________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉસ્લિખિત અખાજીની કવિતા ગંભીર તથા અર્થસૂચક છે, જિજ્ઞાસાને જાગૃત કરી અને મોહની જાળમાંથી છોડાવવા સજ્જડ મેણાં મારી સત્યને પ્રકાશવાન કરનારી સાતિલ શ્રદ્ધા પ્રેરનાર છે. ગુજરાતમાં અખાજીની કવિતા ઘણી જ પ્રસિદ્ધ છે.
(૩) અધ્યાત્મ કલ્પદ્રુમ અધ્યાત્મ કલ્પદ્રુમ શ્રી મુનિસુંદરસૂરીની વૈરાગ્યરસપૂર્ણ સુંદર રચના છે. અધ્યાત્મ એટલે આત્મરણતા, તે એક કલ્પવૃક્ષની સમાન છે. જેમ અતિશય તાપથી તપ્ત માણસને કલ્પવૃક્ષની છાયા શાંતિ તથા આનંદ આપે છે તેમ સંસારના તાપથી તપ્ત જીવને અધ્યાત્મ કલ્પદ્રુમનો સ્વાધ્યાય અલૌકિક શાંતિ તથા આનંદ આપે છે. સર્વ રસોમાં શાંતરસ રસાથિરાજ કહેવાય છે. તે રસ આ ગ્રંથમાં સર્વત્ર દેખાય છે. વૃક્ષની સોળ શાખાઓની જેમ અધ્યાત્મ કલ્પદ્રુમના પણ સોળ અધિકાર છે. તેમના નામ નીચે પ્રમાણે છે - સમતા, સ્ત્રી મમત્વ મોચન, અપત્ય મમત્વ મોચન, ઘન મમત્વ મોચન, દેહ મમત્વ મોચન, વિષય પ્રમાદ ત્યાગ, કષાય નિગ્રહ, શાસ્ત્રાભ્યાસ, ચિત્તદમન, વૈરાગ્યોપદેશ, ઘર્મશુદ્ધિ, ગુરુશુદ્ધિ, યતિદીક્ષા, મિથ્યાત્વનિરોધ, શુભવૃત્તિ અને સામ્ય સર્વસ્વ. સમતા વિના બીજા બધા સાઘનો મુક્તિ આપી શકતા નથી. તેથી પ્રથમ સમતા બતાવીને અસમતા(વિષમતા)ના કારણોના ત્યાગની ભલામણ કરી છે. વિષયોનું અનુસંઘાન બહુ સુંદર છે. કવિતા પણ રોચક અને ચિત્તને આનંદ આપે એવી છે. આ ગ્રંથ પર શ્રીઘનવિજય ગણીએ અથિરોહિણી નામની ટીકા લખી છે. એ ટીકા સંસ્કૃત ભાષામાં છે અને બહુ જ ઉત્તમ અને વિસ્તારવાળી છે. શ્રીમદ્જીએ પોતાના પત્રોમાં આ ગ્રંથ વાંચવાની મુમુક્ષુઓને ઠેકાણે ઠેકાણે ભલામણ કરી છે.
(૪) અધ્યાત્મસાર “અધ્યાત્મસાર' શ્રીમાનું યશોવિજયજી ઉપાધ્યાયની આત્માને બોધ આપતી એક સુંદર રચના છે. ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં વૈરાગ્ય ખૂબ જ રેડ્યો છે. અધ્યાત્મશાસ્ત્રનો મહિમા બતાવવા તેઓ આ ગ્રંથમાં લખે છે કે “અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને ભેદવા માટે વજ સમાન છે, મિત્રતારૂપી સમુદ્રને વિકસાવવા માટે ચંદ્ર સમાન છે, અને મહામોહરૂપી વંશજાળને દહન કરવા માટે દાવાગ્નિ સમાન છે. શ્રીમદ્જીએ પોતાના પત્રોમાં આ ગ્રંથ વાંચવાની મુમુક્ષુઓને ભલામણ કરી છે. એમાં બધા મળીને ૨૧ અધિકાર છે. તે અધિકારોમાં મુમુક્ષુને ઉપયોગી કથન છે. એક આત્મ વિનિકાશ્રય (આત્મજ્ઞાન) અધિકારમાં આત્માનું કર્તૃત્વ, ભોક્તત્વ, જ્ઞાનાદિની આત્મા સાથે અભેદતા, આદિનું સવિસ્તર વિવેચન છે. આ ગ્રંથના સંસ્કૃત ટીકા છે. તેનું ગુજરાતીમાં પણ ભાષાંતર થયું છે.
Scanned by CamScanner