SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૭૧ અતિશય વૃદ્ઘ, રોગી તથા મૃતકને જોઈ વૈરાગ્ય પામ્યા. તે દુઃખનાં કારણોનો વિચાર કરવા લાગ્યા, તથા તે કેમ ટળે ? આ દુનિયા શું હશે ? રોગ શા માટે આવે ? ઇત્યાદિ વિચાર કરતાં કરતાં ઘેર આવ્યા. પિતા પાસે જઈ બધી હકીકત કહીને સંસારત્યાગની આજ્ઞા માગી. પિતાએ આજ્ઞા ન આપી પણ એ ક્યાંય નાસી ન જાય એટલા માટે માણસોને સખત સંભાળ રાખવાનું કહ્યું. રાજપુત્ર સિદ્ધાર્થ રાજભવનથી નીકળવાનો માર્ગ શોધવા લાગ્યા. એક રાત્રે તે પોતાનાં પત્ની તથા પુત્રને સૂતાં છોડીને ચાલી નીકળ્યા. અનેક પ્રકારની તપસ્યાઓ પછી એમણે મધ્યમ માર્ગ ગ્રહણ કર્યો. પછી સારનાથમાં એમને બોધિની પ્રાપ્તિ થઈ એટલે એ બુદ્ધ કહેવાયા. આજે મહાત્મા બુદ્ધનો ધર્મ જગપ્રસિદ્ધ છે. આખા દેશના દેશ આ ઘર્મના અનુયાયી છે. સિંહલદ્વીપ (લંકા), તિબેટ, આસામ, સિયામ, બ્રહ્મદેશ, જાપાન, ચીન તથા યુરોપમાં પણ આ મત ફેલાયેલો છે. મહાત્મા બુદ્ધે અહિંસાને પરમધર્મ માનેલો છે. એમણે યજ્ઞમાં થતી ઘોર હિંસાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો, વેદો પ્રત્યે એમને રુચિ ન હતી. અત્યારે બુદ્ધના મતને લોકો ક્ષણિકવાદ કહે છે. બૌદ્ધમતમાં મુખ્ય દેવતા સુગત છે. એ સુગતદેવે ચાર આર્યસત્યો જણાવેલાં છે (૧) દુઃખ (૨) સમુદય (૩) માર્ગ અને (૪) નિરોધ. બૌદ્ધ ધર્મના આગમોને ત્રિપિટક કહેવામાં આવે છે. આ મતમાં નાગાર્જુન, દિગ્નાગ, વસુબંધુ, ધર્મકીર્તિ આદિ મહાન વિદ્વાનો થઈ ગયા છે અને તેમણે આ દર્શનનો ખૂબ પ્રચાર કર્યો છે. (૧૨૪) બૃહત્કલ્પ બૃહત્કલ્પ છ છેદસૂત્રોમાંનું એક સૂત્ર છે. આ સૂત્રના કર્તા શ્રી ભદ્રબાહુ સ્વામી છે. આ ગ્રંથ પર શ્રી સંઘદાસ ગણિ ક્ષમાશ્રમણનો ભાષ્ય છે. આ સૂત્રમાં સાધુઓના અંગત આચાર અને પ્રાયશ્ચિત્તને લગતી અનેક ગંભીર બાબતો ચર્ચેલી છે. સાધુપદના ભાનને માટે આ ગ્રંથનો અભ્યાસ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી મનુષ્ય યથાર્થતાને ન જાણે ત્યાં સુધી તે અવશ્ય વિપરીતતામાં જ પ્રવૃત્તિ ક૨શે. શ્રીમદ્ભુ પત્રાંક ૫૦૧માં આ ગ્રંથનો ઉલ્લેખ કરતાં લખે છે કે ‘અનાર્યભૂમિમાં વિચરવાની’ બૃહત્કલ્પમાં ના કહી છે. ન (૧૨૫) બ્રહ્મદત્ત બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. એક વાર એક બ્રાહ્મણે આવીને ચક્રવર્તીને કહ્યું, હે રાજન્! આપ મને ઓળખો છો કે નહીં? રાજાએ તેને ઓળખ્યો અને ઉપકારી જાણીને ઇચ્છા પ્રમાણે માગવાનું કહ્યું. તેથી તે વિપ્રરાજે જાતિસ્વભાવને લઈને રાજાને ત્યાં સકુટુંબ જમવાની માંગણી કરી. રાજાએ બીજું માગવાનું કહ્યું પણ તેણે ન માન્યું. ચક્રવર્તીના સદનનું ગરિષ્ટ ભોજન કરવાથી સર્વને તીવ્ર કામવાસના જાગી તેથી Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy