SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય (૧૩પ) મદનરેખા મદનરેખા યુગબાહું રાજકુમારની પત્ની હતી. એક વાર યુગબાહુનો મોટો ભાઈ મણિરથ મદનરેખાનું સૌંદર્ય જોઈને મોહી ગયો. મદન રેખાને વશ કરવા રાજા પ્રકારના પદાથો તેની પાસે ભેટરૂપે મોકલવા લાગ્યો. મદનરેખા તેનું પાપ અા નહીં, તેથી સરળભાવે ગ્રહણ કરતી રહી. એક દિવસે મદનરેખાને એકાંતમાં જોઇને મણિરથે તેને અનેક જાતના પ્રલોભનો આપી પોતાની પાપવાસના તૃપ્ત કરવા ક. મદનરેખાએ રાજાને બોધ આપ્યો. પણ બધું પથ્થર પર પાણી હતું. - વસંતઋતુ આવી ત્યારે યુગબાહ પોતાની પ્રિયા સહિત ઉપવનમાં ક્રીડાથે ગયો. તીડા કરીને કદલીગૃહમાં સૂતો. તે સમયે મણિરથે અવસર જોઈને પોતાના ભાઈ ઉપર તરવારનો પ્રહાર કર્યો. મરણાસન્ન યુગબાહને મદનરેખાએ ઘીરજ ઘારણ કરી શાંતિપૂર્વક કહાં–હે વીર! વીરતા ઘારણ કરીને તમારું ચિત્ત શાંત રાખજો. કોઈ ઉપર રોષ કરશો નહીં. પોતાના જ કર્મથી પ્રાપ્ત થયેલું આ કષ્ટ તમે સહન કરજો. મારી ચિંતા ન કરતા. ઘર્મ તથા ભાગ્ય મારી સાથે છે. પછી પ્રભુ સ્મરણ કરતા ક્ષમાપૂર્વક યુગબાહુ નશ્વર શરીરનો ત્યાગ કરીને દેવલોકમાં દેવ થયો. સતી મદનરેખા પોતાનું શીલ બચાવવા રાત્રે જ ત્યાંથી નાસી છૂટી. તે ગર્ભવતી હતી એટલે જંગલમાં પુત્ર જન્મ્યો. મદનરેખા લૂગડાં ઘોવા પાસેના સરોવરમાં ગઈ કે તૂર્ત જ કોઈ જળહસ્તીએ તેને સુંઢ વડે માછલીની જેમ પકડી દડાની જેમ આકાશમાં ઉછાળી. તે સમયે આકાશમાર્ગે જતાં એક યુવાન વિદ્યાઘરે તેને આકાશમાંથી પડતી ઝીલી લીધી અને પોતાની કામવાસના તૃપ્ત કરવા કહ્યું. તેણીએ પેલા વિદ્યાધરને બધી હકીકત કહી સંભળાવી. વિદ્યારે કહ્યું, તમે પુત્રની ચિંતા ન કરો. તે યોગ્ય સ્થળે પહોંચી ગયો છે, એટલે પધરથ નામક રાજા તેને પોતાને ત્યાં લઈ ગયો છે. તમે મારી ઇચ્છાની પૂર્તિ કરો જેથી હું ઘન્ય થાઉં. મદન રેખાએ વિચાર કર્યો કે આ વિદ્યાઘર કામાવેશમાં ગાંડો થયેલો છે તેથી સમજશે નહીં. માટે ગમે તેમ કરીને કાલક્ષેપ કરવો ઉચિત છે. એમ વિચારી પેલા વિદ્યાધરને કહ્યું તમે પ્રથમ અને નંદીશ્વર કીપે લઈ જઈને દેવોને વંદાવો, ત્યાર પછી હું તમારું ઇષ્ટ કરીશ. મોહી વિદ્યાઘર મદનરેખાને વિમાનમાં બેસાડીને નંદીશ્વરદીપે લઈ ગયો; ત્યાં એક મુનિ બેઠા હતા. મુનિએ ઘર્મનો ઉપદેશ આપતાં કહ્યું કે, બ્રહ્મચર્ય મોક્ષનું કારણ છે, અને સર્વ સંપત્તિને આપનારું છે. સર્વ પ્રાણીએ તેને પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરવું જોઈએ. મુનિનો ઉપદેશ સાંભળી વિઘાઘરનો કામાવેગ ઊતરી ગયો, અને પોતાના Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy