________________
૩૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત કરેલો. નાનપણથી તે ભક્તિપ્રિય હતા. દુકાને સૂઈ જતા, અને બધા ગુમાસ્તા ઊં જાય એટલે નળના ઠંડા પાણીથી નાહીને તે વૈષ્ણવોની ભક્તમંડળીઓમાં ભક્તિ કરવા ચાલ્યા જતા. આમ ઉજાગરા અને દેહની બેદરકારીથી તેમને જીર્ણજ્વર પડ્યો. છ વર્ષ મંદવાડ ચાલ્યો. ગુમાસ્તાઓના કહેવાથી તેમના કુટુંબીઓએ જાણે કે તે વૈષ્ણવ મંડળીઓમાં રાત્રે જાય છે. તેથી તેમને દીવાળીબાઈ મહાસતીન સમાગમ કરાવી જૈન સંસ્કારોમાં વાળેલા.
. લાગુ
સંવત્ ૧૯૪૪માં મોક્ષમાળા છપાવવા શ્રીમદ્ભુ અમદાવાદ પધાર્યા. તે વખતે શ્રી જૂઠાભાઈને તેમની સેવામાં રહેવાનું કામ તેમના મોટા ભાઈએ સોંપ્યું હતું. સાચા પુરુષના નિકટ સમાગમમાં રહેવાથી તેમની ભક્તિને નવજીવન મળ્યું અને ભક્તિના પ્રતાપે તેમને ‘મોક્ષમાર્ગને દે તેવું સમ્યક્ત્વ' અને કેટલાક અતિશયો પ્રગટ્યા હતા. ખંભાતના મુમુક્ષુઓ શ્રી અંબાલાલ વગેરેને શ્રી જૂઠાભાઈની દશા જોઈ શ્રીમદ્ભુ પ્રત્યે શ્રદ્ધા જાગેલી.
શ્રીમદ્ પોતાની સં. ૧૯૪૬ વૈ.સુ.૩ની દૈનિક નોંધમાં લખે છે—અંક ૧૧૬) “આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોયયથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદી ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.” અષાડ સુદ ૧૦, ૧૯૪૬ની નોંઘમાં લખે છે : ‘પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.” (અંક ૧૧૭)
વળી એમના વિષે શ્રીમદ્ ખંભાતના મુમુક્ષુઓને લખે છે—‘‘આ આત્માનો આ જીવનનો રાહત્યિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનવૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતો.” (પત્ર ૧૧૮)
(૬૫) જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ શ્વેતાંબર સંપ્રદાયના ૧૨ ઉપાંગોમાંથી છઠ્ઠું ઉપાંગ મનાય છે. એમાં જંબુદ્વીપ સંબંધી વિશેષ વર્ણન છે. એક પ્રકારે આ ભૂગોલ વિષયક ગ્રંથ કહી શકાય. આમાં રાજા ભરતની કથા વિસ્તારપૂર્વક આપેલી છે.
આના પર જૈન આચાર્યોની અનેક ટીકાઓ છે. ઉપદેશછાયા ૧૧ માં શ્રીમદ્ભુ કહે છે કે આ ગ્રંથમાં આ કાલમાં મોક્ષનો નિષેધ આવે છે.
(૬૬) જંબૂસ્વામી
જંબુસ્વામી દિગંબર અને શ્વેતાંબર બન્ને સંપ્રદાયોમાં છેલ્લા કેવલી મનાય છે.
Scanned by CamScanner