SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૦૯ (૧૮૨) શંકરાચાર્ય શંકરાચાર્ય અદ્વૈતમતના સ્થાપક મહાન આચાર્ય હતા. એમનો જન્મ વિ.સં. ૮૪૫માં કેરલ પ્રદેશમાં એક બ્રાહ્મણને ત્યાં થયો હતો. શંકર બાલ્યવયથી અદ્ભુત શક્તિવાળા હતા. એમ કહેવાય છે કે તેમણે એક વર્ષની વયમાં માતૃભાષાનો અભ્યાસ કર્યો હતો. બીજા વર્ષમાં માતાના ખોળામાં બેસીને અલૌકિક સ્મરણશક્તિને લીધે, માતાના મુખમાંથી નીકળેલાં પુરાણો વગેરેના આખ્યાનો કંઠસ્થ કર્યા હતા. ત્રીજા વર્ષમાં શંકરના પિતા શિવગુરુનું મૃત્યુ થયું. ચોથા વર્ષમાં જ્ઞાન પ્રગટ થયું. શંકરાચાર્યે નાનપણમાં સંન્યાસ લીધો હતો. એક દિવસ શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગાસ્નાન અર્થે જતા હતા. ત્યાં માર્ગમાં તેમને એક ચંડાલ મળ્યો. તેને ચંડાળ જાણીને શંકરે માર્ગમાંથી ખસી જવા કહ્યું. ચંડાલ બોલ્યો ઃ મહારાજ ! આપનું કથન છે કે આત્મા એક જ છે. તે અખંડ અવિનાશી શુદ્ધ સત્ ચિત્ આનંદમય છે. તો પછી આપ આમાં ભેદ શા માટે રાખો છો? અને મારી પાસે આવતાં કેમ ડરો છો ? જે આત્મા આપનામાં છે તે જ આત્મા મારામાં છે. તો પછી સ્પર્શાસ્પર્શનો ભેદ શો ? આવા જ્ઞાની થઈને પણ તમે આટલુંય સમજી શકતા નથી ? તમે કોને ખસવાનું કહો છો ? દેહને કે આત્માને ? જો તમે મારા દેહને દૂર કરવા ઇચ્છતા હો તો તે દેહ મારો ક્યાં છે ? જે વસ્તુમાંથી તમારો દેહ બન્યો છે, તેમાંથી જ મારો દેહ પણ બન્યો છે. એટલે દેહાપેક્ષાએ મારા તથા તમારામાં ભિન્નતા ક્યાં છે? બ્રહ્મ આપની માન્યતા પ્રમાણે સર્વવ્યાપક હોવાથી બ્રાહ્મણ તથા ચંડાલના શરીરમાં એક સરખો છે. તે સાંભળી શંકરાચાર્ય ઘણા જ પ્રસન્ન થયા. શંકરાચાર્યે અનેક પરવાદીઓને શાસ્ત્રાર્થમાં જીતીને પોતાના અનુયાયી બનાવ્યા હતા. પોતાના જીવનમાં એમણે લલિત પદ્યોમાં અનેક મધુર સ્તોત્રો તથા અનેક ગ્રંથો રચ્યા છે. ગીતા પર એમણે એક ભાષ્ય લખ્યું છે. એ ભાષ્ય એમની કીર્તિને અમર રાખે એવું છે. માત્ર બત્રીશ વર્ષની ઉંમરે એટલે વિ.સં. ૮૭૭માં તેઓ પરલોક પધાર્યા હતા. (૧૮૩) શાંતસુધારસ ભાવના શાંતસુધારસ ભાવના શ્રી વિનયવિજયજીની વૈરાગ્યપૂર્ણ રચના છે. આનો વિષય નામ પરથી જ સ્પષ્ટ જણાય છે. એમાં બાર ભાવનાઓનું સંસ્કૃતના શ્લોકોમાં પ્રતિપાદન કરેલું છે. એમની કાવ્યકળાની ખૂબી એ છે કે એમણે દેશી રાગોમાં સંસ્કૃતમાં કવિતાઓ બનાવી છે. GO દરેક ભાવનાની શરૂઆતમાં કેટલાક શ્લોકોથી તેનું વર્ણન કરી પછી એક એક Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy