારના સમાગ વૈરાગ્ય ૮૫. (૧૪૬) મુનદાસ પ્રભુદાસ ભાવના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી મુનદાસ નાનપણથી ખૂબ જ ભક્તિપ્રેમી હતા. 3 વૈષણવકુળમાં જન્મેલા. કુટુંબમાં ધર્મના સંસ્કાર બહુ ઓછા હતા. પૂર્વના શભ સંસ્કારના બળથી ૧૨ વર્ષની નાની વયે શ્રી લઘુરાજ સ્વામીજીના માં આવતાં તેઓ જિનવીતરાગમાર્ગ તરફ વળ્યા. કંઠમાં બહુ જ માધુર્ય હતું. ભાવથી ભક્તિના પદો બોલતી વખતે આંખમાંથી અશ્રની ઘારા ચાલે. જનારના મનમાં વૈરાગ્યભાવ જાગૃત થાય. ભક્તિના ઉમળકારૂપે થોડા ભક્તિના પદો એમણે સ્વયંસ્કુરણાથી રચેલા છે. કાવિઠાના ઝવેરભાઈ શેઠના પુત્રી (શ્રી ઇચ્છાબેન) સુણાવમાં પરણાવેલા. છાબેને મનદાસના મુખેથી ભક્તિના પદો સાંભળેલા. ઇચ્છાબેને એમના પિતા થી ઝવેરભાઈને કહ્યું કે અમારા ગામમાં મુનદાસ નામનો એક નાની વયનો ભગત છે. એના કંઠમાં અત્યંત મધુરતા છે. ખૂબ જ વૈરાગ્યભાવથી ભક્તિના પદો ગાય છે. એમના મુખથી ભક્તિના પદો સાંભળતાં ભક્તિરસ વૈરાગ્યરસથી શ્રોતાનું હૃદય ભરાઈ જાય છે. ભક્તિપ્રેમી શ્રી ઝવેરભાઈ શેઠ દમણિયું તૈયાર કરી સુણાવ ગયા અને મુનદાસને વિનંતી કરીને પોતાની સાથે કાવિઠા તેડી લાવ્યા. મુનદાસ કાવિઠા બે-ત્રણ મહિના રહ્યા. તે અરસામાં (સંવત ૧૯૫૧માં) મુનદાસને પરમકૃપાળુદેવના દર્શન સમાગમનો અપૂર્વ જોગ મળ્યો. પરમકૃપાળુદેવના ચરણનું સર્વાર્પણભાવે શરણું ગ્રહણ કર્યું. સંવત ૧૯૫૪માં પરમકૃપાળુદેવના પરમોત્કૃષ્ટ બોઘામૃતનું ખૂબ પાન કરેલું. મુનદાસે અપૂર્વ ભક્તિભાવથી અને વૈરાગ્યરસથી ભરપૂર એવું એક ૧૨ ગાથાનું પદ રચીને એક કવરમાં બીડીને પરમકૃપાળુદેવ ઉપર મુંબઈ મોકલેલું જેમાંની બે ગાથા નીચે આપી છે : અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું, તમે મોક્ષમાર્ગ ઉજ્જવલ કિયો, કુળમતાગ્રહાદિ છેદ દિયો, અહો! ભવ્યને કારણે દેહ લિયો. અહો રાજચંદ્ર૮ અહો! વિષય કષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ઘર્મ લિયો, નિઉપાથિપદ સહજ ગ્રહ્યો. અહો રાજચંદ્ર ૯” લાડા વખત પછી કાવિઠાવાળા ઝવેરભાઈ શેઠના જમાઈ છોટાભાઈ મુબઈ તેડી ગયા. ૪ મહિના મનદાસ ભગત છોટાભાઈને ઘેર રહેલા. રહીને મુનદાસે પરમકપાળદેવના પરમ સત્સંગ-સમાગમનો અપૂર્વ લાભ મુનદાસને મુંબઈ તેડી મુંબઈમાં રહીને મુનદાર Scanned by CamScanner Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત લીઘો. મુનદાસની શરીર પ્રકૃતિ બગડવાથી તેઓ મુંબઈથી ભાદરણ ગયા. થો દિવસ ઘોરીભાઈ ભગત પાસે રહ્યા. ભાદરણથી કાવિઠા આવ્યા. કાવિઠામાં થોડો વખત રહી સુણાવ આવ્યા. સુણાવમાં એમની સારવાર ઉમેદભાઈ ભગત લલ્લુભાઈ માઘાભાઈ વગેરે ચાર-પાંચ મુમુક્ષુઓએ અત્યંત પ્રેમથી કરેલી અને તેઓ ! અત્યંત શાંતિસમાધિથી દેહત્યાગ કરી ગયા. સુણાવમાં સહુથી પ્રથમ મુમુક્ષુ મુનદાસ હતા. એમના સંગથી બીજા મુમુક્ષઓ પરમકૃપાળુદેવ તરફ વળ્યા. ૨૦ વર્ષની નાની વયમાં મુનદાસ દેહત્યાગ કરી ગયા. બહુ જ નાની વયમાં પરમકૃપાળુ સદ્ગુરુદેવનું સર્વાર્પણપણે શરણું ગ્રહણ કરી એકનિષ્ઠાથી તન્મયભાવે સનાતન આત્મસ્વરૂપની ઉપાસનામાં જીવન સમર્પણ કરી પરમદુર્લભ એવો આ મનુષ્યભવ સફળ કરી ગયા. એમનો એક પ્રસંગ સાંભળેલો છે. એમણે રાત્રિભોજનનો ત્યાગ કરેલ અને ! એમને સાવકી મા હોવાથી તે વહેલી રસોઈ કરતી નહોતી. તો એ કાચા ચોખા લઈ | ખેતરમાં જતા અને એથી પેટ ભરતા; પણ રાત્રે ખાતા નહોતા. (૧૪૭) મોહનલાલ કરમચંદ ગાંધી ભારતભરમાં “બાપુજી'ના પ્યારા નામથી ઓળખાતા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ કાઠિયાવાડમાં પોરબંદર(સુદામાપુરી)માં તા.૨-૧-૧૮૬૯ના રોજ રેંટિયા બારસને દિવસે થયો હતો. તેમનું નામ મોહનદાસ પાડવામાં આવ્યું હતું. તેમના પિતા કરમચંદ ગાંઘી રાજકોટ રાજ્યના દિવાન હતા. તે ટેકીલા હતા. માતા પૂતળીબાઈ ભક્તિમાન હતાં. નાનપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોઈને હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવાની ઝંખના જાગેલી, જેથી તે ખરાબ સોબતથી બચી ગયા હતા. ' મેટ્રિક થયા પછી બૅરિસ્ટર થવા વિલાયત ગયા. કુટુંબમાં ઘાર્મિક સંસ્કારો હોવાથી વિલાયતમાં પરસ્ત્રીત્યાગ, દારૂ અને માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા માતા પાસે લીધી; અને વિદેશના વિકટ વાતાવરણમાં પણ તે પ્રતિજ્ઞાઓ પાળી. તેમ કરતા તેમના જીવનમાં વ્યવસ્થા, સાદાઈ અને ઉદ્યમ ખીલ્યા. વિલાયતથી આવ્યા પછી શતાવધાની આત્મજ્ઞાની કવિ શ્રીમદ્ રાજચંદ્રના ગાઢ પરિચયમાં આવ્યા અને તે વખતે ઘર્મવાર્તામાં રસ ન ઘરાવનાર ગાંધીજીને તેમની વાતમાં રસ પડ્યો અને અહિંસાની ઊંડી છાપ તેમના હૃદય પર બેઠી. ગાંધીજી આત્મકથામાં લખે છે ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કૂંડાં ભરીને પાન કર્યું છે.” પછી ગાંધીજી નાતાલ ગયા. ત્યાં મુસ્લિમ તેમજ ખ્રિસ્તી મિત્રોના સમાગમથી તેઓને હિંદુ ઘર્મની ઉત્તમતામાં શંકા જાગી. એ ઘર્મમંથન કાળમાં તેઓ શ્રીમદ Scanned by CamScanner Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૮૭. ચંદ્ર વગેરે અનેક ઘર્મગુરુઓ સાથે પત્રવ્યવહાર ચલાવી હિંદુઘર્મમાં દૃઢ થયા. ની સરકારની હિંદુઓ પ્રત્યેની અમાનુષી વર્તણુંક સામે સત્યાગ્રહ ચલાવી યોગ્ય હો મેળવ્યા. તે હીલચાલથી દક્ષિણ આફ્રિકામાં એમનું જીવન રાષ્ટ્રસેવાના રંગથી કેય. ભારતમાં પણ સ્વાતંત્ર્ય માટેની હીલચાલે વેગ પકડ્યો. તે અરસામાં તેઓ માં આવ્યા અને પોતાની જરૂર જણાતા તેમણે તેમાં ઝકાવ્યું. છતાં પોતાના સત્ય અને અહિંસાના સંસ્કારોને ગમે તેવા ઉગ્ર વાતાવરણમાંય તિલાંજલિ ન આપતાં ભારતની રાષ્ટ્રીય લડતને તેમણે સત્યાગ્રહ અને અહિંસાના (non voilence) રંગે કરી આવી અહિંસક લડતથી અંગ્રેજો સામે તેમણે સચ્ચાઈ અને મૈત્રીભર્યું વર્તન રાખી કોંગ્રેસનું આંતરરાષ્ટ્રીય ગૌરવ વધાર્યું. ભારતની ભાષા-એકતા, હરિજનસેવા, અસ્પૃશ્યતા નિવારણ, મનિષેઘ, પાયાની કેળવણી વગેરેને વેગ આપ્યો. ઈ.સ. ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું. છતાં હિંદુ-મુસ્લિમના કોમવાદની ખની જ્વાળાઓ બંગાલ બિહાર અને પંજાબમાં જાગી ત્યારે પોતાની જાનના જોખમે તે અટકાવવા ઝુકાવ્યું અને ઈ.સ.૧૯૪૮ની ૩૦ જાન્યુઆરી શુક્રવારે એક અવિચારી હિંદુના હાથે તેમનું ખૂન થયું. મૃત્યુ સમયે પણ ખૂની માટે ક્ષમામય હાસ્ય તેમના વદન પર હતું. દેશવિદેશમાં માનવીઓ તેમના કરુણ અચાનક મૃત્યુથી આઘાત પામ્યાં. સ્વતંત્ર ભારત રાષ્ટ્રીય કટોકટીના સમયમાં વધારે મૂંઝવણમાં મુકાયું. - શ્રીમજી સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર ચાલુ હતો. એક ૨૭ પ્રશ્નવાળો પત્ર તો બહુ પ્રસિદ્ધ છે. ગાંધીજી પર શ્રીમદ્જીના બીજા ઘણા પત્રો હતા, પણ હવાઈજહાજમાં જતાં તે પત્રોનું બંડલ ક્યાંય ખોવાઈ ગયું. ફક્ત ત્રણ પત્રો મળ્યા તે છપાયા છે. (૧૪૮) મોહમુગર મોહમુદ્ર એ સ્વામી શંકરાચાર્યની કૃતિ છે. ગ્રંથ નાનો છતાં ઉપદેશ અર્થે ઉત્તમ છે. આમાં મોહનું સ્વરૂપ તથા આત્મસાઘન સારી રીતે બતાવેલાં છે. આ ગ્રંથ વેદધર્મસભા મુંબઈ તરફથી ગુજરાતી ટીકા સહિત સન્ ૧૮૯૮માં પ્રગટ થયો હતો. - સંત-સમાગમનો અપાર મહિમા દર્શાવવા શ્રીમદ્જીએ આ ગ્રંથના એક પદ્યના બે ચરણ પોતાના પત્રમાં ટાંક્યા છે, તેની પૂર્તિ નીચે પ્રમાણે છે – नलिनीदलगत जलवत्तरलं तद्वजीवनमतिशय चपलम: क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णव तरणे नौका. અર્થ કમળનાં પત્ર પર પડેલું પાણીનું ટીપું જેમ ચંચલ છે એટલે નાશવાન છે, તેમ આ મનુષ્યજીવન પણ અતિશય ચપલ છે. ક્ષણવારની પણ સજન પુરુષોની સગતિ સંસારસમુદ્ર તરવામાં વહાણરૂપ થઈ પડે છે. Scanned by CamScanner Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૧૪૯) મોક્ષમાર્ગ પ્રકાશક મોક્ષમાર્ગ પ્રકાશકના કર્તા આચાર્યકલ્પ શ્રીમાનું ૫૦ ટોડરમલજી છે. આ ગ્રંથનો દિગંબર જૈન સમાજમાં સારો પ્રચાર છે. જે લોકો સંસ્કૃત ગ્રંથો વાંચી શકતા નથી, તેઓ પણ આ ગ્રંથના સ્વાધ્યાયથી જૈનસિદ્ધાંતનું જ્ઞાન મેળવી શકે છે. પં. ટોડરમલજી જયપુરમાં એક પ્રસિદ્ધ વિદ્વાન થઈ ગયા છે. એમણે ગોમ સાર આદિ ગહન સિદ્ધાંતગ્રંથોની ટીકાઓ લખી છે જે સમાજમાં બહુમાન્ય છે. મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથ એક પ્રકારે સાર્થકનામવાળો છે. તીવ્ર આત્માર્થીને એના સ્વાધ્યાયથી ઘણી શાંતિ મળી શકે છે. ગ્રંથમાં નવ અધિકાર છે. આ અઘિકારોમાં જૈન સિદ્ધાંતની સૂક્ષ્મ વાતો રહેલી છે. સામાન્યપણે બધા ઘમની સમીક્ષા કરીને ગ્રંથકારે જીવોને સન્માર્ગ સન્મુખ થવાની પ્રેરણા કરી છે. આ ગ્રંથ અનેક વાર છપાઈ ગયો છે. એ જ એની લોકપ્રિયતાનો નમૂનો છે. શ્રીમદ્જીએ પત્રાંક ૭૯૨, ૭૯૮ અને ૮૦૭માં આ ગ્રંથ વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. (૧૫o) યશોવિજયજી યશોવિજયજીનું નામ જૈન સમાજમાં જાણીતું છે. તેઓ એક પ્રખર તાર્કિક, મહાન શાસ્ત્રજ્ઞ તથા ચારિત્રવાન મહાત્મા મુનિ હતા. એમના ગ્રંથોમાં એમનું વિશાળ જ્ઞાન સ્પષ્ટ જણાઈ આવે છે. એમણે પ્રાયઃ ઘર્મના બઘા સિદ્ધાંતો પર કલમ ચલાવી છે. ન્યાય, કાવ્ય, કર્મ સિદ્ધાંત, ઉપદેશ બોઘ, તથા ગુજરાતી સાહિત્ય આદિ બઘામાં તેઓ ઘણા નિપુણ હતા. શ્રી હેમચંદ્રાચાર્ય પછી સર્વશાસ્ત્ર-પારગામી, સૂક્ષ્મદ્રષ્ટા અને બુદ્ધિનિશાન યશોવિજયજી જેવા જૈન શાસનમાં કોઈ થયા નથી. શ્રી હરિભદ્રસૂરિ જેવા તલસ્પર્શી વિદ્વાન જૈન સમાજમાં એક જ થયા છે, અને તેમની પછી લગભગ એક હજાર વર્ષે યશોવિજયજી થયા. એમનો જન્મ ગુજરાતની પવિત્ર ભૂમિમાં કલોલ પાસેના કનોડા ગામમાં નારાયણ વ્યવહારીને ત્યાં તેની પત્ની સૌભાગ્યદેવીથી સં. ૧૯૮૦ની લગભગ થયો હતો. બાલ્યાવસ્થામાં એમનું નામ જશવંત હતું. દીક્ષા લીધા પછી એ યશોવિજય થયા. એમની વિદ્વત્તા સર્વતોમુખી હતી. એ જ્યારે કાશીમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક પ્રબળ પરવાદીને વાદમાં જીતીને એમણે ખ્યાતિ મેળવી હતી. પછી ભારતભરમાં વિચરીને એમણે જૈનધર્મનો પ્રકાશ કર્યો હતો. એમના બાળપણનો એક પ્રસંગ છે. એ પાંચ વર્ષના હતા. એમના દાદીને ભક્તામર સાંભળીને જમવાનો નિયમ હતો. એકદા ભારે વરસાદ હોવાથી ત્રણ ચોર Scanned by CamScanner Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય દિવસ તેઓ ભક્તામર સાંભળવા અપાસરે જઈ ન શક્યા ત્યારે એમણે દાદીને ન જમવાનું કારણ પૂછ્યું. કારણ જાણીને પોતે દાદીને ભક્તામર સંભળાવ્યું હતું. નાની વયમાં પણ દાદી સાથે અપાસરે ભક્તામર સાંભળવાથી એમને યાદ થઈ ગયું હતું. આવી વિલક્ષણ સ્મરણશક્તિ જોઈને ગુરુને લાગ્યું કે આ છોકરો ગૃહસ્થને ત્યાં ન શોભે. મુનિ થાય તો શાસનનો ઘણો ઉદ્ઘાર થાય. એમ વિચારી તે છોકરો મા-બાપ પાસે માગી લીધો અને દીક્ષા આપી. પ્રથમ અવસ્થામાં કરેલા એમના ગ્રંથોમાં ખંડન-મંડનાત્મક પદ્ધતિ અવશ્ય નજરે આવે છે. પણ આનંદઘનજીનો સમાગમ થયા પછી અધ્યાત્મની અતિશયરુચિ ભગવાથી તે પદ્ધતિથી તે ઉદાસ થયા. એમણે આનંદઘનજીના ગુણાનુવાદરૂપે કેટલાંક પદો બનાવ્યા છે. જેમ કે ૮૯ શોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચઢી આયા, આનંદ-ઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. એમના અઘ્યાત્મવિષયક બે ગ્રંથો સુપ્રસિદ્ધ છે - (૧) અધ્યાત્મસાર (૨) જ્ઞાનસાર. યોગદૃષ્ટિસમુચ્ચયના સારરૂપ આઠ દૃષ્ટિની સજ્ઝાય શ્રી યશોવિજયજીએ લખી છે જે આશ્રમમાં દૈનિક નિત્યક્રમમાં સ્થાન પામી છે. સં. ૧૭૪૩માં તેઓ ડભોઈમાં સ્વર્ગસ્થ થયા હતા. (૧૫૧) યોગકલ્પદ્રુમ પરમહંસ સ્વામી બ્રહ્માનંદ કૃત યોગકલ્પદ્રુમ ગ્રંથ યોગમાં રસ લેનારને બહુ ઉપયોગી છે. એમાં સંસ્કૃતમાં મૂળ ૨૫ શ્લોક તથા તેની સુંદર હિંદી ટીકા આપેલી છે. ટીકામાં અનેક યોગગ્રંથોમાંથી અવતરણો આપી તેના અર્થ વિસ્તારથી આપ્યા છે; તેથી એક ગ્રંથ વાંચનારને અનેક ગ્રંથોના સારરૂપ યોગનાં આઠે અંગોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. યોગને કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષની ઉપમા આપી છે જેમ કે હૃદયરૂપ ભૂમિ; ઉપનિષદાદિ બોથરૂપ મૂલ; વૈરાગ્ય અને અભ્યાસરૂપ ડાળ; ઉત્સાહ, સાહસ, ધૈર્ય, તત્ત્વજ્ઞાન, નિશ્ચય અને જનસંગ-પરિત્યાગરૂપ છ શાખાઓ; યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારરૂપ પાન; ધારણા, ધ્યાન અને સમાધિરૂપ પુષ્પો અને મોક્ષરૂપ ફળવાળું તે કલ્પવૃક્ષ છે. આ કોઈ વેદાંતનો ગ્રંથ જણાય છે. આ ગ્રંથને વાંચવાની શ્રીમદ્જીએ પત્રાંક ૩૫૭ માં ભલામણ કરી છે. (૧૫૨) યોગદૃષ્ટિ સમુચ્ચય આ ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યનો છે. એમાં પણ યોગનો વિષય છે, યોગબિંદુ કરતાં એની પ્રતિપાદન શૈલી ભિન્ન છે. Scanned by CamScanner Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત - યોગ' એટલે મોક્ષ સાથે જોડાણ. બોઘના તારતમ્ય અનુસાર તેની દ્રષ્ટિઓ છે, તેના નામ આ પ્રમાણે છે – મિત્રા, તારા, બલા, દીસા, સ્થિર, કાંતા પ્રભા અને પરા. આ દ્રષ્ટિઓમાં કયા કયા દોષોનો અભાવ થાય છે, કયા છે ગુણોની પ્રાપ્તિ થાય છે, તથા બોઘ કેવો હોય છે, કેટલી વૃષ્ટિઓ સુધીનો જીવ પતિથાય છે, તથા યોગના લોકમાન્ય અંગ કયા છે વગેરેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ બ સુંદર વિવેચન કરેલું છે. એના વાંચનથી આત્માને પોતાની દશાનું ભાન થઈ શકે કારણ કે આ દ્રષ્ટિઓ એક પ્રકારે આત્માની ઉત્તરોત્તર ચઢતી શ્રેણિઓ છે. પ્રથમ તેમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ તથા સામર્થ્યયોગ એમ ત્રણ ભેદ પણ યોગ્ય રીતે કહેલા છે. આ જ યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રંથનો આઘાર લઈને ભાવાર્થરૂપે શ્રી યશોવિજયજાએ આઠ દ્રષ્ટિની સઝાય નામક પદ્યરચના કરી છે. શ્રીમદ્જી એક પત્રમાં લખે છે કેયોગદ્રષ્ટિ સમુચ્ચય (સક્ઝાય) કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દ્રષ્ટિઓ આત્મદશામાપક (થર્મોમિટર) યંત્ર છે. વર્તમાનમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં શ્રી લઘુરાજ સ્વામીની આજ્ઞાનુસાર આ વૃષ્ટિઓ નિત્યના કાર્યક્રમમાં હોવાથી દિવસમાં એક વાર અવશ્ય બોલાય છે. (૧પ૩) યોગપ્રદીપ આ ગ્રંથ ૧૪૩ શ્લોકપ્રમાણ છે. એમાં પ્રઘાન વિષય યોગ છે. અહીં યોગનો અર્થ ધ્યાન છે. તેથી ધ્યાન સંબંધી સાદી અને સરલ સંસ્કૃત ભાષામાં વિવેચન છે. એક સ્થળે ગ્રંથકર્તા લખે છે કે –“સંતોષરૂપ અમૃતમાં મગ્ન રહેનાર, હમેશાં શત્રુ અને મિત્રમાં સમાન, સુખ અને દુઃખને નહીં જાણનાર, રાગદ્વેષથી રહિત, કાંતિના સમૂહની જેમ શોભાવાળા, સર્વ લોકોનો ઉપકાર કરનાર અને સદા આનંદ સુખથી પૂર્ણ એવા પોતાના આત્માનું ધ્યાન કરવું.” - આ જ પ્રમાણે આત્માને બોઘતા અનેક શ્લોક એમાં છે. આ ગ્રંથ બનાવનાર દિગંબર સંપ્રદાયના સાધુ શ્રી હર્ષકીર્તિ છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ૧૯૫૪ના માર્ગશીર્ષની પૂર્ણિમાએ “જૈન દિગંબરી સંઘ ભાવનગર તરફથી બહાર પડ્યો હતો. અત્યારે અપ્રાપ્ય છે. - (૧૫૪) યોગબિદડા આ ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યની કૃતિ છે. તેમાં યોગને લગતી સારી માહિતી આપી છે. યોગદ્રષ્ટિસમુચ્ચય કરતાં એનો વિષય જુદો છે. એમાં લખ્યું છે કે આ આત્મા અન્ય(કમીના સંયોગથી સંસારી છે, તથા તેનો વિયોગ થવાથી મુક્ત થાય છે. આ બન્ને અવસ્થાઓ આત્માની છે. જેમ અશુદ્ધ સુવર્ણની શુદ્ધિ થાય છે, તેમ યોગાદિ વડે આત્માની પણ શુદ્ધિ થાય છે. Scanned by CamScanner Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૯૧ આ અધ્યાત્મયોગ ચાર પ્રકારે છે – ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષેપ. આ 3) તાત્વિક અને અતાત્ત્વિકના ભેદથી બે પ્રકારે છે. એનું કારણ નિવણની ભિલાષા તથા લોક અપેક્ષા છે. એટલે જે યોગ માત્ર મોક્ષેચ્છાથી કરવામાં આવે છે. વિક છે, અને જે યોગ લોકોને પ્રસન્ન કરવા અર્થે કરવામાં આવે છે તે અતાત્વિક છે. યથાર્થ યોગ મુમુક્ષુને માટે કલ્પવૃક્ષ સમાન છે, ચિંતામણિ જેવો છે. ઘર્મકાર્યોમાં પણ યોગ જ પ્રઘાન છે. | યોગસાધનાથી મૃત્યુનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે આચાર્યે યોગસંબંધી લાંબી ચર્ચા કરી છે. (૧૫૫) યોગવાસિષ્ઠ રામાયણ યોગવાસિષ્ઠ મહારામાયણ નામક ગ્રંથ મુમુક્ષુઓ માટે સર્વસ્વ તથા બ્રહ્મવિદ્યા (આત્મજ્ઞાન)ના ગ્રંથોમાં શિરોમણિ ગણાય છે. આ ગ્રંથને ઉત્તર રામાયણ પણ કહે છે. પૂર્વ રામાયણમાં રામચંદ્રજીના જન્મથી લઈને તેમનો વનવાસ આદિ અનેક સાંસારિક હકીકતો, સંસારમાં મનુષ્ય પિતૃભક્તિ ભાતૃસ્નેહ અને સત્યઘર્મનું પાલન કેવી રીતે કરી શકે છે, તે બતાવવા માટે વર્ણવવામાં આવી છે. પૂર્વ રામાયણમાં મૂલમંત્ર એ છે કે–લોકમાં સત્ય જ ઈશ્વર છે. સત્યમાં જ ઘર્મ સદા સ્થિત છે, સત્ય જ સર્વનું મૂળ છે અને સત્ય કરતાં કોઈ ઉત્તમ પદ નથી. દાન, તપ, યજ્ઞ, હવનાદિ ક્રિયાઓને પણ સત્યનો જ આધાર છે. માટે સત્યપરાયણ એવો હું લોભ, મોહ તથા અજ્ઞાનને આધીન થઈ પિતાની આજ્ઞાને તોડીશ નહીં એવી રામચંદ્રજીની વિચારણા બતાવી છે. ઉત્તર રામાયણ જે યોગવાસિષ્ઠ કહેવાય છે તેમાં વસિષ્ઠજીએ રામચંદ્રજીને એવો ઉપદેશ આપ્યો છે કે જેથી તેઓ સંસારના કાર્યો કરવા છતાં પણ તેથી નિર્લિપ્ત રહી, જીવન્મુક્તિનો અનુભવ લઈ, વિદેહ કૈવલ્યના ભાગી બન્યા હતા. આ કથા પ્રસંગ આ પ્રકારે છે :- રામચંદ્રજી પિતાની આજ્ઞા લઈને તીર્થયાત્રા તથા દેશાટન કરવા ગયા ત્યાંથી પાછા ફર્યા પછી તેમને સંસાર પ્રત્યે એવો તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો કે જેને લીધે દૈનિક કાર્યો તથા ભોજનાદિ પણ ગમતા નહીં. તેઓ એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરતા. એક દિવસ વિશ્વામિત્ર ત્યાં આવ્યા. રામે પ્રાર્થના કરી કે આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોકસાગરથી પાર ઊતરી શકું. ત્યારે વિશ્વામિત્રે. રામના મુખે તેમની વૈરાગ્યદશા સાંભળી શ્રી વસિષ્ઠજીને ભલામણ કરી કે શ્રી રામને અધિકારી જાણી ઉપદેશ આપો. એટલે વસિષ્ઠજીએ ઉપદેશ આપ્યો. એ ઉપદેશનું Scanned by CamScanner Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત નામ યોગવાસિષ્ઠ છે. પૂર્વ રામાયણની જેમ આમાં પણ છ પ્રકરણ છે. તેના નામ આ પ્રમાણે છે – વૈરાગ્ય, મુમુક્ષુ, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ અને નિર્વાણ. આ ગ્રંથ ૩૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. શ્રીમદ્ભુએ પોતાના પત્રોમાં મુમુક્ષુઓને વૈરાગ્ય પ્રકરણ તથા મુમુક્ષુ પ્રકરણ વાંચવાની ભલામણ કરી છે. તેથી તે વિષે અત્ર થોડી માહિતી આપીએ છીએ. ૧.વૈરાગ્ય પ્રક૨ણ—એમાં જગતના પદાર્થોનું મિથ્યાપણું અને નશ્વરતા સંપૂર્ણપણે દર્શાવીને એમ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી મુમુક્ષુને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષનો અધિકારી થઈ શકતો નથી. વૈરાગ્યને દૃઢ કરવા અર્થે બાલ-યૌવન-વૃદ્ધાવસ્થા, ધન અને સ્ત્રી આદિ પદાર્થોના દોષોનું વર્ણન સુંદર રીતે કરવામાં આવ્યું છે કે જે સાંભળીને મોહી જીવને પણ એક વાર તો અવશ્ય વૈરાગ્ય ઉત્પન્ન થાય. ૨.મુમુક્ષુ પ્રકરણ—એમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે ચિત્તરૂપી મનમાં વાસનારૂપી નદી પ્રબળ વેગથી વહે છે. તેનો સહચારી થવાથી મનુષ્ય અવશ્ય અજ્ઞાનસાગરમાં જઈ ડૂબે છે. માટે ઉચિત એ છે કે પ્રથમ મલિન વાસનાઓનો ત્યાગ કરીને શુભ વાસનાઓમાં આવવું. ત્યારપછી સર્વ પ્રકારની વાસનાઓનો સંબંધ ત્યાગી સ્વરૂપમાં લીન થવું. પુરુષાર્થથી જ સિદ્ધિ થાય છે પણ પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી બેસી રહેવાથી કંઈ કાર્યની સિદ્ધિ થતી નથી. શમ, વિચાર, સત્સંગ અને સંતોષ એ મોક્ષરૂપી મંદિરના ચાર દ્વારપાલ છે. જો એ ચારેની સેવા ન થઈ શકે તો ત્રણની, બેની અને છેવટે એકની સેવાથી પણ મોક્ષમંદિર પ્રત્યે જવાય છે. રસાયનનું પાન કરવાથી અથવા લક્ષ્મીની પ્રાપ્તિથી કાંઈ સત્યસુખ મળતું નથી, પણ શમથી જ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. જેને જગતનાં શુભાશુભ પદાર્થોથી હર્ષ કે વિષાદ થતા નથી તે શાંત છે. વિચારથી બુદ્ધિ તીવ્ર થાય છે, અને પરમપદની પ્રાપ્તિ થાય છે. “હું કોણ છું? આ સંસાર શું છે ?’” ઇત્યાદિ વિષયનું વારંવાર ચિંતન કરવું તે વિચાર કહેવાય છે. અપ્રાપ્ત વસ્તુની ઇચ્છાનો ત્યાગ કરવો અને પ્રાપ્ત વસ્તુમાં સમતા રાખવી, હર્ષ વિષાદથી રહિત થવું, અને ચિત્તમાં પદાર્થોની આશા ન રાખવી, એનું નામ સંતોષ છે. સંત-સમાગમ એ જ આ સંસારસમુદ્રને તરવાને નૌકા છે, અને સંત તે જ છે કે જેના હૃદયની ગ્રંથિ તૂટી ગઈ હોય અને જેનામાં જ્ઞાન અને સમતાનો પૂર્ણ વિકાસ થયો હોય. આ પ્રકરણનો સારાંશ આ છે કે વાસના-ક્ષયને જ પંડિત લોકો મોક્ષ કહે છે; અને પદાર્થોની વાસના દૃઢ થવી એનું જ નામ બંઘન છે. આ પ્રમાણે આ પ્રકરણમાં મુમુક્ષુઓને અતિ ઉપયોગી ઉપદેશ છે. વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણના સારાંશરૂપ પદ્યાનુવાદ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ Scanned by CamScanner Page #100 -------------------------------------------------------------------------- ________________ .તિઓ તથા ગ્રંથોનો પરિચય 2, ધ છે અને “ગ્રંથયુગલ ' આ ગ્રંથના સંબંધમાં પ્રણીત નથી, કારણ કે આવ્યું છે. પણ આ અલૌકિક દર્શન છે. એ 2 ગ્રંથયુગલ’માં આશ્રમ તરફથી પ્રકાશિત થયેલ છે. થના સંબંધમાં ઘણા લોકોને એવી શંકા ઉત્પન્ન થાય છે કે એ વાલ્મિકી થી. કારણ કે એમાં પ્રસંગવશાત્ બૌદ્ધ તથા જૈનમતનું વર્ણન કરવામાં છે. પણ આ વાત યથાર્થ નથી. કારણ કે હવે જૈન તથા બૌદ્ધ એ ભારતના ન છે, એમ સિદ્ધ થઈ ચૂક્યું છે. તેથી રામાયણમાં જૈન તથા બૌદ્ધ સનું વર્ણન આવે તે ઉચિત જ છે. (૧પ૬) યોગશાસ્ત્ર આ ગ્રંથ કળિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાલ રાજાની પ્રાર્થનાથી હો છે. એ સંબંધમાં ગ્રંથના છેલ્લા શ્લોકની ટીકામાં આચાર્ય મહારાજ પોતે આવે છે કે –કુમારપાલ રાજાને યોગ વિશેષ પ્રિય હતો. તેણે યોગને લગતા અનેક કો વાંચ્યા હતા અને જૈન યોગ જાણવાની ઇચ્છા થવાથી શ્રી હેમચંદ્રાચાર્યે તે રાજાને યોગ સમજાવવા માટે આની રચના કરી છે. - આ શાસ્ત્રમાં બાર પ્રકાશ છે. તે પ્રત્યેક પ્રકાશમાં ભિન્ન ભિન્ન વિષયો છે જે યોગને માટે ઉપયોગી છે. પ્રથમ આચાર્યશ્રી યોગનું માહાસ્ય દર્શાવતાં લખે છે– અહો શું યોગનું માહાભ્ય! મહા વિસ્તારવાળા સ્વતંત્ર રાજ્યને ઘારણ કરનાર ભરતક્ષેત્રનો અઘિપતિ ભરતરાજા આરિલાભુવનમાં યોગના માહાભ્યથી કેવળજ્ઞાન પામ્યો.” ગૃહસ્થ મોક્ષમાર્ગ કેમ આરાધી શકે એ વિષય મુખ્યપણે આ ગ્રંથમાં છે. તેમાં પ્રથમ ત્રણ પ્રકારના યોગ જણાવ્યા છે–જ્ઞાનયોગ, દર્શનયોગ તથા ચારિત્રયોગ, ચારિત્રયોગ વિષે આ ગ્રંથમાં જ્ઞાનાર્ણવ શાસ્ત્રની પેઠે ઘણું લખેલું છે. શ્રીમદ્જી ઉપદેશનોંઘ ૨૩ માં લખે છે કે આ ગ્રંથના મંગલાચરણમાં યોગીનાથ મહાવીરને આ પ્રમાણે સ્તુતિરૂપે નમસ્કાર કર્યા છે? नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे । ___ अर्हते योगिनाथाय महावीराय तायिने ॥ (૧૫૭) રણછોડભાઈ ઘારશીભાઈ સંઘવી | ગોં . ગોંડલના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી રણછોડભાઈ અત્યંત સરલ સેવાભાવી પુણ્યાત્મા હતા. તેઓ ઘર્મપુર સ્ટેટમાં ફૉરેસ્ટ ઑફિસર હતા તે વખતે પોતાની શરીર પ્રકૃતિ ગરમ હોવાના કારણે હવાફેર માટે નિવૃત્તિ અર્થે પરમકૃપાળુદેવ ઘર્મપુરમાં સંવત Shકમાં ત્રણ મહિના બિરાજેલા, ત્યારે શ્રી રણછોડભાઈએ પરમકૃપાળુદેવની ભક્તિનો ખૂબ લાભ લીઘો. શ્રી અંબાલાલભાઈ બે-ત્રણ વખત પરમ કાળુદેવના સમાગમ અર્થે ઘર્મપૂર આવેલા. શ્રી પૂજાભાઈ હીરાચંદ પણ પરમ ભુદેવના સત્સંગ સમાગમ અર્થે ઘર્મપુર આવેલા અને ચાર દિવસ રહ્યા હતા. Scanned by CamScanner Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત પરમકૃપાળુદેવે શ્રી રણછોડભાઈને પરમકારુણ્યભાવે એક વખત કહેલું કે લલ્લુજી સ્વામી તથા શ્રી દેવકરણજી સ્વામી ચોથા આરાની વાનગીરૂપ મુનિઓ છે પરમકૃપાળુદેવના નિર્વાણ પછી મનસુખભાઈએ પરમકૃપાળુદેવના પુત્રી શ્રી જવલબેનનું લગ્ન રણછોડભાઈના પુત્ર શ્રી ભગવાનદાસ સાથે કર્યું હતું. શ્રી જવલબેન અત્યંત સરલ, શાંત, ગુણગંભીર હતા. પરમકૃપાળુદેવની સુ શ્રદ્ધાભક્તિથી રંગાયેલા હતા. ૯૪ શ્રી ભગવાનદાસ સરલ ભદ્રિક સેવાભાવી શ્રદ્ધાવાન પુણ્યાત્મા હતા. પરમકૃપાળુદેવની જન્મભૂમિ શ્રી વવાણિયાક્ષેત્રે શ્રી ભગવાનદાસ તથા શ્રી જવલબેને ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’ નામનું બહુ જ સુંદર મંદિર બંધાવ્યું છે. રહેવાની, જમવાની વગેરે સારી સગવડ છે. યાત્રાનું ધામ છે. જવલબેન ખૂબ જ પ્રેમભક્તિથી એ મંદિરનું સંચાલન કરે છે. પરમકૃપાળુદેવના બીજા પુત્રી શ્રી કાશીબેન અત્યંત પ્રેમાળ અત્યંત ભક્તિમાન સત્પ્રદ્ઘાવંત પુણ્યાત્મા હતા. શ્રી કાશીબેનનું લગ્ન મોરબીના રેવુભાઈ (રેવાશંકર) ડાહ્યાભાઈ સંઘવી સાથે થયેલું. શ્રી કાશીબેન શાંતિ સમાધિથી દેહત્યાગ કરી ગયા છે. શ્રી રેવુભાઈ સંઘવી વવાણિયામાં મંદિરમાં નિવૃત્તિમાં રહે છે. દર્શને આવનાર મુમુક્ષુઓની ખૂબ જ પ્રેમથી સંભાળ લે છે, પૂરતી સગવડ કરી આપે છે. શ્રી રણછોડભાઈના ઘર્મપત્ની શ્રી મણીબેન તથા શ્રી રણછોડભાઈ અગાસ આશ્રમમાં ઘણી વખત આવતા. દેહ છૂટવાના થોડા દિવસ અગાઉ શ્રી રણછોડભાઈને ખૂબ જ ઉલ્લાસથી પરમકૃપાળુ શ્રી લઘુરાજ સ્વામીએ અનંત અનંત કરુણાથી ૫૨મોત્કૃષ્ટ બોધ કર્યો. શ્રી રણછોડભાઈ રડી પડ્યા. હૃદય ભરાઈ આવ્યું અને બોલ્યા કે પરમકૃપાળુદેવ ઘર્મપુરમાં રહેલા પણ મેં ઓળખ્યા નહીં. બહુ જ પશ્ચાત્તાપ કર્યો. શ્રી લઘુરાજસ્વામી બોલ્યા કે તમે પરમ કૃપાળુદેવની સેવા કરી છે તેથી તમને અનંત લાભ થયો છે—અપૂર્વ જોગ મળ્યો છે. હવે તો ચેતી લેવાનું છે. આઉખાના ભસા નથી. એક પરમકૃપાળુની પકડ શ્રદ્ઘા કરી લેવાની છે. શ્રી રણછોડભાઈને ખૂબ જ આનંદ થયો. પૂરેપૂરું સમાઘાન થયું. આ લેખકને, શ્રી રણછોડભાઈએ કહ્યું કે આ વખતે મને અનંત લાભ થયો છે, બહુ જ આનંદ થયો છે. પરમકૃપાળુદેવનો મહિમા અનંત અનંત અપાર અપાર છે. પરમકૃપાળુદેવે મને પ્રભુશ્રીજી શ્રી લઘુરાજ સ્વામી માટે કહેલું કે તેઓ ચોથા આરાની વાનગીરૂપ મુનિ છે. તે વાતનો આજે મને સાક્ષાત્ અનુભવ થયો છે. શ્રી રણછોડભાઈ અહીંથી ગયા પછી થોડા જ વખતમાં શાંતિ સમાધિથી દેહત્યાગ કરી પરમદુર્લભ એવા મનુ ભવને સફળ કરી ગયા હતા. દેહ છૂટતી વખતે પરમકૃપાળુદેવની કૃપાથી મનસુખ લાલ કિરતચંદ મહેતા તેમને પરમકૃપાળુદેવના વચનામૃતો સંભળાવતા હતા. Scanned by CamScanner Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૯૫ (૧૫૮) રતનચંદ લાઘાજી શ્રી રતનચંદ શેઠના પિતાશ્રી લાઘાજી મારવાડથી વ્યાપાર અર્થે કાવિઠા આવીને રહ્યા હતા. શ્રી રતનચંદ નાનપણથી અત્યંત વિચક્ષણ અને ધર્મપ્રેમી હતા. સંતોના સત્સંગ સમાગમના ઇચ્છક હતા. એમની પ્રેમપૂર્ણ વિનંતીથી સાધુઓ કાવિઠા આવીને રહેતા. અન્ય સ્થળે પણ સાધુસંતોના દર્શન કરવા તેઓ જતા. સંવત્ ૧૯૫૧માં પરમકૃપાળુદેવ કાવિઠા પધાર્યા તે વખતે રતનચંદ શેઠને એમના દર્શન-સમાગમથી ઘણો જ આનંદ થયો, પૂર્ણ સમાધાન થયું. પરમકૃપાળુદેવે કહેલું કે રતનચંદ દૃઢથર્યાં છે. પરમકૃપાળુદેવના સત્સંગ-સમાગમનો તથા એમના શ્રીમુખથી નીકળતા પરમોત્કૃષ્ટ બોઘામૃતનો અપૂર્વ લાભ લેવા રતનચંદ શેઠ વવાણિયા પણ ગયેલા. પરમકૃપાળુદેવના દેહત્યાગ પછી શ્રી લઘુરાજ સ્વામીના સત્સંગમાં રતનચંદ શેઠ આવતા. વચ્ચે થોડા વર્ષ સત્સંગનો લાભ લઈ ન શક્યા તેનો એમને બહુ જ ખેદ રહેતો અને નડિયાદમાં સંવત ૧૯૭૦માં પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામી પાસે જઈ ખૂબ રડ્યા અને ક્ષમા માગી. પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરીને પરમકૃપાળુદેવે બોધેલા મૂલ સનાતન ધર્મ આત્મસ્વરૂપની સુદૃઢ શ્રદ્ધાભક્તિની પકડ એમને કરાવી. કારતક સુદ પૂનમ (પરમકૃપાળુદેવની જયંતી) ની મોટી ભક્તિમાં ઘણા ઘણા મુમુક્ષુઓ આવેલા. તે સર્વેની સમક્ષ પરમકૃપાળુ શ્રી લઘુરાજ સ્વામીના ચરણમાં માથું નાખીને પોતાના સમગ્ર દોષોની ક્ષમા માગી. પરમકૃપાળુ શ્રી લઘુરાજસ્વામીએ આશીર્વાદ આપ્યો. એક પરમકૃપાળુદેવની જ પાકી નિશ્ચળ શ્રદ્ધા રોમ રોમ વ્યાપી ગઈ. રતનચંદ શેઠે સરલતા, લઘુતા, વિનયભાવથી અપૂર્વ આત્મહિત સાધ્યું. કાવિઠામાં શાંતિ સમાધિથી દેહત્યાગ કરી પરમદુર્લભ એવો આ મનુષ્યભવ સફળ કરી ગયા. (૧૫૯) રવજી દેવરાજ ૨વજી દેવરાજનો જન્મ કચ્છ પ્રાન્તના કોડાય ગામમાં થયો હતો. તેઓ જૈન સમાજમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના સારા અભ્યાસી હતા. તેમણે આગમોનું પણ સૂક્ષ્મપણે અવલોકન કર્યું હતું, એમ એમની લખેલી આચારાંગસૂત્રની પ્રસ્તાવના પરથી જણાય છે. આચારાંગસૂત્રનું એમણે ભાષાંતર કરેલું છે. તેઓ સંસ્કૃતના પ્રૉફેસર હતા. શ્રીમદ્ભુએ પોતે કરેલા શતાવધાન અને સ્મરણશક્તિ વિષે પત્રાંક ૧૮ એમના પર લખેલો છે. (૧૬૦) રહનેમિ અને રાજિમતી જ્યારે અરિષ્ટનેમિએ રાજ્યાદિનો ત્યાગ કરીને પરણ્યા વગર દીક્ષા લીધી, ત્યારે તેમનો અનુજ ભ્રાતા રહનેમિ, રાજિમતી મને ઇચ્છે એવા ભાવથી એની પાસે Scanned by CamScanner Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત અનેક વસ્તુઓ મોકલવા લાગ્યો. રાજિમતીએ તેનો દુષ્ટ અભિપ્રાય જાણી લીધો છે કોઈ રીતે એને ઉપદેશ મળે એવા ઉદેશથી, એક દિવસે શ્રીખંડ ખાઈને બેઠી હતી ત્યાં રહનેમિ આવ્યો એટલે રાજિમતીએ મીંઢળ સુંધીને શીખંડ ઓડી કાઢ્યું અને તે કે–તમે આનું પાન કરો. રહનેમિ દુગચ્છાપૂર્વક બોલ્યો કે–આ કેમ ખવાય? આ તો વમન છે. રાજિમતીએ ઉત્તર આપ્યો-જો તમારામાં આટલો વિવેક છે તો તમે તમારા દુષ્ટ આગ્રહને કેમ છોડતા નથી? તમારા ભાઈએ મને ત્યાગેલી હોવાથી હું પણ એ રીતે વમન જ છું. રાજિમતીની યુક્તિથી તે જરાક શાંત થયો, પણ અંતરંગમાંથી વાસના ગઈ નહીં. રાજિમતીએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા ઘારણ કરી. રહનેમિએ પણ દીક્ષી લીઘી. પછી એક વખતે રહનેમિએ, ગોચરી કરીને ગુરુની પાસે આવતાં માર્ગમાં વરસાદ પડવાથી, એક ગુફાનો આશરો લીઘો અને ધ્યાનમાં સ્થિત થયા. કર્મયોગે તે જ ગફામાં રાજિમતી આવી. તેના બઘા વસ્ત્રો ભીના થયા હતા. તેથી એકાંત જોઈને તે વસ્ત્ર કાઢીને સૂકવવા લાગી. રાજિમતીને આ પ્રકારે નિર્વસ્ત્ર જોઈને રહનેમિની પૂર્વની વાસના જાગૃત થઈ અને તેણે ભોગસુખની માગણી કરી. રાજિમતીએ તરત વસ્ત્ર પહેરી લીધા અને કહ્યું કે–હે રહનેમિ! હું ઉગ્રસેન રાજાની કન્યા છું તથા તમે સમુદ્રવિજય મહારાજાના પુત્ર છો. આપણાં કુળ ઉચ્ચ છે. એટલે અત્યારે ત્યાગ કરેલી વસ્તુની કેમ ઇચ્છા કરી શકીએ? આપણે બન્ને પોતપોતાના કુળમાં ગંઘન સર્પ જેવા ન થઈએ. પણ અગંઘન સર્પ જેવી આપણી વૃત્તિ હોવી જોઈએ. માટે તમે તમારા ચારિત્રનું આચરણ કરો. જો આ પ્રમાણે સ્ત્રીઓને જોઈ મોહ પામશો તો સંયમને કેવી રીતે પાળી શકશો? સતી રાજિમતીના આવા વચનો સાંભળી, અંકુશથી જેમ હાથી વશ થાય તેમ રહનેમિ શાંત થઈ ગયા તથા વિકારબુદ્ધિ છોડી દીધી. આ કથા દશવૈકાલિક સૂત્રમાં આવે છે. (૧૧) રામચંદ્રજી ન શ્રી રામ અયોધ્યાના મહારાજ દશરથના ચાર પુત્રોમાં સૌથી મોટા પુત્ર હતા. બાલ્યવયમાં શ્રી રામે અનેક પરાક્રમો કર્યા હતા. મિથિલા નગરીના રાજા જનકના રાજ્યમાં મ્લેચ્છો આવીને ઉત્પાત તથા લૂંટફાટ કરવા લાગ્યા, ત્યારે જનક રાજાએ દશરથની મદદ માગી. તેથી શ્રી રામ ત્યાં ગયા અને યુદ્ધમાં મ્લેચ્છોને હરાવ્યા, તથા દિવ્ય ઘનુષ ઉપાડી જનકની કન્યા સીતાને પરણ્યા. લક્ષ્મણ એક અનુચરની જેમ ૧. સર્પ કોઈને ડસે ત્યારે ગાડિક મંત્ર વડે તે સર્પને બોલાવે અને વિષ ચૂસી લેવા કહે અને ન ચૂસવું હોય તો બાજુના અગ્નિકુંડમાં પડવા કહે. તે વખતે ગંઘનકુળનો સર્પ ઝેર ચૂસી લે પણ અગંધન કુળનો સર્પ અગ્નિકુંડમાં પડીને બળી જાય પણ ઓકેલું ઝેર ન ચૂસે. Scanned by CamScanner Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય રામની આજ્ઞા પાલવામાં સદા તત્પર રહેતા. એ બન્ને ભાઈઓમાં પરસ્પર અપાર સ્નેહ હતો. એક બીજાના વિયોગને જરાય ખમી શકતા નહીં. શ્રીરામને રાજ્યયોગ્ય જાણીને રાજાએ તેમના રાજ્ય-અભિષેકની તૈયારી કરાવી. તે વાત રાજાની બીજી રાણી કૈકેયીના જાણવામાં આવી તેથી તે અપ્રસન્ન થઈ અને રાજાને જઈને કહ્યું–મને પૂર્વે આપેલા વરદાનના બદલામાં આપ રામને રાજ્ય ન આપતાં મારા પુત્ર ભરતને આપો. રાજા સત્યપ્રતિજ્ઞ હતા. તેથી તેમણે તે વાત કબૂલ રાખી. ૯૭ શ્રી ૨ામે જોયું કે જ્યાં સુધી રાજ્યમાં હું રહીશ ત્યાં સુધી ભરતને કોઈ રાજા તરીકે માનશે નહીં. તેથી રામે વન પ્રતિ પ્રસ્થાન કર્યું. સીતા તથા લક્ષ્મણે પણ એ જ માર્ગ લીધો. ભરતની રાજ્ય કરવાની ઇચ્છા ન હતી. તે તો પોતાના પિતાની સાથે દીક્ષા લેવાના વિચારવાળા હતા. ભરતે રામને પગે લાગીને પાછા રાજ્યમાં ફરવા કહ્યું, પણ દૃઢનિશ્ચયી રામ પાછા ન આવ્યા એટલે ભરતે કમને રાજ્ય સ્વીકાર્યું. જ્યાં જ્યાં શ્રીરામ જતા ત્યાં ત્યાં પુણ્યના પ્રભાવને લીધે એમનો યોગ્ય આદર સત્કાર થતો. માર્ગમાં અનેક રાજાઓ તથા માણસોને વિપત્તિમાંથી મુક્ત કરતા કરતા રામ દંડકારણ્યમાં આવી પહોંચ્યા. ત્યાં વિદ્યાધર ખરદૂષણનો પુત્ર અને રાવણનો ભાણેજ શંબૂક સૂર્યહાસ ખડ્ગ સાધતો હતો. બાર વર્ષ પછી તે ખડ્ગ સિદ્ધ થયું. પણ લેવામાં થોડીક વાર હતી. વનની શોભા જોવા નીકળેલા લક્ષ્મણે તે ખડ્ગ ઉપાડ્યું ને તેની તીક્ષ્ણતા જોવા ત્યાં ઊભેલા વંશવૃક્ષો ઉપર ચલાવ્યું. તેથી મંડલાકારે રહેલા વંશવૃક્ષોમાં રહીને ખરદૂષણનો પુત્ર વિદ્યા સાધતો હતો તે અજાણપણે મરાયો. લક્ષ્મણને તેથી ઘણો ખેદ થયો. પણ ભવિતવ્યતા, તેને કોણ રોકી શકે? પુત્રમરણના સમાચાર પામી ખરદૂષણ રામ તથા લક્ષ્મણને મારવા અર્થે મોટું લશ્કર લઈને તે વનમાં આવ્યો. લક્ષ્મણ ખરદૂષણ સાથે લડવા જતાં રામને કહેતા ગયા જ્યારે મારા પર ભીડ આવી પડશે ત્યારે હું સિંહનાદ કરીશ. ત્યાં લંકાનો રાજા રાવણ પણ આવ્યો. સીતાનું રૂપ જોઈને તે લડવાનું ભૂલી જઈ ઉન્મત્ત બન્યો. પછી રામને છળીને તે છાની રીતે સીતાને ઉપાડી ગયો. તે સંગ્રામમાં વિરાઘિત નામનો એક વિદ્યાધર આવીને લક્ષ્મણનો સેવક થઈને મદદ કરવા લાગ્યો. તે પ્રથમથી જ ખરદૂષણનો શત્રુ હતો. ખરદૂષણ સંગ્રામમાં લક્ષ્મણના હાથે મરાયો. કે રામ સીતાના વિયોગમાં દુ:ખી થયા. સીતાની વનમાં ઘણી શોધખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. વનમાંથી રામ, લક્ષ્મણ તથા વિરાઘિત ઇત્યાદિ સર્વે એક સુરક્ષિત સ્થાનમાં (પાતાલલંકામાં) ગયા. ત્યાં સુગ્રીવ આવીને રામને મળ્યો. રામે સુગ્રીવના દુઃખો દૂર કર્યા, પછી સુગ્રીવને સીતાની શોઘ કરતાં માલૂમ પડ્યું કે રાવણ સીતાને હરી ગયો છે. તેથી રામની સાથે મંત્રણા કરીને હનુમાનને લંકામાં Scanned by CamScanner Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત મોકલ્યો. હનમાને રાવણને આ પાપકાર્ય માટે ઠપકો આપ્યો. વિનાશને વિપરીતદ્ધિ પ્રમાણે રાવણને હનુમાનનો ઉપદેશ ન રુચ્યો. રાવણનો ભાઈ વિભીષણ તીવ્ર બુદ્ધિશાળી હતો. તેને પણ રાવણનું આ પાપકાર્ય કુલનાશનું કારણ લાગ્યું. વિનયપૂર્વક વિભીષણે રાવણને કહ્યું–આપણું કુળ પવિત્ર છે. આવા પાપકાર્યથી તમે તેને મલિન ન કરો. એક સ્ત્રી માટે મનુષ્યોની હિંસા ન કરાવો. રાવણે પોતાનો કદાગ્રહ ન છોડ્યો અને ઉશ્કેરાઈ જઈ વિભીષણને મારવા તૈયાર થયો. વિભીષણ ભાઈના પક્ષને અન્યાયી સમજી રામના પક્ષમાં ભળી ગયો. પછી મોટું યુદ્ધ જામ્યું. તેમાં રાવણ મરણ પામ્યો. રામની જીત થઈ. રામ પાછા અયોધ્યામાં આવ્યા. ભરતે દીક્ષા લીધી. લોકાપવાદને લીધે રામે ગર્ભવતી સીતાનો ત્યાગ કર્યો અને તેને વનમાં છોડી દીધી. અપવાદ એ હતો કે કામી રાવણને ત્યાં સીતા રહી અને રામે વગર પરીક્ષાએ એને પોતાના ઘરમાં પુનઃ રાખી. તે વનમાં એક રાજા હાથી પકડવા આવ્યો હતો. તે સીતાને પોતાની ઘર્મબહેન માની પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સીતાને એક સાથે બે પુત્રો જન્મ્યા જેમના નામ લવ અને કુશ રાખવામાં આવ્યા. સમય જતાં તેઓ શૂરવીર અને કલાનિધાન થયા. રામલક્ષ્મણ સાથે સંગ્રામ કરીને તેઓ પ્રગટ થયા. સીતાની અગ્નિપરીક્ષા થઈ તેમાં તે શુદ્ધ કંચનની સમાન નિર્મળ સિદ્ધ થઈ. સંસારથી વિરક્ત થઈ તેણે જૈનેશ્વરી દીક્ષા લીધી. રામ રાજ્ય કરવા લાગ્યા. જૈનોમાં પદ્મપુરાણ, ઉત્તરપુરાણ તથા પઉમરિયમમાં એમની કથા વિસ્તારપૂર્વક વર્ણવેલી છે. હિંદુઓમાં તુલસીદાસત રામાયણ ક્યાં કોઈથી અજાણી છે? | (૧૯ર) રામાનુજાચાર્ય રામાનુજાચાર્યે વિશિષ્ટાતની વ્યવસ્થા કરીને તેને લોકવ્યાપી કર્યો હતો. એમનાં પત્ની એમના જેટલાં સુશીલ અને સંસ્કારી ન હોવાથી એક પ્રકારે એમના મનમાં ખેદ રહેતો. એક વાર એક સંન્યાસી રામાનુજને ત્યાં આવ્યો અને જે સ્થળે તે બેઠો હતો તે સ્થળ પત્નીએ પાણીથી ઘોઈ નાખ્યું. પૂછતાં કહ્યું કે – તે સંન્યાસી આપણી જાત કરતાં હલકો છે. આવી જ અનેક ઘટનાઓ ઘટવાથી રામાનુજ સંસારથી વિશેષ ઉદાસ થઈ ગયા. પછી પોતાની પત્નીને તેના બાપને ત્યાં મોકલીને દીક્ષા ગ્રહણ કરી. રામાનુજના તાત્ત્વિક સિદ્ધાંતોનું મૂળ ગીતા, ઉપનિષદો, ન્યાયશાસ્ત્ર અને બ્રહ્મસૂત્ર છે એમ એમનાં પુસ્તકો પરથી જણાય છે. રામાનુજનો જન્મ વિ.સં. ૧૦૧૭માં થયો હતો તથા તેઓ એકસો વશ વર્ષ જીવીને સ્વઘામ પધાર્યા હતા. Scanned by CamScanner Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય (૧૬૩) રેવાશંકર જગજીવનદાસ ઝવેરી શ્રીમદ્ રાજચંદ્ર જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પછી તેઓ મોરબી આવેલા, રે રેવાશંકરભાઈ વકીલાત કરતા હતા. તેમને વેપારમાં લાભનો જોગ જાણી અને મુંબઈ વેપાર કરવાની સલાહ શ્રીમદે આપેલી. પોતે પણ શ્રી રેવાશંકર હાજીવનની પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. પછી તો રેવાશંકરના મોટા ભાઈ પટલાલનાં દીકરી શ્રીમતી ઝબકબેન સાથે શ્રીમદુનાં લગ્ન થયાં. શ્રી સાંકરભાઈ પરમાર્થઘર્મ પામે એવી ભાવના શ્રીમદ્જીને હતી કારણ કે તેમનું હદય ઘાર્મિકભાવને યોગ્ય હતું. (જુઓ પત્રાંક ૨૩૬) એક વાર શ્રી રેવાશંકરભાઈ ભક્ત મુક્તાવલી' નામનું જૈનપદોનું નાનું પુસ્તક વાંચતા હતા. તેના જેવું સાદી ભાષામાં પુસ્તક લખવા તેમણે શ્રીમદ્દે વીનવ્યા. તે સૂચના મોક્ષમાળા લખવાનું એક કારણ થઈ પડી છે એમ “જીવનરેખામાં વિસ્તારથી વર્ણવેલું છે. | ખંભાતવાસી શ્રી અંબાલાલના સમાગમે શ્રી લલ્લુજી મુનિ તથા શ્રીમદ્જી પ્રત્યે શ્રી રેવાશંકરભાઈને પૂજ્યભાવ થયેલો. - વઢવાણ કેમ્પમાં શ્રીજીની પ્રેરણાથી પરમશ્રત પ્રભાવક મંડળની સં. ૧૯૫૬માં સ્થાપના થઈ તથા તેને માટે સારી ટીપ પણ થઈ હતી. તે મંડળના કાર્યવાહક તરીકે શ્રી રેવાશંકરભાઈની નિમણુંક થઈ હતી. આખી જિંદગી સુધી તેમણે તે કામ સેવાભાવે કર્યું હતું તથા શ્રી ગાંધીજીને તે મંડળના પ્રમુખ પણ તેમણે બનાવ્યા હતા. મોક્ષમાળાના પ્રજ્ઞાવબોઘ ભાગની અનુક્રમણિકાના ૧૦૮ મણકા શ્રી રેવાશંકરની વિનંતીથી શ્રીમદે લખાવ્યા, તે શ્રી રેવાશંકરભાઈએ લખી લીધા હતા. સં. ૧૯૬૦માં શ્રી અંબાલાલ તથા શ્રી રેવાશંકરભાઈ, ઘંઘુકામાં શ્રી લઘુરાજસ્વામીનું ચાતુર્માસ હતું ત્યાં તેમના સમાગમ અર્થે ગયેલા અને ત્રણ દિવસ રોકાયા હતા. શ્રી રેવાશંકરભાઈએ ધંધુકાના મુમુક્ષુઓને આત્મસિદ્ધિ શાસ્ત્રની એક એક નકલ પ્રભાવના તરીકે વહેંચી હતી. (૧૯૪) લલ્લુ મુનિ (શ્રી લઘુરાજસ્વામી) (જન્મ સં. ૧૯૧૦ આસો વદ ૧, દેહત્યાગ સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૮) | ગુજરાતના ભાલ પ્રદેશમાં વટામણ ગામના પ્રતિષ્ઠિત ભાવસાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું તથા માતાનું નામ તુલાદેવી હતું. જન્મ પહેલાં જ પિતાનું અવસાન થયેલું અને ચાર માતાઓ વચ્ચે બક જ બાળક હોવાથી ઘણા લાડથી તેઓ ઊછરેલા. થોડું ભણી તેમણે શાળા છોડી ધથિી. ગામના મોટા માણસોમાં તેમની ગણતરી થતી. યુવાવસ્થામાં બે વાર તેમણે Scanned by CamScanner Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત લગ્ન કરેલાં પણ સંતાન થયેલું નહીં. એકાએક તેમને પાંડુરોગ લાગુ પડ્યો. મોટા શહેરોમાં દવા કરાવ્યા છતાં મટવાની આશા મૂકવી પડી. ઘોળકાના પ્રખ્યાત કાળવૈદ્યે અસાધ્ય રોગ જાણી દવા કરવાની જ ના પાડી. તેથી તેમને વિચાર જાગ્યો કે પૂર્વે સત્કૃત્યો કરેલાં તેથી મનુષ્યભવ, ધનવૈભવ આદિ સામગ્રી મળી છે. પણ આ ભવમાં, પરભવમાં ભલું થાય તેવું તો કંઈ બન્યું નથી. તેથી જો આ રોગ મટી જાય તો માત્ર આત્મકલ્યાણ અર્થે જ જીવવું, સાધુ થઈ મોક્ષસાધના કરવી. દૈવયોગે તે જ ગામના એક વોરા પાસેથી તેમનાં માતુશ્રી રેચની દવા લાવ્યાં, તેથી સખત ઝાડા થયા અને વળતાં પાણી થયાં. થોડા વખતમાં હતું તેવું નીરોગી શરીર થઈ ગયું. પરંતુ રોગની સાથે નિશ્ચય ચાલ્યો ન ગયો. રોજ સામાયિક કરવા, પાડોશમાં ઉપાશ્રય હતો, ત્યાં જતા. દેવકરણજી કરીને તેમની જ્ઞાતિના એક સમવયસ્ક ધર્માત્મા ભાઈ પણ ત્યાં આવતા હતા. તેમને લલ્લુભાઈએ કહ્યું–હું સાધુ થાઉં તો તું મારો શિષ્ય થાય ? તેને એ વાત મશ્કરી જેવી લાગી, તેથી તેવા જ ભાવમાં હા પાડી. થોડા દિવસ પછી તેમણે તેને પૂછ્યું : ‘તારે માથે કંઈ દેવું છે ?’’ દેવકરણજીને હવે તે વાત ગંભીર લાગી અને કહ્યું—“પાંચસો રૂપિયાનું દેવું છે.’” “તે હું આપી દઈશ અને આપણે કાઠિયાવાડમાં સગેવહાલે જવાનું નામ દઈ આચાર્ય હરખચંદજી પાસે સૂરત નાસી જઈએ,’ એમ લલ્લુજીએ નક્કી કર્યું, બન્ને સંમત થયા. ,, આચાર્ય પાસે ગયા, પણ માબાપની રજા વિના દીક્ષા આપવાની તેમણે ના પાડી. રોજ મહારાજને વિનંતી કરતા પણ તે મક્કમ રહ્યા. એવામાં વટામણથી તપાસ કરતાં તેમનાં માતુશ્રી ત્યાં આવી ચઢ્યાં. તેમને મહારાજે વાત કરી, તેમનો વૈરાગ્ય વખાણ્યો. પણ માતાજીએ કહ્યું કે તેને પુત્ર નથી તેથી રજા અમે નહીં આપીએ. “પણ પુત્ર થાય તો તેને દીક્ષા લેવા દેશો ?'' એમ મહારાજે પૂછ્યું. તેથી પુત્રની લાલચે તેમણે હા પાડી. પછી લલ્લુજીને અને દેવકરણજીને પરાણે સમજાવીને તેઓ ઘેર લઈ ગયા. એકાદ વર્ષમાં લલ્લુજીને એક પુત્ર થયો. એટલે તેમણે મહારાજને વટામણ તેડાવ્યા અને એક માસ આગ્રહ કરીને રાખ્યા. માતુશ્રીએ વચન આપેલું એટલે દીક્ષાની રજા મળતાં ખંભાત સ્થાનકવાસી સંપ્રદાયમાં તેઓ દેવકરણજી સાથે સં. ૧૯૪૦માં દીક્ષિત થયા. તેમના પ્રશંસકોએ તેમના વૈરાગ્ય અને દીક્ષા વિષેની ઢાળો જોડી, તે ઠેકાણે ઠેકાણે ગવાવા લાગી. પણ આત્મકલ્યાણનો લક્ષ તેમનો મંદ ન પડ્યો. એક દિવસ ઉપવાસ ને બીજે દિવસે પારણું એમ પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા, પણ તેથી વૃત્તિઓનો જય થયો નહીં. તેથી આચાર્યને પોતાની વાત જણાવી. તેમણે રાત્રે પોતાની સાથે કાયોત્સર્ગમાં બેસવાની રજા આપી. તેમ કરવાથી તાત્કાલિક ઠીક લાગ્યું, પણ વૃત્તિઓનું તોફાન મટ્યું નહીં. તેથી થ્રુ Scanned by CamScanner Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૦૧ કરવું તેની મૂંઝવણમાં તે હતા. તેવામાં શ્રી અંબાલાલ મારફતે શ્રીમદ્ભુની પ્રશંસા સાંભળી અને ખંભાતમાં શ્રીમદ્ પધાર્યા ત્યારે પ્રત્યક્ષ સમાગમે તેમની આજ્ઞા આરાધતાં સહજ શાંતિ અનુભવાઈ. તેથી અંતરંગમાં તેમને ગુરુ માની મુનિવેશમાં જ સદ્ગુરુ ભક્તિમાં તે લીન રહેતા. સં. ૧૯૪૬માં તેમને શ્રીમનો પ્રથમ સમાગમ થયો હતો. પછી પગે ચાલીને વિહાર કરતા શ્રીમદ્ભુના સમાગમ અર્થે તે સં.૧૯૪૯નું ચોમાસું મુંબઈ રહ્યા, રોજ તેમને એકાદ કલાક સમાગમ મળતો. મુંબઈ છોડી સુરત જવાનું હતું, ત્યારે શ્રીમદે મુનિશ્રી લલ્લુજીને ‘સમાધિશતક' થોડું જાતે સંભળાવીને, તેના પ્રથમ પૃષ્ઠ ઉપર આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' લખીને આપ્યું. ત્રણ વર્ષ સુધી મુનિશ્રીએ મૌન પાળ્યું અને સમાધિશતકનું મનન કર્યું. એકદા સખત માંદગી આવતાં તેમને સમ્યક્દર્શનની ભાવના ઉગ્રપણે પ્રગટી તે સંતોષવા શ્રીમદ્ છ પદનો પત્ર લખી ‘આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે’ એ વાત દૃઢ કરાવી. સં. ૧૯૫૪ માં વસો ક્ષેત્રે શ્રીમદ્ભુ એક માસ રહેલા તે વખતે મુનિશ્રીનું ત્યાં ચોમાસું હતું. તે વખતના સમાગમે તેમને આત્મજ્ઞાન વા સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ. સં.૧૯૫૫ માં ઈડરના પહાડોમાં શ્રીમદ્ઘ નિવૃત્તિ અર્થે રહેલા તે વખતે મુનિશ્રી લલ્લુજી આદિ સાત મુનિઓને સારો સમાગમ થયેલો. શ્રી દેવકરણજી સ્વામીને તો એટલો આનંદ આવેલો કે તે બોલી ઊઠ્યા–‘હવે ગામમાં જવું જ નથી.’” શ્રીમદે કહ્યું : “કોણ કહે છે કે જાઓ ?’' શ્રી દેવકરણજી કહે : “આ પેટ પડ્યું છે; તે શું કરીએ ?’' શ્રીમદે કહ્યું : “મુનિઓને પેટ છે તે જગત જીવોના કલ્યાણને અર્થે છે.” ફરી વળી નરોડામાં સં.૧૯૫૬ માં પરમકૃપાળુદેવના સમાગમનો લાભ મુનિઓને મળેલો, સં. ૧૯૫૭માં શ્રીમદ્ભુ આગાખાનને બંગલે થોડો વખત રહેલા ત્યારે મુનિઓને સમાગમ અર્થે બોલાવેલા અને શ્રી પ્રાણજીવનદાસ ડૉક્ટરને શ્રીમદ્ભુએ જણાવેલું કે “આ બે મુનિઓ (શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી) ચોથા આરાના મુનિ સમાન છે, ચોથા આરાની વાનગી છે.’’ શ્રીમદ્ભુજીએ મુનિશ્રી લલ્લુજીને છેલ્લી ભલામણ કરેલી કે અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં. તમારે કોઈની પાસે જવું નહીં. બીજા તમારી પાસે આવશે. દુમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો. રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે, તે ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાશ સહન કરી શકે તેવા નથી. તેથી લઘુતા ઘારી કલ્યાણમૂર્તિ બનશો, તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે. Scanned by CamScanner Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત બીજા મુમુક્ષઓને પણ મુનિશ્રીનો સમાગમ બે બે માસે કરવા ભલામ શ્રીમદ્જીએ કરી હતી. શ્રીમદ્જીના નિર્વાણ પછી શ્રી લલ્લુજી ચરોતર, ઘર્મપુર, કરમાળા આદિ દક્ષિણના પ્રદેશમાં તેમજ ખેરાળ આદિ ઉત્તર ગુજરાતમાં, કાઠિયાવાડ વગેરે પ્રદેશમાં વિહાર કરતાં વિચરતા હતા. સં. ૧૯૬૮માં ખંભાત નજીક દરિયા કિનારે ઘણા મુમુક્ષુઓ સાથે શ્રી લલ્લુજીએ ૧૯ દિવસ નિશદિન અખંડ ભક્તિ સાધના ઊંધ્યા વિના કરી હતી. એકાંતમાં વસવાનું તેમને પ્રિય હોવાથી તે વગડાઉ મનિ. તરીકે પ્રખ્યાત થયા હતા. શ્રી ઘારશીભાઈ તેમને લઘુતા, સરળતા, ગંભીરતા. પ્રેમમય પરાભક્તિ તથા શાંતિના મૂર્તિમાન સ્વરૂપ તરીકે વર્ણવતા. પગે વાનું દરદ વઘવાથી તેમનાથી વિશેષ વિહાર થાય તેમ ન રહ્યું ત્યારે બીજા મુનિઓને આત્મહિત થાય તેમ વિચરવાની આજ્ઞા આપી અને પોતે એકલા પાસે પાસેનાં ગામોમાં યથાશક્તિ વિહાર કરતા. સં.૧૯૭૬ માં કાર્તિક પૂર્ણિમાએ સંદેશર ગામમાં પરમ કૃપાળુ દેવના જન્મદિવસ નિમિત્તે ભક્તિ મહોત્સવ હતો. તે વખતે ઘણા ભક્તો એકત્ર થયેલા. તેમના વિશેષ આગ્રહથી એક સ્થળે રહેવાનું તેમણે સ્વીકાર્યું. તે નિમિત્તે અગાસ સ્ટેશન પાસે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ બન્યું. તેમનાં ૧૪ ચોમાસાં આ જ આશ્રમમાં થયાં. સં.૧૯૮૦ માં પૂનામાં ચાતુર્માસ થયું. બાકી જીવનનો પાછલો ભાગ ઘણો ખરો આ આશ્રમમાં તેમણે ગાળ્યો અને ૮૨ વર્ષની વયે ત્યાં જ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. શ્રીમદ્જીના અભિપ્રાય પ્રમાણે ગમે તે ઘર્મના, ગમે તે જ્ઞાતિના, પણ આત્મકલ્યાણની ઇચ્છાવાળા મુમુક્ષુઓ તે આશ્રમમાં આવતા; ભક્તિભાવ, ઉપદેશ, ઘર્માચરણનો લાભ લેતા અને જેની ઇચ્છા સદાય ત્યાં રહેવાની થાય તે જીવનપર્યત પણ રહેતા. વૈષ્ણવ, શૈવ, જૈન, ક્ષત્રિય, ખોજા, બ્રાહ્મણ, પાટીદાર આદિ અનેક વિવિઘતાથી રંગાયેલું આશ્રમ સનાતન જૈન નામે હાલ ઓળખાય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામી અનેક રિદ્ધિવાળા છતાં બાળક જેવું નિર્દોષ, સરળ, નિર્માની વર્તન રાખતા. તેમનો વચન અતિશય અનેક જીવોને જણાતો. વગર પૂછી પ્રશ્નોનું સમાઘાન તેમની સાદી વાણી સાંભળતાં જ થઈ જતું અને તે સતશ્રદ્ધાનું કારણ બનતું. સં. ૧૯૭૨ના ભાદરવા માસમાં એક કપાપાત્ર મુમુક્ષને જૂનાગઢથી મા લલ્લુજી મહારાજે પત્ર લખ્યો છે, તેમાં પોતાની દશા કંઈકે વર્ણવી છે-“ઘણા દિવસથી વૃત્તિ હતી, એકાંત નિવૃત્તિ લેવી; તે જોગ ગુરુપ્રતાપે બની આવેલ છેજી: જોકે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવે ત્યાર Scanned by CamScanner Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય કલ્યાણ થશે. નહીં ૧૦૩ વશ થશે. નહી તો હજાર, લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદગુરુ પાસે પડ્યો રહે પણ પણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે. સિદ્ધિઓ છે. પૂર્વભવ પણ જણાય છે. સંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી કહ્યું, લખ્યું જાતું નથી. આપના ચિત્તને ત્ર થવા હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.” (૧૫) લઘુક્ષેત્રસમાસ : આ શ્રી રત્નશેખર સૂરિની રચના છે. આ ગ્રંથનો મુખ્ય વિષય જૈન ભૂગોલ પથ્વીના સંબંઘમાં જેનો શું માને છે તે એમાં સ્પષ્ટપણે બતાવ્યું છે. એમાં બતાવેલું છે કે આ મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ તથા અસંખ્યાત સમુદ્રો છે. પ્રથમ દ્વિીપ છે તેને વીંટીને ચારે બાજુ સમુદ્ર છે. પછી દ્વીપ છે તેની ચારે બાજુ સમુદ્ર છે. આ પ્રમાણે અસંખ્યાત દ્વીપ-સમુદ્રો રહેલા છે. તે દ્વીપોમાં જંબૂદ્વીપ એ પ્રથમ દ્વિીપ છે. તે દ્વીપમાં હિમવાન આદિ છ પર્વતો છે, જેને લીધે જંબુદ્વીપના સાત ક્ષેત્ર થઈ જાય છે. ભારત અને એરાવત ક્ષેત્રમાં કાલના ક્રમથી છ આરા હોય છે. તેના નામ આ પ્રમાણે છે – સુસમ સુસમા, સુસમા, સુસમ દુસમા, દુસમ સુસમા, દુસમા, દુસમ દુસમા. એના પણ પાછા બે ભેદ છે. ઉત્સર્પિણી કાલ એટલે ચઢતો કાલ; જે કાલમાં મનુષ્યોનું શારીરિક બલ, ઊંચાઈ, ઘાર્મિક ભાવના આદિની વૃદ્ધિ થતી જાય તે; અને જે કાલમાં ઉપર કહેલી વસ્તુઓ ઘટવા માંડે તે અવસર્પિણી કાલ એટલે ઊતરતો કાલ કહેવાય છે. ' (૧૯૬) વણારસીદાસ ગોંડલના શ્રી વણારસીદાસ પરમકૃપાળુદેવના સમાગમમાં હડમતાલા ક્ષેત્રે આવેલા. સમાગમમાં આવતાં જ એમના હૃદયની અનેક શંકાઓનું સમાધાન પૂળ્યા વગર પરમકૃપાળુદેવે કરેલું. પરમકૃપાળુદેવ અંતર્યામી આત્મદર્શી સત્પરુષ છે એમ પ્રથમ સમાગમે જ વણારસીદાસને દ્રઢ શ્રદ્ધા બેસી ગઈ. વઢવાણ કેમ્પમાં તથા રાજકોટમાં વણારસીદાસ સમાગમ અર્થે રહેલા. વણારસીદાસ અત્યંત સરલ ભક્તિમાન મુમુક્ષ હતા. પરમકૃપાળુદેવ વિષે વાત કરતાં કરતાં એમની આંખમાં પાણી ભરાઈ આવતું. આંખ મીંચતાં તેમને પરમકૃપાળુદેવની મૂર્તિ આબેહૂબ દખાતી. કંઠ ગદ્દગદ થઈ જાય. અગાસ આશ્રમમાં બે ત્રણ વખત આવેલા. ગોંડલમાં જ નિવૃત્ત જીવન ગાળતા અને ત્યાં જ એમનો શાંતિસમાધિથી દેહત્યાગ થયો હતો. (૧૬૭) વલ્લભાચાર્ય વલ્લભાચાર્યનો જન્મ વિ.સં.૧૫૩૫ માં રાયપુર જિલ્લાના રાજ ગામની પાસે પારણ્યમાં બ્રાહ્મણકુળમાં થયો હતો. નાની ઉંમરમાં એમણે ઘણા ગ્રંથોનો અભ્યાસ Scanned by CamScanner Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત કરીને સારી ખ્યાતિ મેળવી હતી. પોતે ગુરુને ત્યાં અભ્યાસ કરતા, ત્યારે અને દર્શનોની સૂક્ષ્મ ભૂલોને જોઈને વિદ્યાર્થીઓ સાથે તે સંબંધી લાંબી ચર્ચાઓ કરતા એમને લાગ્યું કે શ્રી શંકરાચાર્યનો માયાવાદ અને બીજા વાદો દોષયુક્ત છે. તે ઉપનિષદુ તથા ગીતા એક બ્રહ્મવાદ અથવા શુદ્ધાદ્વૈતને જ પુષ્ટિ આપે છે. તેથી તે વાદ સર્વ વાદોમાં ઉત્તમ છે. કૃષ્ણદેવની સભામાં બધા વિદ્વાનોને જીતીને તેમણે આચાર્ય તથા મહાપ્રભુજીની પદવી મેળવી. કૃષ્ણદેવ પણ વલ્લભાચાર્યનો ભક્ત થયો. વલ્લભાચાર્ય સમસ્ત ભારતમાં ફર્યા અને પોતાનો મત પ્રવર્તાવ્યો. પછી અઠ્ઠાવીસ વર્ષની વયે પરણ્યા. ગૃહસ્થાશ્રમમાં રહીને એમણે ઘણા મોટા ગ્રંથો લખ્યા છે. બાવન વર્ષની વયે તેઓ સ્વઘામ પધાર્યા. વલ્લભાચાર્યનું કથન છે–“ભક્તિ જ્ઞાન અને કર્મ કરતાં શ્રેષ્ઠ છે. જ્ઞાનથી મન પવિત્ર થાય છે, અને તેથી ખરા ખોટાની પરીક્ષા થાય છે. જ્ઞાનથી મનુષ્ય સંસારરૂપી સાગર તરી શકે છે. પણ ભક્તિ ન હોય તો જે ભગવાન સંસારસાગરના કિનારાથી ઘણે દૂર છે તેમની પ્રાપ્તિ થઈ શકતી નથી.” શ્રીમજી ઉપદેશનોંઘ ૯ માં લખે છે કે વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ઘર્મ પ્રરૂપ્યો. (૧૯૮) વામદેવ વામદેવ એક વૈદિક ઋષિ છે. વેદાંત પરંપરામાં એ એક ઉત્તમ જ્ઞાની તથા સંસ્કારી મનાય છે. એમનું નામ ઉપનિષદોમાં આવે છે. પત્રાંક ૭૦૩માં તેમને બાળ બ્રહ્મચારીના દ્રષ્ટાંત તરીકે ગણાવ્યા છે. ' (૧૯૬૯) વાલ્મિકી વાલ્મિકીનું રામાયણ જગપ્રસિદ્ધ છે. એમનું મૂળ નામ રત્નાકર હતું. એ જાતિએ બ્રાહ્મણ હતા. પણ પ્રથમ અવસ્થામાં અસત્સંગને લીધે અવળે માર્ગે ચડી ગયેલા તેથી તે લૂંટફાટનો ધંધો કરીને પોતાનું તથા કુટુંબનું ભરણપોષણ કરતા. એક વાર તેઓ નારદજીને લૂંટવા લાગ્યા ત્યારે નારદજીએ ઉપદેશ આપ્યો. તેથી તે પાપવૃત્તિ ત્યાગી એક આદર્શ સંત બની ગયા. પણ શરૂઆતમાં એમને રામ બોલતાં આવડ્યું નહીં તેથી એમ કહેવાય છે કે નારદજીએ તેમને “મરા મરા” શબ્દ બોલવા કહ્યું. મરા મરા બોલતા એમાંથી રામ બોલવા લાગ્યા તેથી તે એક મહાન ઋષિ બની ગયા. તે એક જ સ્થળે ધ્યાનમાં એટલા બઘા લીન થઈ ગયા કે તેમને દેહ પર કીડીઓએ વલ્મીક (રાફડો) કર્યો તો પણ એ ઋષિ ચલિત થયા નહી. - તેમનું નામ વાલ્મિકી પડ્યું. લૌકિક છંદોના એ આદ્ય કવિ કહેવાય છે. એમ આદિકાવ્ય શ્રી વાલ્મિકીય રામાયણની રચના કરી છે. ગોસ્વામી શ્રી તુલસી એમના વિષયમાં લખે છે કે Scanned by CamScanner Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૦૫ "जान आदि कवि नाम प्रतापू, भये सिद्ध कर उलटा जापू उलटा नाम जपा जगु जाना, वाल्मीक भये ब्रह्म समाना || ” (૧૭૦) વિક્ટોરિયા રાણી ઈ.સ.૧૮૩૭માં વિલિયમ ચોથો મૃત્યુ પામ્યો. ત્યારે તેની ભત્રીજી વિક્ટોરિયા માત્ર અઢાર વર્ષની વયે ઇંગ્લૅન્ડની ગાદીએ આવી. વિક્ટોરિયાના જન્મ પછી બીજે જે વર્ષે તેના પિતા ગુજરી જવાથી તે પોતાની માતાની દેખરેખ નીચે ઊછરી હતી. રાજ્યગાદીને શોભાવે એવું શિક્ષણ તેને આપવામાં આવ્યું હતું. વિક્ટોરિયામાં નાનપણથી કરુણા, સ્વાશ્રય, કર્તવ્યનિષ્ઠા, ઉદારતા આદિ ગુણોના અંકુરો ફૂટ્યા તા. વિક્ટોરિયાએ રાજ્યમાં અનેક પ્રકારના સુધારા કર્યા હતા. પ્રજા સુખી થાય એ જ એનું લક્ષ હતું. વિદ્યાની અતિશય રુચિને લીધે મોટી અવસ્થામાં પણ તે પરભાષાનો અભ્યાસ કરતી હતી. (૧૭૧) વિચારસાગર વિચારસાગર વેદાંતનું પ્રવેશક શાસ્ત્ર મનાય છે. એના કર્તા શ્રી નિશ્ચલદાસજી છે. એમણે ઘણા કાળ સુધી કાશીમાં રહીને અભ્યાસ કર્યો હતો. એમણે તથા સુંદરદાસે દાદૂપંથનો ખૂબ વિસ્તાર કર્યો હતો. વિચારસાગરમાં વેદાંતના સિદ્ધાંતો સમજાવવાનો સારી રીતે પ્રયાસ કર્યો છે. મૂળ ગ્રંથ હિંદી ભાષામાં છે; પણ ગુજરાતી, બંગાલી તથા અન્ય ભાષાઓમાં પણ એના અનુવાદો થયા છે. નિશ્ચલદાસજી ૭૦ વર્ષની અવસ્થામાં સમાધિસ્થ થયા છે. શ્રીમદ્ભુએ પત્રોમાં વિચારસાગર વાંચવાની આજ્ઞા કરી છે. (૧૭૨) વિદ્યારણ્ય સ્વામી વિદ્યારણ્યસ્વામી વેદાંતના એક સમર્થ આચાર્ય થઈ ગયા છે. એમના સમયના સંબંધમાં કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. એ નાની અવસ્થામાં સંન્યાસી થયા હતા અને વિદ્યાભ્યાસ કરીને અપૂર્વ વિદ્વત્તા મેળવી હતી. એમણે ઉપનિષદોની ટીકા, બ્રહ્મગીતા, સર્વદર્શન સંગ્રહ તથા પંચદશી આદિ અનેક ગ્રંથો રચ્યા છે. એમનો પંચદશી નામનો ગ્રંથ સર્વત્ર પ્રસિદ્ધ છે. એના અનેક ભાષામાં ભાષાંતરો થયા છે. પંચદશીમાં ૧૫ પ્રકરણો છે. તે પ્રકરણોમાં અદ્વૈત મત પ્રમાણે આત્મા સંબંધી ઘણું સરસ વિવેચન છે. (૧૭૩) વિદુરજી ધર્માત્મા વિદુર સાધુ પુરુષ હતા. તેમને કૌરવ તથા પાંડવો પર સમાન ભાવ હતો. તેમ છતાં જ્યારે દુર્યોધન પાંડવોના સર્વનાશ માટે પ્રપંચો રચવા લાગ્યો, ત્યારે Scanned by CamScanner Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત તે દુર્યોધનની જાલમાંથી પાંડવોને બચાવવા તેમના સલાહકાર થઈ પડ્યા હતા વિદુર બહુ સ્પષ્ટ વક્તા હતા. અવસર જોઈને દુયોધન તથા તેના પક્ષકારોના પણ દોષો કહેવાનું તે ચૂકતા નહીં. તેથી દુયઘન તેમને પોતાના અહિતકારી સમજતો પણ વિદુરને એની ચિંતા ન હતી. મહાભારતના યુદ્ધ પહેલાં વિદુરજીએ દુર્યોધનને ઘણો સમજાવ્યો હતો, પણ તે દુરાગ્રહીને જરા પણ અસર થઈ ન હતી. છેવટે યુદ્ધમાં કૌરવોનો નાશ થયો. ધૃતરાષ્ટ્ર વનમાં ચાલ્યા ગયા. વિદુર પણ ભાઈની સાથે વનમાં ગયા અને ત્યાં જ તેમણે દેહત્યાગ કર્યો હતો. વિદુરજીની વિદુરનીતિ ઉત્તમ આશયથી ભરેલી છે. શ્રીકૃષ્ણ વિદુરજીના ભક્ત હતા. પોતાની ઘાર્મિકતા તથા સાધુતાથી તે અમર થઈ ગયા છે. મહાભારતમાં એમનું નામ ઉત્તમ પાત્રોમાં ગણાય છે. શ્રીમદ્જી પુષ્પમાળા ૮૩ માં લખે છે : “સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.” પૂજ્ય બ્રહ્મચારીજીએ વિદુરનીતિમાંથી અમુક વાક્યો પ્રવેશિકા શિક્ષાપાઠ ૩૮ “આત્માને હિતકારી નીતિવાક્યો માં આપ્યા છે. (૧૭૪) વિહાર વૃંદાવન - ' એના સંબંધમાં કંઈ જાણી શકાયું નથી. શ્રીમજીએ એક દોહરો વિહાર વૃંદાવનના નામથી ઉપદેશછાયામાં મૂક્યો છે. (૧૫) વીરચંદ ગાંધી વીરચંદ રાઘવજી ગાંઘીનો જન્મ સૌરાષ્ટ્રમાં સં.૧૮૬૪ માં થયો હતો. એમણે શ્રી આત્મારામજી પાસે રહીને જૈનસિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. સં.૧૮૯૩ માં શિકાગોમાં થનારી વિશ્વઘર્મપરિષદમાં વિરચંદ ગાંધી જૈનો તરફથી જૈનઘર્મના પ્રતિનિધિ તરીકે ભાષણ આપવા ત્યાં ગયા હતા. ભાષણોમાં એમને સારી સફળતા મળી હતી કારણ કે અમેરિકાના સમાચારપત્રોએ એમનાં ભાષણોની ખૂબ પ્રશંસા કરી હતી. વિરચંદ ગાંધીને પરદેશ મોકલવામાં કેટલાંક માણસોનો વિરોધ હતો. તે સંબંઘમાં શ્રીમદ્જીએ પૃષ્ઠ ૬૬૧ પર પોતાના વિચારો દર્શાવ્યા છે તેમાંથી જિજ્ઞાસુમ જાણી લેવું. (૧૭૬) વૈરાગ્ય શતક નીતિ, શૃંગાર, વૈરાગ્ય અને વિજ્ઞાન એમ ચાર શતકો મહાત્મા ભર્તુહરિન રચેલાં છે જે બહુ પ્રસિદ્ધ છે, તેમાં મોક્ષની સાધના કરવાવાળા સાઘકો માટે વૈરાગ્યશતક અત્યંત ઉપયોગી છે. એનો એક એક શ્લોક વૈરાગ્ય રસથી ભરપૂર છે વૈરાગ્ય શતકની વિચારણાથી માનવ માનવપણું સમજી શકે. એક શ્લોકમાં કવિ કહે છે કે “ભોગ તો ભોગવાયા નહીં, પણ અમે (કાળથી) ભોગવાઈ ગયા; તે Scanned by CamScanner Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૦૭ 3યું નહીં, પણ અમે જ તપાઈ ગયા; કાળ તો ન ગયો. પણ અમે જ ઘરડા થયા; રિણા તો જીર્ણ ન થઈ, અમે જ જીર્ણ (વૃદ્ધ) થઈ ગયા.” * શ્રીમદ્જીએ ભાવનાબોઘની પ્રસ્તાવનામાં વૈરાગ્યશતકનો એક શ્લોક ટાંકીને કાગ્યે જ અભય છે એમ બતાવ્યું છે. જગતમાં જે જે વસ્તુ સારરૂપ મનાય છે તે થી ભયથી વ્યાપ્ત છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે, માટે મુમુક્ષુઓએ તેમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૭૭) વ્યાસ (વેદવ્યાસ) શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે તે પરમાલ્હાદક અને આશ્ચર્યકારી છે. ગીતા પણ વેદવ્યાસજીનું રચેલું પુસ્તક ગણાય છે અને શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોઘ કર્યો હતો માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતનો એક શ્લોક પત્રાંક ૧૪૧ માં શ્રીમદે અર્થસહિત ટાંક્યો છે. જડભરતની આખ્યાયિકા પણ શ્રીમદ્ ભાગવતમાં આપેલી છે. પત્રાંક ૨૮૨ માં શ્રીમદ્ લખે છે : આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. (૧૭૮) શિક્ષાપત્ર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ શ્રી હરરાયજી સંવત ૧૯૪૭માં જન્મ્યા હતા. ૧૨૦ વર્ષની વૃદ્ધ વયે સં. ૧૭૬૭માં તેમનો દેહોત્સર્ગ થયો હતો. મોટી ઉંમરે તેઓ વિદેશમાં વિચરતા હતા તે વખતે શ્રી નાથદ્વારા (મેવાડ)માં તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીનાં પત્નીનો દેહ છૂટશે તે વખતે ગૃહભંગની વેદનાથી શ્રી ગોપેશ્વર ભગવસેવાથી બહિર્મુખ થશે એમ પ્રથમથી શ્રી હરરાયજીએ જાણ્યું અને તેમને આશ્વાસનરૂપ નીવડે તેવા પત્રો તેમણે અગાઉથી લખવા શરૂ કર્યા. છઠ્ઠા પત્રની શરૂઆતમાં આવે છે કે ગૃહભંગના સમાચાર કાનને વિષતુલ્ય મળ્યા. તેથી તમારા ચિત્તના સમાઘાન અર્થે કંઈ લખું છું. કહેવાય છે કે એક વૈષ્ણવ ભક્ત હરજીવનદાસે શ્રી ગોપેશ્વરને કહ્યું કે શ્રી હરરાયજી હાજર હોત તો આપના ચિત્તને આશ્વાસન આપત. તે ઉપરથી મોટા ભાઈના પત્રો તેમણે વાંચવા શરૂ કર્યા અને પહેલો પત્ર વાંચતાં જ તેમનો શોક કંઈક દૂર થયો. સંસ્કૃત શ્લોકમાં લખેલા પાંચ પત્રો વાંચી બીજે જ દિવસે તે પત્રોનું ગદ્ય વિવેચન વ્રજભાષામાં લખવું તેમણે શરૂ કર્યું. વીસમા પત્રની શરૂઆતમાં આવે છે કે તમારો ગૃહભંગ-ક્લેશ નિવૃત્ત થયો તે સમાચાર જાણી હર્ષ થયો. તે વખતે નવ પત્રોનું વિવેચન થઈ ગયું હતું, તેમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ, આસક્તિ અને વ્યસનનું સ્વરૂપ સમજાવેલું છે. Scanned by CamScanner Page #115 -------------------------------------------------------------------------- ________________ દોવાથી ગ્રંથનું નામ માયા છે તેમણે જ કર્યું - માં દીનતાનું ધ્યાન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિ ૧૦૮ આવા ૪૧ પત્રો આ ગ્રંથમાં છે. શિક્ષાત્મક પત્રોનો સંગ્રહ હોવાથી શિક્ષાપત્ર' રાખેલું છે. તેનું વિવેચન પણ જેના ઉપર પત્રો લખાયા છે તેમ છે. તેથી તે વખતના ભાવો તેમાં જળવાઈ રહ્યા છે. પત્ર ૨૮ માં દીનતા ભાવપૂર્ણ કરેલું છે તથા પત્ર ૩૭ માં નિઃસાઘનતા વિષે બહ મનનીય જણાવી છે. શ્રીમદ્ રાજચંદ્ર રચિત વીસ દોહરામાં તે પત્રના ઘણા ભાવો હદ બન્યા છે અને મોક્ષમાળાના પાઠોને પણ શ્રીમદે શિક્ષાપત્ર ઉપરથી શિક્ષાપા આપ્યું છે. પત્રાંક ૪૮૯ માં શ્રીમદ્ લખે છે: “તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપા વિશેષ સમ્યક પ્રકારે છે.” (૧૭૯) શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ પોતાને વિશેષાદ્વૈત (રામાનુજ) સંપ્રદાયના જણાવી શ્રી કૃષ્ણભક્તિ એમાં મુખ્યપણે વર્ણવી છે, તથા પોતાના હરિભક્તો માટે, દેવું ન કરવું. નામું જાતે લખવું, કમાણીનો દશાંશ કે વીશાંશ ઘર્મમાં વાપરવો, ભાગવત આદિનો સ્વાધ્યાય કરવો, કથા સાંભળવી, બ્રહ્મચર્ય પાળવું, સત્સંગ, ભક્તિ કરવાં, આદિ નીતિ વ્યવહાર અને પરમાર્થની શિખામણો સરળ ભાષામાં એ ગ્રંથમાં આપી છે. વિ.સં.૧૮૮૨ માં શિક્ષાપત્રી લખાઈ છે. એના વાંચન ઉપરથી એમ જણાય છે કે સ્વામીએ આ પુસ્તક સાધુ, સાધ્વી, સઘવા, વિઘવા, રાજા, ખેડૂત આદિ પોતાના બધા પ્રકારના અનુયાયીઓએ કેમ વર્તવું, તે ઉદ્દેશમાં રાખીને લખ્યું છે. એમાં અનેક પ્રકારના ઉપદેશો છે, અહિંસા તથા બ્રહ્મચર્યની પ્રઘાનતા છે. મદ્યાદિનો પણ ત્યાગ બતાવેલો છે જે અહિંસાને જ પુષ્ટિ આપે છે. (૧૮૦) શીલાંકસૂરિ શીલાંકસૂરિ શ્વેતાંબર સંપ્રદાયના એક મહાન વિદ્વાન થઈ ગયા છે. એમણે સ ૯૨૫ માં પ્રાકૃતમાં દશ હજાર શ્લોક પ્રમાણ “મહાપુરુષ ચરિય” નામનો ગ્રંથ રચ્યું છે. સૂરિએ આચારાંગ અને સૂત્રકૃતાંગ સૂત્રો પર સંસ્કૃત વૃત્તિની રચના કરી છે. " સૂરિએ બીજા પણ ગ્રંથો બનાવ્યા છે. (૧૮૧) શુકદેવજી 0 શુકદેવજી વેદવ્યાસજીના પુત્ર હતા. એમણે વેદ-વેદાંગ. ઇતિહાસ, પુ. યોગ આદિનો ઘણો અભ્યાસ કર્યો હતો, તથા જનક રાજાને અનેક અધ્યાત્મ પૂછીને એમનો આત્મા સંતોષ પામ્યો હતો. પછી હિમાલય પર જઈને કઠિન તે આદરી હતી. શુકદેવજી વેદાંતમાં એક ઉચ્ચ કોટિના મહાત્મા મનાય છે. એમ પરીક્ષિતને શાપના સમયમાં ભાગવતની કથા સંભળાવીને સુંદર ઉપદેશ કયા પસ્યા Scanned by CamScanner Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૦૯ (૧૮૨) શંકરાચાર્ય શંકરાચાર્ય અદ્વૈતમતના સ્થાપક મહાન આચાર્ય હતા. એમનો જન્મ વિ.સં. ૮૪૫માં કેરલ પ્રદેશમાં એક બ્રાહ્મણને ત્યાં થયો હતો. શંકર બાલ્યવયથી અદ્ભુત શક્તિવાળા હતા. એમ કહેવાય છે કે તેમણે એક વર્ષની વયમાં માતૃભાષાનો અભ્યાસ કર્યો હતો. બીજા વર્ષમાં માતાના ખોળામાં બેસીને અલૌકિક સ્મરણશક્તિને લીધે, માતાના મુખમાંથી નીકળેલાં પુરાણો વગેરેના આખ્યાનો કંઠસ્થ કર્યા હતા. ત્રીજા વર્ષમાં શંકરના પિતા શિવગુરુનું મૃત્યુ થયું. ચોથા વર્ષમાં જ્ઞાન પ્રગટ થયું. શંકરાચાર્યે નાનપણમાં સંન્યાસ લીધો હતો. એક દિવસ શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગાસ્નાન અર્થે જતા હતા. ત્યાં માર્ગમાં તેમને એક ચંડાલ મળ્યો. તેને ચંડાળ જાણીને શંકરે માર્ગમાંથી ખસી જવા કહ્યું. ચંડાલ બોલ્યો ઃ મહારાજ ! આપનું કથન છે કે આત્મા એક જ છે. તે અખંડ અવિનાશી શુદ્ધ સત્ ચિત્ આનંદમય છે. તો પછી આપ આમાં ભેદ શા માટે રાખો છો? અને મારી પાસે આવતાં કેમ ડરો છો ? જે આત્મા આપનામાં છે તે જ આત્મા મારામાં છે. તો પછી સ્પર્શાસ્પર્શનો ભેદ શો ? આવા જ્ઞાની થઈને પણ તમે આટલુંય સમજી શકતા નથી ? તમે કોને ખસવાનું કહો છો ? દેહને કે આત્માને ? જો તમે મારા દેહને દૂર કરવા ઇચ્છતા હો તો તે દેહ મારો ક્યાં છે ? જે વસ્તુમાંથી તમારો દેહ બન્યો છે, તેમાંથી જ મારો દેહ પણ બન્યો છે. એટલે દેહાપેક્ષાએ મારા તથા તમારામાં ભિન્નતા ક્યાં છે? બ્રહ્મ આપની માન્યતા પ્રમાણે સર્વવ્યાપક હોવાથી બ્રાહ્મણ તથા ચંડાલના શરીરમાં એક સરખો છે. તે સાંભળી શંકરાચાર્ય ઘણા જ પ્રસન્ન થયા. શંકરાચાર્યે અનેક પરવાદીઓને શાસ્ત્રાર્થમાં જીતીને પોતાના અનુયાયી બનાવ્યા હતા. પોતાના જીવનમાં એમણે લલિત પદ્યોમાં અનેક મધુર સ્તોત્રો તથા અનેક ગ્રંથો રચ્યા છે. ગીતા પર એમણે એક ભાષ્ય લખ્યું છે. એ ભાષ્ય એમની કીર્તિને અમર રાખે એવું છે. માત્ર બત્રીશ વર્ષની ઉંમરે એટલે વિ.સં. ૮૭૭માં તેઓ પરલોક પધાર્યા હતા. (૧૮૩) શાંતસુધારસ ભાવના શાંતસુધારસ ભાવના શ્રી વિનયવિજયજીની વૈરાગ્યપૂર્ણ રચના છે. આનો વિષય નામ પરથી જ સ્પષ્ટ જણાય છે. એમાં બાર ભાવનાઓનું સંસ્કૃતના શ્લોકોમાં પ્રતિપાદન કરેલું છે. એમની કાવ્યકળાની ખૂબી એ છે કે એમણે દેશી રાગોમાં સંસ્કૃતમાં કવિતાઓ બનાવી છે. GO દરેક ભાવનાની શરૂઆતમાં કેટલાક શ્લોકોથી તેનું વર્ણન કરી પછી એક એક Scanned by CamScanner Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉસ્લિખિત ઉત્તમ ગીત રાગ વડે ભાવનાઓનું ભાવવાહી વર્ણન કર્યું છે કે જે સાંભળીને અમને ઘણો જ આનંદ આવે છે. શ્રી વિનયવિજયજી ગ્રંથના પ્રારંભમાં જણાવે છે કે स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शांत सुधारसः । न च सुखं कृशमप्यमुना विना, जगति मोह विषाद विषाकुले ॥१॥ અર્થ આ ભાવનાઓ વિના વિદ્વાનોના ચિત્તમાં શાંત અમૃતરૂપી રસપ્રવાહ ઉત્પન્ન થતો નથી. મોહ તથા ખેદના ઝેરથી આકુલ આ સંસારમાં લેશમાત્ર પણ સુખ નથી. આ ગ્રંથનો ગૂર્જર અનુવાદ શ્રીમદ્જીના પરમ અનુયાયી શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ કરેલો છે. (૧૮૪) શાંતિનાથ ભગવાન ભગવાન શાંતિનાથ સોળમા તીર્થંકર છે. પૂર્વભવમાં એમનો જીવ મેઘરથ નામના રાજા હતા. એક વાર તેઓ રાજસભામાં આનંદપૂર્વક બેઠા હતા. એટલામાં એક કબૂતર આવીને એમના ખોળામાં પડ્યું. તે કબૂતર ભયથી આકુળ વ્યાકુળ હતું. રાજાએ તેને ધીરજ આપીને અભયદાન આપ્યું. એટલામાં જ બાજ પક્ષીએ આવીને તેની યાચના કરીને કહ્યું કે એ પક્ષી મારું ભક્ષ્ય છે. માટે આપ એ મને આપી દો. રાજાએ તેને ઘણું સમજાવ્યું પણ તે ન માન્યું. આખરે રાજા તે બાજ પક્ષીને કબૂતરના વજન પ્રમાણે પોતાનું માંસ આપવા તૈયાર થયા. ત્રાજવાના એક પલડામાં કબૂતર અને બીજામાં રાજાનું માંસ મૂકવામાં આવ્યું. પણ કબૂતરનું વજન ખૂબ જ વધી ગયું. રાજા પોતાના અંગનું માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા. દર્શકોમાં હાહાકાર થઈ રહ્યો. શું થશે? રાજા એક પક્ષી માટે શા માટે કરે છે? અંતે દેવ સાક્ષાતરૂપે પ્રગટ થયો, પોતાના અપરાઘની રાજા પાસે માફી માંગી અને કહ્યું, હે રાજા! હું તમારી પરીક્ષા માટે આવ્યો હતો. તમે સાક્ષાત દયાની મૂર્તિ છો. હવે હું મારા સ્થળે જાઉં છું. આ કથા શાંતિનાથ ચરિત્રમાં આવે છે. શ્રીમજી આ પ્રસંગને ચિહ્નિત કરતાં મોક્ષમાળા શિક્ષાપાઠ ૨ માં લખે છે કે – “શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.” (૧૫) શ્રીપાલ રાજાનો રાસ જૈન સમુદાયમાં શ્રીપાલરાજાની કથા ખૂબ જ જાણીતી છે. પ્રાયઃ પ્રત્યેક જૈનને. આ કથા આયંબિલના સમયે અવશ્ય સાંભળવા મળે છે. શ્રીપાલરાસના કર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય છે. શ્રીપાલ તથા મયણ સુંદરીનું ચરિત્ર પ્રત્યેક આત્મામાં કર્મના અસ્તિત્વની અટલ શ્રદ્ધા બેસાડે છે. આપણે આપણા કર્મ પ્રમાણે સુખી-દુઃખી થઈએ છીએ, બીજા કોઈ આપણને સુખી-દુઃખી કરી શકતા નથી એ મયણાસુંદરીનો આપકર્મનો સિદ્ધાંત બહુ મહત્વનો છે. Scanned by CamScanner Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૧ મયણાસુંદરીનો પિતા તેના કર્મની પરીક્ષા કરવા માટે તેને કોઢી શ્રીપાલ જોડે પરણાવે છે. સતી મયણા શ્રીપાલને સર્વસ્વ સમજી પ્રભુ પર વિશ્વાસ રાખી મનમાં હા પણ ખેદ કરતી નથી, સાનંદ પતિસેવા કરે છે. આયંબિલનું તપ કરે છે. તેના ભાવથી શ્રીપાલનો રોગ જાય છે. પછી શ્રીપાલ દેશાંતરે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પષ્ય એની આગળ ને આગળ ચાલ્યા કરે છે. માર્ગમાં ઘવલશેઠ મળે છે જે પાપવાસનાને લીધે શ્રીપાલને સમુદ્રમાં નાખે છે. તોપણ શ્રીપાલ જીવિત રહે છે, એક રાજાની કન્યા પરણે છે. ઘવલના વહાણો તે જ નગરમાં આવે છે. શેઠ રાજાને મળવા જાય છે. શ્રીપાલને ત્યાં જોઈ તે ગભરાય છે. તેને મારવા શેઠ ડુંબોને લાલચ આપી રાજા પાસે મોકલે છે. શ્રીપાલને તે બો પોતાના સગા તરીકે ઓળખાવે છે. રાજા આ વિચિત્ર ચરિત્ર જોઈને આશ્ચર્ય પામે છે. યથાર્થ હકીકત પ્રગટ થતાં રાજા શેઠ પર ગુસ્સે થાય છે, છતાં શ્રીપાલ શેઠને ઘર્મપિતાનું માન આપીને બચાવે છે. માર્ગમાં શેઠ મરણ પામે છે. આ પ્રકારની કથા શ્રીપાલચરિત્રમાં છે. એમાં મુખ્ય તો નવપદનો મહિમા વર્ણવ્યો છે. તે નવપદ આ પ્રમાણે છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને તપ. શ્રીપાલરાસની રચનાનો પ્રારંભ કરનાર શ્રી વિનયવિજયજી છે. પણ રચતાં રચતાં તે કાળઘર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ આ ગ્રંથને પૂર્ણ કર્યો છે. આ રાસ કવિત્વ તથા ઘર્મની દ્રષ્ટિએ એક ઉત્તમ રચના છે. (૧૮૬) શ્રેણિક રાજા મહારાજ શ્રેણિક ભગવાન મહાવીરના પરમભક્ત હતા. તે બુદ્ધિશાળી તથા નીતિજ્ઞ રાજા હતા. પૂર્વ અવસ્થામાં બૌદ્ધ સાધુઓનો વિશેષ સમાગમ હોવાથી એમને બૌદ્ધઘર્મ પર અટૂટ શ્રદ્ધા થઈ હતી. ચેલણાને પરણ્યા પછી બન્નેમાં (પતિપત્નીમાં) ખૂબ ખેંચતાણ થતી. રાજા ચેલણાને બુદ્ધ ઘર્મની શ્રદ્ધા થવા માટે અનેક ઉપાયો કરતા ત્યારે શેલણા રાજાને જૈન બનાવવા પ્રયત્ન કરતી. અનાથી મુનિની અપાર સમતા જોઈને એમને જૈનઘર્મ પ્રત્યે રુચિ થઈ. ચેલણા દરરોજ જેનઘર્મના વાસ્તવિક સિદ્ધાંતો રાજાને સમજાવતી તેથી કાલ જતાં તે યથાર્થ શ્રદ્ધાળુ થયા અને લાયિક સમ્યકત્વ પામ્યા. નરકાયુષ્યનો સમ્યત્વ પહેલાં બંધ પડવાથી તેમને નરકમાં જવું પડ્યું છે. પણ ભવિષ્યમાં તે આ જ ક્ષેત્રમાં પહેલા તીર્થકર થવાના છે. શ્રીમદ્જી ઉપદેશછાયામાં લખે છે કે-“શ્રેણિક નરકમાં છે પણ સુખી છે કારણ કે સમકિતી છે.” વળી મોક્ષમાળામાં અનાથી મુનિના પાઠમાં, શ્રેણિક કેમ સમકિત પામ્યા તે હકીકત વર્ણવેલી છે. Scanned by CamScanner Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૧૮૭) પદ્દર્શન સમુચ્ચય આ અપૂર્વ કૃતિ શ્રી હરિભદ્રાચાર્યની છે. એમાં ષટ્કર્શનનું વર્ણન છે. તેમાં પણ મુખ્યપણે જૈનદર્શનનું વર્ણન છે. આ ગ્રંથ પર શ્રી ગુણસુંદરસૂરિની સુંદર સંસ્કૃત ટીકા છે. તેનું ગુજરાતી ભાષાંતર થયું હતું અને શ્રીમદે એનું ફરી ભાષાંતર કરવાની સૂચના કરી હતી. આચાર્યશ્રી છ દર્શનોનાં નામ આ પ્રમાણે આપે છે બૌદ્ધ નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય. બધા દર્શનોમાં દેવ સંબંધી, જગત સંબંઘી, પ્રમાણ બંધ તથા મોક્ષ સંબંધી જુદા જુદા અભિપ્રાયો છે, બધા દર્શનોના દેવો ભિન્ન છે; પ્રમાણ સંખ્યામાં પણ ભેદ છે; કોઈ ઈશ્વરને જગતનો કર્તા માને છે, ત્યારે અન્ય દર્શનવાળા સ્વતઃ સિદ્ઘ માને છે. તેથી આ ગ્રંથમાં બધા દર્શનોની સામાન્ય માન્યતાઓ દર્શાવીને, તેમ માનતાં જે દોષો આવે છે તેનું સવિસ્તર કથન કરેલું છે. જેમકે વસ્તુને એકાંત ક્ષણિક માનતાં લોકવ્યવહાર તથા પરમાર્થની હાનિ થાય છે, તે જ પ્રમાણે પદાર્થને એકાંત નિત્ય માનતાં પણ અનેક વિરોધો આવે છે. જો વસ્તુ એકાંતે એકરૂપે જ રહે, કોઈ પ્રકારે પણ તેમાં પરિવર્તન ન થઈ શકે તો બંધ તથા મોક્ષ આદિ વ્યવસ્થા પણ ન થઈ શકે. આવી રીતે આચાર્યે મધ્યસ્થતાથી દોષોનું નિવારણ કરીને સ્યાદ્વાદ રીતે વસ્તુસ્વરૂપ માનવાની ભલામણ કરી છે. શ્રીમદ્ભુએ ગાંધીજીને ધર્મમંથનકાળમાં આ શાસ્ત્ર વાંચવાની ભલામણ કરી હતી. છ દર્શનની માન્યતા સાંખ્ય યોગ નૈયાયિક બૌદ્ધ હા હા હા હા હા ના ના ના હા હા હા ના ના હા ના ના હા હા હા (૧૮૮) સનત્કુમાર ચક્રવર્તી જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૭૦-૭૧ અને ભાવનાબોધ પંચમ ચિત્ર ઃ અશુચિ ભાવના. આમાં વિશેષ એટલું જાણવું જરૂરી છે કે એ ચક્રવર્તી છ ખંડનું રાજ છોડી જતા રહ્યા, પણ એમનું ભોગાવલી કર્મ બાકી હોવાથી છ મહિના સુધી એમનું અંતઃપુર એમની પાછળ ફર્યું તોપણ એમણે એની સામું પણ જોયું નહીં. Scanned by CamScanner ૧૧૨ આત્મા વેદાંત જૈન નિત્ય અનિત્ય પરિણામી ના અપરિણામી હા સાક્ષી હા સાક્ષી-કર્તા ના હા | ના |૫| હા ના ના હા ૬૭ હા ના ||ર Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૩ (૧૮૯) સમયસાર આ અપૂર્વ અધ્યાત્મશાસ્ત્રના કર્તા શ્રીમાન કુંદકુંદાચાર્ય છે. શ્રી કુંદકુંદના અન્ય થોની જેમ આ રચના પણ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે. આ નિશ્ચયનયનો ગ્રંથ છે અને એમાં પ્રઘાનપણે શુદ્ધ આત્મતત્ત્વનું કથન છે. ન આચાર્ય લખે છે કે કામ, ભોગ તથા બંઘની કથા આ જીવે અનેક વાર મળી છે. જીવના પરિચયમાં આવેલી છે તથા અનભવેલી છે પણ જીવને એકત્વ દ્ધાત્મતત્ત્વ)ની કથાની પ્રાપ્તિ અતિશય કઠિન છે. આગળ લખે છે કે વ્યવહારનય અભૂતાર્થ છે. નિશ્ચયનય ભૂતાર્થ છે. ભૂતાર્થનયના વિષયને આશ્રય કરનારા જીવને સમ્યગ્દર્શન હોય છે. પરંતુ જે જીવો ઉત્કૃષ્ટ દશાને પામ્યા નથી અને પરમાર્થ સમજવાના ઇચ્છુક છે એવા નીચી દશામાં રહેલા જીવોને વ્યવહારનયથી ઉપદેશ કરવો યોગ્ય છે. આત્મા પરદ્રવ્યનો કર્તા તથા ભોક્તા છે એ પણ એક પ્રકારે જીવની ભ્રાંતિ છે, તેમ માનવાથી આત્માને પરદ્રવ્યરૂપ થવાનો પ્રસંગ આવે છે. માટે આત્મા દરેક અવસ્થામાં પોતાના ભાવોનો જ કર્તા તથા ભોક્તા છે. અધ્યાત્મદ્રષ્ટિએ જીવાદિ સાતે તત્ત્વોનું સ્પષ્ટ વિવેચન કરીને આત્માને પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન બતાવ્યો છે. જૈનમાં અધ્યાત્મનો આ એક જ ગ્રંથ બીજા ઘણાં અધ્યાત્મશાસ્ત્રોનું બીજ છે. શ્રીમજી પછી આ ગ્રંથનો ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો પ્રચાર થયો છે. દિગંબરોમાં એનો