________________
તિઓ તથા ગ્રંથોનો પરિચય
પાટીદાર વૈષ્ણવકળમાં બળવાન શુભ સંસ્કારના
સમાગ
વૈરાગ્ય
૮૫. (૧૪૬) મુનદાસ પ્રભુદાસ ભાવના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી મુનદાસ નાનપણથી ખૂબ જ ભક્તિપ્રેમી હતા. 3 વૈષણવકુળમાં જન્મેલા. કુટુંબમાં ધર્મના સંસ્કાર બહુ ઓછા હતા. પૂર્વના
શભ સંસ્કારના બળથી ૧૨ વર્ષની નાની વયે શ્રી લઘુરાજ સ્વામીજીના માં આવતાં તેઓ જિનવીતરાગમાર્ગ તરફ વળ્યા. કંઠમાં બહુ જ માધુર્ય હતું. ભાવથી ભક્તિના પદો બોલતી વખતે આંખમાંથી અશ્રની ઘારા ચાલે. જનારના મનમાં વૈરાગ્યભાવ જાગૃત થાય. ભક્તિના ઉમળકારૂપે થોડા ભક્તિના પદો એમણે સ્વયંસ્કુરણાથી રચેલા છે.
કાવિઠાના ઝવેરભાઈ શેઠના પુત્રી (શ્રી ઇચ્છાબેન) સુણાવમાં પરણાવેલા. છાબેને મનદાસના મુખેથી ભક્તિના પદો સાંભળેલા. ઇચ્છાબેને એમના પિતા થી ઝવેરભાઈને કહ્યું કે અમારા ગામમાં મુનદાસ નામનો એક નાની વયનો ભગત છે. એના કંઠમાં અત્યંત મધુરતા છે. ખૂબ જ વૈરાગ્યભાવથી ભક્તિના પદો ગાય છે. એમના મુખથી ભક્તિના પદો સાંભળતાં ભક્તિરસ વૈરાગ્યરસથી શ્રોતાનું હૃદય ભરાઈ જાય છે. ભક્તિપ્રેમી શ્રી ઝવેરભાઈ શેઠ દમણિયું તૈયાર કરી સુણાવ ગયા અને મુનદાસને વિનંતી કરીને પોતાની સાથે કાવિઠા તેડી લાવ્યા. મુનદાસ કાવિઠા બે-ત્રણ મહિના રહ્યા. તે અરસામાં (સંવત ૧૯૫૧માં) મુનદાસને પરમકૃપાળુદેવના દર્શન સમાગમનો અપૂર્વ જોગ મળ્યો. પરમકૃપાળુદેવના ચરણનું સર્વાર્પણભાવે શરણું ગ્રહણ કર્યું. સંવત ૧૯૫૪માં પરમકૃપાળુદેવના પરમોત્કૃષ્ટ બોઘામૃતનું ખૂબ પાન કરેલું. મુનદાસે અપૂર્વ ભક્તિભાવથી અને વૈરાગ્યરસથી ભરપૂર એવું એક ૧૨ ગાથાનું પદ રચીને એક કવરમાં બીડીને પરમકૃપાળુદેવ ઉપર મુંબઈ મોકલેલું જેમાંની બે ગાથા નીચે આપી છે :
અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું,
તમે મોક્ષમાર્ગ ઉજ્જવલ કિયો, કુળમતાગ્રહાદિ છેદ દિયો, અહો! ભવ્યને કારણે દેહ લિયો. અહો રાજચંદ્ર૮ અહો! વિષય કષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ઘર્મ લિયો,
નિઉપાથિપદ સહજ ગ્રહ્યો. અહો રાજચંદ્ર ૯” લાડા વખત પછી કાવિઠાવાળા ઝવેરભાઈ શેઠના જમાઈ છોટાભાઈ
મુબઈ તેડી ગયા. ૪ મહિના મનદાસ ભગત છોટાભાઈને ઘેર રહેલા. રહીને મુનદાસે પરમકપાળદેવના પરમ સત્સંગ-સમાગમનો અપૂર્વ લાભ
મુનદાસને મુંબઈ તેડી મુંબઈમાં રહીને મુનદાર
Scanned by CamScanner