________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
(૫) અનાથદાસજી
અનાથદાસજી કોઈ વેદાંતી વિદ્વાન જણાય છે. એમણે ગુજરાતીમાં વિચારમાળા નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથની ટીકા પણ છે. શ્રીમદ્ભુ ઉપદેશછાયામાં લખે છે કે “અનાથદાસજીએ કહ્યું છે કે, એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.’
399
(૬) અનુભવ પ્રકાશ
આ ગ્રંથનું પૂરું નામ પક્ષપાતરહિત અનુભવ પ્રકાશ છે. આમાં સ્વામી વિશુદ્ધાનંદે વેદાંત પદ્ઘતિએ પોતાનો અનુભવ કહેલો છે. ગ્રંથ આઠ સર્ગોમાં વિભક્ત છે. સ્વામીજીએ અનેક દૃષ્ટાંત તથા દલીલોથી વેદાંત સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે. આ જ ગ્રંથમાં પ્રહ્લાદજીની કથા આવે છે, તથા બીજી કથાઓ પણ છે. (૭) અભયકુમાર
અભયકુમાર મગઘદેશના અધિપતિ મહારાજ શ્રેણિકના જ્યેષ્ઠ પુત્ર હતા અને મગધદેશના પ્રધાન પણ હતા. એમની બુદ્ધિ બહુ તીક્ષ્ણ હતી. પિતાના રાજ્યની ઘણે ભાગે એ જ દેખરેખ રાખતા. અનેક પ્રશ્નોના ઉકેલ લાવતા. શ્રીમદ્ભુએ મોક્ષમાળામાં શિક્ષાપાઠ ૩૦-૩૧ સર્વ જીવની રક્ષા અને શિક્ષાપાઠ ૩૨ વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે-લખ્યા છે તે પરથી એમની અપૂર્વ બુદ્ધિમત્તા સિદ્ધ થાય છે. સંસ્કૃતમાં અભયકુમાર નામનું ઉપાધ્યાય ચંદ્રતિલક વિરચિત એક મહાકાવ્ય છે, તેમાં અભયકુમારની બુદ્ધિનાં અનેક પ્રસંગો વર્ણવેલાં છે.
(૮) અયમંતકુમાર (આર્યશ્રી અતિમુક્તક)
શ્રી અયમંતકુમારે બાલવયમાં દીક્ષા લીઘી હતી. તેઓ સ્વભાવે ભોળા અને વિનયી હતી. એક વાર ભારે વરસાદ વરસતો હતો ત્યારે તે કુમાર પોતાની કાખમાં પાત્ર અને રજોહરણ લઈને શૌચક્રિયા માટે જતા હતા. માર્ગમાં પાણીથી ભરેલું ખાબોચિયું જોઈને તેમને રમવાનું મન થયું. તેથી તેઓ પાત્રને પાણીમાં મૂકીને “આ મારી નાવ જાય છે, આ મારી નાવ જાય છે” એમ કહીને પાણીથી રમવા લાગ્યા. તે જોઈને બીજા સાધુઓએ આવીને ભગવાન મહાવીરને બધી હકીકત કહી અને પૂછ્યું કે આનો મોક્ષ થશે કે નહીં. ભગવાને કહ્યું કે હે આર્યો, તે આ ભવમાં જ સિદ્ધ થશે. માટે હે આર્યો! તમે તે કુમાર મુનિની નિંદા ન કરો. પછી મુનિઓના કહેવાથી તે બાળમુનિને જલકાયની વિરાધનારૂપ પોતાની ભૂલનું ભાન થયું અને ઇરિયાવહી પડિક્કમતા કેવળજ્ઞાન પામ્યા અને પ્રાંતે મોક્ષે પધાર્યા. આ કથા પરથી એમ સિદ્ધ થાય છે કે કોઈની બાહ્ય ક્રિયા જોઈને આપણને નિંદા કે હીલના, અપમાન ઇત્યાદિ કરવાનો કોઈ અધિકાર નથી. આ કથા શ્રી ભગવતીસૂત્રમાં આપેલી છે.
Scanned by CamScanner