પ્રચાર વઘારે છે. એની બે સંસ્કૃત ટીકાઓ છે : શ્રી અમૃતચંદ્રાચાર્યત આત્મખ્યાતિ ટીકા અને શ્રી જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ. શ્રી અમૃતચંદ્રાચાર્યે ટીકા સાથે વચ્ચે વચ્ચે સમયસારના સારરૂપે સંસ્કૃત પદ્યાત્મક કળશના ૨૭૫ કાવ્ય લખ્યા છે જે અર્થસહિત અલગ ગ્રંથરૂપે પણ છપાયા છે. એ ટીકા પર પંડિત શ્રી જયચંદ્રજી છાબડાએ હિંદી ભાષામાં ટીકા લખેલી છે. એ ત્રણ ટીકાઓ સાથે એ ગ્રંથ પરમકૃતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલો છે. એનો ગુજરાતી અનુવાદ પણ સોનગઢથી પ્રગટ થયો છે. - શ્વેતાંબર સંપ્રદાયમાં પણ એક સમયસાર પ્રકરણ નામનો નાનો ગ્રંથ છે. તેમાં પણ સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્રનું સંક્ષિપ્ત વર્ણન છે. શ્રી કુંદકુંદાચાર્યના સમયસાર કરતાં આની કથનશૈલી ભિન્ન છે. (૧૦૦) સમયસાર નાટક સમયસારની શ્રી અમૃતચંદ્રાચાર્યની આત્મખ્યાતિ ટીકા અને કળશના આઘારે શ્રી બનારસીદાસે આ સમયસાર નાટકની પુરાની હિંદીમાં પદ્યાત્મક રચના કરી છે. એ માત્ર પદ્યાનુવાદ નથી, પણ મૌલિક અને સ્વતંત્ર ગ્રંથરચના છે. આ નાટકનો મુખ્ય પાત્ર આત્મા છે અને તે કર્મો પ્રમાણે સંસારરૂપી રંગમંચ પર નાચ્યા કરે છે. Scanned by CamScanner Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત આના બધા અધિકાર સમયસાર પ્રમાણે જ છે, પણ છેલ્લે ગુણસ્થાન અધિકાર ઉમેર્યો છે. ભાષાશૈલી અને અધ્યાત્મની દૃષ્ટિએ બહુ જ ઉત્તમ ગ્રંથ છે. (૧૯૧) સમવાયાંગ આ અગિયાર અંગોમાંનું ચોથું અંગ છે. કર્તા શ્રી સુધર્માસ્વામી છે. એમાં સમ્યક્ત્રકારે જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન કરવામાં આવેલું છે. આ અંગમાં સ્વસમય તથા પરસમય પણ સમજાવવામાં આવ્યા છે. લોક, અલોક તથા લોકાલોકની પણ યથાર્થ પ્રરૂપણા છે. અત્યારના ઉપલબ્ધ સૂત્રમાં તો એક સંખ્યાવાળા, બે સંખ્યાવાળા, ત્રણ સંખ્યાવાળા ભાવોનું વિશેષપણે વ્યાખ્યાન કરેલું છે. જેમકે ચાર કષાય છે, ચાર ધ્યાન છે, ચાર વિકથાઓ છે, ચાર સંજ્ઞાઓ છે. ચાર પ્રકારે બંધ છે. ત્યાર પછી પાંચ પાંચ વસ્તુઓ માટે સૂત્ર છે. પછી છ, સાત, આઠ ઇત્યાદિ માટે સૂત્રો છે. (૧૯૨) સમ્મતિ તર્ક આ ગ્રંથના કર્તા મહાન તાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર છે. આચાર્યશ્રી જૈનોના બન્ને સંપ્રદાયોને સરખી રીતે માન્ય છે. દિવાકરજીની આ રચના એમના અગાઘ પાંડિત્યને વિશેષપણે પ્રગટ કરે છે. એમાં મુખ્ય ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં નયોની ગહન ચર્ચા કરીને સાત નયોનું વિવેચન કરેલું છે. બીજા કાંડમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ તથા કેવલી ભગવાનને તે બન્ને સાથે હોય છે કે સમયાન્તરે તેની લાંબી ચર્ચા કરીને દિવાકરજી બન્નેને એક સાથે કહે છે. ત્રીજા કાંડમાં સામાન્યવિશેષ, ભેદ-અભેદ, દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું વ્યાખ્યાન છે. એક સ્થળે શ્રી દિવાકરજી જણાવે છે કે સૂત્ર એ અર્થનું સ્થાન છે. પણ માત્ર સૂત્રથી અર્થની પ્રતિપત્તી થતી નથી, અર્થનું જ્ઞાન પણ ગહન નયવાદને આશ્રિત હોઈ દુર્લભ છે. તેથી સૂત્ર શીખનારે અર્થ સમજવા અવશ્ય યત્ન કરવો; કેમકે અકુશલ ધૃષ્ટ આચાર્યો આથી શાસનની વિડંબના કરે છે. અને એક સ્થળે તેઓ કહે છે : ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાનશૂન્ય માત્ર ક્રિયા એ બન્ને એકાંત હોઈ જન્મમરણના દુઃખથી નિર્ભયપણું આપવા અસમર્થ છે. એટલે જ્ઞાન અને ક્રિયાનો યથાયોગ્ય સમન્વય જ જીવને સંસારના બંધનોથી મુક્ત કરી શકે છે. એ ગ્રંથનું અપર નામ સમ્મતિસૂત્ર પણ છે. એના પર શ્રી અભયદેવસૂરી રચિત એક વિશાલ અને અતિશય ગહન સંસ્કૃત ટીકા છે જે પ્રકાશિત થઈ ચૂકી છે. શ્રીમદ્ભુએ મોક્ષમાળામાં આ ગ્રંથનો સંદર્ભગ્રંથ તરીકે નિર્દેશ કરેલો છે. Scanned by CamScanner Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૫ (૧૯૩) સહજાનંદસ્વામી વિ.સં. ૧૮૩૭ની ચૈત્ર શુક્લ નવમીના દિવસે અયોધ્યાની પાસે આવેલા છપિયા ગામના એક સરરિયા બ્રાહ્મણ કુટુંબમાં શ્રી સ્વામીનારાયણનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ધર્મદેવ તથા માતાનું નામ ભક્તિદેવી હતું. માતાપિતાએ બાળકનું નામ ઘનશ્યામ પાડ્યું હતું. બાળક નાની વયથી જ અલૌકિક હતો. કારણવશાત્ ધર્મદેવ પોતાના છપિયા ગામનો ત્યાગ કરીને અયોધ્યામાં આવીને રહ્યા. ત્યાં થોડાક દિવસમાં ઘનશ્યામના માતાપિતા દેવલોક પામ્યા. તેથી તે ઘરનો બધો ભાર પોતાના મોટા બે ભાઈઓ ઉપર નાખી ઘરથી નીકળી પડ્યો. અનેક તીર્થોમાં પરિભ્રમણ કર્યું અને પોતાનું નામ બદલીને નીલકંઠવર્ણી રાખ્યું. ફરતા ફરતા નીલકંઠવર્ણી લોજપુર નગરમાં આવ્યા. ત્યાં શ્રી રામાનંદસ્વામીનો આશ્રમ હતો. મુક્તાનંદ, સુખાનંદ આદિ ઘણા સંતો ત્યાં રહેતા હતા. શ્રી રામાનંદના ગુણોથી ખેંચાઈને નીલકંઠવર્ણીએ તેમની પાસે ભગવતી દીક્ષા ગ્રહણ કરી. એમનું નામ નારાયણમુનિ રાખવામાં આવ્યું. તે થોડા જ સમયમાં પોતાના ગુણોને લીધે રામાનંદજીના પ્રધાન શિષ્ય બન્યા. રામાનંદના કાળ કર્યા પછી સ્વામીનારાયણ વિશેષ પ્રકાશમાં આવ્યા. લોકો એમને ભગવાનનો સાક્ષાત્ અવતાર માનવા લાગ્યા. ચમત્કારને લીધે એમનો ખૂબ જ પ્રભાવ વધ્યો. પોતાના સંપ્રદાયમાં તે અનેક નામોથી ઓળખાય છે તોપણ આટલા મુખ્ય છે—હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, શ્રી હરિ, ઘનશ્યામ, સરયૂદાસ, નીલકંઠવર્ણી, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, શ્રી સ્વામીનારાયણ અને નારાયણમુનિ. એમણે જનહિતાર્થે શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ બનાવ્યો છે જે એમના સંપ્રદાયમાં મુખ્ય મનાય છે. એમના ઉપદેશોના સંગ્રહને વચનામૃત કહે છે, જેને એમના અનુયાયીઓ બહુ આદરની દૃષ્ટિથી જુએ છે. (૧૯૪) સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સૌરાષ્ટ્રના સાયલા ગામના એ પ્રસિદ્ધ મુમુક્ષુ હતા. તેમનો જન્મ સં. ૧૮૮૦ અને દેહત્યાગ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના રોજ થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ કોઈ કારણસર મારવાડ ગયેલા. ત્યાંના કોઈ યતિને પ્રસન્ન કરી તે સુધારસ નામની ચિત્તને સ્થિર કરવાની ક્રિયા શીખી લાવેલા. તે પ્રયોગમાં તે ઘણો વખત ગાળતા, એક ઓરડામાં બેસી રહેતા. તેમણે સુધારસ સંબંધી સૌભાગ્યભાઈને તથા ડુંગરશી ગોસળિયાને સમજૂતી આપી હતી. શ્રીમદ્ રાજચંદ્રનું નામ તેમણે સાંભળ્યું ત્યારે સૌભાગ્યભાઈને કહેલું કે રાયચંદભાઈ પ્રભાવક પુરુષ માટે તેમને સુધારસ બતાવજો. તેથી સૌભાગ્યભાઈ શ્રીમદ્ભુને મળવા મોરબી ગયા. શ્રીમદ્ભુ તે વખતે મોરબી હતા. શ્રીમદ્ભુએ તેમના આવ્યા પહેલાં એક છે Scanned by CamScanner Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ચિઠ્ઠીમાં લખી રાખેલ કે આજે સૌભાગ્યભાઈ આવવાના છે, સુધારસ સંબંધી વાત કરવાના છે. સુધારસ એ આત્મા નથી—આત્મા એથી પર છે. તે આવ્યા ત્યારે શ્રીમદે કહ્યું “પધારો, સૌભાગ્યભાઈ.” એમ કહી પાસે બેસાડી ચિઠ્ઠી તેમને આપી. તે વાંચી તેમને સાનંદાશ્ચર્ય અને બહુમાન પ્રગટ્યાં. પછી તો એ એમના ગાઢ પરિચયમાં આવ્યા અને પ્રેમ-સમાધિમાં લીન રહેતા. સૌભાગ્યભાઈને સાત પુત્રીઓ અને બે પુત્રો હતા અને આજીવિકાનું સાધન અપૂરતું હતું. એટલે શ્રીમદ્ન લબ્ધિ-સિદ્ધિના પ્રયોગથી પોતાનું દુઃખ નિવારવા વારંવાર વિનંતી કરતા. શ્રીમદે બોધપત્રોથી એમની એ ઇચ્છા નિર્મૂલ કરી અને છેવટે સૌભાગ્યભાઈએ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કરી લખ્યું : માંગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના અનંત આનંદ આગળ ખેદ નહીં પામીએ. શ્રી જૂઠાભાઈના દેહત્યાગ પછી ઘણા પત્રો શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખાયા છે. પરાભક્તિની તેમને પ્રાપ્તિ થઈ અને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ તેમને અર્થે રચવામાં આવ્યું હતું. પોતાના જીવનના છેલ્લા પખવાડિયામાં સં ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ રવિવારે તેઓ શ્રીમદ્ભુને લખે છે—“દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજાયામાં આવતો નહોતો. પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ પ્રગટ જુદા દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે, તે આપને સહજ જાણવા લખ્યું છે. વગર ભણ્યે વગર શાસ્ત્ર વાંચ્ચે થોડા વખતમાં આપના બોઘથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચીસ વર્ષેય થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. ગોસળિયા વિષે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખીને મોટી પાયરીએ ચઢાવશો એ જ વિનંતી.’’ તેમના દેહત્યાગ વખતે શ્રી અંબાલાલ નામના ખંભાતના મુમુક્ષુ તેમની સેવામાં હાજર હતા. તેમણે તેમની ગંભીર વેદનામાં ધર્મની જાગૃતિ રહે તે અર્થે મંત્ર શબ્દ કાને નાખવા માંડ્યો ત્યારે તે બોલ્યા—‘વારે વારે શું કહે છે ? આ જીવને બીજો લક્ષ ન હોય; એ જ મારો લક્ષ છે.’’ શ્રીમદ્ભુએ શ્રી સૌભાગ્યભાઈની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા, જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો અદ્ભુત નિશ્ચય આદિ સદ્ગુણો પત્રાંક ૭૮૨, ૭૮૩ માં વખાણ્યા છે. Scanned by CamScanner Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૭ શકત (૧૫) સંગમદેવ એક સમય સૌઘર્મેન્દ્ર સર્વ સભાને ઉદ્દેશીને સ્વર્ગમાં આ પ્રમાણે કહ્યું–“હે જમવાસી દેવતાઓ! શ્રી વીર ભગવાનનો અપાર મહિમા સાંભળો. એ પ્રભુ શ્રી અત્યંત વિરક્ત છે, કામ, ક્રોધ, માન, માયા, લોભાદિ દોષો તેમને આશા તા નથી. પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાને દેવતાઓ, અસુરો, યક્ષો, અશો. મનુષ્યો કે ત્રિલોક્ય પણ શક્તિમાન નથી.” ઇંદ્રના આવા વચનો સાંભળી ભવ્ય અને તીવ્ર મિથ્યાત્વવાળો સંગમદેવ ઈર્ષાથી કંપતો આ પ્રમાણે બોલવા થો-“હે દેવેન્દ્ર! મનુષ્ય કીટની આટલી બધી પ્રશંસા શી?” પછી તે સંગમદેવ અગવાન મહાવીરને ધ્યાનથી ચલિત કરવા અનેક કષ્ટો તથા ઉપસર્ગો કરવા લાગ્યો, અને છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો કર્યા, તો પણ ભગવાન અંશ માત્ર ચલિત થયા નહીં. શ્રીમદ્જી એ વિષે ઉપદેશછાયામાં લખે છે કે “મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીઘા.” ' (૧૯૬) સુખલાલ છગનલાલ સંઘવી લીંબડીના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી સુખલાલભાઈ તીવ્ર પ્રજ્ઞાવંત, શાંત ગુણગંભીર હતા. પૂર્વના સત્સંસ્કારના બળથી તથા સત્પષ્યના ઉદયથી શ્રી સુખલાલભાઈને શ્રીમન્નાં દર્શન થતાં જ, આ જ સત્પરુષ છે, પરમેશ્વરતુલ્ય પૂજ્ય છે એવો ભક્તિભાવ પ્રગટી ઊઠ્યો હતો. વિરમગામમાં તે મિલમાં નોકરી કરતા હતા. શ્રીમદ્ રાજચંદ્ર તેમને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. તીવ્ર જિજ્ઞાસુદશાવંત શ્રી સુખલાલભાઈએ તેમના બોઘ અને સમાગમનો અપૂર્વ લાભ લીઘો હતો. તે વખતે નાથીબાઈ નામે કન્યાશાળાની શિક્ષિકા ભાવસાર જ્ઞાતિની વિઘવા બાઈ શ્રીમદ્ભા સમાગમમાં આવેલાં. તે ઘણા વૈરાગ્યવંત અને સુજ્ઞ બાઈ હતાં. શ્રી દેવકીર્ણમુનિશ્રીના બોઘથી તેને પોતાનું જીવન ધર્મમય ગાળવાની ભાવના થયેલી તથા શ્રી લલ્લુજી મુનિ દ્વારા શ્રીમદ્જી પ્રત્યે તેને બહુમાન થયેલું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેહાધ્યાસ છોડાવવા તથા તેની પરીક્ષા અર્થે રાવેલું કે માથાના બઘા વાળ મુંડાવી, સ્નાન કરી, દેરાસરમાં જઈ ભગવાનનાં સીન કરી અહીં આવશે તો અમે પરમાર્થમાર્ગ બતાવીશું. તે સરળ બાઈ અક્ષરશઃ ભ વતી શ્રીમદ્જી પાસે આવી, તેને તેમણે મૂળમાર્ગનો બોઘ કર્યો. તે લક્ષમાં લઈ જીવનપર્યત ભક્તિભાવ તેણે ટકાવી રાખ્યો હતો. Scanned by CamScanner Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત શ્રી સુખલાલભાઈને શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષુઓના પત્રોના સંગ્રહની નકલ મોકલી હતી તેનો તે ભક્તિપૂર્વક અભ્યાસ કરતા હતા. “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો.” એ સં. ૧૯૫૭ ફાગણ વદ ૩ નો પત્ર નં. ૯૫૧ શ્રી સુખલાલભાઈ ઉપર લખાયેલો છે. ભરૂચમાં મીલમાં નોકરી છેવટનાં વર્ષોમાં તે કરતા હતા. પ્લેગના કારણે ભરૂચમાં સમાધિપૂર્વક તેમનો દેહ છૂટ્યો હતો. (૧૯૭) સુદર્શન શેઠ જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૩૩ (૧૯૮) સુભૂમ ચક્રવર્તી જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૨૫ (૧૯) સુંદરવિલાસ સુંદરવિલાસ એ સુંદરદાસજીની કવિતાઓનો સંગ્રહ છે. સુંદરદાસ દાદુપંથના એક મહાત્મા હતા. એમનો જન્મ વિ.સં.૧૯૫૩ માં જયપુરની રાજધાની ઘોસા નગરીમાં બૂસર ગોત્રના ખંડેલવાલ વણિક કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ પરમાનંદજી અથવા ચોખા અને માતાનું નામ સતી હતું. પાંચ વર્ષની ઉંમરે તેઓ દાદુ દયાલના શિષ્ય થયા હતા. એમનો સ્વભાવ શાંત અને આકર્ષક હતો. અગિયાર વર્ષની ઉંમરે તેઓ દાદુ દયાલના શિષ્ય રજબજી અને અન્ય સાઘુઓ સાથે કાશી ગયા અને વીસ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, વ્યાકરણ, પુરાણ, વેદ અને અન્ય દર્શનોનો અભ્યાસ કર્યો. તેમના સુંદરવિલાસ” અને “જ્ઞાનવિલાસ' ગ્રંથ વઘારે પ્રસિદ્ધ છે, જે એમના કોઈ શિષ્ય સંકલન કરીને છપાયેલ છે. સુંદરવિલાસ ગ્રંથ ૨૪ પ્રકરણ (અંગ) માં વહેંચાયેલો છે અને જ્ઞાનસમુદ્ર ગ્રંથમાં પાંચ દુલાસ છે. પહેલા હુલાસમાં ગુરુ અને શિષ્યના લક્ષણો, બીજા હુલાસમાં પ્રેમલક્ષણા ભક્તિ, ત્રીજામાં યોગમાર્ગ, ચોથામાં સાંખ્યતત્ત્વ અને પાંચમામાં ચાર અભાવ વર્ણવીને આધ્યાત્મિક જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. જ્ઞાનવિલાસ અને સુંદરવિલાસમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગનું મહત્વ સમજાવ્યું છે. એમના હૃદયમાં અપાર ગુરુભક્તિ હતી એમ એમની કવિતા પરથી સિદ્ધ થાય છે. કવિતા કરવામાં એ અતિશય નિપુણ હતા. હિંદીના ઉત્તમ કવિઓમાં એમની પણ ગણતરી છે. સુંદર અષ્ટક, જ્ઞાનવિલાસ આદિ ૪૨ ગ્રંથો એમણે રચ્યા છે. તે ગ્રંથોનો વિષય મુખ્યપણે વૈરાગ્ય ને ભક્તિ છે. શ્રીમદ્જીએ સુંદરદાસને માર્ગાનુસારી જીવોમાં ગણ્યા છે. એમનો દેહાંત ૯૩ વર્ષની ઉંમરે વિ.સં.૧૭૪૨ માં સાંગાનેરમાં થયો હતો. Scanned by CamScanner Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૯ વિષે તેમનું કાવ્ય બહુ સુંદર છે ઃ તૃષ્ણા જો દશ વીસ પચાસ ભયે શત, હોઈ હજાર તૂ લાખ મળેગી, કોટી અરબ્ધ, ખરબ્ધ, અસંખ્ય, ઘરાપતિ હોનેકી ચાહ જગેગી; સ્વર્ગ-પાતાલકું રાજ કરો, પૃષણા અધિક આગ લગેગી, સુંદર એક સંતોષ વિના શઠ, તેરી તો ભૂખ કદી ન ભગેગી. (૨૦૦) સુંદરી એ ભગવાન ઋષભદેવની પુત્રી હતી. એ વિષે આ જ પુસ્તકમાં ‘(૧૧૧) બ્રાહ્મી અને સુંદરી' માં માહિતી આપી છે. (૨૦૧) સૂત્રકૃતાંગ આ આગમગ્રંથ છે. એના પ્રણેતા શ્રી સુધર્માસ્વામી છે એમ કહેવાય છે. બાર અંગમાં પ્રથમ અંગ આચારાંગસૂત્ર છે જેનો વિષય આચાર છે, છતાં સૂત્રકૃતાંગમાં પણ આચારના મૂળરૂપ જ્ઞાનને લગતું ઘણું કહ્યું છે. આ આગમમાં બે શ્રુતસ્કંધ છે, તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને બીજા સ્કંધમાં સાત એમ બધા મળીને ત્રેવીશ અધ્યયન છે. એ વિષય દ્રવ્યાનુયોગનો છે. પ્રથમ સમયાખ્યા નામનું અધ્યયન છે જેમાં સ્વસમય તથા પરસમયની પ્રરૂપણા સારી રીતે કરી છે. તેની શરૂઆતમાં ભગવાન કહે છે કે હે ભવ્યજીવો, તમે બંધન (જ્ઞાનાવરણ, મિથ્યાત્વ આદિ)ને જાણો, પરન્તુ જાણીને સંતોષ માની લેવાનું નથી, માટે ફરી કહે છે કે તે બંધનોને જાણીને છેદો. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે ભગવાન ! બંધન શું ? અને બંધનનાં કારણ કયાં કે જે જાણીને તે છેદી શકાય ? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે જ્ઞાનાવરણાદિ કર્મને તું બંધન જાણ તથા તે કર્મ બંધાવાનાં કારણ આરંભ પરિગ્રહ છે. જ્યાં આરંભ પરિગ્રહ હોય છે, ત્યાં અવશ્ય પ્રાણાતિપાત હોય છે. એટલે પરિગ્રહના સદ્ભાવમાં જીવ કોઈ ને કોઈ રીતે અવશ્ય હિંસા કરે અથવા કરાવે છે. આત્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધા વિનાનો આરંભ પરિગ્રહનો ત્યાગ એ વાસ્તવિક ત્યાગ ન ગણાય તેથી આગળ જીવતત્ત્વના નિર્ણય માટે, પ્રથમ અનેક પ્રકારની માન્યતાઓ, જેમ કે કોઈ આત્માને પંચભૂતરૂપ માને ઇત્યાદિ બતાવી આત્મતત્ત્વની યથાર્થ પ્રતીતિ કરાવી છે. અન્ય દર્શનીઓ જે પ્રમાણે જીવતત્ત્વને માને તેટલું જ જાણવાથી આત્માનો નિશ્ચય થતો નથી પણ મુમુક્ષુ વધારે મૂંઝવણમાં પડી જાય છે. છે આનું બીજું અધ્યયન વૈતાલીય નામનું છે. તેને વાંચવાની શ્રીમદ્ભુએ ખાસ ભલામણ કરી છે. કારણ કે એમાં જે વિષય છે તે આત્માર્થી જીવોને અત્યંત ઉપયોગી છે, વૈરાગ્યપોષક છે. તે અઘ્યયનની પ્રથમ ગાથામાં ભગવાન કહે છે કે અહો ભવ્યો ! Scanned by CamScanner Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત તમે સમજો, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવર્તી કારણ કે આવો અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. તો આવો અવસર પામીને કેમ નથી સમજતા? જે આ અવસરે ઘર્મ નહીં આદરે તેને બોબીજની પ્રાપ્તિ દુર્લભ છે. શ્રીમદ્જીએ ઘણાં પત્રોમાં આ આગમ વાંચવાની મુમુક્ષઓને આજ્ઞા આપી છે. પૂ.બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોઘમાં પુષ્પ ૫૪ માં આ વૈતાલીય અધ્યયન પર સુંદર જાગૃતિપ્રેરક વર્ણન કર્યું છે. (૨૦૨) સુદ્રષ્ટિતરંગિણી સુદ્રષ્ટિતરંગિણી પં. ટેકચંદજીની સ્વતંત્ર રચના છે. સંસ્કૃત તથા પ્રાકૃત શાસ્ત્રોના અનુવાદની અપેક્ષાએ સ્વતંત્ર ગ્રંથનિર્માણ એક કષ્ટસાધ્ય કાર્ય છે. એને માટે ગંભીર અધ્યયનની જરૂર હોય છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'ની જેમ આ ગ્રંથ પણ દિગંબર જૈન સમાજમાં ખૂબ પ્રચાર પામેલો છે. ગ્રંથકારે પોતાની વાતને આ ગ્રંથમાં બહુ સારી રીતે મૂકી છે જેથી સ્વાધ્યાયપ્રેમીઓને એનો સ્વાધ્યાય કરતાં મુશ્કેલી નડતી નથી. આ ગ્રંથમાં ૪૨ પર્વ છે. તે પર્વોમાં જુદા જુદા વિષયો પર સચોટ વિવેચન છે. એક સ્થળે કર્તા લખે છે કે “આંધળા સામે દીપક, બહેરા પાસે ગાન તથા નપુંસક પાસે સ્ત્રીના હાવભાવ જેમ વ્યર્થ છે, તેમજ તત્ત્વરુચિ વગરના મુખે આગળ ઘમપદેશ પણ વૃથા છે. આ ગ્રંથ વિદ્વધર પં. ટેકચંદજીએ વિક્રમ સં. ૧૮૩૮ના શ્રાવણ સુદ ૧૧ ના દિવસે ભદ્રશાલપુરમાં લખીને સમાપ્ત કર્યો હતો, એમ ગ્રંથના છેલ્લા પદથી જણાય છે. (૨૦૩) સ્વામિ કાર્તિકેયાનુપ્રેક્ષા કાર્તિકેય સ્વામી બાલ બ્રહ્મચારી હતા. એમની આ કૃતિ છે. આ ગ્રંથમાં શું છે? તે નામ પરથી સ્પષ્ટ જણાય છે. એટલે બાર અનુપ્રેક્ષા(ભાવના)ઓનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. આ ભાવનાઓ મુમુક્ષુઓને વૈરાગ્યોત્પાદક હોવાથી પઠન તથા મનને યોગ્ય છે. કારણ કે અનુપ્રેક્ષાઓ વૈરાગ્યની જનની છે. એક સ્થળે આચાર્ય લખે છે કે- સમ્યકત્વ છે તે મહાન રત્ન છે; સર્વ યોગોમાં તે જ ઉત્તમ યોગ છે; તે જ મહામંત્ર છે, તથા સર્વ પ્રકારના કાર્ય કરનાર પણ તે જ છે. (૨૦૪) હરિભદ્રાચાર્ય શ્રી હરિભદ્રાચાર્ય શ્વેતાંબર સંપ્રદાયમાં એક સમર્થ અને પ્રભાવશાળી વિદ્વાન થઈ ગયા છે. તે ચિત્રકૂટના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. પાંડિત્યના અભિમાનમાં આવીને હરિભદ્ર એવી પ્રતિજ્ઞા લીધી કે જેનું કહેવું હું ન સમજી શકું તેનો હું શિષ્ય થાઉં. એકદા જૈન સાધ્વી યાકિનીમહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પોતે સમજી ન શક્યા, માન મળ્યું. એટલે તે સાધ્વી પાસે શિષ્ય Scanned by CamScanner Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૨૧ થવા ગયા. સાધ્વીજીએ પોતાના ઘર્માચાર્ય જિનભટ પાસે દીક્ષા લેવા જણાવ્યું. વિખે ભગવતી દીક્ષા લીધી. એમણે પોતાના ગ્રંથોમાં ગ્રંથકર્તા તરીકે યાકિનીમહત્તરા (પુત્ર) એવો શબ્દ વાપયો છે. આમ તેઓ તેમના પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરે છે. આચાર્યશ્રીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોને બૌદ્ધદર્શન જાણવાની ઇચ્છા હોવાથી તેઓ વેશપલટો કરીને બૌદ્ધ વિદ્યાપીઠમાં જઈને શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. ઘર્મઅસહિષ્ણુતાને કારણે એ બન્ને શિષ્યો જૈન સાધુ હોવાની શંકા થતાં ત્યાંના અધિકારીઓએ જિનની પ્રતિમાને ચાલવાના માર્ગ પર રાખી અને તે પર પગ મૂકીને તેઓ ચાલે છે કે નહીં એ તેઓ જોવા લાગ્યા. તે શિષ્યોએ તે પ્રતિમાના કંઠ ઉપર ખડીથી ત્રણ રેખા કરી હવે આ જિનની પ્રતિમા નથી એમ ઘારી તેઓ તેના પર પગ મૂકીને ચાલ્યા ગયા. અધિકારીઓને ખબર પડી ગઈ અને તેઓ તે બન્નેને મારી નાખવા વિચારે છે એમ જાણીને હંસ અને પરમહંસે તે સ્થળનો ત્યાગ કર્યો. બૌદ્ધ રાજાનું લશ્કર પાછળ પડ્યું. હંસ આખર લડતાં મરાયો. પરમહંસ નાસીને ચિત્રકૂટ પહોંચ્યો ને સર્વ વૃત્તાંત ગુરુને કહી સંભળાવ્યો. ગુરુ હરિભદ્ર અત્યંત કુપિત થયા. બૌદ્ધો સાથે વાદવિવાદ કર્યો. “જે હારે તે ઘગઘગતા કડાયામાં પડે” એવી શરત હતી. બૌદ્ધાચાર્યો વાદમાં હારીને નાશ પામવા લાગ્યા તેથી હાહાકાર થઈ રહ્યો. હરિભદ્રના ગુરુએ કોપની શાંતિ માટે બે ગાથાઓ મોકલી જેથી આચાર્ય શાંત થયા, અને અપરાઘનું પ્રાયશ્ચિત્ત લીધું. આ આચાર્યે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે જેમાંથી કેટલાય ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. એમણે પોતાના ગ્રંથોમાં સર્વ દર્શનની સારી રીતે મધ્યસ્થપણે આલોચના કરી છે. “યોગ પર પણ આચાર્યે પોતાની લેખની ચલાવી છે તથા તે યોગને એક નૂતન સ્વરૂપ આપ્યું છે. શ્રીમજીએ એક પત્રમાં એમનો આ શ્લોક ટાંક્યો છે : पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।१॥ આ શ્લોક પરથી જ આચાર્ય મહારાજની મધ્યસ્થતાનું સહજમાં અનુમાન કરી શકાય છે. (૨૦૫) હેમચંદ્રાચાર્ય ધંધુકા નગરમાં ચાચગ નામનો એક સગૃહસ્થ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ પાહિની હતું. તેના પેટે એક બુદ્ધિમાન પુત્રે સંવત ૧૧૪પની કાર્તિકી પૂર્ણિમાને દિવસે જન્મ લીધો. તેનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. એક વખતે ફરતા ફરતા શ્રી દેવચંદ્રસૂરિ ત્યાં પઘાર્યા. તેઓનો ઘમોપદેશ સાંભળી બાળક ચંગદેવને તેમના શિષ્ય થવાની ઇચ્છા થઈ, અને તેમની સાથે ફરવા લાગ્યો. પછી આચાર્યે તે બાળકને Scanned by CamScanner Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત અતિશય બુદ્ધિશાળી જાણીને તેના માતાપિતાને યોગ્ય રીતે સમજાવીને તેને દીક્ષા આપી અને ચંગદેવને બદલે સોમચંદ્ર નામ રાખ્યું. સોમચંદ્ર અલ્પ સમયમાં જ એક પ્રૌઢ અને પ્રતિભાવાન વિદ્વાન બની ગયા તેથી આચાર્યે હેમચંદ્ર એવા નૂતન નામની સાથે તેમને આચાર્યપદ પ્રદાન કર્યું. હેમચંદ્રાચાર્યનું અપાર શાસ્ત્રજ્ઞાન જોઈને તે સમયના ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ તેમના પર બહુ ભક્તિભાવ ઘરાવતા હતા. સિદ્ધરાજના મરણ પછી કુમારપાળ ૫૦ વર્ષની વયે ગુર્જરદેશનો અધિપતિ થયો. તેણે કેટલાંક વર્ષો રાજ્યની વ્યવસ્થા કરવામાં તથા શત્રુઓને જીતવામાં ગાળ્યાં. કુમારપાળ રાજ્યપ્રાપ્તિ પહેલાં અનેક સંકટોમાંથી પોતાને ઉગારવા માટે આચાર્યનો ઉપકારવશ હતો. પોતાનું રાજ્ય સમર્પણ કરતા રાજાને આચાર્યે કહ્યું કે હે મહારાજ, અમે નિગ્રંથ છીએ. અમારે રાજ્યાદિનું શું પ્રયોજન ? જો તમે ખરેખર કંઈ આપવા ઇચ્છતા હો તો આ ત્રણ વસ્તુઓનું પાલન કરો : પ્રાણીઓની હિંસાને બંધ કરી બધાને અભયદાન આપો; માણસ જાતની અધોગતિના કારણરૂપ જુગાર, માંસ, શિકાર આદિનો નિષેધ કરો; અને પરમાત્મા મહાવીરની પવિત્ર આજ્ઞાઓનું પાલન કરી તેના સત્ય ધર્મનો પ્રચાર કરો. કુમારપાળ રાજાએ તે પ્રમાણે કર્યું અને પરમાર્હત બન્યો. તે પ્રભાવ શ્રી હેમચંદ્રાચાર્યનો હતો. આચાર્યની સાહિત્ય-સેવા અતિશય પ્રસિદ્ધ છે. એમણે ઘણા ગ્રંથો લખ્યા છે જેમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર બહુ પ્રસિદ્ધ છે. એમનું આયુષ્ય ૮૪ વર્ષનું હતું. શ્રીમદ્ભુ ઉપદેશનોંઘ ૮ માં એમના વિષે પોતાનો અભિપ્રાય જણાવતા કહે છે કે હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવક પુરુષના અભાવે જૈન દર્શનની હાલત દયનીય થઈ ગઈ. (૨૦૬) જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વર મહારાજની કરેલી ભગવદ્ગીતાની ટીકાનું નામ છે. ભગવદ્ગીતાની બીજી ટીકાઓ કરતાં આ ટીકા વિશેષ ખુલાસાઓથી ભરેલી છે. આના અભ્યાસથી સાધારણ માણસ પણ ગીતાના ગૂઢાર્થને સમજી શકે છે. આમાં અનેક દૃષ્ટાંતોથી ગીતામાં આવેલા વિષયોને વિશેષ સ્પષ્ટ તથા રોચક બનાવવામાં આવ્યા છે. સમાસ Scanned by CamScanner Page #130 -------------------------------------------------------------------------- ________________ Scanned by CamScanner