________________
પ્રસ્તાવના થીમદ રાજચંદ્ર ગ્રંથની આશ્રમ તરફથી પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૭માં કિત થઈ. તે વખતે શ્રીમદ્જીએ જે ગ્રંથો તથા વ્યક્તિઓ વિષે પોતાના બોમાં ઉલ્લેખ કરેલો છે તેમનો પરિચય પરિશિષ્ટરૂપે આપવાની ભાવનાછળ શ પાંડલિપિ તૈયાર કરવામાં આવેલી; અને એક-બે પૃષ્ઠ કંપોજ પણ કરાવેલા. પરન્ત કોઈ કારણસર અથવા પુસ્તકનું દેલ વધવાના ડરથી સામેલ કરવામાં આવેલું નહીં. એ પરિચયનું લખાણ મને આશ્રમના કબાટમાંથી મળેલ અને એ બે પદ્ધ કંપોજ કરેલા પણ મળ્યા હતા. તેના ઉપરથી મેં ઈ.સ.૧૯૭૬ માં ઉતારો કર્યો હતો.
આ લખાણ કોણે તૈયાર કરેલું તેની ચોક્કસ માહિતી નથી. અનુમાનતઃ પંડિતરત્ન શ્રી ગુણભદ્રજીએ આ લખાણ તૈયાર કરેલું છે. ગમે તેણે કર્યું હોય. પણ ઉપયોગી જરૂર છે. એટલે આ છપાવવાનું કામ હાથ ઘર્યું છે. ભાષાપ્રવાહની દ્રષ્ટિએ આવશ્યક સંશોઘન કર્યા છે, હકીકતદોષ ટાળ્યા છે. યોગ્ય લાગ્યું ત્યાં થોડો ઘણો ઉમેરો અને ફેરફાર પણ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમજીને મળેલા અમુક મુમુક્ષુઓ વિષે શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ, નિર્વાણ શતાબ્દી સ્મારક ગ્રંથ વગેરે પુસ્તકોમાં તેમણે પોતે લખાવેલો પરિચય છપાયેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં પણ શ્રીમદ્જીના ખાસ સમાગમીઓ વિષે કંઈક માહિતી મળે છે. તે સિવાય શ્રી સુબોઘક પુસ્તકાલય, ખંભાત તરફથી પ્રકાશિત “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ સંજીવની)' પુસ્તકમાં પણ અમુક મુમુક્ષુઓએ જાતે લખાવેલો પરિચય છપાયેલો છે. અત્રે બધી માહિતી ટૂંકામાં આપી છે. તા. ૧-૧-૨૦૧૬
લિ. અશોકકુમાર જૈન
મૂલ્ય રૂપિયા પચાસ ટાઈપ સેટિંગઃ ડિસ્કેન કોમ્યુ આર્ટ, આણંદ (ફોન ૦૨૬૯૨ ૨૫૫૦૨૧) મુકઃ ભગવતી ઓફસેટ, અમદાવાદ
Scanned by CamScanner