SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત લીઘો. મુનદાસની શરીર પ્રકૃતિ બગડવાથી તેઓ મુંબઈથી ભાદરણ ગયા. થો દિવસ ઘોરીભાઈ ભગત પાસે રહ્યા. ભાદરણથી કાવિઠા આવ્યા. કાવિઠામાં થોડો વખત રહી સુણાવ આવ્યા. સુણાવમાં એમની સારવાર ઉમેદભાઈ ભગત લલ્લુભાઈ માઘાભાઈ વગેરે ચાર-પાંચ મુમુક્ષુઓએ અત્યંત પ્રેમથી કરેલી અને તેઓ ! અત્યંત શાંતિસમાધિથી દેહત્યાગ કરી ગયા. સુણાવમાં સહુથી પ્રથમ મુમુક્ષુ મુનદાસ હતા. એમના સંગથી બીજા મુમુક્ષઓ પરમકૃપાળુદેવ તરફ વળ્યા. ૨૦ વર્ષની નાની વયમાં મુનદાસ દેહત્યાગ કરી ગયા. બહુ જ નાની વયમાં પરમકૃપાળુ સદ્ગુરુદેવનું સર્વાર્પણપણે શરણું ગ્રહણ કરી એકનિષ્ઠાથી તન્મયભાવે સનાતન આત્મસ્વરૂપની ઉપાસનામાં જીવન સમર્પણ કરી પરમદુર્લભ એવો આ મનુષ્યભવ સફળ કરી ગયા. એમનો એક પ્રસંગ સાંભળેલો છે. એમણે રાત્રિભોજનનો ત્યાગ કરેલ અને ! એમને સાવકી મા હોવાથી તે વહેલી રસોઈ કરતી નહોતી. તો એ કાચા ચોખા લઈ | ખેતરમાં જતા અને એથી પેટ ભરતા; પણ રાત્રે ખાતા નહોતા. (૧૪૭) મોહનલાલ કરમચંદ ગાંધી ભારતભરમાં “બાપુજી'ના પ્યારા નામથી ઓળખાતા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ કાઠિયાવાડમાં પોરબંદર(સુદામાપુરી)માં તા.૨-૧-૧૮૬૯ના રોજ રેંટિયા બારસને દિવસે થયો હતો. તેમનું નામ મોહનદાસ પાડવામાં આવ્યું હતું. તેમના પિતા કરમચંદ ગાંઘી રાજકોટ રાજ્યના દિવાન હતા. તે ટેકીલા હતા. માતા પૂતળીબાઈ ભક્તિમાન હતાં. નાનપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોઈને હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવાની ઝંખના જાગેલી, જેથી તે ખરાબ સોબતથી બચી ગયા હતા. ' મેટ્રિક થયા પછી બૅરિસ્ટર થવા વિલાયત ગયા. કુટુંબમાં ઘાર્મિક સંસ્કારો હોવાથી વિલાયતમાં પરસ્ત્રીત્યાગ, દારૂ અને માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા માતા પાસે લીધી; અને વિદેશના વિકટ વાતાવરણમાં પણ તે પ્રતિજ્ઞાઓ પાળી. તેમ કરતા તેમના જીવનમાં વ્યવસ્થા, સાદાઈ અને ઉદ્યમ ખીલ્યા. વિલાયતથી આવ્યા પછી શતાવધાની આત્મજ્ઞાની કવિ શ્રીમદ્ રાજચંદ્રના ગાઢ પરિચયમાં આવ્યા અને તે વખતે ઘર્મવાર્તામાં રસ ન ઘરાવનાર ગાંધીજીને તેમની વાતમાં રસ પડ્યો અને અહિંસાની ઊંડી છાપ તેમના હૃદય પર બેઠી. ગાંધીજી આત્મકથામાં લખે છે ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કૂંડાં ભરીને પાન કર્યું છે.” પછી ગાંધીજી નાતાલ ગયા. ત્યાં મુસ્લિમ તેમજ ખ્રિસ્તી મિત્રોના સમાગમથી તેઓને હિંદુ ઘર્મની ઉત્તમતામાં શંકા જાગી. એ ઘર્મમંથન કાળમાં તેઓ શ્રીમદ Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy