SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પતિઓ તથા ગ્રંથોનો પરિચય પ્રાઘાન્ય છે, તેમની તેમના સુરીલા કંઠ અને -. તેમની ગરબીઓમાં વૃંદાવન અને કષ્ણલીલાનું વાતાવરણ જામ છે. ૪૩ અરીલા કંઠ અને સંગીતના શોખે તેમની ગરબીઓમાં સ્વરમાધુર્ય અને વી હલક આણ્યાં. કવિ નાનાલાલ આવ્યા ત્યાં સુધી દયારામની ગરબીઓ વાતણોનું કંઠાભરણ હતું. દયારામને પોતાની કૃતિઓની મધુરતાનું ભાન હતું. એ મનસ્વીપણે કવિતાનાં પદોને “કડવાં” ને બદલે “મીઠાં' લખતા. આજે પણ જરાતી સાહિત્યના અભ્યાસીઓ મીરાં અને દયારામમાં સરખો રસ ઘરાવે છે. (૭૬) દશવૈકાલિક શ્રી શäભવ સૂરીએ આ સૂત્ર પોતાના પુત્રના કલ્યાણ અર્થે રચ્યું છે. જ્યારે ની શય્યભવે દીક્ષા લીધી ત્યારે એમની પત્ની ગર્ભવતી હતી. સાધુ થયા પછી પુત્ર જમ્યો. તેનું નામ “મનકી રાખવામાં આવ્યું. એક વખત નિશાળમાં છોકરાઓ સાથે કંકાસ થતાં, છોકરાઓ નિઃપિતૃક' એટલે બાપ વિનાનો કહીને તેને ખીજવવા લાગ્યા. તેથી દુઃખી થઈને મનકે માતાને પિતાના સંબંધમાં પૂછ્યું. માતાએ કહ્યું કે તારા પિતા તો સાધુ થઈ ગયા છે. તે પછી મનકે આતુરતાપૂર્વક સર્વ હકીકત પૂછીને આચાર્ય (બાપ) પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પણ આચાર્યે કોઈને એમ ન જણાવ્યું કે આ મારો પુત્ર છે. મનકનું આયુષ્ય અલ્પ જાણીને આચાર્ય સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને (શાસ્ત્રસાર લઈને) શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરીને પઠન માટે તેને આપ્યું કે જેથી તેને શીધ્ર બોઘ થાય. તે પણ છ માસમાં તેનો અભ્યાસ કરીને તથા ચારિત્રની આરાધના કરીને દેવલોક પામ્યો. આ સૂત્રમાં મુખ્ય વિષય સાઘુઓના આચારનો છે. જેમકે શિષ્ય પૂછે છે કે હું કેવી રીતે પ્રવૃત્તિ કરું, કેવી રીતે ઊભો રહું, કેવી રીતે બેસું, કેવી રીતે જમું, કેવી રીતે બોલું કે જેથી મને પાપ ન બંઘાય? તેના ઉત્તરમાં ગુરુ કહે છે–ચત્નાપૂર્વક પ્રવૃત્તિ કરો, યત્નાપૂર્વક ઊભા રહો, યત્નાપૂર્વક બેસો, યત્નાપૂર્વક જમો, યત્નાપૂર્વક બોલો, આમ પ્રવૃત્તિ કરતાં પાપ કર્મ ન બંઘાય ઇત્યાદિ. આ આગમમાં દશ અધ્યયન તથા બે ચૂલિકાઓ છે. શ્રીમદ્જીએ એની કટલીક ગાથાઓનો અનુવાદ કરેલો છે. જુઓ પત્રાંક ૧૦. આ (૭૭) દાસબોધ ( શ્રી સમર્થ રામદાસ સ્વામીના સર્વ ઉપદેશ ગ્રંથોમાં “દાસબોઘ” એ સર્વથી દિ ગ્રંથ છે. એમાં ૨૦ દશક છે અને પ્રત્યેક દશકમો ૧૦ સમાસ (અધ્યાય) છે વાતું સમગ્ર ગ્રંથમાં ૨૦૦ સમાસ છે. કેટલાક વિડીલોની એવી માન્યતા છે કે બાવા મોટો ગ્રંથ થીમે ધીમે રચવામાં આવ્યો હશે અને એને રચતા ઘણો વખત વી હશે. તથા કોઈ એમ પણ કહે છે કે માત્ર એક જ દિવસમાં ગ્રંથ પૂર્ણ થયો છે. Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy