SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૯ વિષે તેમનું કાવ્ય બહુ સુંદર છે ઃ તૃષ્ણા જો દશ વીસ પચાસ ભયે શત, હોઈ હજાર તૂ લાખ મળેગી, કોટી અરબ્ધ, ખરબ્ધ, અસંખ્ય, ઘરાપતિ હોનેકી ચાહ જગેગી; સ્વર્ગ-પાતાલકું રાજ કરો, પૃષણા અધિક આગ લગેગી, સુંદર એક સંતોષ વિના શઠ, તેરી તો ભૂખ કદી ન ભગેગી. (૨૦૦) સુંદરી એ ભગવાન ઋષભદેવની પુત્રી હતી. એ વિષે આ જ પુસ્તકમાં ‘(૧૧૧) બ્રાહ્મી અને સુંદરી' માં માહિતી આપી છે. (૨૦૧) સૂત્રકૃતાંગ આ આગમગ્રંથ છે. એના પ્રણેતા શ્રી સુધર્માસ્વામી છે એમ કહેવાય છે. બાર અંગમાં પ્રથમ અંગ આચારાંગસૂત્ર છે જેનો વિષય આચાર છે, છતાં સૂત્રકૃતાંગમાં પણ આચારના મૂળરૂપ જ્ઞાનને લગતું ઘણું કહ્યું છે. આ આગમમાં બે શ્રુતસ્કંધ છે, તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને બીજા સ્કંધમાં સાત એમ બધા મળીને ત્રેવીશ અધ્યયન છે. એ વિષય દ્રવ્યાનુયોગનો છે. પ્રથમ સમયાખ્યા નામનું અધ્યયન છે જેમાં સ્વસમય તથા પરસમયની પ્રરૂપણા સારી રીતે કરી છે. તેની શરૂઆતમાં ભગવાન કહે છે કે હે ભવ્યજીવો, તમે બંધન (જ્ઞાનાવરણ, મિથ્યાત્વ આદિ)ને જાણો, પરન્તુ જાણીને સંતોષ માની લેવાનું નથી, માટે ફરી કહે છે કે તે બંધનોને જાણીને છેદો. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે ભગવાન ! બંધન શું ? અને બંધનનાં કારણ કયાં કે જે જાણીને તે છેદી શકાય ? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે જ્ઞાનાવરણાદિ કર્મને તું બંધન જાણ તથા તે કર્મ બંધાવાનાં કારણ આરંભ પરિગ્રહ છે. જ્યાં આરંભ પરિગ્રહ હોય છે, ત્યાં અવશ્ય પ્રાણાતિપાત હોય છે. એટલે પરિગ્રહના સદ્ભાવમાં જીવ કોઈ ને કોઈ રીતે અવશ્ય હિંસા કરે અથવા કરાવે છે. આત્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધા વિનાનો આરંભ પરિગ્રહનો ત્યાગ એ વાસ્તવિક ત્યાગ ન ગણાય તેથી આગળ જીવતત્ત્વના નિર્ણય માટે, પ્રથમ અનેક પ્રકારની માન્યતાઓ, જેમ કે કોઈ આત્માને પંચભૂતરૂપ માને ઇત્યાદિ બતાવી આત્મતત્ત્વની યથાર્થ પ્રતીતિ કરાવી છે. અન્ય દર્શનીઓ જે પ્રમાણે જીવતત્ત્વને માને તેટલું જ જાણવાથી આત્માનો નિશ્ચય થતો નથી પણ મુમુક્ષુ વધારે મૂંઝવણમાં પડી જાય છે. છે આનું બીજું અધ્યયન વૈતાલીય નામનું છે. તેને વાંચવાની શ્રીમદ્ભુએ ખાસ ભલામણ કરી છે. કારણ કે એમાં જે વિષય છે તે આત્માર્થી જીવોને અત્યંત ઉપયોગી છે, વૈરાગ્યપોષક છે. તે અઘ્યયનની પ્રથમ ગાથામાં ભગવાન કહે છે કે અહો ભવ્યો ! Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy