SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત બીજા મુમુક્ષઓને પણ મુનિશ્રીનો સમાગમ બે બે માસે કરવા ભલામ શ્રીમદ્જીએ કરી હતી. શ્રીમદ્જીના નિર્વાણ પછી શ્રી લલ્લુજી ચરોતર, ઘર્મપુર, કરમાળા આદિ દક્ષિણના પ્રદેશમાં તેમજ ખેરાળ આદિ ઉત્તર ગુજરાતમાં, કાઠિયાવાડ વગેરે પ્રદેશમાં વિહાર કરતાં વિચરતા હતા. સં. ૧૯૬૮માં ખંભાત નજીક દરિયા કિનારે ઘણા મુમુક્ષુઓ સાથે શ્રી લલ્લુજીએ ૧૯ દિવસ નિશદિન અખંડ ભક્તિ સાધના ઊંધ્યા વિના કરી હતી. એકાંતમાં વસવાનું તેમને પ્રિય હોવાથી તે વગડાઉ મનિ. તરીકે પ્રખ્યાત થયા હતા. શ્રી ઘારશીભાઈ તેમને લઘુતા, સરળતા, ગંભીરતા. પ્રેમમય પરાભક્તિ તથા શાંતિના મૂર્તિમાન સ્વરૂપ તરીકે વર્ણવતા. પગે વાનું દરદ વઘવાથી તેમનાથી વિશેષ વિહાર થાય તેમ ન રહ્યું ત્યારે બીજા મુનિઓને આત્મહિત થાય તેમ વિચરવાની આજ્ઞા આપી અને પોતે એકલા પાસે પાસેનાં ગામોમાં યથાશક્તિ વિહાર કરતા. સં.૧૯૭૬ માં કાર્તિક પૂર્ણિમાએ સંદેશર ગામમાં પરમ કૃપાળુ દેવના જન્મદિવસ નિમિત્તે ભક્તિ મહોત્સવ હતો. તે વખતે ઘણા ભક્તો એકત્ર થયેલા. તેમના વિશેષ આગ્રહથી એક સ્થળે રહેવાનું તેમણે સ્વીકાર્યું. તે નિમિત્તે અગાસ સ્ટેશન પાસે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ બન્યું. તેમનાં ૧૪ ચોમાસાં આ જ આશ્રમમાં થયાં. સં.૧૯૮૦ માં પૂનામાં ચાતુર્માસ થયું. બાકી જીવનનો પાછલો ભાગ ઘણો ખરો આ આશ્રમમાં તેમણે ગાળ્યો અને ૮૨ વર્ષની વયે ત્યાં જ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. શ્રીમદ્જીના અભિપ્રાય પ્રમાણે ગમે તે ઘર્મના, ગમે તે જ્ઞાતિના, પણ આત્મકલ્યાણની ઇચ્છાવાળા મુમુક્ષુઓ તે આશ્રમમાં આવતા; ભક્તિભાવ, ઉપદેશ, ઘર્માચરણનો લાભ લેતા અને જેની ઇચ્છા સદાય ત્યાં રહેવાની થાય તે જીવનપર્યત પણ રહેતા. વૈષ્ણવ, શૈવ, જૈન, ક્ષત્રિય, ખોજા, બ્રાહ્મણ, પાટીદાર આદિ અનેક વિવિઘતાથી રંગાયેલું આશ્રમ સનાતન જૈન નામે હાલ ઓળખાય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામી અનેક રિદ્ધિવાળા છતાં બાળક જેવું નિર્દોષ, સરળ, નિર્માની વર્તન રાખતા. તેમનો વચન અતિશય અનેક જીવોને જણાતો. વગર પૂછી પ્રશ્નોનું સમાઘાન તેમની સાદી વાણી સાંભળતાં જ થઈ જતું અને તે સતશ્રદ્ધાનું કારણ બનતું. સં. ૧૯૭૨ના ભાદરવા માસમાં એક કપાપાત્ર મુમુક્ષને જૂનાગઢથી મા લલ્લુજી મહારાજે પત્ર લખ્યો છે, તેમાં પોતાની દશા કંઈકે વર્ણવી છે-“ઘણા દિવસથી વૃત્તિ હતી, એકાંત નિવૃત્તિ લેવી; તે જોગ ગુરુપ્રતાપે બની આવેલ છેજી: જોકે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવે ત્યાર Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy