SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૫ (૧૯૩) સહજાનંદસ્વામી વિ.સં. ૧૮૩૭ની ચૈત્ર શુક્લ નવમીના દિવસે અયોધ્યાની પાસે આવેલા છપિયા ગામના એક સરરિયા બ્રાહ્મણ કુટુંબમાં શ્રી સ્વામીનારાયણનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ધર્મદેવ તથા માતાનું નામ ભક્તિદેવી હતું. માતાપિતાએ બાળકનું નામ ઘનશ્યામ પાડ્યું હતું. બાળક નાની વયથી જ અલૌકિક હતો. કારણવશાત્ ધર્મદેવ પોતાના છપિયા ગામનો ત્યાગ કરીને અયોધ્યામાં આવીને રહ્યા. ત્યાં થોડાક દિવસમાં ઘનશ્યામના માતાપિતા દેવલોક પામ્યા. તેથી તે ઘરનો બધો ભાર પોતાના મોટા બે ભાઈઓ ઉપર નાખી ઘરથી નીકળી પડ્યો. અનેક તીર્થોમાં પરિભ્રમણ કર્યું અને પોતાનું નામ બદલીને નીલકંઠવર્ણી રાખ્યું. ફરતા ફરતા નીલકંઠવર્ણી લોજપુર નગરમાં આવ્યા. ત્યાં શ્રી રામાનંદસ્વામીનો આશ્રમ હતો. મુક્તાનંદ, સુખાનંદ આદિ ઘણા સંતો ત્યાં રહેતા હતા. શ્રી રામાનંદના ગુણોથી ખેંચાઈને નીલકંઠવર્ણીએ તેમની પાસે ભગવતી દીક્ષા ગ્રહણ કરી. એમનું નામ નારાયણમુનિ રાખવામાં આવ્યું. તે થોડા જ સમયમાં પોતાના ગુણોને લીધે રામાનંદજીના પ્રધાન શિષ્ય બન્યા. રામાનંદના કાળ કર્યા પછી સ્વામીનારાયણ વિશેષ પ્રકાશમાં આવ્યા. લોકો એમને ભગવાનનો સાક્ષાત્ અવતાર માનવા લાગ્યા. ચમત્કારને લીધે એમનો ખૂબ જ પ્રભાવ વધ્યો. પોતાના સંપ્રદાયમાં તે અનેક નામોથી ઓળખાય છે તોપણ આટલા મુખ્ય છે—હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, શ્રી હરિ, ઘનશ્યામ, સરયૂદાસ, નીલકંઠવર્ણી, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, શ્રી સ્વામીનારાયણ અને નારાયણમુનિ. એમણે જનહિતાર્થે શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ બનાવ્યો છે જે એમના સંપ્રદાયમાં મુખ્ય મનાય છે. એમના ઉપદેશોના સંગ્રહને વચનામૃત કહે છે, જેને એમના અનુયાયીઓ બહુ આદરની દૃષ્ટિથી જુએ છે. (૧૯૪) સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સૌરાષ્ટ્રના સાયલા ગામના એ પ્રસિદ્ધ મુમુક્ષુ હતા. તેમનો જન્મ સં. ૧૮૮૦ અને દેહત્યાગ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના રોજ થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ કોઈ કારણસર મારવાડ ગયેલા. ત્યાંના કોઈ યતિને પ્રસન્ન કરી તે સુધારસ નામની ચિત્તને સ્થિર કરવાની ક્રિયા શીખી લાવેલા. તે પ્રયોગમાં તે ઘણો વખત ગાળતા, એક ઓરડામાં બેસી રહેતા. તેમણે સુધારસ સંબંધી સૌભાગ્યભાઈને તથા ડુંગરશી ગોસળિયાને સમજૂતી આપી હતી. શ્રીમદ્ રાજચંદ્રનું નામ તેમણે સાંભળ્યું ત્યારે સૌભાગ્યભાઈને કહેલું કે રાયચંદભાઈ પ્રભાવક પુરુષ માટે તેમને સુધારસ બતાવજો. તેથી સૌભાગ્યભાઈ શ્રીમદ્ભુને મળવા મોરબી ગયા. શ્રીમદ્ભુ તે વખતે મોરબી હતા. શ્રીમદ્ભુએ તેમના આવ્યા પહેલાં એક છે Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy