________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
૨૪
મધ્યરાત્રે દેવકીએ શ્રીકૃષ્ણને જન્મ આપ્યો. પુત્રજન્મના ખબર આપવા રાખેલા નોકરો તે સમયે નિદ્રાધીન થઈ ગયા. તેથી તરત જ દેવકીએ દાસીઓને મોકલીને વસુદેવને બોલાવ્યા તથા પુત્રની રક્ષા માટે પ્રાર્થના કરી. જો કંસને પુત્ર જન્મની ખબર પડશે તો તે જરૂર પુત્રને માર્યા વિના નહીં રહે. માટે આપ અહીંથી આને નંદના ગોકુળમાં લઈ જાઓ.
તરત જ સ્નેહાર્દ્ર વસુદેવ પુત્રને લઈને ચાલી નીકળ્યા. તે સમયે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉદ્યોત કર્યો. પુત્રના પુણ્ય પ્રભાવે નગરનો દરવાજો પણ ઊઘડી ગયો. વસુદેવ સકુશલ નંદને ઘેર પહોંચી ગયા. તે સમયે નંદની પત્ની યશોદાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. એટલે વસુદેવે તે પુત્રી લઈને પુત્રને ત્યાં ઘીરેથી મૂકી દીધો, અને દેવકી પાસે આવીને તે કન્યા મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરી બહાર ચાલ્યા ગયા. ત્યાર પછી ચોકીદારો જાગૃત થયા. અને શું જન્મ્યું? એમ પૂછતો કંસ પણ અંદર આવ્યો. કન્યાને જોઈને તે મનમાં બોલ્યો કે—આ કન્યા શું કરવાની છે ?
શ્રીકૃષ્ણ ગોકુળમાં મોટા થવા લાગ્યા. દેવકી કોઈ સમયે ગુપ્ત રીતે જઈને પુત્રને જોઈ આવતી. એક દિવસે કંસે દેવકીની તે કન્યાને જોઈ. તેથી ભય પામી તેણે ઘેર આવી વિદ્વાન નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું કે “દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું, તે વૃથા છે કે કેમ ?’’ નૈમિત્તિકે કહ્યું કે “મુનિનું કહેલું મિથ્યા થતું જ નથી. તમારો અંત લાવનાર દેવકીનો સાતમો ગર્ભ કોઈ પણ સ્થળે જીવતો છે એમ જાણજો. તેની પરીક્ષા અર્થે તમારો બળવાન બળદ, અશ્વ, ખર અને મેષ વૃંદાવનમાં મૂકો. જે એને વશ કરશે તે જ તમારો શત્રુ છે એમ નિશ્ચય જાણજો. વળી જે કાળીનાગને દમશે, ચાણ્રમલ્લનો વધ કરશે, તમારા પદ્મોત્તર ને ચંપક નામના બે હાથીઓને મારશે, તે જ તમને પણ મારશે.” પછી કંસે પરીક્ષા કરવા માંડી તેથી તેને ખબર પડી કે કૃષ્ણ મારો શત્રુ છે. ચાણ્ર કૃષ્ણને મલ્લયુદ્ધમાં મારી નાખશે એમ માની કંસે કૃષ્ણને પોતાના મલ્લ સાથે મલ્લયુદ્ધ કરવા કહ્યું. શ્રીકૃષ્ણે ચાણ્રમલ્લને મલ્લયુદ્ધમાં પ્રાણરહિત કર્યો. તેથી ભય પામીને ક્રોધપૂર્વક કંસ બોલ્યો કે આ બન્ને (બળરામ તથા કૃષ્ણ) ગોવાળોને મારી નાખો, વિલંબ કરો નહીં; અને આ બન્ને સર્પોનું પોષણ કરનાર નંદને પણ મારો. આવા વચનથી વિશેષ કુપિત થયેલા કૃષ્ણે કંસને સિંહાસનથી નીચે પાડી તરત જ પરલોક પહોંચાડી દીધો, તેના સુભટો રક્ષા માટે આવ્યા તેઓને બળરામે કાગડાઓની જેમ નસાડી મૂક્યા.
કંસની સ્ત્રી જીવયશાએ પોતાના પિતા જરાસંઘ પાસે જઈ શોકપૂર્વક બધી હકીકત કહી તેથી જરાસંઘે કહ્યું કે હું હમણા કંસના શત્રુઓને પકડી મગાવી તારી સમક્ષ હાજર કરું છું. તું ખેદ ન કર. પછી સમુદ્રવિજય પાસે જરાસંઘનો દૂત આવ્યો અને
Scanned by CamScanner